07 August, 2012

ઓલિમ્પિયન મધર્સ: વિજેતા પાછળ માતાનો સંઘર્ષ


સાઈના નેહવાલ વર્ષ 2006માં ફક્ત 16 વર્ષની ઉંમરે ફિલિપાઈન્સ ઓપન જીતનારી પહેલી ભારતીય મહિલા બની હતી. આમ તે ઘણાં વર્ષોથી ભારત માટે બેડમિન્ટન રમી રહી છે, પરંતુ વખતે તેના પર અભિનંદનની આટલી વર્ષા નહોતી થઈ જેટલા અભિનંદન તેને લંડન ઓલિમ્પિકમાં કાસ્ય ચંદ્રક મેળવવા બદલ મળી રહ્યા છે. વખતે પણ  સાઈના કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરની ચેમ્પિયનશિપમાં પહેલી વાર સુવર્ણ ચંદ્રક જીતી હતી. જોકે, સાનિયા ફિલિપાઈન્સમાં ચેમ્પિયન બનતા ટીવી ચેનલોના પત્રકારો તેના હૈદરાબાદ સ્થિત ઘરે પહોંચી જાય છે અને એકદમ સ્વસ્થ ચિત્તે બેઠેલી એક મહિલાને કોઈ પત્રકાર સવાલ પૂછે છે કે, “સાઈનાની જીતનું સેલિબ્રેશન કેવી રીતે કરવાના છો?અને તે મહિલા જવાબ આપે છે કે, “શેનું સેલિબ્રેશન બેટા? અભી એક ટુર્નામેન્ટ હી તો જીતા હૈ. ઓલિમ્પિક મેડલ તો નહીં જીતા ના.” સ્વસ્થ, શાંત અને જાજરમાન મહિલા એટલે   સાઈનાના માતા ઊષા રાણી. શબ્દો ઊષા રાણીએ વર્ષ પહેલાં વર્ષ 2006માં કહ્યા હતા, પરંતુ સપનું તો તેમણે ઘણાં વર્ષો પહેલાં જોયું હતું કે, એક દિવસ તેમની પુત્રી બેડમિન્ટનમાં ઓલિમ્પિક મેડલ જીતશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢશેસાઈનાની સફળતા પાછળ તેની માતાએ પણ સંઘર્ષ કર્યો છે અને હસતા મોંઢે અનેક બલિદાનો પણ આપ્યા છે.

સાઈના નેહવાલ માતા ઉષા નેહવાલ સાથે
સાઈનાનો જન્મ હરિયાણાના હિસાર ગામમાં રહેતા એક જાટ કુટુંબમાં થયો હતોસાઈનાના પિતા ડૉ. હરવીર સિંઘ અને માતા ઊષા નેહવાલ હરિયાણાના બેડમિન્ટન ચેમ્પિયન રહી ચૂક્યા છે, અને તેથી  સાઈનાને પણ બેડમિન્ટનની રમત વારસામાં મળી છે. હરવીર સિંઘ એક દિવસ પોતાની લાડકી પુત્રી સાઈનાને બેડમિન્ટન કોચ નાની પ્રસાદને મળવા લઈ જાય છે, અને તેમને લાગે છે કે   સાઈનામાં એક સારી ખેલાડી બનવાના તમામ ગુણ મોજુદ છે. બસ પછી તો સાઈના તે ઘડીએ સમર બેડમિન્ટન ટ્રેઈની તરીકેનું ફોર્મ ભરીને પોતાની કારકિર્દીનું પ્રથમ પગથિયું ચડે છે. વખતે   સાઈનાની ઉંમર હોય છે, ફક્ત આઠ વર્ષ. પરંતુ સાઈનાની તાલીમની સાથે માતાપિતાનો થકવી નાંખે એવો સંઘર્ષ શરૂ થાય છે. હરવીર સિંઘ પરોઢિયે ચાર વાગ્યે ઊઠીને નાનકડી સાઈનાને તૈયાર કરતા અને ઘરથી 25 કિલોમીટર દૂર સ્કૂટર પર સાઈનાને સ્ટેડિયમ પહોંચાડતા. દરમિયાન તેઓ અનેકવાર અકસ્માતનો ભોગ બને છે, અને પછી સાનિયાના માતા ઊષા રાણી પણ સાઈના સાથે જવાનું શરૂ કરે છે. સવારે થકવી નાંખે એવી બે કલાકની સખત પ્રેક્ટિસ પછી તેના માતાપિતા સાઈનાને સ્કૂલે મૂકવા જતા હતા.

સાઈનાને ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતતા કરોડો ભારતીયો તેના પર અભિનંદનની વર્ષા કરી રહ્યા છે. સચિન તેંદુલકરે ટ્વિટ કરતા કહ્યું છે કે, “જબરદસ્ત પર્ફોર્મન્સ સાનિયા. તુ ઓલિમ્પિક મેડલ જીતનારી ફક્ત બીજી ભારતીય મહિલા બની છું તે ગૌરવની વાત છે, કોચ ગોપીચંદને પણ ખૂબ ખૂબ અભિનંદન.” હા, ગોપીચંદ સહિત સાનિયાના સમગ્ર સ્ટાફને સિદ્ધિ બદલ અભિનંદન મળવા જોઈએ. પરંતુ કહેવાય છે ને કે, કોઈ પણ સફળ વ્યક્તિ પાછળ એક સ્ત્રી જરૂર હોય છે. તમને કદાચ યુનિયન બેંકનું એડ કેમ્પેઈન યાદ હશે જેમાં સફળ લોકોની પાછળ તેમની માતા, પત્ની કે અન્ય લોકોની પણ તનતોડ મહેનત હોય છે, એવું બખૂબી દર્શાવાયું હતું. યુનિયન બેંકની આવી એક એડવર્ટાઈઝમાં બતાવાયું હતું કે, ઓસ્કાર એવૉર્ડ વિનર .આર. રહેમાનની સફળતા પાછળ તેમની માતા કરીમા બેગમનું પણ અત્યંત મહત્ત્વનું પ્રદાન છે. એડવર્ટાઈઝિંગ કેમ્પેઇનનું સ્લોગન હોય છેઃયોગ ડ્રીમ્સ આર નોટ યોર્સ અલોન.’ અહીં કહેવાનો અર્થ છે કે સાઈનાનું ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું ફક્ત તેનું સપનું હતું. આવા અનેક ઓલિમ્પિયન હીરો પાછળ બીજો એક હીરો, એટલે કે તેમની માતા પણ હોય છે.

ઓલિમ્પિકમાં સતત બે રજત ચંદ્રક અને અગાઉ ત્રણ વાર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર 27 વર્ષીય ડાઈવર એલેક્ઝાન્ડર ડેસ્પેટી તાજેતરની સમર ગેમ્સમાં ઘૂંટણ અને માથામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પરંતુ ઈજાનો સામનો કરીને ફરી એકવાર ચેમ્પિયન બનાવવામાં તેના માતા ક્રિસ્ટીન ડેસ્પેટીનો ફાળો સૌથી વધારે છે. એલેક્ઝાન્ડર રજત ચંદ્રક જીતતા તેમને જ્યારે પૂછવામાં આવે છે કે, આખરે એક સામાન્ય માતા અને ઓલિમ્પિયન માતા વચ્ચે શું ફર્ક હોય છે?ત્યારે ક્રિસ્ટીન ખુશખુશાલ થતા જણાવે છે કે, “કોઈ નહીં, ફક્ત મારે ઓલિમ્પિક શિડ્યુઅલ પ્રમાણે વર્તવાનું હતું. અમે પણ સામાન્ય માતાપિતાની જેમ તેને પ્રેમ કરીએ છીએ અને તેની કાળજી લઈએ છીએ.”

એલેક્ઝાન્ડર ડેસ્પેટી માતા ક્રિસ્ટીન ડેસ્પેટી સાથે
જોકે એક ઓલિમ્પિયનની માતાનો સંઘર્ષ સામાન્ય માતા કરતા અનેકગણો વધારે હોય છે વાતમાં કોઈ બેમત નથી. પરંતુ માતા ક્યારેય વિશે હરફ સુદ્ધાં ઉચ્ચારતી નથી. એક ઓલિમ્પિયન માતાનો સંઘર્ષ બાળકના જન્મ સાથે શરૂ થઈ જતો હોય છે. બાળકની તાલીમ દરમિયાન માતાએ પણ સતત મહેનત કરવી પડે છે, અને બલિદાનો આપવા પડે છે. બાળકને જીતમાં વિનમ્ર કેવી રીતે રહેવું અને હારનો સામનો કેવી રીતે કરવો પણ સૌથી ઉત્તમ રીતે માતા શીખવાડી શકે છે. ક્રિસ્ટીન વાતને અત્યંત સરળતાથી સમજાવતા કહે છે કે,મારા પતિ એલેક્ઝાન્ડરના માથાનું ધ્યાન રાખતા હતા, અને હું તેના હૃદય અને પેટનું ધ્યાન રાખતી હતી. હું તેના માટે અવારનવાર સ્પેશિયલ સ્પેગેટી તૈયાર કરતી હતી.


હીથર મેકલીન 
બ્રિટની મેકલીન
ડેનિયલ મેકલીન અને મિશેલ મેકલીનની બે પુત્રીઓ હીથર અને બ્રિટની પણ ઓલિમ્પિકમાં સ્વિમિંગ માટે ક્વૉલિફાય થઈ છે. લંડન ગેમ્સમાં બ્રિટનીએ 400 મીટર ફ્રી સ્ટાઈલ ફાઈનલ સુધી પહોંચીને એક કેનેડિયન રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અંગે ડેનિયલ મેકલીન કહે છે કે, હા, પિતાએ પણ ખૂબ મહેનત કરવી પડે છે, પરંતુ બાળકોની સફળતા પાછળ માતાનું પ્રદાન ઘણું મહત્ત્વનું હોય છે. એક સ્વિમર તરીકે મારી પુત્રીઓને સ્તરે પહોંચાડવામાં મારી પત્નીનું ખૂબ મોટું પ્રદાન છે. અમારી પુત્રીઓએ ફક્ત આઠ વર્ષની ઉંમરે સ્વિમિંગ પુલમાં જવાની શરૂઆત કરી દીધી હતી. એટલે હું મારી જાતને કહું છું કે, હવે તો તે ચેમ્પિયન બનવી જોઈએ.

એડમ વાન કોવર્ડન માતા બીટા બોકરોસી સાથે 
એવી જ રીતે ઓલિમ્પિયન ચેમ્પિયન કાયકર એડમ વાન કોવર્ડનની માતા બીટા બોકરોસી પોતાના સંઘર્ષની વાત કરતા કહે છે કે, “હું રોજ સવારે તેને ડ્રાઈવ કરીને ક્લબ લઈ જતી, પછી અત્યંત ઝડપથી ઘરે પાછી આવતી, જોબ પર જવા કપડાં બદલતી અને ક્લબ પર પાછી જઈને એડમને સ્કૂલે મૂકવા જતી અને ત્યાર પછી ઓફિસ પહોંચતી. આખરે મને મહેનતનું ફળ મળ્યું છે.” 30 વર્ષીય એડમ કોવર્ડન અત્યાર સુધી ઓલિમ્પિકમાં સુવર્ણ, રજત અને કાંસ્ય એમ ત્રણેય ચંદ્રક જીતી ચૂક્યો છે.

ડોમિનિક પાર્કર 
જ્યારે કેથી પાર્કર તો ત્રણ-ત્રણ બાળકોની સિંગલ મધર છે. કેથી પુત્રી ડોમિનિકે ફક્ત 9 વર્ષની ઉંમરે સ્થાનિક જિમ્નાસ્ટ ક્લબમાં જવાનું શરૂ કર્યું હતું, પરંતુ પુત્રીના અસાધારણ દેખાવથી પ્રભાવિત થઈ કેથી પાર્કરે જિમ્નાસ્ટિક ક્લબમાં તેને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ આપવાની વિનંતી કરી. ત્યાર પછીના થોડા જ મહિનામાં પુત્રીને જિમ્નાસ્ટિકની આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ આપવા ત્રણ બાળકોની માતા અન્ય શહેરમાં પહોંચી ગઈ. આ અંગે કેથી અત્યંત આનંદિત સ્વરે કહે છે કે, “હું રીતસર એક મોટી ટ્રકમાં સામાન ભરીને બીજા શહેરમાં ગઈ હતી. પછી તો રોજ સવારે સાત વાગ્યે હું ડોમિનિકને જિમમાં મૂકવા જતી. મને હજુ પણ યાદ છે. મેં મારા મોટા પુત્રને કહ્યું હતું કે, હવે બધુ બરાબર છે. હવે આપણે સ્કૂલ શોધી લઈશું અને પછી એક સારું ઘર અને પછી મારી જોબ.”

વળી, આ ડોમિનિકનો પહેલો ઓલિમ્પિક છે. હવે તે તેની માતાને હીરોઈન સમજે છે, પરંતુ તમને નવાઈ લાગશે કે કેથી તેને કેટલીક નકારાત્મક વાતો પણ કરે છે. જેમ કે કેથી તેને કહે છે કે, “શ્રેષ્ઠ કોચ સાથે તાલીમ લેવાનું શરૂ કર્યું એનો અર્થ એ નથી કે, તુ ટીમ કેનેડામાં પહોંચી જઈશ. તેનાથી ફક્ત તને તારું કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળશે. તારા જેવા લાખો બાળકો આવી તાલીમ લઈ રહ્યા છે. પરંતુ આટલું સાંભળ્યા પછી પણ ડોમિનિક મને કહેતી કે, હા, ઘણાં લોકો નેશનલ ટીમમાં જવા મહેનત કરે છે, તો પછી હું કેમ નહીં?

ઓલિમ્પિયન જ નહીં, સ્પેશિયલ ઓલિમ્પિયન મધર

જોશુઆ કેસિડી માતા એન કેસેડી સાથે 

અરે, આ નોર્મલ બાળકોની માતાના સંઘર્ષની વાત થઈ, પરંતુ લંડન ઓલિમ્પિકની 12 ઓગસ્ટના રોજ પૂર્ણાહૂતિ પછી 29મી ઓગસ્ટે પેરાલિમ્પિક ગેમ્સ શરૂ થવાની છે, જેમાં વિશ્વભરમાંથી ફિઝિકલી ચેલેન્જ્ડ ખેલાડીઓ ભાગ લે છે. આવો જ એક કેનેડિયન વ્હિલચેર રેસિંગ ખેલાડી છે 28 વર્ષનો જોશુઆ કેસિડી. જોશુઆ ફક્ત ત્રણ અઠવાડિયાનો હતો ત્યારે તેની કરોડરજ્જુ અને આંતરડામાં કેન્સર હોવાનું માલુમ પડ્યું હતું. પરંતુ આજે જોશને પેરાલિમ્પિકમાં પહોંચવામાં તેની માતા એન કેસિડીની ભૂમિકા પણ ઘણી મહત્ત્વની સાબિત થઈ છે. આ અંગે એન સંપૂર્ણ યશ જાણે પોતાના વ્હાલસોયા બાળકને આપતા કહે છે કે, “જોશની જિંદગીના પ્રથમ છ વર્ષ દરમિયાન તો ડૉક્ટરોને પણ શંકા હતી કે, તે જીવિત રહેશે કે નહીં. પરંતુ જોશ કંઈક અલગ જ માટીનો છોકરો હતો, જે પોતાની જાતને બીજાથી અલગ માનતો જ નહીં. તેની કામ કરવાની પદ્ધતિ માન્યમાં ન આવે એવી હતી.”

આ દરમિયાન જોશ પેરાલિમ્પિકમાં જવા માટે તનતોડ મહેનત કરીને તૈયાર થઈ ગયો હોય છે. પરંતુ ચાર વર્ષ પહેલાં બેજિંગ ઓલિમ્પિકમાં કોઈ કારણોસર જોશ ભાગ લઈ શકતો નથી. તેથી આ વખતનો ઓલિમ્પિક જોશ કરતા તેની માતા એન માટે વધુ મહત્ત્વનો છે. આ અંગે એન કહે છે કે, “આ વર્ષ મારા અને જોશ માટે અત્યંત મહત્ત્વનું છે, મારા જેવી માતાએ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવવાની હોય છે. આ વર્ષે જોશની તકો ઊજળી છે. પેરાસાઈકલિંગની રેસમાં વ્યૂહરચનાનું ઘણું મહત્ત્વ હોય છે. મને આશા છે કે, હું કેટલાક મેડલ સાથે ઘરે જઈશ.”

No comments:

Post a Comment