બ્રહ્મપુત્રના અગાઉના
ત્રણ લેખમાં આપણે આ નદીના પૌરાણિક મહત્ત્વથી માંડીને તેના રૂટનો
અધકચરો નકશો કેવી રીતે તૈયાર કરાયો, એ વિશે વાત
કરી. આજે તો ભારત પાસે નદીઓ-પર્વતોની ભૂગોળ સમજવા સેટેલાઈટ ટેક્નોલોજી છે, પરંતુ દાયકાઓ
પહેલા બ્રહ્મપુત્રના રૂટની માહિતી મેળવવા નૈન સિંઘ રાવત, મણિ સિંઘ, દોલ્પા,
નેમ સિંઘ અને કિંથુપ જેવા અનેક ભારતીય સાહસિકોએ હિમાલયમાં જીવના
જોખમે મહિનાઓ સુધી રઝળપાટ કરી હતી. આ બધા જ પ્રવાસીઓમાં સૌથી જાણીતું નામ એટલે નૈન સિંઘ રાવત. બ્રહ્મપુત્રનો રૂટ જ નહીં, પરંતુ
ભારતની પૂર્વે પથરાયેલી હિમાલય પર્વતમાળાની દુર્લભ માહિતી ભેગી કરવા બદલ રોયલ
જિયોગ્રાફિક સોસાયટીએ ૧૮૭૭માં નૈન સિંઘનું પેટ્રન્સ મેડલ આપીને સન્માન કર્યું
હતું.
કટ ટુ ૨૦૦૪.
નૈન સિંઘને પેટ્રન્સ મેડલ મળ્યાની ઘટનાને ૧૪૦ વર્ષના વ્હાણા વીતી ગયા પછી ૨૦૦૪માં ફરી એક ભારતીય સાહસિકને આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું. એ ભારતીય એટલે મુંબઈસ્થિત ગુજરાતી માઉન્ટેઇનિયર, એક્સપ્લોરર, હિમાલયન એક્સપ્લોરેશનને લગતા ડઝનેક પુસ્તકોના લેખક તેમજ 'હિમાલયન જર્નલ'ની ભારતીય આવૃત્તિના એડિટરનો હોદ્દો સળંગ ૨૮ વર્ષ સુધી શોભાવનારા હરીશ કાપડિયા. હરીશ કાપડિયા એટલે સિઆંગ નદી ચોક્કસ ક્યાંથી ભારતમાં પ્રવેશે છે એ સ્થળે પહોંચનારા પહેલા સાહસવીર. ગુજરાત માટે ગૌરવની વાત છે કે, જે સ્થળે પહોંચવા દુનિયાભરના એક્સપ્લોરર્સ દોઢ સદીથી પ્રયાસ કરતા હતા, ત્યાં એક ગુજરાતી નરબંકો પહોંચી ગયો. રસપ્રદ વાત એ છે કે, હરીશ કાપડિયાએ આ ઐતિહાસિક સિદ્ધિ પેટ્રન્સ મેડલ મળ્યાના એક વર્ષ પછી, ૨૬મી નવેમ્બર ૨૦૦૪ના રોજ, નોંધાવી હતી.
માઉન્ટેઇનિયરિંગની દુનિયાના ઓસ્કર ગણાતા પિઓલેટ્સ ડિ’ઓર એવોર્ડ સાથે હરીશ કાપડિયા |
નૈન સિંઘને પેટ્રન્સ મેડલ મળ્યાની ઘટનાને ૧૪૦ વર્ષના વ્હાણા વીતી ગયા પછી ૨૦૦૪માં ફરી એક ભારતીય સાહસિકને આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું. એ ભારતીય એટલે મુંબઈસ્થિત ગુજરાતી માઉન્ટેઇનિયર, એક્સપ્લોરર, હિમાલયન એક્સપ્લોરેશનને લગતા ડઝનેક પુસ્તકોના લેખક તેમજ 'હિમાલયન જર્નલ'ની ભારતીય આવૃત્તિના એડિટરનો હોદ્દો સળંગ ૨૮ વર્ષ સુધી શોભાવનારા હરીશ કાપડિયા. હરીશ કાપડિયા એટલે સિઆંગ નદી ચોક્કસ ક્યાંથી ભારતમાં પ્રવેશે છે એ સ્થળે પહોંચનારા પહેલા સાહસવીર. ગુજરાત માટે ગૌરવની વાત છે કે, જે સ્થળે પહોંચવા દુનિયાભરના એક્સપ્લોરર્સ દોઢ સદીથી પ્રયાસ કરતા હતા, ત્યાં એક ગુજરાતી નરબંકો પહોંચી ગયો. રસપ્રદ વાત એ છે કે, હરીશ કાપડિયાએ આ ઐતિહાસિક સિદ્ધિ પેટ્રન્સ મેડલ મળ્યાના એક વર્ષ પછી, ૨૬મી નવેમ્બર ૨૦૦૪ના રોજ, નોંધાવી હતી.
એ વિશે વાત કરતા પહેલાં થોડી જાણકારી.
અરુણાચલ
પ્રદેશના પહાડી જંગલોમાં રખડપટ્ટી
હરીશ કાપડિયાનું નામ
એક સરેરાશ ગુજરાતી માટે અજાણ્યું હોઈ શકે, પરંતુ
હિમાલયન એક્સપ્લોરેશનની દુનિયામાં તેમનું નામ ખૂબ આદરથી લેવાય છે. ૭૨ વર્ષીય હરીશ
કાપડિયા ૫૦ વર્ષની કારકિર્દીમાં હિમાલયના અનેક પ્રદેશો ધમરોળી ચૂક્યા છે. તેઓ
૨૦૦૩થી દર વર્ષે એકવાર અરુણાચલ પ્રદેશના પ્રવાસે જઈને નવા વિસ્તારો ખૂંદે છે અને એ
વિશે લખે છે.
અરુણાચલ પ્રદેશનો જિલ્લા નકશો. છેલ્લાં કેટલાક વર્ષોમાં વહીવટી સરળતા માટે અમુક જિલ્લાને બે ભાગમાં વહેંચી દેવાયા છે |
હિમાલય પર્વતમાળામાં
સૌથી અજાણ્યો વિસ્તાર એટલે ૨૩ જિલ્લામાં ફેલાયેલો અરુણાચલ પ્રદેશ. આજેય અહીંના
અનેક પહાડી જંગલ વિસ્તારો અતિ દુર્લભ છે. એક યોજનાના ભાગરૂપે ૨૦૦૩માં તેમણે તવાંગ
જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ખેડાણ કર્યું અને બુમ લા નામના વિસ્તાર સુધી
પહોંચ્યા. દરિયાઈ સપાટીથી ૪,૬૦૦ મીટર
ઊંચે આવેલા બુમ લાના ગાઢ જંગલોમાં ભારત-ચીનની સરહદ છે. આ દરમિયાન તેઓ પશ્ચિમ
કામેંગ જિલ્લામાં આવેલો પોશિંગ લા માઉન્ટેઇન પાસ ઓળંગીને બોમડિલાથી તુલુંગ લા થઈને
'બેઇલી ટ્રેઇલ' સુધી પણ ગયા. આ વિસ્તારોમાં
ભ્રમણ કરીને તેમણે અરુણાચલ પ્રદેશના સૌથી ઊંચા શિખર કાંગટોની (૭૦૬૦ મીટર) તસવીરો
પણ ક્લિક કરી, જે ભારત-ચીન સરહદની વચ્ચે આવેલું છે. આ શિખરને
ચીન દક્ષિણ તિબેટનો હિસ્સો ગણાવીને દાવો કરી રહ્યું છે.
બોમડિલા નજીક ઇગલ્સ
નેસ્ટ વાઇલ્ડલાઇફ અને સેસા ઓર્કિડ નામના ભારતના બે અનોખા અભયારણ્ય આવેલા છે.
બોમડિલામાં આકાશવાણીનું કેન્દ્ર પણ છે. આમ છતાં, એક
સરેરાશ ભારતીય અહીંના મોટા ભાગના રાજ્યોથી અજાણ છે. હરીશ કાપડિયાએ અહીંના પહાડી
જંગલોમાં અનેક ખીણો અને માઉન્ટેઇન પાસમાંથી આગળ જવાના રસ્તા શોધી કાઢ્યા
છે. ખીણોની ધાર પર આવેલા પર્વતોમાંથી નીકળતી કેડીઓને 'માઉન્ટેઇન પાસ' કહેવાય. વેપાર અને સ્થળાંતરનો ઈતિહાસ
જાણવા, લશ્કર માટે ચોકીઓ ઊભી કરવા, યુદ્ધને
ધ્યાનમાં રાખીને રસ્તા બનાવવા તેમજ નવી વનસ્પતિઓ અને પશુ-પંખીઓની જાણકારી મેળવવા આ
પ્રકારના રૂટ
ઘણું મહત્ત્વ ધરાવે છે. અરુણાચલ પ્રદેશ આજેય વનસ્પતિશાસ્ત્રીઓનું સ્વર્ગ ગણાય છે.
બિશિંગની ખીણમાં ઉતર્યા તો ઉપર નહીં આવી શકો!
અરુણાચલમાં એકાદ
વર્ષના વૉર્મ અપ સેશન પછી હરીશ કાપડિયાએ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વી. કે.
શશીન્દ્રન, પર્વતારોહક મોટુપ ચેવાંગ તેમજ
યોનતોન અને શેરિંગ નામના બે સ્થાનિક સાથે એક એક્સપિડિશનનું આયોજન કર્યું. આ
પ્રવાસના મુખ્ય બે હેતુ હતા. પહેલો- સાંગપો નદી ચોક્કસ ક્યાંથી ભારતમાં પ્રવેશે છે
એ સ્થળની સંપૂર્ણ ભૌગોલિક માહિતી ભેગી કરવાનો અને બીજો- સિઆંગ ખીણ ઉપરથી નામચા
બારવા પર્વત દેખાય છે કે નહીં એ તપાસવાનો.
તિબેટમાંથી દેખાતો નામચા બારવા પર્વત |
નામચા બારવા અને ગ્યાલા પેરી સાથેના વિસ્તારનો નકશો |
આ બે હેતુ સાથે હરીશ
કાપડિયાએ નવેમ્બર ૨૦૦૪માં અપર સિઆંગ જિલ્લાના (અરુણાચલમાં લૉઅર,
ઇસ્ટ અને વેસ્ટ સિઆંગ નામના જિલ્લા પણ છે) પહાડી ગામ બિશિંગમાંથી
ચીન સરહદ નજીક આવેલો ગુયોર લા માઉન્ટેઇન પાસ ઓળંગીને સિઆંગ નદીની ખીણ તરફ જવાનું
નક્કી કર્યું. એ સ્થળેથી નામચા બારવા પર્વત સ્પષ્ટ જોઈ શકાય છે. સાંગપો નદીની
ભૂગોળ સમજવા એ દૃશ્ય જોવું જરૂરી હતું. આ વિસ્તાર હરીશ કાપડિયા પહેલાં
કોઈ પર્વતારોહક જોઈ શક્યો નથી. કુલ
છ દિવસના આ ટ્રેકમાં બિશિંગ ગામની ખીણમાં ઉતરીને, સિઆંગના
કિનારે આગળ વધીને, ગાઢ જંગલોમાંથી પસાર થવામાં સફળતા મળે તો
ગુયોર લા પહોંચી શકાય! બિશિંગમાંથી હરીશ કાપડિયાની ટીમ નીકળી ત્યારે કેટલીક
સ્થાનિક મહિલાઓએ ગુસપુસ પણ કરી કે, 'એકવાર આ લોકો અહીંથી
નીચે ઉતરી ગયા તો ઉપર નહીં આવી શકે...'
અરુણાચલના મોટા ભાગના
પહાડી ગામોમાં સ્થાનિકોએ અવરજવર કરવા વાંસના પુલો અને નિસરણીઓ બનાવી છે,
પરંતુ આ સ્થળે તો સ્થાનિકોય જવાનું ટાળતા. કેટલાક પર્વતો પર તો આગળ
વધવા ૬૦ ફૂટ ઊંચી નિસરણીઓ બનાવાઈ છે, જેના પર ચઢતી વખતે નીચે
ખીણમાં ધસમસતી સાંગપો જોઈ શકાય છે.
ટ્રેકમાં અતિ ઝેરી સાપ રસેલ્સ વાઇપર મળ્યો
અને...
જોકે,
હરીશ કાપડિયા ૫૯ વર્ષની ઉંમરે પોતાની ટીમ સાથે ઝાડીઓ પકડીને આશરે પાંચ હજાર ફૂટ
ઊંડી ખીણમાં ઉતરીને સાંગપોના કિનારે પહોંચી ગયા. એ પછી શરૂ થયો ગુયોર લા પહોંચવાનો
ટ્રેક. આ ટ્રેકમાં સૌથી આગળ યોનતોન રહેતો, જે
ઝાડી ઝાંખરા સાફ કરીને રસ્તો બનાવતો અને શેરિંગ જળો, ઝેરી
સાપ અને બીજા જીવજંતુઓ હુમલો ના કરે તેનું ધ્યાન રાખીને ટીમને આગળ વધારતો. અહીંના
જંગલોમાં વરસાદ પડે ત્યારે વૃક્ષો પરથી ઝેરીલા જીવજંતુઓનો પણ ટપક્યા કરે, જેમાંથી જીવતા બહાર નીકળવું ગમે તેવા સર્વાઇવલ એક્સપર્ટ માટે લગભગ અશક્ય. અહીં
દુનિયાના સૌથી ઝેરી સાપોમાંનો એક રસેલ્સ વાઇપર પણ જોવા મળે છે.
હરીશ કાપડિયા 'ઈન ટુ ધ અનટ્રાવેલ્ડ હિમાલયઃ ટ્રાવેલ્સ, ટ્રેક્સ એન્ડ ક્લાઇમ્બ્સ' નામના પુસ્તકમાં લખે છે કે, ''...એકવાર અમે એક રસેલ્સ વાઇપર જોયો, પરંતુ અમે સાપને ધ્યાનથી જોઈએ એ પહેલાં તો અમારા ગાઇડે તેનું માથું કાપી નાંખ્યું. એ દિવસે તેમણે પાર્ટી કરી. બીજા પણ એક પ્રસંગે તેમણે એક સાપના રામ રમાડી દીધા હતા, પરંતુ એ સાપ તેમણે ખાધો નહીં કારણ કે, એ સાપ ઝેરી નહોતો. તેમણે કહ્યું કે, ફક્ત ઝેરી સાપ જ સ્વાદિષ્ટ હોય! આ સ્થાનિકો ગિલોલના એક જ ઘાથી ગમે તેવી ઝડપે ઊડતા પક્ષીને મારી નાંખતા. તેઓ અમને કહેતા કે, અમે ઊડતા એરોપ્લેન અને માણસ સિવાય બધાનો શિકાર કરીએ છીએ અને બધું ખાઈએ છીએ...''
હરીશ કાપડિયાનું પાને પાને ક્યારેય નહીં સાંભળેલી કહાનીઓ બયાં કરતું પુસ્તક |
હરીશ કાપડિયા 'ઈન ટુ ધ અનટ્રાવેલ્ડ હિમાલયઃ ટ્રાવેલ્સ, ટ્રેક્સ એન્ડ ક્લાઇમ્બ્સ' નામના પુસ્તકમાં લખે છે કે, ''...એકવાર અમે એક રસેલ્સ વાઇપર જોયો, પરંતુ અમે સાપને ધ્યાનથી જોઈએ એ પહેલાં તો અમારા ગાઇડે તેનું માથું કાપી નાંખ્યું. એ દિવસે તેમણે પાર્ટી કરી. બીજા પણ એક પ્રસંગે તેમણે એક સાપના રામ રમાડી દીધા હતા, પરંતુ એ સાપ તેમણે ખાધો નહીં કારણ કે, એ સાપ ઝેરી નહોતો. તેમણે કહ્યું કે, ફક્ત ઝેરી સાપ જ સ્વાદિષ્ટ હોય! આ સ્થાનિકો ગિલોલના એક જ ઘાથી ગમે તેવી ઝડપે ઊડતા પક્ષીને મારી નાંખતા. તેઓ અમને કહેતા કે, અમે ઊડતા એરોપ્લેન અને માણસ સિવાય બધાનો શિકાર કરીએ છીએ અને બધું ખાઈએ છીએ...''
સાંગપો નદીના કિનારે એક જાદુઇ રાત્રિ
આ પ્રકારની
મુશ્કેલીઓનો સામનો કરીને હરીશ કાપડિયાની ટીમ મેકમોહન લાઇન નજીક આવેલા ૧,૭૬૦ મીટર ઊંચા ગુયોગ લા માઉન્ટેઇન પાસ પહોંચી. એ સ્થળે ભારતીય સેનાએ
હેલિકોપ્ટરોમાંથી ઉતરીને અશોક સ્તંભ મૂક્યો છે, જે ભારતીય
પ્રદેશ શરૂ
થયો હોવાનો સંદેશ આપે છે.
એ સ્થળે ચારેય બાજુ
સાંગપોના વહેણમાં તણાઈને આવેલા વૃક્ષોના મૂળસોતા ઉખડેલા ભીના થડ પથરાયેલા હતા.
ભેજવાળા અને ઠંડા જંગલના કારણે કેમ્પફાયર માટે સૂકા લાકડા મળી શકે એમ ન હતા. આ એ જ
સ્થળ હતું, જ્યાં કિંથુપે તિબેટમાંથી
ભારત તરફ એંશી કિલોમીટર અંદર આવીને લાકડાના ૫૦૦ બ્લોક તૈયાર કરીને સાંગપોના
વહેણમાં નાંખ્યા હતા. એ વિસ્તારના પહાડો પર ક્લાઇમ્બિંગ કરીને હરીશ કાપડિયાની ટીમ આગળ વધી અને થોડા જ સમયમાં તેઓ સાંગપો નદી વળાંક લઈને
ભારતમાં પ્રવેશે છે, એ સ્થળે પહોંચી. નામચા બારવા અને ગ્યાલા
પેરી પર્વતો નજીક સાંગપો અંગ્રેજીના 'એસ' આકારમાં લટકો લઈને ભારતમાં પ્રવેશે છે. આજે પર્વતારોહણની દુનિયામાં એ સ્થળ
'એસ બેન્ડ' તરીકે ઓળખાય છે. આ નામ પણ
હરીશ કાપડિયાએ જ આપ્યું છે.
‘એસ’ બેન્ડ પહોંચતા જ આખી ટીમ મંત્રમુગ્ધ થઈને થોડી ક્ષણો સુધી સાંગપોના ભારતમાં પ્રવેશતા પ્રવાહને જોતી રહી. જે સ્થળે પહોંચવા અનેક સાહસિકો દાયકાઓથી ઝઝૂમી રહ્યા હતા, ત્યાં એક ગુજરાતી પોતાની ટીમને લઈને પહોંચી ગયો. એ જ સ્થળેથી સાંગપો અપર સિઆંગ જિલ્લાના તુતિંગ ગામ તરફ વહીને સિયોમ નદીને મળીને આસામ તરફ આગળ વધે છે, જ્યાં તે લોહિત અને દિબાંગ નદીને મળીને બ્રહ્મપુત્ર બને છે અને પછી બાંગ્લાદેશ તરફ જાય છે. એ દિવસે હરીશ કાપડિયાની ટીમે સાંગપોના કિનારે રાત વીતાવી, જેને તેઓ જીવનની સૌથી 'જાદુઇ રાત્રિ' કહે છે.
સાંગપો ‘એસ’ આકારમાં લટકો લઈને આ સ્થળેથી ભારતમાં પ્રવેશે છે |
‘એસ’ બેન્ડ પહોંચતા જ આખી ટીમ મંત્રમુગ્ધ થઈને થોડી ક્ષણો સુધી સાંગપોના ભારતમાં પ્રવેશતા પ્રવાહને જોતી રહી. જે સ્થળે પહોંચવા અનેક સાહસિકો દાયકાઓથી ઝઝૂમી રહ્યા હતા, ત્યાં એક ગુજરાતી પોતાની ટીમને લઈને પહોંચી ગયો. એ જ સ્થળેથી સાંગપો અપર સિઆંગ જિલ્લાના તુતિંગ ગામ તરફ વહીને સિયોમ નદીને મળીને આસામ તરફ આગળ વધે છે, જ્યાં તે લોહિત અને દિબાંગ નદીને મળીને બ્રહ્મપુત્ર બને છે અને પછી બાંગ્લાદેશ તરફ જાય છે. એ દિવસે હરીશ કાપડિયાની ટીમે સાંગપોના કિનારે રાત વીતાવી, જેને તેઓ જીવનની સૌથી 'જાદુઇ રાત્રિ' કહે છે.
એ ટ્રેકમાં હરીશ
કાપડિયાને અનેક સ્થળે નાના મોટા અકસ્માતોનો સામનો કરવો પડ્યો હતો. સાંગપોના
કિનારેથી પરત ફરતી વખતે તેમના જેવા અઠંગ પર્વતારોહક ૧૫૦ ફૂટ નીચે લપસીને ઈજાગ્રસ્ત
થયા હતા. એ પછી સતત ચાર કલાક પીડા ભોગવીને તેઓ મુખ્ય પર્વતની કેડીએ પહોંચી શક્યા
હતા.
પર્વતારોહણના 'ઓસ્કર' ગણાતા
એવોર્ડનું સન્માન
પર્વતારોહણ અને
હિમાલય એક્સપ્લોરેશનમાં જબરદસ્ત પ્રદાન આપવા બદલ હરીશ કાપડિયાને ત્રીજી નવેમ્બર,
૨૦૧૭ના રોજ દક્ષિણ કોરિયામાં લાઇફ ટાઇમ એચિવમેન્ટ પિઓલેટ્સ (આઈસ
એક્સ) ડિ'ઓર એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા.
ટ્રેકિંગની દુનિયાનું 'ઓસ્કર' ગણાતું આ સન્માન આજ સુધી કોઈ ભારતીયને મળ્યું નથી.
સિઆંગ ભારતમાં પ્રવેશે છે એ સ્થળે પહોંચ્યા, એ તો હરીશ કાપડિયાની હિમાલયન સિદ્ધિઓ પૈકીની એક નાનકડી સિદ્ધિ છે. તેઓ હિમાલયના દુર્લભ ગણાતા દેવતોલી (૬૭૮૮ મીટર), બંદરપૂંછ (૬૧૦૨), પારિલુંગબી (૬૧૬૬), લુંગસર કાંગરી (૬૬૬૬) અને લદાખના સૌથી ઊંચા રૂપશુ શિખરમાં ક્લાઇમ્બિંગ પોસિબિલિટીઝ ખોજી ચૂક્યા છે. હરીશ કાપડિયાની આગેવાનીમાં બ્રિટીશર પાંચ વાર, ફ્રેન્ચ બે વાર અને જાપાનીઝ એક વાર હિમાલયમાં આંતરરાષ્ટ્રીય એક્સપિડિશન કરી ચૂક્યા છે . તેઓ રિમો-૧ (૭૩૮૫ મી), ચોંગ કુમદાન કાંગરી (૭૦૭૧), સુદર્શન અને પદ્મનાભ પર્વત (૭૦૩૦) તેમજ પંચચુલી નામના પાંચ પર્વતો (૬૯૦૪)માં પણ એક્સપ્લોરેશન કરી ચૂક્યા છે. ઈન્ડિયન માઉન્ટેઇનિયરિંગ ફાઉન્ડેશને ૧૯૯૩માં તેમનું સુવર્ણ ચંદ્રક આપીને સન્માન કર્યું હતું.
૧૯૬૪માં હરીશ કાપડિયા અને તેનજિંગ નોર્ગે |

આજેય દુનિયાભરમાં
તેમને હિમાલયન ટ્રેકિંગ અને એક્સપ્લોરેશન પર બોલવા આમંત્રણો અપાય છે. હાલ તેઓ
બ્રિટીશ અલ્પાઇન ક્લબના માનદ્ સભ્ય તરીકે સેવા આપે છે. હરીશ કાપડિયાએ
હિમાલયના દુર્લભ વિસ્તારોની તસવીરો અને નકશાનું કલેક્શન અમેરિકન અલ્પાઇન ક્લબ અને સ્વિસ નેશનલ મ્યુઝિયમને ભેટમાં આપી દીધું છે. અમેરિકાના ડિઝની
વર્લ્ડના એનિમલ કિંગ્ડમમાં 'એક્સપિડિશન એવરેસ્ટઃ લિજેન્ડ્સ
ઓફ ફોરબિડન માઉન્ટેઇન્સ' નામના પોઇન્ટ પર હરીશ કાપડિયાનું 'મીટિંગ ધ માઉન્ટેઇન્સ' નામનું પુસ્તક પ્રદર્શિત
કરાયું છે. હરીશ કાપડિયા હિમાલયન માઉન્ટેઇનિયરિંગ અને એક્સપ્લોરેશનની અતિ દુર્લભ
માહિતી પીરસતા ડઝનેક પુસ્તકો લખી ચૂક્યા છે. તેમના કાર્યકાળમાં જ 'હિમાલયન જર્નલ'ની ભારતીય આવૃત્તિને આંતરરાષ્ટ્રીય
સ્તરે વિશ્વસનિયતા હાંસલ થઈ હતી.
***
હરીશ કાપડિયા ૧૯૭૪માં
નંદાદેવી અભયારણ્યની ૬,૨૦૦ મીટર ઊંડી ખાઈમાં
લપસી પડ્યા
હતા. આ અકસ્માત પછી તેમના સાથીદારોએ ૧૩ દિવસની
જહેમત પછી હરીશ કાપડિયાને બેઝ કેમ્પ પહોંચાડ્યા હતા. આ અકસ્માતમાં તેમના થાપાના હાડકાને ભારે
નુકસાન થયું હતું, જેથી બેઝ કેમ્પથી તેમને હેલિકોપ્ટરમાં
હોસ્પિટલ લઈ જવાયા હતા.
આ ઘટના પછી તેમણે
લગભગ બે વર્ષ સુધી આરામ કર્યો,
પરંતુ સાજા થતા જ ફરી પાછા જંપીને બેસવાના બદલે આજે ૭૨ વર્ષેય
સતત ડુંગરોમાં ભમી રહ્યા છે.
સુપર્બ આર્ટિકલ... સોલીડ ઇન્ફર્મેશન કલેક્શન..
ReplyDelete