28 August, 2013

ગોળીથી ના થયું, એ ડુંગળી કરી બતાવશે?


ભારત અને પાકિસ્તાનની વિદેશ નીતિ જોતા ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે, 21 સદીના યુદ્ધ શસ્ત્રોથી ઓછા અને નીતિઓથી વધુ લડાય છે. બંને દેશોની સરહદો પર સૈનિકો ગોળીઓ ખાઈ રહ્યા છે, પણ ભારત કે પાકિસ્તાન બેમાંથી એક પણ દેશને એકબીજા સાથે સંબંધો બગાડવા પોસાય એમ નથી. પાકિસ્તાન સતત સરહદના નિયમોનો ભંગ કરી રહ્યું છે. પરંતુ ભારત સાથે સંબંધો સુધારવા પાકિસ્તાને પોતાની જેલોમાં બંધ 362 માછીમારોને મુક્ત કરી દીધા છે. બીજી તરફ, ભારતે ડુંગળીના વધી રહેલા ભાવ કાબૂમાં રાખવા પાકિસ્તાનથી ડુંગળી આયાત કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. વૈશ્વિકરણના યુગમાં બંને દેશોએ એકબીજાના સૈનિકોને ગોળીઓ મારીને પણ ‘વેપારી સંબંધ’ જાળવી રાખવા પડે છે. આ વખતે પણ ગોળીની સામે ડુંગળી જીતી ગઈ છે અને બંને દેશોને વધુ એકવાર એકબીજાની જરૂરિયાત સમજાઈ છે.

ડુંગળીની આયાત માટે ભારત પાસે ચીન, ઈરાન અને ઈજિપ્ત જેવા વિકલ્પો હોવા છતાં ભારતે સૌથી પહેલો કળશ પાકિસ્તાન પર ઢોળ્યો છે. એવું માનવાની જરૂર નથી કે, ભારત સામે ચાલીને પાકિસ્તાન તરફ દોસ્તીનો હાથ લંબાવી રહ્યું છે. ખરેખર ભારત ઓછામાં ઓછા ખર્ચે ડુંગળી આયાત કરવા ઈચ્છી રહ્યું છે. સ્વાભાવિક રીતે જ ચીન, ઈરાન કે ઈજિપ્તથી ડુંગળી આવે એના કરતા પાકિસ્તાનથી આવતી ડુંગળી વધુ સસ્તી પડે એમ છે. કારણ કે, પાકિસ્તાનથી આવતી ડુંગળી વાઘા સરહદેથી લાવવાનો વિકલ્પ ઉપલબ્ધ છે, જે કરાચી અને મુંબઈ વચ્ચેના શિપિંગ રૂટ કરતા અનેકગણો સસ્તો છે. આમ ભારત નજીવા વાહન વ્યવહાર ખર્ચે ડુંગળી આયાત કરી શકે છે. આ ઉપરાંત પાકિસ્તાનથી આવતી ડુંગળી સમય પણ ઓછો લેતી હોવાથી વેસ્ટેજનું પ્રમાણ નહીંવત રહે છે. આમ પાકિસ્તાનથી ડુંગળી આયાત કરવામાં ભારત સરકારની કોઈ મજબૂરી નથી, પણ આ એક ‘બિઝનેસ’ છે.



ભારત એક ગરીબ દેશ છે અને ડુંગળી ગરીબોની કસ્તુરી છે. આજે પણ દેશના અનેક રાજ્યોમાં ગરીબોની થાળીમાં ડુંગળી એ પોષણનો મહત્ત્વનો સ્રોત છે. લોકસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે યુપીએ સરકાર માટે કોઈ પણ સંજોગોમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવને કાબૂમાં રાખવા જરૂરી છે. આ પહેલાં પણ ભારતીય રાજકારણમાં ડુંગળી મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂકી છે. વર્ષ 1998માં ભાજપની હાર માટે ડુંગળીનો ભાવવધારો એક મહત્ત્વનું પરિબળ હતું. આમ ડુંગળી એક ‘રાજકીય શાક’ છે. ભારતમાં સ્વાદિષ્ટ રસોઈ બનાવવા માટે જ ડુંગળીનો ઉપયોગ નથી કરાતો, પરંતુ ગરીબો પાસે જે દિવસે ખાવાના પૈસા ના હોય ત્યારે તેઓ રોટલી સાથે ડુંગળી ખાઈને પેટ ભરે છે.

આપણા દેશમાં ફાઈવસ્ટાર હોટેલથી માંડીને દાળવડાની લારી સુધી દરેક જગ્યાએ ડુંગળીનો મહત્તમ ઉપયોગ થાય છે. કદાચ એટલે જ ડુંગળીના ભાવ વધે ત્યારે સૌથી વધુ ઉહાપોહ થાય છે. ભારતમાં શાકભાજીના ભાવ કેટલા છે તે જાણવાનું બેરોમીટર ડુંગળી છે. ભારત સૌથી વધુ ડુંગળી પકવતા દેશોમાંનો એક છે અને ડુંગળીની નિકાસ કરવામાં પણ આપણે અવ્વલ છીએ. ગયા વર્ષે ડુંગળી પકવતા મુખ્ય રાજ્યો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં દુકાળ પડવાના કારણે ડુંગળીના ભાવમાં ચાર ગણો વધારો થયો હતો. આ વખતે લગભગ દેશભરમાં ચોમાસું સારું રહ્યું છે પણ પાકમાં નિષ્ફળતા, બગાડ અને સંગ્રહખોરી જેવા કારણોસર બજારમાં પૂરતી ડુંગળી આવી શકી નથી. આ સ્થિતિમાં દેશમાં ડુંગળીનો સરેરાશ ભાવ એંશી રૂપિયે કિલોએ પહોંચી ગયો છે.

જોકે, ઘરઆંગણે ડુંગળીના ભાવમાં જંગી વધારો થવાના કારણે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસનો પ્રતિ ટન ભાવ વધારીને 650 ડૉલર કરી દીધો છે. નિકાસનો ભાવ વધારવા પાછળ સરકારનો હેતુ સ્થાનિક બજારમાંથી માલ બહારના બજારમાં ના ઠલવાય એ હોય છે. બીજી તરફ, સરકાર આયાત વધારી દે છે, જેથી કાળા બજારિયાઓ સંગ્રહખોરી કરીને સ્થાનિક બજારમાં કૃત્રિમ અછત સર્જતા હોય તો તેના પર કાબૂ રાખી શકાય. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓમાં થયેલા ભાવવધારાને કાબૂમાં રાખવાનો આ અકસીર શોર્ટ-કટ છે. ચૂંટણી નજીક હોય ત્યારે પ્રજામાં રોષની લાગણી ના ફેલાય એ માટે દરેક સરકારો બહુ સચેત હોય છે. એટલે જ કેન્દ્ર સરકારે ડુંગળીના ભાવ કાબૂમાં રાખવા ખૂબ ઝડપથી મહત્ત્વના પગલાં લીધા છે.

આ પહેલાં વર્ષ 1998 અને 2011માં પણ શાકભાજીના ભાવ કાબૂમાં લેવા પણ ભારતે પાકિસ્તાનથી આયાત કરી હતી. શાકભાજીમાં ફુગાવાની સ્થિતિ હોય ત્યારે સામાન્ય રીતે નાના-મોટા ભારતીય વેપારીઓ પણ પાકિસ્તાનથી આયાત કરીને વેપાર કરતા હોય છે. આ વેપારીઓની મદદથી પણ અર્થતંત્રને ગતિ મળે છે અને સ્થાનિક બજારોમાં ભાવ કાબૂમાં રાખવામાં મદદ મળે છે. જોકે, આ વખતે દેશના અનેક રાજ્યોના વેપારીઓએ ભારતીય સૈનિકોની હત્યાના વિરોધમાં પાકિસ્તાનથી ડુંગળી આયાત નહીં કરવાનો નિર્ણય લીધો છે. એશિયાના સૌથી મોટા શાકભાજી બજાર ગણાતા નવી દિલ્હી સ્થિત આઝાદપુર હોલસેલ ફ્રૂટ એન્ડ વેજિટેબલ માર્કેટ કમિટીના અધ્યક્ષ રાજિન્દરકુમાર શર્મા મીડિયા જણાવે છે કે, “અમે આયાત કરવાનું બંધ કરી દીધું છે. આપણે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પણ તેઓ સમજવા તૈયાર નથી.”
 
જોકે, આગળ કહ્યું તેમ સામાન્ય માણસની લાગણી અને વિદેશ નીતિમાં આસમાન-જમીનનું અંતર હોય છે. દેશમાં ડુંગળીના ભાવ કાબૂમાં લાવવા માટે ઓછામાં ઓછી 100 ટ્રક એટલે કે, 1,800 ટન ડુંગળીની જરૂરિયાત છે. ડુંગળીની અછતને પહોંચી વળવા પાડોશી દેશોની મદદ લેવામાં આવે તો જ ઓછા ખર્ચે વધુ ડુંગળી આયાત કરી શકાય એમ છે. ડુંગળીના નાના-મોટા આયાતકારોને ચીનમાંથી ડુંગળી આયાત કરવામાં બિલકુલ વાંધો નથી. આ અંગે શર્મા કહે છે કે, “થોડી ડુંગળી ચીનથી પણ આયાત કરાઈ છે. તમે જુઓ આપણા સંબંધો ચીન સાથે એટલા ખરાબ નથી. હજુ હમણાં જ ચીનના સૈનિકો ભારતમાં ઘૂસી ગયા હતા, પણ તેનાથી આ બે દેશના ડુંગળીના વેપાર પર કોઈ અસર નથી પડી. આપણે આ ઘટના વિશે સાંભળ્યું છે, પણ કમસેકમ તેમણે આપણા સૈનિકોની હત્યા નથી કરી.”

શર્માની વાતમાં સામાન્ય માણસની લાગણીનો પડઘો છે, પણ વિદેશ નીતિમાં જરા ઝીણું કાંતવું પડે છે. ખેર, ભારત સરકાર કમસેકમ ચૂંટણીની ચિંતામાં પણ ડુંગળીના ભાવ કાબૂમાં રાખવા ‘નિષ્ઠાપૂર્વક’ પ્રયાસ કરી રહી છે. કેટલાક આશાવાદીઓનું તો ત્યાં સુધી કહેવું છે કે, પાકિસ્તાન સાથે વાટાઘાટો આગળ ધપાવવા માટે વેપારી સંબંધો સિવાય કોઈ ઉપાય નથી. કદાચ આ આશા વધુ પડતી નથી, જે કામ ગોળીથી ના થયું તે ડુંગળીથી થઈ શકે છે.

20 August, 2013

ઓબેદ સિદ્દિકી વિજ્ઞાની નહીં, વટવૃક્ષ


એવું કહેવાય છે કે, કેટલીક વ્યક્તિઓ પોતે એક સંસ્થા હોય છે. પ્રકારના લોકો દૂરંદેશી હોય છે અને એટલે તેઓ હયાત ના હોય તો પણ તેમનું કામ સતત થતું રહે છે. કદાચ એટલે પ્રકારના લોકોનું મૃત્યુ થાય ત્યારે તેમને વટવૃક્ષ સાથે સરખાવવામાં આવતા હશે, જેની અનેક શાખાઓ વર્ષોવર્ષ ફૂટતી રહે છે. ભારતમાં આધુનિક જીવવિજ્ઞાનનો પાયો નાંખનારા મહાન વિજ્ઞાની ઓબેદ સિદ્દિકી આવી એક વ્યક્તિ હતા. ઓબેદ સિદ્દિકીનું 26મી જુલાઈ, 2013ના રોજ બેંગલુરુમાં એક માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થવાના કારણે 81 વર્ષની વયે મૃત્યુ થયું છે. એક બેદરકાર યુવા બાઈકરે સિદ્દિકીને અડફેટે લેતા તેમના મગજમાં ગંભીર ઈજા થઈ હતી, પરંતુ તેમના પરિવારે યુવાન સામે કાયદાકીય પગલાં લેવાનું મુનાસિબ માન્યું નથી. કારણ કે, તેનાથી યુવાનની કારકિર્દી જોખમાઈ શકે છે. આપણે અનેકવાર સાંભળી ચૂક્યા છીએ કે, આપણે વિજ્ઞાનનો વિકાસ કરવામાં અને સારા વિજ્ઞાનીઓને સારું વાતાવરણ પૂરું પાડવામાં સરેઆમ નિષ્ફળ ગયા છીએ. જોકે, આઝાદી પછી કેટલાક વિજ્ઞાનીઓ અને જાણીતી હસ્તીઓએ વિજ્ઞાનના વિકાસમાં અંગત રસ લીધો હતો. ઓબેદ સિદ્દિકી વિજ્ઞાનીઓ પૈકીના એક હતા જેમણે ભારતમાં વિજ્ઞાન અને વિજ્ઞાનીઓના વિકાસ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે.

ઓબેદ સિદ્દિકીનો જન્મ સાતમી જાન્યુઆરી, 1932ના રોજ ઉત્તરપ્રદેશમાં થયો હતો. સિદ્દિકીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી પ્લાન્ટ જિનેટિક્સ (ફૂલ છોડને લગતું જનીનશાસ્ત્ર) અને એમ્બ્ર્યોલોજી (ગર્ભવિજ્ઞાન)માં સંશોધન કર્યું હતું. બાદમાં તેઓ નવી દિલ્હીની ઈન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં ઘઉંના જનીનો પર સંશોધન કરવા ગયા. પરંતુ વખતે કરા પડ્યા અને ઘઉંનો પાક નિષ્ફળ ગયો. સ્થિતિમાં તેમનું સંશોધન આગળ ધપી શકે એમ હતું. પરંતુ સતત સંશોધન કરવા માગતા સિદ્દિકીએ બીજા વર્ષ સુધી રાહ જોવાના બદલે સંશોધન પડતું મૂકીને કંઈક નવું સંશોધન કરવાનું નક્કી કર્યું. ત્યાર પછી તેમણે સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ ગ્લાસગોના વિજ્ઞાની ગુઈડો પોન્ટેકોર્વોને પત્ર લખીને જનીનશાસ્ત્રમાં રસ હોવાની વાત કરી. પોન્ટેકોર્વોને સિદ્દિકીને ઈન્ટરવ્યૂનું આમંત્રણ આપ્યું. વર્ષ 1958માં સિદ્દિકી ગ્લાસગો પહોંચતા પોન્ટેકોર્વોના ઈન્ટરવ્યૂમાં પાસ થઈ ગયા. કારણ કે, પોન્ટેકોર્વો સિદ્દિકીને ઈન્ટરવ્યૂ માટે છેક ગ્લાસગો બોલાવીને ફક્ત એટલું જાણવા માગતા હતા કે ભારતથી આવી રહેલા યુવાનને ખરેખર જનીનશાસ્ત્રમાં રસ છે નહીં?

ઓબેદ સિદ્દિકી

ગ્લાસગોની લેબોરેટરીમાં યુવાન સિદ્દિકીએ પોન્ટેકોર્વોના માર્ગદર્શન હેઠળ જનીનો પર સંશોધનો કર્યા. લેબોરેટરીમાં ન્યૂયોર્કની કોલ્ડ સ્પ્રિંગ હાર્બર લેબોરેટરીમાં કામ કરી ચૂકેલા વિજ્ઞાની એલન ગેરેન પણ નિયમિત આવતા હતા. વર્ષ 1961માં સિદ્દિકી પણ જનીનો કેવી રીતે જનીનિક તત્ત્વોનું આદાનપ્રદાન કરે છે દિશામાં સંશોધન કરવા એલન ગેરેન સાથે વધુ સંશોધન કરવા યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા ગયા. અહીં સિદ્દિકી અને ગેરેને પ્રોટીનના સંશ્લેષણને લગતા મહત્ત્વના પ્રયોગો કર્યા, જેની મદદથી ભવિષ્યમાં વિજ્ઞાનીઓ જનીનિક કોડને વધુ સારી રીતે સમજવાના હતા. સમયે બેક્ટેરિયલ જિનેટિક્સ જેવો શબ્દ ચલણમાં હતો, પરંતુ ત્યાર પછી મોલેક્યુલર બાયોલોજી જેવો શબ્દ જાણીતો થઈ ગયો.

સમય હતો જ્યારે વિજ્ઞાનીઓનેજીવનના રહસ્યો ઉકેલવામાં એક પછી એક સફળતા મળી રહી હતી. દરમિયાન એડવાન્સ જિનેટિક્સની મદદથી વિજ્ઞાન સજીવના કોષને સમજવાની શરૂઆત થઈ ચૂકી હતી. આમ છતાં, જનીનને લગતા અનેક રહસ્યો સમજવાના બાકી હતા અને વખતે એવું મનાતું હતું કે, જનીનો દ્વારા કાબૂમાં રહેતી વિવિધ પ્રક્રિયાને સમજવી લગભગ અશક્ય છે. જોકે, વિજ્ઞાનની મોલેક્યુલર બાયોલોજી જેવી શાખાનો વિકાસ થતા તેમજ ડીએનએ સ્ટ્રક્ચરની શોધ પછી ધારણા ખોટી પડી. વખતે ક્ષેત્રે કામ કરી રહેલા વિશ્વભરના વિજ્ઞાનીઓ સમજવા માંડ્યા હતા કે, આખરે જીવનું નિયમન કેવી રીતે થાય છે. વિજ્ઞાનીઓ પૈકીના એક હતા ઓબેદ સિદ્દિકી. દિશામાં અનેક સફળ પ્રયોગો કર્યા પછી વિજ્ઞાન જનીનને વધુ સારી રીતે સમજવા લાગ્યું હતું. તેમની સિદ્ધિઓના કારણે તેમને રોયલ સોસાયટીની ફેલોશિપ મળી હતી.  

ગુઈડો પોન્ટેકોર્વો
હૈદરાબાદમાં વર્ષ 1961માં આયોજિત ન્યુક્લિક એસિડ
સિમ્પોઝિયમમાં એલેન ગેરેન (વચ્ચે)  અને
ફ્રાન્સિસ ક્રિક સાથે ઓબેદ સિદ્દિકી

સિદ્ધિ મેળવ્યા પછી મોલેક્યુલર બાયોલોજીમાં ક્રાંતિ આણનારા કેટલાક વિશ્વ વિખ્યાત વિજ્ઞાનીઓ જનીનશાસ્ત્રની મદદથી સમજવા માગતા હતા કે, આખરે મગજ કેવી રીતે કામ કરે છે. વિજ્ઞાનીઓમાં ફ્રાન્સિસ ક્રિક, સિડની બ્રેનર અને સેમોર બેન્ઝર મુખ્ય હતા. વર્ષ 1970માં સિદ્દિકીએ જિનેટિક્સની મદદથી નર્વસ સિસ્ટમ અને બિહેવિયર સમજવા માટે સેમોર બેન્ઝર સાથે મળીને ડ્રોસોફિલા (એક પ્રકારની માખી) પર સંશોધન શરૂ કર્યું. સંશોધનોની મદદથી વિજ્ઞાન એ વાત સમજી શક્યું કે, મગજને સંદેશા મળવાની અને તેને આગળ પહોંચાડવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે. આમ, સિદ્દિકીએ પ્લાન્ટ જિનેટિક્સથી લઈને બેક્ટેરિટલ જિનેટિક્સ, મોલેક્યુલર બાયોલોજીથી લઈને ન્યુરોફિઝિયોલોજી ક્ષેત્રે મહત્ત્વના સંશોધન કર્યા હતા.

વર્ષ 1984માં સિદ્દિકીના સંશોધનોથી આશ્ચર્યચક્તિ થઈને નોબલ પ્રાઈઝ વિજેતા જનીનશાસ્ત્રી .બી. લ્યુઈસે કહ્યું હતું કે, “આખરે એક વ્યક્તિ આટલું કામ કેવી રીતે કરી શકે. હું આખી જિંદગીમાં માંડ એક જનીન કોમ્પ્લેક્સ પર કામ કરી શક્યો છું.”

સિદ્દિકી એકઈન્સ્ટિટ્યુશન બિલ્ડર

ઓબેદ સિદ્દિકીને વિજ્ઞાન જગત ફક્ત એક વિજ્ઞાની તરીકે નહીં, પણ એકઈન્સ્ટિટ્યુશન બિલ્ડરતરીકે પણ યાદ રાખશે. ભારતીય વિજ્ઞાન જગતમાં જેનું મહામૂલું પ્રદાન છે મોલેક્યુલર બાયોલોજી યુનિટ તેમજ નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સ ઓફ ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચની સ્થાપના તેમની મદદથી થઈ હતી. કારણ કે, તેમનું માનવું હતું કે, સામાન્ય લોકો સારું કામ કરે છે, પરંતુ તેજસ્વી લોકો અસમાન્ય કામ કરે છે કારણ કે તેઓ પોતાના વિચારો એકબીજા સાથે વહેંચે છે.

વિશ્વભરમાં પ્રખ્યાત બંને સંસ્થાની સ્થાપના કેવી રીતે થઈ હતી તે પણ ખૂબ રસપ્રદ વાત છે. સિદ્દિકી ગમે તેમ કરીને ભારત પરત ફરવા માગતા હતા ત્યારે તેમને એક સારી નોકરીની જરૂર હતી. દરમિયાન સિદ્દિકી વિશ્વ વિખ્યાત ન્યુક્લિયર ફિઝિસિસ્ટ લિયો ઝિલાર્ડને મળ્યા. ઝિલાર્ડ પાંચ હંગેરિયન વિજ્ઞાનીઓમાંના એક હતા જેમણે અમેરિકામાંવિજ્ઞાનની વ્યાખ્યા બદલી નાંખી હતી. (તેઓ ન્યુક્લિયર રિએક્ટરની પેટન્ટ કરાવનારા અને એટમિક બોમ્બ બનાવનારા વિજ્ઞાની હતા. આ સિવાય પણ તેમની અનેક સિદ્ધિઓ છે.) ઝિલાર્ડે જાણીતા ભારતીય વિજ્ઞાની હોમી ભાભાને પત્ર લખીને સિદ્દિકીને નોકરી આપવા ભલામણ કરી. નવાઈની વાત તો છે કે, ઝિલાર્ડે પત્ર ગુઈડો પોન્ટેકોર્વો અને એલન ગેરેનની ભલામણને ધ્યાનમાં રાખીને લખ્યો હતોઝિલાર્ડે  પત્રની સાથે ગેરેન અને પોન્ટેકોર્વોના પણ પત્રો જોડ્યા હતા. તે બંનેએ પોતાના પત્રમાં સિદ્દિકીની સિદ્ધિઓ વર્ણવી હતી.

લિયો ઝિલાર્ડ 

પત્રો વાંચીને હોમી ભાભાએ સિદ્દિકીને પત્ર લખીને કહ્યું કે, તેઓ ભારતમાં મોલેક્યુલર બાયોલોજીનો વિકાસને પ્રોત્સાહન આપવા માગે છે. ઉપરાંત હોમી ભાભાએ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, અમારે તમને ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (ટીઆઈએફઆર) અથવા એટમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ ઓફ બોમ્બેના બાયોલોજી ડિવિઝનમાં યોગ્ય ઑફર કરવી જોઈએ. જો તમે તમારો સી.વી. મોકલી આપશો તો હું તમારો આભારી રહીશ. ઉપરાંત હોમી ભાભાએ પણ નોંધ્યું હતું કે, સામાન્ય રીતે આવા અમને અનેક પત્રો મળતા હોય છે, પરંતુ બધા અગાઉથી અહીં આવી ચૂક્યા છે. પરંતુ તમે અહીં આવવામાં બિલકુલ ખચકાટ અનુભવતા અને વધુ કંઈ પણ જાણવા માગતા હોવ તો મને પૂછી શકો છો.

નવાઈની વાત તો છે કે, હોમી ભાભાએ ઝિલાર્ડ, ગેરેન અને પોન્ટેકોર્વોના પત્રો વાંચીને સિદ્દિકીને નોકરી ઓફર કરી દીધી હતી અને બાદમાં ફક્ત રેકોર્ડ માટે તેમનો સી.વી. મંગાવ્યો હતો. કારણ કે, તેમને ઝિલાર્ડની વાત પર પૂરતો ભરોસો હતો. જ્યારે ઝિલાર્ડને ગેરેન અને પોન્ટેકોર્વોની વાત પર પૂરો વિશ્વાસ હતો. પોન્ટોકોર્વોએ ભાભાને લખેલા પત્રમાં એક વિશિષ્ટ વાક્ય લખ્યું હતું, જેની હોમી ભાભાના મન પર ઊંડી અસર થઈ હતી.- “મને લાગે છે કે, ભારતમાં બાયોલોજીના વિકાસ માટે અત્યંત મહત્ત્વનું પગલું સાબિત થઈ શકે છે. તેમણે પોતાની ફરજો પૂરી કરવા એવી જોબ કરવી જોઈએ જેમાં તેમની ક્ષમતાઓ પૂરેપૂરી બહાર આવી શકે. ખરેખર, મને દુઃખ છે કે આખરે ભારતમાં સાધારણસાયન્ટિસ્ટ પોલિટિશિયનને કેમ પ્રોત્સાહિત કરાય છે અને સારા વિજ્ઞાનીઓને જાળવવા કશું કરાતું નથી...” પત્રો વાંચીને હોમી ભાભાએ તાત્કાલિક ધોરણે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પત્ર લખીને મંજૂરી મેળવી લીધી હતી.

છેવટે સિદ્દિકી ભારત આવીને ટીઆઈએફઆર પહોંચ્યા અને હોમી ભાભાએ વિવિધ ફેકલ્ટી સમક્ષ તેમની અરજી રજૂ કરી. પરંતુ તમામ ફેકલ્ટીનો મત હતો કે, ટીઆઈએફઆરમાં બાયોલોજી યુનિટ છે નહીં. પરંતુ હોમી ભાભાએ તમામની માફી માગીને ઘટસ્ફોટ કર્યો કે, તેઓ તો પહેલેથી સિદ્દિકીને ઓફર કરી ચૂક્યા છે. છેવટે વર્ષ 1962માં સિદ્દિકીએ ટીઆઈએફઆર જોઈન કર્યું અને દૂરંદેશી દાખવીને ટીઆઈએફઆર, બોમ્બે અને ટીઆઈએફઆર, બેંગલોરમાં મોલેક્યુલર બાયોલોજી યુનિટની સ્થાપના કરી. બંને સંસ્થાઓ અનેક પ્રતિષ્ઠિત વિજ્ઞાનીઓ આપી ચૂકી છે. જીવનના છેલ્લાં દિવસ સુધી સિદ્દિકી સંસ્થાઓમાં સંશોધન કરી રહ્યા હતા. આ પ્રતિષ્ઠિત સંસ્થાઓની સ્થાપના કરીને સિદ્દિકીએ એ મહાન વિજ્ઞાનીઓનું જાણે ઋણ ચૂકવ્યું હતું.

જેમના માટે આપણે ભારતીય (કે ગુજરાતી) નોબલ પ્રાઈઝ વિજેતા રસાયણ વિજ્ઞાનીનું ગૌરવ લઈએ છીએ તે વેંકટરામન રામક્રિશ્નને ઓબેદ સિદ્દિકીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે, “કેમ્બ્રિજની લેબોરેટરી ઓફ મોલેક્યુલર બાયોલોજી (ઈંગ્લેન્ડ)માં ઉત્તમ કામ કરવું સરળ છે, પરંતુ ભારતમાં આવી સંસ્થાનું નિર્માણ કરીને સંશોધનનો ચીલો ચાતરવો ખરેખર અસાધારણ કામ છે.”