12 August, 2012

ઓલિમ્પિકની અંદરની વાતો


ઓલિમ્પિક શરૂ થતાં જ વિશ્વભરના અખબારોમાં સેક્સના સમાચારો જરૂર વાંચવા મળશે. જેમ કે, ઓલિમ્પિકને પગલે વિશ્વભરની રૂપજીવિનીઓએ પણ લંડનની હોટેલોમાં પોતાના રૂમ બુક કરાવી દીધા છે, ઓલિમ્પિકમાં દરેક એથ્લેટને 15 કોન્ડમ આપવામાં આવશે કે પછી રમત પહેલાં સેક્સ કરવાથી એથ્લેટના પ્રદર્શન પર કેવી અસર પડે છે એ મુજબના સમાચારો, લેખો વાંચવા મળે છે. શું ઓલિમ્પિકમાં ખરેખર સેક્સની રેલમછેલ હોય છે?, આવું હોય છે તો તે કેટલા પ્રમાણમાં હોય છે?, ઓલિમ્પિકમાં આવા બીજા કયાં આકર્ષણો હોય છે?, શું એથ્લેટ ઓલિમ્પિક વિલેજમાં પણ મેકડોનાલ્ડ્સનું ફૂડ લેતા હોય છે? આવા અનેક સવાલોની  ધ સિક્રેટ ઓલિમ્પિયનઃ ધ ઈનસાઈડ સ્ટોરી ઓફ ઓલિમ્પિક એક્સપિરિયન્સ નામના પુસ્તકમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. પુસ્તકના નામ આગળ ધ સિક્રેટ ઓલિમ્પિયનએવો ઉલ્લેખ એટલા માટે કરાયો છે કે, પુસ્તકના લેખક પૂર્વ ઓલિમ્પિયન છે અને કદાચ એટલે તેઓ પોતાનું નામ જાહેર કરવા નથી માંગતા. આ નનામાં લેખક ગ્રેટ બ્રિટન તરફથી એથેન્સમાં રોવિંગ ટીમમાં ભાગ લઈ ચૂક્યા છે અને તેમણે આ રેસ પૂરી પણ કરી હતી. આ પુસ્તકમાં લેખકે દરેક મુદ્દાની સુંદર રીતે છણાવટ કરવાનો પ્રયાસ કર્યો છે, તો આપણે જોઈએ પુસ્તકની એક ઝલક.

‘ધ સિક્રેટ ઓલિમ્પિયન’ પુસ્તરનું કવર

નિયમોનું છડેચોક ઉલ્લંઘન
એક ઓલિમ્પિયન હોવાનો અર્થ છે તમારે ઓલિમ્પિક વિલેજમાં જ રહેવાનું છે. અહીં તમારી સાથે અનેક વિશ્વવિખ્યાત લોકો રહેતા હોય છે. પરંતુ ક્યારેક આવા વિશ્વ વિખ્યાત લોકો ઓલિમ્પિક વિલેજમાં હાજર રહેતા નથી. સાઈકલિસ્ટ બ્રેડલી વિગિન્સે હજુ હમણાં જ બ્રિટનનો અત્યંત જાણીતો અને લોકપ્રિય ઓલિમ્પિયન બન્યો છે. તે કહે છે કે, મેં રફેલ નાડાલને તેના વ્હાઈટ અને કલરફૂલ કપડાં એકસાથે લૉન્ડ્રીમાં નાંખતો જોયો હતો. અમેરિકાના બાસ્કેટબૉલ ખેલાડીઓ પણ ઓલિમ્પિક વિલેજમાં રહેવા નથી. કારણ  કે, તેમને અપાયેલા પલંગ ખૂબ નાના છે. હા, તેઓ બહાર નીકળે છે ત્યારે તેમને મળવા લોકોના ટોળેટોળાં ઉમટી પડે છે. હા, રોજર ફેડરર જેવો વિશ્વ વિખ્યાત ટેનિસ ખેલાડી આઠેક વર્ષ પહેલાં સિડની ઓલિમ્પિક વિલેજમાં રહેતો હતો, પરંતુ તે પોતાની પત્નીને પણ ત્યાં જ મળતો હતો.

પ્રલોભનોની દુનિયા
ઓલિમ્પિક વિલેજમાં બધી જ ચીજવસ્તુઓ જોખમી રીતે ફ્રી હોય છે. ઓલિમ્પિક વિલેજના ફૂડ હૉલમાં દરેક ટીમ માટે 24x7 અનલિમિટેડ બાર્બેક્યૂ અને કોફીની વ્યવસ્થા હોય છે. વળી, અહીં મેકડોનાલ્ડ્સનો સ્ટૉલ અચૂક હોય છે, જ્યાં આખો દિવસ જબરદસ્ત ભીડ રહેતી હોય છે. આ ઉપરાંત અહીં ગેમ રૂમ હોય છે, જ્યાં ખેલાડીઓ ફક્ત વીડિયો ગેમ રમ્યા કરે છે અને કેટલીકવાર તો ખેલાડીઓ છેક સવાર સુધી આ કામ કરે છે. પરિણામે બીજા દિવસે અનેક ખેલાડીઓ પોતાની ઓલિમ્પિક ગેમમાં ભાગ નથી લઈ શકતા.

એનિમલ નહીં, હ્યુમન સફારી
ઓલિમ્પિક વિલેજમાં ફરતા ખેલાડીઓને જોઈને જ લોકો અનુમાન લગાવી શકે છે કે, તે કઈ રમતનો ખેલાડી છે. તેથી અનેક લોકો અહીં ગેસ ધ સ્પોર્ટનામની એક રમત રમે છે. જેમ કે, એકદમ લીસા, મજબૂત પગ અને પાતળા હાથ ધરાવતા ખેલાડીઓ સાઈકલિસ્ટ હોય છે, તો હેવી મેક કરીને ફરતી છોકરીઓ સિન્ક્રોનાઈઝ્ડ સ્વિમર હોય છે. આ ગેમ રમવા ખેલાડીઓ ઓલિમ્પિક મેન્યુઅલનો પણ ઉપયોગ કરે છે, અને જે તે ગેમની સામે નિશાની કરતા જાય છે. આ મેન્યુઅલમાં સ્વિડિશ સેઈલિંગ ટીમ, ફ્રેન્ચ વૉલિબોલ ટીમ કે પછી હેવીવેઈટ બોક્સર ક્યુબા એમ વિવિધ દેશની ટીમ સામે નિશાની કરતા જવાનું હોય છે. આમ હ્યુમન સફારીમાં જુદી જુદી કદ-કાઠી, રંગરૂપના આધારે તે કઈ ગેમના કે કયા દેશની ટીમના ખેલાડી છે, એ ગેમ સમય પસાર કરવાનો ઉત્તમ માર્ગ છે. વળી, અહીં ખેલાડીઓ ફ્લર્ટિંગ કરવાની તક પણ ઝડપી લેતા હોય છે.

ઓપનિંગ સેરેમની, માય ફૂટ
ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવો ગૌરવની વાત છે, પરંતુ અનેક ખેલાડીઓ તેમાં ભાગ લેતા નથી. કારણ કે, આવા ખેલાડીઓને ચાર કલાક લાંબી મેરેથોન અત્યંત કંટાળાજનક અને કંઈક વિચિત્ર લાગે છે. જ્યારે કેટલાક ખેલાડીઓએ તુરંત જ કોઈ રમતમાં ભાગ લેવાનો હોવાથી ત્યાં આવવાનું ટાળે છે.

પાર્ટી ટાઈમ
બ્રિટિશ ઓલિમ્પિક એસોસિયેશને એથેન્સ ઓલિમ્પિકમાં આખી એક સ્કૂલ બૂક કરાવીને પોતાના તમામ ખેલાડીઓને ત્યાં ઉતારો આપ્યો હતો. પરિણામે અનેક ખેલાડીઓ રાત્રે બીજી ટીમના ખેલાડીઓના રૂમમાં પહોંચીને પાર્ટી કરતા. જ્યારે ડચ ટીમ હેનકેન હાઉસમાં ઉતરી હતી. એવી જ રીતે, લંડન ઓલિમ્પિકમાં જર્મનીએ પોતાના ખેલાડીઓ માટે મ્યુઝિયમ ઓફ લંડનની બહુ મોટી જમીન ભાડે લઈ લીધી હતી. બેજિંગ ઓલિમ્પિકમાં બડવેઈઝર નામની બિયર કંપનીએ અમેરિકન હાઉસ સ્પોન્સર કર્યું હતું, અને ત્યાં 3600 સ્ક્વેર મીટરમાં ક્લબ બડઊભી કરીને ત્યાં તમામને ફ્રી બિયર પીરસ્યો હતો. આ અત્યંત ગંભીર મુદ્દો હતો. કારણ કે, ઓલિમ્પિયનોએ આકરી તાલીમ લેવાની હોવાથી ઘણાં વર્ષોથી દારૂ ત્યજી દીધો હોય છે. તેથી તેમના શરીરની આલ્કોહોલ લેવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હોય છે. પરિણામે અમેરિકાના ખેલાડીઓ આખી રાત ડાન્સ કરતા રહ્યા. તેઓ વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ હતા.
એથેન્સની આવી જ એક પાર્ટી વિશે એક સ્વિમસૂટ મોડેલ જણાવે છે કે, “એથેન્સ ઓલિમ્પિકમાં જે આવ્યા હતા તેઓ આજે પણ સ્પોર્ટ્સ ઈલસ્ટ્રેટેડની એ ઈવેન્ટ ભૂલ્યા નથી.” અન્ય એક બ્રિટિશ ઓલિમ્પિક મેડલિસ્ટ કહે છે કે, “આવી પાર્ટીઓ જબરદસ્ત હોય છે. તમારી પાસે ટોપલેસ ડાન્સર હોય છે. બીજી તરફ, અમેરિકાની સિન્ક્રોનાઈઝ્ડ સ્વિમિંગ ટીમ સ્વિમિંગ પુલમાં તેમની પ્રેક્ટિસ કરી રહી હોય છે.” આવી પાર્ટીઓમાં સ્વિમસૂટ મોડેલો પણ હાજર હોય છે.
મ્યુનિકમાં વર્ષ 1972માં આવી જ એક પાર્ટી યોજાઈ હતી, જે છેવટે અત્યંત દુઃખદ ઘટનામાં પરિણમી હતી. આ પાર્ટી પત્યા પછી આતંકવાદીઓએ 11 ઈઝરાયેલી ખેલાડીઓની હત્યા કરી નાંખી હતી. આ ઓલિમ્પિકના ક્લોઝિંગ સેરેમનીમાં ખેલાડીઓ ફરીથી ડિસ્કોથેકમાં આવ્યા હતા, અને લગભગ બધા જ દેશના ખેલાડીઓએ જ્હોન લેનન સાથે ગીત ગાઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

મેકડોનાલ્ડ્સ
અહીં બધુ જ ફ્રી હોય છે, તેથી ખેલાડીઓ માટે રોજના ત્રણ-ચાર આઈસક્રીમ ખાઈ જવા ખૂબ સામાન્ય હોય છે. આ ઉપરાંત ખાસ કરીને જેમની ગેમ્સ પૂર્ણ થઈ ગઈ છે તેવા ખેલાડીઓ રાત્રે પાર્ટી કરીને મેકડોનાલ્ડ્સ પર ભેગા થાય છે. કારણ કે, સ્પોન્સરશિપના કારણે આખા વિલેજમાં આ જ એકમાત્ર બ્રાન્ડેડ ફૂડ આઉટલેટ હોય છે. અમેરિકન સ્પ્રિન્ટર મોરિસ ગ્રીન પણ એથેન્સમાં તેની 4x100 મીટર ફાઈનલ પહેલાં મેકડોનાલ્ડ્સ પર જોવા મળ્યો હતો, જેમાં તે રજત ચંદ્રક જીત્યો હતો.

ક્લોઝિંગ સેરેમની
ઓલિમ્પિકમાં ક્લોઝિંગ સેરેમની વખતનું વાતાવરણ અત્યંત લાગણીભર્યું બની જાય છે. આ દરમિયાન મોટા ભાગના ખેલાડીઓ વાસ્તવિક દુનિયામાં આવી જાય છે. તેઓ ઓલિમ્પિકમાં પોતે જોયેલા સપનાં પૂરા કરવા આવ્યા હોય છે અને આ માટે તેમણે ચાર વર્ષ તનતોડ મહેનત કરી હોય છે. આમાંના બહુ ઓછા લોકોને માન-સન્માન મળે છે, જ્યારે મોટા ભાગના લોકો તક ચૂકી જાય છે અને કહે છે કે, તેઓ હજુ સારું પર્ફોર્મન્સ કરી શક્યા હોત!

વિદાય
ઓલિમ્પિક પૂર્ણાહૂતિ બાદ ઘરે જતાં પહેલાં ખેલાડીઓને વડાપ્રધાન કે રાણીને મળવાની તક મળે છે. ઘરે પહોંચ્યા પછી પણ ઘણાં દિવસો સુધી મિત્રો અને સગાંસંબંધીઓ તેમને અભિનંદન આપવા આવતા રહે છે, જ્યારે ફરી એકવાર વિશ્વ વિખ્યાત થઈ ગયેલા ખેલાડીઓ માટે પાર્ટી અને સ્પોન્સર તૈયાર હોય છે. પરંતુ ત્યાર પછી આખરે રોજિંદા જીવનની ઘટમાળ શરૂ થઈ જાય છે.

આ પુસ્તકમાં લેખકે વર્ષ 1960ના એથેન્સ ઓલિમ્પિકથી લઈને લંડન ઓલિમ્પિક 2012 સુધીની અનેક રસપ્રદ વાતોનો સમાવેશ કર્યો છે. આ પુસ્તક મોટા ભાગના લોકોને પસંદ પડી રહ્યું છે. કારણ કે, લેખકે ગંભીર માહિતી પણ હળવી શૈલીમાં આપી છે. ખાસ કરીને ઓલિમ્પિકને લઈને ચર્ચાતા જાતભાતના મુદ્દા વિશે પુસ્તકમાં વિસ્તૃત જવાબ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, નેધરલેન્ડ, ફ્રાંસ, ક્રોએશિયા, જર્મની અને ઈટાલીના ખેલાડીઓની પણ રસપ્રદ વાતો વણી લેવાઈ છે, જેના કારણે પુસ્તક મોટા વર્ગ સુધી પહોંચી શક્યું છે. 

...અને ભારતીય ખેલાડીએ બેગમાં કોન્ડોમ ભરી લીધા 
આ પુસ્તકમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, “જેમ જેમ ખેલાડીઓ પોતાની રમતમાં ભાગ લેતા જાય છેતેમ તેમ સેક્સનું પ્રમાણ વધતું જાય છે.” વર્ષ 1988માં સિઓલ ઓલિમ્પિકમાં પહેલીવાર ખૂબ મોટા પ્રમાણમાં કોન્ડોમનું વિતરણ કરાયું હતુંત્યાર પછી વર્ષ 1990માં ઑલ્બર્ટવિલે વિન્ટર ગેમ્સમાં ઓલિમ્પિક અધિકારીઓએ દર બે કલાકે કોન્ડોમના વેન્ડિંગ મશીન લૉડ કરવા પડ્યા હતા.પરંતુ બે વર્ષ પછી બાર્સેલોનામાં તો 9,500 ખેલાડીઓને 50થી 80 હજાર કોન્ડોમનું વિતરણ કરાયું હતુંએટલાન્ટા ઓલિમ્પિકમાં આ આંકડો ઘટી ગયો અને 10,500 ખેલાડીને 15,000 કોન્ડોમ વહેંચાયા હતાજ્યારે સિડની ઓલિમ્પિકમાં તો પહેલાં જ અઠવાડિયે 70 હજાર કોન્ડોમ વહેંચાયાઅને ઓલિમ્પિક ઓથોરિટીએ વધારાના 20 હજાર કોન્ડોમનો ઓર્ડર આપવો પડ્યોવર્ષ 2002માં સૉલ્ટ લેક સિટીમાં તો અઢી લાખ કોન્ડોમ વહેંચવાની જાહેરાત કરાઈ હતીપરંતુ બાદમાં એક લાખ કોન્ડોમ અપાયા હતાઆ આંકડો એથેન્સમાં 1,30,000 તેમજ બેજિંગ અને વાનકુવરમાં એક લાખ હતો

પરંતુ આ પુસ્તકના સિક્રેટ લેખક કહે છે કે, “જોકેઆ બધા સમાચારોમાં જેટલા આંકડા દર્શાવાયા છે એટલું સેક્સ નથી હોતું.” એવા પણ સમાચાર આવ્યા હતા કેભારતીય હોકી ટીમના એક ખેલાડીએ પોતાની બેગમાં બહુ બધા કોન્ડોમ ભરી લીધા હતાજેથી તે ભારત જઈને તેનું વેચાણ કરી શકેજ્યારે અન્ય એક બ્રિટિશ હોકી ખેલાડી  સ્ટીવન બેચલર કહે છે કેઅમારી ટીમે તો કોન્ડોમના વૉટર બોમ્બ બનાવ્યા હતાઅને વિલેજમાં આવતા જતા લોકો પર ફેંકતા હતા.

No comments:

Post a Comment