07 August, 2012

દર્શકોની પહેલી પસંદ, પાણી-પાણી કરી નાંખે એવી હીરોઈન


પૂજા ભટ્ટની બહુચર્ચિત અને મોટે ભાગે ખોટા કારણોસર જ ચર્ચામાં રહેલી જિસ્મ-2’એ સિનેમાઘરોમાં આવતા પહેલાં ચોતરફ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મોટા ભાગના લોકોનું કહેવું હતું કે, ભારત જેવા દેશમાં જ્યાં આજે પણ લોકો સંસ્કાર, સંસ્કૃતિની વાત કરે છે ત્યાં સની લિયોન જેવી પોર્ન સ્ટારને દર્શકો મેઈન સ્ટ્રીમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સ્વીકારશે ખરા? પરંતુ જિસ્મ-2’ પ્રદર્શિત થતાં જ અહેવાલ આવ્યા કે, દેશભરના સિનેમાઘરોમાં ફિલ્મને જબરદસ્ત ઓપનિંગ મળ્યું છે. જોકે ફિલ્મ પ્રદર્શિત થઈ ન હતી ત્યાં સુધી ફિલ્મની દિગ્દર્શકા પૂજા ભટ્ટ તેમજ તેના લેખક, સ્ક્રીન પ્લે રાઈટર મહેશ ભટ્ટે લોકોની ટીકાનો ભોગ બનવું પડ્યું હતું. ત્યારે આપણને પ્રશ્ન થાય છે કે, ‘જિસ્મ-2’ના માર્કેટિંગ માટે લગાવાતા સેક્સી પોસ્ટરો બદલ જે દેશના ખૂણે ખૂણે સની લિયોન, પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટના પૂતળાં બાળવામાં આવતા હતા, ત્યાં આ ફિલ્મ સિનેમાઘરમાં આવશે જ કેવી રીતે અને આવશે તો ચાલશે કેવી રીતે? પરંતુ ફિલ્મે એક જ અઠવાડિયામાં જંગી વકરો ઘર ભેગો કરી લીધો છે અને મહેશ ભટ્ટે નિવેદન પણ ફટકારી દીધું કે, “ફિલ્મમાં સની લિયોને પોતાના પોર્ન સ્ટારના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે, અને તેથી જ ફિલ્મને પહેલાં જ દિવસથી સારો પ્રતિસાદ મળ્યો છે.

દામ્પત્ય જીવન પર આધારિત અર્થજેવી અર્થસભર ફિલ્મ બનાવનારા મહેશ ભટ્ટ કહે છે કે, “મારી ફિલ્મનું પાત્ર એક યુવતી છે, જેની ઈમેજ પોતાના શરીરનું માર્કેટિંગ કરીને જીવતી હોય એ પ્રકારનું છે. આ યુવતી પોર્ન ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. તેથી હું શરૂઆતથી જ બહુ સ્પષ્ટ હતો કે, મારો હીરો ગર્વ સાથે કહેતો હોવો જોઈએ કે, ‘હા, હું એક પોર્નસ્ટાર છું’. સની બિલકુલ આવી જ છે, અને તેથી હું ફિલ્મ સાથે કોઈ સમાધાન કરવા માંગતો ન હતો.આમ છતાં અહીં પ્રશ્ન તો છે જ કે, શું એક પોર્ન સ્ટારને મેઈન સ્ટ્રીમ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્થાન આપવું કેટલું યોગ્ય કહેવાય. આ વાતનો જવાબ આપતા ભટ્ટ કહે છે કે, “મારા નિર્માતાઓ (પૂજા ભટ્ટ અને ડિનો મોરિયા) ઈચ્છતા હતા કે, અમારી ફિલ્મની હીરોઈન બોલ્ડ દૃશ્યો કરતા ખચકાય એવી ન હોવી જોઈએ. જો હું હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કોઈ હીરોઈન પસંદ કરત તો અમે દર્શકો માટે ફક્ત બે-ત્રણ બોલ્ડ દૃશ્યો જ બતાવી શકવાના હતા, અને જો આવું થાત તો તે મારી વાર્તા સાથે અન્યાય થયો ગણાત.

સની લિયોન

મહેશ ભટ્ટ આમ પણ નવા ચહેરાને તક આપવામાં ઉદાર છે, પરંતુ આ વખતે તેમણે એક પોર્ન સ્ટારને જ પોતાની ફિલ્મમાં તક આપીને લોકોનો રોષ વ્હોરી લીધો છે. એક સમયે ઓશો અને યુ.જી. કૃષ્ણમૂર્તિ જેવાને પોતાના ગુરુ બનાવનાર ભટ્ટ સાહેબને આ વાતની કંઈ પડી નથી. તેઓ કહે છે કે, “સની પણ આપણી જેમ એક સામાન્ય વ્યક્તિની જેમ કેમ ન જીવી શકે અને ફિલ્મોમાં કામ કેમ ન કરી શકે? કોઈ ક્રિએટિવ વ્યક્તિ વિશે કંઈ કહેતા પહેલાં આપણે તેનું કામ જોવું જોઈએ. અત્યાર સુધી તમે કદાચ એડલ્ટ ફિલ્મોમાં સનીનું કામ જોયું હશે. હા, ફિલ્મો આખું અલગ માધ્યમ છે. પરંતુ મારી કંપની હંમેશાં યંગ ટેલેન્ટને શોધે છે અને તેમને પ્લેટફોર્મ આપે છે. મેં નામકે જિસ્મબનાવી ત્યારે તેના અભિનેતાઓ સંજય દત્ત અને જ્હોન અબ્રાહમ પણ ઈન્ડસ્ટ્રીમાં નવાસવા જ હતા.

ખેર એ જે હોય તે, પણ એક વાત નિશ્ચિત છે કે, દેશભરના સિનેમાઘરોમાં જિસ્મ-2’ને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. નેહા ધૂપિયાએ એકવાર કડવું સત્ય ઉચ્ચારતા કહ્યું હતું કે, “બોલિવૂડમાં બે જ વસ્તુ વેચાય છે, શાહરૂખ અને સેક્સ.પરંતુ જિસ્મ-2’ની આલોચના કરતા કેટલાક સમીક્ષકો કહે છે કે, “સેક્સ ઈમોશનલ, એક્સાઈટિંગ કે ડર્ટી હોઈ શકે છે, પરંતુ બોરિંગ?, અને તે પણ ફિલ્મમાં સની લિયોન હોવા છતાં?” તો, સની લિયોનના અભિનય વિશે એક સમીક્ષક કહે છે કે, “સની લિયોન પાસે આકર્ષક શરીર છે, પરંતુ દર્શકોને પાણી-પાણી કરી દેવા બિપાશા બાસુ કે શેરોન સ્ટોન જેવી વાઈલ્ડ પર્સનાલિટી નહીં.ફિલ્મનું શૂટિંગ જયપુર, ગોવા અને શ્રીલંકામાં થયું છે, અને પૂજા ભટ્ટે સની લિયોનના શરીરની જેમ લૉકેશનનો પણ જાણે એક પાત્રની જેમ બખૂબી ઉપયોગ કર્યો છે. કદાચ એટલે જ રીડીફ.કોમના ફિલ્મ સમીક્ષક સુકન્યા વર્માએ જિસ્મ-2’ની સમીક્ષા કરતા લખ્યું છે કે, “ફિલ્મ જોતા થોડા સમયમાં જ ભયાનક રીતે કંટાળી જવાય છે. તમે ક્યાં સુધી ઝીરો કેમિસ્ટ્રીધરાવતી બે વ્યક્તિને જોયા કરો, છેવટે સહનશક્તિ ખૂટી જાય છે. પરંતુ જિસ્મ-2’માં એક સારી વસ્તુ છે, શ્રીલંકાનો સુંદર હરિયાળો રિસોર્ટ. એક સમય તો એવો આવી જાય છે કે, સની લિયોન કરતા રિસોર્ટની ડિટેઈલ્ડ ટૂર જોવાની વધુ ઈંતેજારી રહે છે.

જોકે, આકરી સમીક્ષાઓ વચ્ચે પણ ફિલ્મ સારો બિઝનેસ કરી શકી છે. ફિલ્મની વાર્તા પણ ખૂબ સરળ છે. ઈન્ટેલિજન્સ ઓફિસર અરુણોદય સિંઘ આતંકવાદી બની ગયેલા પૂર્વ આઈબી ઓફિસર રણદીપ હુડા પાસેથી ચોક્કસ માહિતી કઢાવવા પોર્ન સ્ટાર સની લિયોનનો સહારો લે છે. પછી તો, પૂજા ભટ્ટ હદ કરી નાંખે છે, અને શરૂ થાય છે સેક્સનો ઓવરડોઝ. મોટા ભાગની ફિલ્મમાં સની લિયોન લાલ રંગની લોન્જરી, હાઈ હીલ શૂઝ, ટાઈટ સસ્પેન્ડર પહેરીને ફરે છે, અને કદાચ ભારતીય દર્શકો પાણી-પાણી થઈ જાય છે.

બીજી તરફ, ‘જિસ્મ-2’ના નિર્માતાઓ પૂજા ભટ્ટ અને ડિનો મોરિયાએ મુંબઈના રખડતા કૂતરાઓને દત્તક લેવાના અભિયાનમાં મદદરૂપ થવા પેટાનામની સંસ્થા માટે સની લિયોનની આ લોન્જરી સહિતના કોસ્ચ્યુમની ઓનલાઈન હરાજી કરવાનો નિર્ણય લીધો છે. એક વાત નક્કી છે કે, ‘પેટાને સની લિયોનની લોન્જરી કે હાઈ હીલ શૂઝનો ખરીદાર ચોક્કસ મળી જશે, જે જિસ્મ-2’ જોઈને ખરેખર પાણી-પાણી થઈ ગયો હશે.

No comments:

Post a Comment