07 August, 2012

કાશ્મીરની પાનખર દર્શાવતી ફિલ્મ ‘હારૂદ’


છેલ્લાં કેટલાક વર્ષોથી અનેક હિન્દી ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં છવાઈ જાય એવું બની રહ્યું છે. જોકે આવી ફિલ્મો સામાન્ય ભારતીય દર્શકો ખાસ પસંદ કરતા નથી પણ એટલી સાચી વાત છે. આમિર બશીરની ડિરેક્ટોરિયલ ડેબ્યૂહારૂદપણ આવી એક ફિલ્મ છે. ટોરોન્ટો ઈન્ટરનેશલ ફિલ્મ ફેસ્ટિવલ-2010, બીએફઆઈ લંડન ફિલ્મ ફેસ્ટિવલ, ઈરાનનો ફઝ્ર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, મ્યુનિક ઈન્ટરનેશલ ફિલ્મ ફેસ્ટિવલ, સાન ફ્રાંસિસ્કો ઈન્ટરનેશલ ફિલ્મ ફેસ્ટિવલ અને મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ-2010માંહારૂદ ભરપૂર વખણાઈ હતી. આમ તો ફિલ્મ બે વર્ષથી તૈયાર હતી, પરંતુ ભારતમાં તેની રિલીઝ વારંવાર લંબાતી ગઈ અને હવે છેવટે 27મી જુલાઈએ ફિલ્મ સિનેમાઘરોમાં આવી. ‘હારૂદનો અર્થ થાય છે પાનખર, પરંતુ ફિલ્મના કેન્દ્રસ્થાને છે કાશ્મીરના પ્રશ્નો. કારણકે, આમિર ફિલ્મનું શૂટિંગ પાનખર ઋતુમાં કરીને પ્રતીકાત્મક રીતે કાશ્મીરની વેરણછેરણ સ્થિતિ દર્શાવવા માંગતા હતા. આમ તોહારૂદ જેવી કથાવસ્તુ ધરાવતી ફિલ્મો અગાઉ પણ આવી ચૂકી છે. પરંતુ બધામાંહારૂદબીજા કરતાં ખાસ્સી અલગ પડે છે. કારણકે, ફિલ્મના દિગ્દર્શક આમિર બશીર ખુદ એક કાશ્મીરી યુવક હોવાથી ત્યાંની સ્થિતિનું સચોટ નિરૂપણ કરી શક્યા છે.


‘હારૂદ’ ફિલ્મનું પોસ્ટર 
પીવીઆરના ડિરેક્ટર્સ રેર બેનર હેઠળ પ્રદર્શિત કરાયેલી હારૂદમાં એક પિતાની વાત છે જેમનો ફોટોગ્રાફર પુત્ર એક દિવસ કાશ્મીરમાં ગૂમ થઈ જાય છે અને બીજી તરફ કાશ્મીરમાં સતત મિલિટરી એક્શનની વાતો સંભળાય છે. પરિણામે હજારો કાશ્મીરી કુટુંબોની મનોવૈજ્ઞાનિક સ્થિતિ કેટલી કથળી ગઈ છે- તેવું બતાવવાનો ફિલ્મમાં પ્રયાસ કરાયો છે. આમિર કહે છે કે, “ ફિલ્મમાં બળવાને કારણે કાશ્મીરીઓને થયેલા મનોવૈજ્ઞાનિક નુકસાનની વાત છે. એક સામાન્ય કાશ્મીરીને જીવિત રહેવા માટે રોજેરોજ સહેવી પડતી હાલાકીની પણ તેમાં વાત છે. આંતકવાદના કારણે આર્મીને ખાસ સત્તા અપાઈ છે, જે અંતર્ગત આર્મી કોઈ પણ વ્યક્તિની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે, અને કોઈને ગોળી પણ મારી શકે છે. કોઈ મકાનમાં આતંકવાદીઓ છુપાયા હોય અને આર્મી તેને ફૂંકી મારે સમજી શકાય એવી વાત છે, પરંતુ ફક્ત શંકાના આધારે આર્મી 16 વર્ષના યુવકને પકડીને લઈ જાય અને પછી તે ક્યારેય ઘરે પાછો ફરે બિલકુલ સમજી શકાય એમ નથી. લોકશાહીમાં આવી વાતોને નજરઅંદાજ કરી શકાય. જો સરમુખત્યારશાહી ધરાવતા દેશોમાં આવી ઘટનાઓ બને તો સમજી શકાય એવી વાત છે. કાશ્મીરમાં આઠથી દસ હજાર લોકો ગાયબ છે, અને સરકાર મૃત્યુનું પ્રમાણપત્ર આપવા પણ તૈયાર નથી. હજારો કુટુંબો નર્કમા જીવી રહ્યા છે.”

આમિરનું બચપણ કાશ્મીરમાં વીત્યું છે કારણકે, તેમના પિતા જમ્મુ હાઈકોર્ટના ચિફ જસ્ટિસ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પોતાનું બાળપણ વાગોળતા કહે છે કે, “મારા પિતા સિસ્ટમનો હિસ્સો હતા અને તેથી સાચું મંતવ્ય આપતા હંમેશાં ખચકાતા હતા. પરંતુ મેં મારા માસા શમીમ અહેમદ શમીમ પાસે ઘણી વાતો સાંભળી હતી. તેઓ સાંસદ હતા. તેમણે મને સિત્તેરના દસકામાં કાશ્મીરીઓનો ભ્રમ કેવી રીતે ભાંગી ગયો હતો તેની ખૂબ વાતો કરી હતી. મારી ફિલ્મ પણ તેમને સમર્પિત છે.”

આમિર બશીર
આમ તો આમિરના દિમાગમાં છેલ્લાં પાંચેક વર્ષથીહારૂદના આઈડિયા રમતો હતો. પરંતુ વિચારોને સ્ક્રીનપ્લેમાં મૂકતા ચાર વર્ષ વીતી ગયા. હવે આમિરે નવેમ્બર 2009માં કાશ્મીરમાં પાનખર બરાબર બેઠી ત્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવું પડે અથવા તો વધુ એક વર્ષ રાહ જોવી પડે એમ હતું. પરંતુ બજેટનો વિકરાળ પ્રશ્ન મ્હોં ફાડીને ઊભો હતો. છેવટે આમિર પોતાની 18 જણની નાનકડી ટીમ સાથે ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધે છે. ફિલ્મનું નિર્માણ તમે પોતે કરવાનો કેમ નિર્ણય લીધો એવા પ્રશ્નના જવાબમાં આમિર સામે પ્રશ્ન પૂછે છે કે, “ભારતમાં નાની ફિલ્મોમાં ફંડિંગ કોણ કરે છે? અત્યારે તો નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન પણ કોમર્શિયલી ચાલે એવી ફિલ્મોને પ્રોત્સાહન આપે છે. પરંતુ અમે નસીબદાર હતા તેથી અમને વિદેશમાથી ફંડ મળી ગયું. તે બહુ મોટી રકમ હતી, પરંતુ અમારી ફિલ્મને ક્રેડિટ મળી તે મહત્ત્વનું હતું. અમે એકાદ બે કરોડ ફેંકીને મરજી મુજબની ફિલ્મ બનાવે એવા નિર્માતા સાથે કામ કરવા નહોતા માંગતા, કારણકે તેઓ જાણતા નથી હોતા કે આવી ફિલ્મો કેવી રીતે બનાવવી જોઈએ.

આમિરના મતે ભારતમાં કાશ્મીર મુદ્દે કોઈ પ્રમાણભૂત ફિલ્મ આવે એવી આશા રાખવી નકામી છે. તેઓ કહે છે કે, “બોલિવૂડમાં જિયોગ્રાફીની સેન્સ વિના સાઇ-ફાઇ ફિલ્મો બનાવાય છે. અહીં પુરુષ અને સ્ત્રીના સંબંધોને લઈને પણ એક સારી ફિલ્મ બની શકતી નથી. તો પછી એવી આશા કેવી રીતે રાખી શકાય કે, એક જટિલ રાષ્ટ્રીય મુદ્દા પર વાસ્તવિક ફિલ્મ બને? બોલિવૂડમાં કાશ્મીર મુદ્દે ફિલ્મ બનાવવા અત્યંત સરળ યુક્તિ અજમાવાય છે, કાશ્મીરી મુસ્લિમને પાકિસ્તાની ચીતરી દેવાનો. ખરેખર કોઈ નિષ્કર્ષ પર આવતા પહેલાં તમારે લોકોનો મત લેવો જોઈએ. કાશ્મીરીઓ રાજકીય રીતે સજાગ છે અને તેઓ જાણે છે કે, પાકિસ્તાન સાથે જવાનો અર્થ શું છે.

આમિરેભંવરસીરિયલમાં નાનકડી ભૂમિકા કરીને અભિનય કારકિર્દી શરૂ કરી હતી. આમિરને વર્ષ 1999માંસ્પિલિટ વાઈડ ઓપનનામની પહેલી ફિલ્મ મળી. ત્યાર પછીપ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’, ‘ વેનસ્ડે’, અનેપીપલી લાઈવજેવી ફિલ્મોમાં અભિનય કર્યો. શાહરૂખખાનની બહુચર્ચિત ફિલ્મમાય નેમ ઈઝ ખાનમાં શાહરૂખના નાના ભાઈની ભૂમિકા પણ આમિર કરવાનો હતો, પરંતુ ડિસેમ્બર 2008માં અમેરિકન સરકારે આમિરને વિઝા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. બીજી તરફ અમેરિકામાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું, તેથી છેલ્લી ઘડીએ આમિરના બદલે જિમી શેરગિલને ફિલ્મમાં લેવામાં આવ્યો. પરંતુ વેનસ્ડેમાં આમિરને નસીરુદ્દીન શાહ, અનુપમ ખેર જેવા ધરખમ અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી. ફિલ્મે આમિરને અભિનેતા તરીકે ઓળખ આપી, પરંતુ તે કંઈક નક્કર કામ કરવા માંગતો હોવાથી અનેક ફિલ્મો ઠુકરાવતો ગયો.

આમિરહારૂદમાં ગૂમ યુવકના પિતાની ભૂમિકામાં પ્રિય અભિનેતા નસીરુદ્દીન શાહને લેવા માંગતો હતો. પરંતુ કેટલાક અંગત કારણોસર નસીરુદ્દીન ફિલ્મ સાથે જોડાઈ શક્યા, અને ભૂમિકા છેવટે ઈરાનના વિશ્વ પ્રસિદ્ધ અભિનેતા રેઝા નાઝીના ફાળે ગઈ. આમિર કહે છે કે, “મેં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા ઈરાનના ફિલ્મમેકર માજિદ માજિદીનો સંપર્ક કર્યો, જેમની સાથે મેં ભારતમાં એક પ્રોજેક્ટ માટે રિસર્ચ વર્ક કર્યું હતું. માજિદની મોટા ભાગની ફિલ્મોમાં રેઝાએ કામ કર્યું હતું. તેથી માજિદે મને રેઝા સાહેબનું નામ સૂચવ્યું, અને તેઓ માની પણ ગયા. મેં જર્મન સબટાઈટલ્સ સાથે તેમનીસોંગ ઓફ સ્પેરોપણ ધ્યાનથી નિહાળી હતી, જેના માટે રેઝાને બર્લિનમાં વર્ષ 2008માં શ્રેષ્ઠ અભિનેતાનો એવૉર્ડ મળ્યો હતો.

પરંતુ હિન્દી નહીં જાણતા એક ઈરાની અભિનેતા સાથે કેવી રીતે કામ કર્યું પ્રશ્ન પૂછતા આમિર હસી પડે છે, અને કહે છે કે, “હા, તેઓ હિન્દી જાણતા નથી. તેમના ડાયલોગ ડબ કરાયા છે. તેમણે મોટે ભાગે હાવભાવથી અભિનય કરવાનો હતો, અને સામાન્ય કાશ્મીરી જે ભયના માહોલમાં જીવી રહ્યો છે તે ચહેરા પર બતાવવાનું હતું. અમારી ફિલ્મ વિઝ્યુઅલી નેરેટિવ હતી, ડાયલોગ ઓછા હતા. અમે ફિલ્મમાં છેલ્લી ઘડીએ સુધારાવધારા કર્યા હતા. જો તમારી પાસે બહુ મોટું બજેટ હોય તો તમે તેમાં એક શબ્દનો પણ ફેરફાર કરી શકતા નથી. પરંતુ જો તમારી હાલત એવી હોય કે ફિલ્મ પૂરી થશે કે નહીં, તો આશ્ચર્યજનક રીતે બધું સારી રીતે પાર પડે છે.

તહેલકાના એસોસિયેટ એડિટર કરુણા જ્હોનેહારૂદના રિવ્યૂમાં કહ્યું છે કે, “કેટલીકવાર દર્શકોને પોતાની જાતને પ્રશ્નો પૂછવા પર છોડી દેવા જોઈએ. કંઈ બધી ફિલ્મો મનોરંજક નથી હોતી કે રોજિંદી ઘટમાળમાંથી રાહત પણ નથી આપતી. પરંતુ કેટલાક પ્રશ્નો પૂછવા માટે અમુક ફિલ્મો જોવી જરૂરી હોય છે. હારૂદઆવી એક ફિલ્મ છે.

No comments:

Post a Comment