24 January, 2013

“મારી લિપસ્ટિકને અવગણો, પરંતુ હું જે કહુ છું તે સાંભળો”


આ વખતે નવી દિલ્હીમાં છેલ્લાં પચાસ વર્ષમાં પડી હોય એવી રેકોર્ડ બ્રેક ઠંડી પડી છે. અહીં ડિસેમ્બરમાં તો ઠીક, જાન્યુઆરી મહિનામાં સવારે સાત વાગ્યે પણ અંધારુ રહે છે. ગાઢ ધુમ્મસમાં રસ્તા વધુ સૂમસામ ભાસે છે. આવા માહોલમાં જાન્યુઆરીમાં અનેક દિવસો સુધી વહેલી સવારે રસ્તાઓ પર જાણે ધસમસતી ટ્રેન આવતી હોય એવી ઘરઘરાટી સંભળાતી હતી. ના, તે ટ્રેનનો અવાજ હતો, પરંતુ સવાર-સવારમાં એકસાથે 70-80 બાઈકર રાજધાનીના માર્ગો પર રામલીલા મેદાન જવા નીકળતા હતા. બધા વહેલા ઊઠીને ત્યાં કેમ જતા હતા? આમ તો તેઓ નિર્ભયા કે અમાનત જે કંઈ નામ છે તેના માટે ત્યાં જતા હતા. આ તમામનો હેતુ બળાત્કાર કેસમાં ઝડપી કાર્યવાહી કરવાથી માંડીને સ્ત્રી સુરક્ષાની તરફેણમાં મજબૂત કાયદા ઘડવા સરકાર પર દબાણ ઊભું કરવાનો હતો.  યુવાનો ફક્ત એક વ્યક્તિના સાદથી કડકડતી ઠંડીમાં વહેલી સવારે બાઈક લઈને નીકળી પડતા હતા. વ્યક્તિ એટલે નવી દિલ્હીના સામૂહિક બળાત્કાર પછી દિવસો સુધી વિરોધની મશાલ જીવતી રાખનારા કવિતા ક્રિશ્નન.

તાજેતરમાં નવી દિલ્હીમાં સામૂહિક બળાત્કારની ઘટના પછી સમગ્ર દેશમાં ઠેર ઠેર પ્રચંડ રોષ ફાટી નીકળ્યો હતો. ઘટનાનુંલાઈવ કવરેજજોઈને ભડકેલા લોકો મીણબત્તી રેલી કાઢીને આરોપીઓને તાત્કાલિક ફાંસી કે જાહેરમાં ફાંસીની માગણી કરી રહ્યા હતા. અખબારો, ટીવી ચેનલો અને સોશિયલ મીડિયાના કારણે બળાત્કારના પડઘા ઘણાં દિવસો સુધી સંભળાયા અને સ્વાભાવિક રીતે અનેક લોકો દિવસો સુધી નવી દિલ્હીમાં પોલીસ કાર્યવાહી સામે, કાયદાકીય સુધારા કરવા માટે અને પુરુષોને માનસિકતા બદલવા માટે બેનરો લઈને પ્રદર્શનો કરતા રહ્યા. સામાન્ય રીતે કોઈ મુદ્દે ભડકેલી પ્રજા થોડા દિવસ પછી આપોઆપ બધું ભૂલી જતી હોય છે, પરંતુ વખતે આવું થયું. માટે અનેક નારીવાદી સંસ્થાઓ, રાજકીય વિશ્લેષકો અને સ્ત્રી સ્વાતંત્ર્ય માટે લડતી અગ્રણી મહિલાઓ કવિતા ક્રિશ્નન જેવા વિચારશીલ કર્મશીલોને શ્રેય આપે છે.

નવી દિલ્હીમાં 16મી ડિસેમ્બરે 23 વર્ષીય પેરા-મેડિકલ વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કારની ઘટના પછી 40 વર્ષીય કવિતા ક્રિશ્નને દિવસો સુધી રામલીલા મેદાન પર વિરોધ પ્રદર્શનોની સફળતાપૂર્વક આગેવાની લીધી હતી. તેમના એક ઈશારે હજારો યુવકો ઈન્ડિયા ગેટ પર કડકડતી ઠંડીમાં પોલીસના દંડા, ટિયર ગેસ અને વૉટર કેનનનો સામનો કરવા પહોંચી જતા હતા. ઉપરાંત તેમણે શીલા દીક્ષિતના ઘરની બહાર નવી દિલ્હીનારેપ કલ્ચરપર 12 મિનિટનું નાનકડું પ્રવચન કર્યું હતું, જે વીડિયો ઈન્ટરનેટ પર રાતોરાતવાયરલબની ગયો હતો. એકઅજાણીમહિલાનું નાનકડું પ્રવચન હજારો લોકો જુએ તે એક સિદ્ધિ છે. અત્યાર સુધી તેઓ ઓલ ઈન્ડિયા પ્રોગેસિવ વુમન્સ એસોસિયેશનના મહા મંત્રી તરીકે ઓળખાતા હતા. સંસ્થા મહિલા કામદારો અને ખાસ કરીને ખેતમજૂરી કરતી મહિલાઓના હક્ક માટે કામ કરે છે.

કવિતા ક્રિશ્નન

કવિતા ક્રિશ્નન કહે છે કે, “ ઘટના પછી ઘણા બધા ભ્રમ ભાંગી ગયા છે. સ્ત્રીઓને લાગી રહ્યું છે કે, તેઓ દેશની રાજધાનીમાં રાત્રે સાડા નવ વાગ્યા પછી પોતાના પુરુષ મિત્ર સાથે પણ સુરક્ષિત નથી.” ઘટનાના વિરોધ પ્રદર્શનો વખતે રાજકારણીઓના તોછડા વર્તન અને બેફામ નિવેદનોને લઈને પણ લોકો વધુ ગુસ્સે થયા હતા. અંગે તેઓ કહે છે કે, “આપણા રાજકારણીઓ રાજાઓ જેવું વર્તન કરે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે ભારતમાં લોકશાહી છે. વિરોધ કરનારા લોકો વિદ્યાર્થીઓ હતા, શસ્ત્રધારી બળવાખોરો હતા. આમ છતાં સરકારને તેમની સાથે વાતચીત કરવામાં ડર લાગતો હતો. એક સમયે જ્યાં લોકો ભેગા થઈને આઈસક્રીમ ખાતા હતા, તે ઈન્ડિયા ગેટ અચાનક ભયજનક સ્થળ બની ગયું હતું.”

વ્યક્તિગત રીતે, કવિતા ક્રિશ્નન કટ્ટર અને અવિચારી નારીવાદી મહિલા નથી. તેઓ સ્પષ્ટવક્તા અને પ્રેમાળ મહિલા કર્મશીલ છે. તેઓ કર્મશીલ કેવી રીતે બન્યા પણ ખૂબ રસપ્રદ વાત છે. નખશીખ સ્કૂલ શિક્ષિકા જેવા દેખાતા કવિતા ક્રિશ્નને શિક્ષિકા બનવાનું નક્કી કર્યું હતું, પરંતુ નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર્સ કરી રહેલા ચંદ્રશેખર પ્રસાદ નામના વિદ્યાર્થી નેતાને વર્ષ 1997માં બિહારના સિવાનમાં એક વિરોધ પ્રદર્શન વખતે પોલીસની ગોળીએ વીંધી નાંખ્યો અને તેમની જિંદગી બદલાઈ ગઈ. તેઓ કહે છે કે, “હું જેએનયુમાં અંગ્રેજી સાહિત્યમાં એમ. ફિલ. કરતી હતી ત્યારે ચંદ્રશેખરને મળી હતી. તે જાણતો હતો કે, હું બહુ મજબૂત રીતે સ્ત્રી અધિકારોમાં માનું છું અને તે પહેલી વ્યક્તિ હતી જેણે મને ફૂલ ટાઈમ મહિલાઓ માટે કામ કરતી સંસ્થામાં કામ કરવાનું સૂચન કર્યું હતું.”

કવિતાનો જન્મ તમિલનાડુના કુન્નુરમાં તમિળ માતાપિતાના ઘરમાં થયો હતો, પરંતુ તેમનો ઉછેર છત્તીસગઢના ભીલાઈમાં થયો. કારણ કે, કવિતાના પિતા અહીં એક સ્ટીલ પ્લાન્ટમાં એન્જિનિયર હતા અને તેમની માતા અંગ્રેજી શીખવતા હતા. કવિતા ક્રિશ્નન ગર્વ સાથે કહે છે કે, “એક બાળક તરીકે મારા અને મારી બહેન પર માતાના પ્રભાવશાળી વ્યક્તિત્વની ખૂબ અસર છે. હું મહિલા ચળવળકાર બની એના એક વર્ષ પછી મારી માતા પણ સ્ત્રી અધિકારોની ચળવળમાં જોડાઈ ગઈ.” ભીલાઈમાં ઉછેર થયો હોવાના કારણે કવિતા ક્રિશ્નને બાળપણમાં રોજેરોજ ડરનો સામનો કરવો પડતો હતો. અહીં લોકો સૂર્યાસ્ત પછી ઘરની બહાર નીકળતા હતા. પરંતુ વિશે પણ ફરિયાદ કરવાના બદલે તેઓ કહે છે કે, “હું ખૂબ નસીબદાર છું કે મારો ઉછેર એક નાનકડા નગરમાં થયો. તેના કારણે હું ગ્રામ્ય સ્ત્રીઓની મુશ્કેલીઓને સમજી શકું છું.”

નવી દિલ્હીની ઘટના પછી કવિતા ક્રિશ્નનને અનેક પત્રકારોએક્સપર્ટ ક્રાઉડ મોબિલાઈઝરએટલે કે, ‘ટોળું ભેગા કરવામાં નિષ્ણાત’ (પોઝિટિવ રીતે) જેવા શબ્દથી નવાજે છે. પરંતુ કવિતા ક્રિશ્નન તમામ શ્રેય સોશિયલ મીડિયાને આપે છે. જોકે, બળાત્કારની ઘટના પછીના વિરોધ પ્રદર્શનનું મીડિયાએ જે રીતે કવરેજ કર્યું તેનાથી તેઓ ખૂબ દુઃખી છે. કારણ કે, આખી ચર્ચા બળાત્કારીઓને ફાંસી આપવી જોઈએ કે નહીં તે પાટે ચડી ગઈ હતી. કવિતા ક્રિશ્નન અને તેમની સંસ્થા ફાંસીની સજાની વિરુદ્ધમાં છે. તેઓ કહે છે કે, “જો બળાત્કારીને મૃત્યુદંડ જાહેર કરવામાં આવે તો તેઓ પુરાવાનો નાશ કરવા ખાતર યુવતીની હત્યા કરવા પ્રેરાઈ શકે છે.”

કવિતા ક્રિશ્નન સીધાસાદા અને મૂળભૂત બદલાવની વાત કરે છે. તેમનું માનવું છે કે, બળાત્કાર પછી બે આંગળીની મદદથી કરાતા ટેસ્ટ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. કારણ કે, તેનાથી સ્ત્રીની શારીરિક મર્યાદાનું અપમાન થાય છે. બીજું, આપણે કોર્પોરેટ સ્તરે પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટિની રચના કરવી જોઈએ. નવી દિલ્હીમાં સજ્જડ વિરોધ પ્રદર્શનોની આગેવાની લઈને તેઓ સરકાર અને વહીવટીતંત્ર પર ઝડપી કાર્યવાહી કરવાનું દબાણ લાવી શક્યા હતા. પરિણામે અનેક લોકો તેમને સક્રિય રાજકારણ અંગે પ્રશ્નો પૂછી રહ્યા છે. પરંતુ તેઓ કહે છે કે, “હું સીપીઆઈ (એમએલ)ની સક્રિય સભ્ય હોવાના કારણે મને ચૂંટણી ટિકિટની કોઈ મુશ્કેલી નથી. અત્યારે હું જે કંઈ કરું છું તેનાથી ખુશ છું, પરંતુ મને ચૂંટણી લડવાનું કહેવામાં આવશે તો પક્ષને મદદ કરતા મને ખુશી થશે.” હાલ તેઓ પક્ષનાલિબરેશનનામના માસિકના તંત્રી તરીકે પણ ફરજ બજાવે છે.

કવિતા ક્રિશ્નન ઈયાન રેન્કિન અને પી.ડી. જેમ્સની ડિટેક્ટિવ નવલકથાઓ વાંચવાના શોખીન છે. સિવાય તેમને પતિ સાથે સમય ગાળવાનું પણ પસંદ છે, જે અરબિંદો કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. તેમણે ઘણાં સમય પહેલાં નોકરી માટે જુદા જુદા સ્થળોએ ફરવાનું સ્વીકારી લીધું છે. ખેર, હવે તેમને અનેક લોકો અપમાનજનક રીતે ટોળા ભેગા કરનારી કે પ્રખર ડાબેરી પણ કહે છે. અંગે તેઓ પત્રકારોને હસતા હસતા વિરોધ પ્રદર્શન માટે એક વિદ્યાર્થીએ બનાવેલું પોસ્ટર બતાવે છે, જેના પર લખ્યું છે કેમારી લિપસ્ટિકને અવગણો, પરંતુ હું જે કહુ છું તે સાંભળો.” પછી તેઓ કહે છે કે, “એવી રીતે તેમને મારી અવગણના કરવા દો, પરંતુ મારા સંદેશની નહીં.”