02 March, 2013

યુવાની ટકાવવા ગાઢ નિદ્રા જરૂરી


માણસે શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેવા માટે શું કરવું જોઈએ દિશામાં અત્યાર સુધી હજારો પ્રયોગો થઈ ચૂક્યા છે. માણસે સારું આરોગ્ય રાખવા માટે કેવો ખોરાક લેવો, ઉંમર અને જીવનશૈલી મુજબ કેવા પ્રકારની કસરતો કરવી, શરીર અને મન બંનેની તંદુરસ્તી બગાડતા તણાવને દૂર કરવા માટે શું કરવું જોઈએ વગેરે મુદ્દે આપણે ઘણું બધું વાંચી અને સાંભળી ચૂક્યા છીએ. માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે બીજું એક મહત્ત્વનું પરિબળ છે, ઊંઘ. ઊંઘથી કેવા ફાયદા થાય છે અને ઓછી ઊંઘ લેવાથી કેવા કેવા નુકસાન ભોગવવા પડી શકે છે દિશામાં પણ પ્રયોગો થતા રહે છે. આજે આવા એક પ્રયોગ વિશે વાત કરીએ જેમાં સાબિત થયું છે કે, ઓછી ઊંઘથી માણસનું જનીનિક તંત્ર (Genetic System) પણ ખોરવાઈ જાય છે, અને તે તમામ જનીનો શારીરિક-માનસિક તંદુરસ્તી અને યુવાની ટકાવી રાખવામાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે.

આધુનિક વિજ્ઞાન તો બહુ પહેલાં સ્વીકારી ચૂક્યું છે કે, શારીરિક અને માનસિક તંદુરસ્તી માટેસારી ઊંઘલેવી ખૂબ જરૂરી છે અને આવી ઊંઘ ઉત્તમ ટોનિકનું કામ કરે છે. કારણ કે, સારી ઊંઘથી શારીરિક અને માનસિક એમ બંને સ્તરે ફાયદો મળે છે. પરંતુ બ્રિટનની સરે યુનિવર્સિટીના પ્રોફેસર અને સરે સ્લિપ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર ડર્ક જેન ડીકની આગેવાનીમાં થયેલો પ્રયોગ અગાઉના પ્રયોગોથી થોડી અલગ દિશામાં કરાયો છે. તેમણે ઓછી ઊંઘથી શારીરિક કે માનસિક નહીં, પણ જનીનિક સ્તરે કેવા ફેરફારો થાય છે તે દિશામાં સંશોધન કર્યું છે. પ્રો. ડર્કે સળંગ એક અઠવાડિયા સુધી કલાકથી ઓછી ઊંઘ લેનારા લોકો પર પ્રયોગ કરીને સાબિત કર્યું છે કે, ઓછી ઊંઘ લેનારાનું જનીનિક તંત્ર પણ ખોરવાઈ જાય છે, જે માણસની સંપૂર્ણ તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે.

બ્રિટનની સરે યુનિવર્સિટીના પ્રોફેસર અને સરે સ્લિપ
રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડર્ક જેન ડિક 

પ્રો. ડર્કે અત્યાધુનિક મેડિકલ સાધનોની મદદથી ઊંડી તપાસ કરીને કલાકથી ઓછી ઊંઘ લેતા લોકોમાં થતા જનીનિક ફેરફારોની વિસ્તૃત માહિતી ભેગી કરી છે. ડર્ક અને તેમની ટીમે આવા 700 જેટલા જનીનો ઓળખી કાઢ્યા છે, જેના પર ઓછી ઊંઘથી વિપરિત અસર થાય છે. જનીનો છિન્નભિન્ન થવાથી લાંબા ગાળાની તંદુરસ્તી જોખમાય છે. પ્રયોગનો અર્થ છે કે, સારી ઊંઘથી શારીરિક, માનસિક તો ઠીક આનુવં‌શિ (Genetic) સ્તરે પણ ફાયદો થાય છે. કારણ કે, વિજ્ઞાનીઓએ ઓળખી કાઢેલા તમામ જનીનો રોગપ્રતિકારક તંત્ર, ચયાપચયની ક્રિયા અને શારીરિક સાયકલને સાબદા રાખવાની સાથે મનને તણાવરહિત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે.

વિજ્ઞાનીઓનું કહેવું છે કે, તેમણે ઓળખી કાઢેલા 700 જનીનો એવા છે કે જેમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા સર્જાવાથી માણસ હૃદયરોગ, ડાયાબિટીસ, મેદસ્વીપણું અને તણાવ જેવા રોગોનો ભોગ બને છે. પ્રો. ડર્ક કહે છે કે, “ફક્ત ઓછી ઊંઘ લેવાથી આટલો મોટો ફેરફાર થયેલો જોઈને અમને પણ આશ્ચર્ય થયું હતું. સંશોધન વાતનો સંકેત આપે છે કે, ઓછી ઊંઘ લેવાથી ફક્ત થાક નથી લાગતો, પરંતુ શરીરમાં ઘણાં મોટા પાયે ફેરફારો થાય છે.” ઊંઘને લઈને વિજ્ઞાનીઓ અગાઉ પણ જાતભાતના પ્રયોગો કરી ચૂક્યા છે. જેમ કે, થોડા વર્ષ પહેલાં થયેલા એક પ્રયોગમાં રાત્રે પાંચ કલાકથી ઓછુ ઊંઘતા લોકોની તપાસ કરીને સાબિત કરાયું હતું કે, કોઈ પણ રોગમાં તેમના મૃત્યુ પામવાની શક્યતા તેમની ઉંમરના સામાન્ય માણસ કરતા 15 ટકા વધુ હોય છે.

આજે વિશ્વના તમામ વિકસિત અને વિકાસશીલ દેશોમાં રાત્રિ ઊંઘનો સમય સતત ઘટી રહ્યો છે. અમેરિકા કે બ્રિટન જેવા દેશોમાં તો પાંચ ટકાથી પણ વધારે લોકો રાત્રે ફક્ત પાંચ કલાકની ઊંઘ લે છે. જ્યારે અમેરિકામાં વર્ષ 2010માં થયેલા એક સર્વેક્ષણમાં, 30 ટકા લોકોએ દાવો કર્યો હતો કે તેઓ રાતની ઊંઘ ક્યારેય કલાકથી વધુ લેતા નથી. પ્રયોગ માટે પ્રો. ડર્કે સારી તંદુરસ્તી ધરાવતા 23થી 31 વર્ષના 14 પુરુષ અને 12 સ્ત્રીને 12 દિવસ સુધી સરે સ્લીપ રિસર્ચ સેન્ટરની લેબોરેટરીમાં રાખ્યા હતા. અભ્યાસમાં મદદરૂપ થનાર તમામે આવા બે પ્રયોગમાં સામેલ થવાનું હતું. કારણ કે, એક વાર અઠવાડિયા સુધી દસ કલાકની ઊંઘ લીધા પછી અને બીજી વાર કલાકથી ઓછી ઊંઘ લીધા પછી તેઓની સંપૂર્ણ તપાસ કરવાની હતી. એટલું નહીં, એકવાર તમામને સળંગ ચાળીસેક કલાક જાગતા રાખીને પણ બોડી ચેકઅપ કરવામાં આવ્યું હતું.

પ્રો. ડર્કે ઓછી ઊંઘથી થતા ફેરફારો માપવા ઈલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી (મગજમાં થતી ઈલેક્ટ્રિકલ એક્ટિવિટી માપવાનું વિજ્ઞાન) સેન્સરનો ઉપયોગ કર્યો હતો. જેની મદદથી વિજ્ઞાનીઓએ શારીરિક અને માનસિક સ્તરે કેવું નુકસાન થાય છે તેનો ડેટા ભેગા કર્યો હતો. જ્યારે તમામના લોહીના નમૂના લઈને જનીનિક ફેરફારોની નોંધ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, ઓછી ઊંઘના કારણે 444 જનીનોનું કામ ખોરવાઈ જાય છે, અને સારી ઊંઘ લઈએ ત્યારે 267 જેટલા જનીનો સારી રીતે સક્રિય થઈ જાય છે. સારા ચયાપચય માટે જવાબદાર જનીનોમાં અવ્યવસ્થા સર્જાતા ડાયાબિટીસ કે મેદસ્વીપણા જેવા રોગ વધુ ગંભીરતા ધારણ કરે છે, તો રોગપ્રતિકારક તંત્રને મજબૂત રાખતા જનીનોમાં વિક્ષેપ પડતા હૃદયરોગની શક્યતા વધી જાય છે. એવી રીતે, અમુક જનીનોમાં ખામી સર્જાતા તણાવ વધે છે અને મોટી ઉંમરે દેખાતા લક્ષણો પણ વહેલાં દેખાવા માંડે છે.

પ્રયોગમાં પણ સાબિત થયું છે કે, ઓછી ઊંઘ લેવાથી માણસની જૈવિક ઘડિયાળ (બાયોલોજિકલ ક્લોક) પણ ખોરવાઈ જાય છે. જોકે, વાત વિજ્ઞાનીઓ પહેલેથી જાણતા હતા, પરંતુ પ્રો. ડર્કે મજબૂત પુરાવાના આધારે વિવિધ તબક્કે જૈવિક ઘડિયાળને કેવું નુકસાન પહોંચે છે તે દર્શાવ્યું છે. અભ્યાસ મુજબ, જે લોકો રાત્રે આઠેક કલાકની ઊંઘ લે છે તેમના 1,855 જનીન સારી રીતે સક્રિય થઈ જાય છે, જ્યારે ઓછી ઊંઘ લે છે તેમના 1,855માંથી 400 જેટલા જનીનોની સાયકલ સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે.  સાયકલ ખોરવાઈ જવાથી પહેલાં માનસિક અને પછી શારીરિક તંદુરસ્તી ખોરવાતી જાય છે. પ્રો. ડર્ક કહે છે કે, “ઊંઘ સાથે ચેડાં કરવાથી તે જૈવિક પ્રક્રિયા પર આવી અસરો કરે છે, અને ભવિષ્યના સંશોધનો માટે ખૂબ મહત્ત્વની શોધ છે.”

જોકે, વિજ્ઞાનીઓ વાત પણ સ્વીકારે છે કે, ઓછી ઊંઘ લેવાથી જનીનિક તંત્ર કેટલા સમય સુધી ખોરવાયેલું રહે છે તે મુદ્દે હજુ કોઈ સંશોધન હાથ નથી ધરાયું. પ્રો. ડર્ક અને તેમની ટીમને આશા છે કે, સંશોધનની મદદથી તેઓ ભવિષ્યમાં હજુ વધુ માહિતી મેળવવા પ્રયોગો હાથ ધરી શકશે. જોકે, બ્રિટનની લાફબરો યુનિવર્સિટીના સ્લિપ રિસર્ચ સેન્ટરમાં સાઈકો-ફિઝિયોલોજીના પ્રોફેસર જિમ હોર્ન જણાવે છે કે, “હાલના સમાજ પર ઓછી ઊંઘનું જોખમ ઝળુંબી રહ્યું છે અને રાત્રે આઠ કલાકની ઊંઘને સહેલાઈથી નજરઅંદાજ કરવામાં આવે છે, જેના કારણે આપણે વણજોઈતી મુશ્કેલીઓનો ભોગ બનીએ છીએ. જોકે, ખૂબ મહત્ત્વના અભ્યાસથી લોકો દિશામાં વિચારતા થશે...”

અભ્યાસમાં ભાગ લેનારા લોકોની ઊંઘ અચાનક ઓછી કરી દેવાઈ હતી, જે ખરેખર તણાવમાં વધારો કરે છે. પરંતુ જે લોકોને ઓછી ઊંઘ લેવાની આદત હોય છે તેમના પર પણ સંશોધન કરવું જરૂરી છે. અંગે પ્રો. હોર્ન કહે છે કે, “આપણે આવા સંશોધનોનું ચોક્કસ વર્ગીકરણ કરી શકીએ. કલાકની ઊંઘ લેવાની આદત ધરાવતી વ્યક્તિ પોતાની ઊંઘને લઈને સંતોષી હોઈ શકે છે. બીજી બાજુ, ઊંઘ સમયાંતરે કેટલાક ફેરફારો અપનાવી પણ લે છે, અને ઊંઘ કેટલો સમય લઈએ છીએ એની સાથે તેની ગુણવત્તા કેવી છે પણ આપણે તપાસવું જોઈએ.”

જોકે, અત્યાર સુધીના મોટા ભાગના વિજ્ઞાનીઓ વાત સ્વીકારે છે કે, ગાઢ નિદ્રા (જેને આપણે ગુણવત્તાયુક્ત ઊંઘ કહી શકીએ) માણસની સંપૂર્ણ તંદુરસ્તીમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રો. ડર્કનો પ્રયોગ ખૂબ આધારભૂત મનાયો છે અને એટલે તેને પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલપ્રોસિડિંગ્સ ઓફ નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં સ્થાન મળ્યું છે.

No comments:

Post a Comment