11 March, 2013

ઘર હો તો ઐસાઃ દીવાલો પર જ ફેસબુકિંગ શક્ય


હોમ ટેક્નોલોજીની દુનિયામાં અત્યારે સૌથી વધુ ચર્ચાઓપનઆર્કહોમની છે. અત્યાર સુધીસ્માર્ટ હોમની વ્યાખ્યા ઓટોમેટિક લાઈટિંગ, સિક્યુરિટી સિસ્ટમ, વેન્ટિલેશન, હીટિંગ, એરકંડિશનિંગ, સ્વિમિંગ પુલ સેનિટેશન, પ્લાન્ટ વૉટરિંગ કે ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ પૂરતી મર્યાદિત હતી. પરંતુ હવે ટેક્નોલોજિસ્ટો ફક્ત હોમ ઓટોમેશન નહીં, પણ વાયર્ડ કે વાયરલેસ નેટવર્કની મદદથી ઘરમાં જ મલ્ટીમીડિયા, ટેલિકોમ્યુનિકેશન અને ઈ-કોમર્સની સુવિધા મળી રહે એવી ડિઝાઈન તૈયાર કરી રહ્યા છે. વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની મદદથી તૈયાર થઈ રહેલુંઓપનઆર્કહોમ સામાન્ય માણસને વધુ પસંદ આવશે અને ભવિષ્યમાં પરવડશે પણ ખરું એવી ટેક્નોલોજિસ્ટોને આશા રાખી રહ્યા છે.

ઓપનઆર્કમાં એવું તો શું છે જે સામાન્ય માણસને પણ પસંદ પડે? ‘ઓપનઆર્કભવિષ્યના સ્માર્ટ હોમની વાસ્તવિક નકલ તૈયાર કરવાનો પ્રોજેક્ટ છે. આ ઘરની દરેક દીવાલજીવતુંજાગતું ઈન્ટરનેટછે. આ ઘરમાં રહેતી વ્યક્તિ ડિજિટલ દુનિયા સાથે જોડાયેલી હશે. આ ઘરને માલિક ઈચ્છે તેવી રીતે પરિવર્તિત કરી શકશે. એટલે કે, જો તે થોડો સમય ફેસબુક કે ટ્વિટરથી અળગો થવા માગતો હશે તો પણ સહેલાઈથી થઈ શકશે, અને સવારે પથારીમાં પડ્યો પડ્યો જ ફેસબુકિંગ કે ટ્વિટ કરવા ઈચ્છશે તો તેમ પણ  કરી શકશે. ‘ઓપનઆર્કબીજું કંઈ નથી પરંતુ હાલની લેટેસ્ટ સોફ્ટવેર અને હાર્ડવેર ટેક્નોલોજીનો ક્રિયેટિવ ઉપયોગ માત્ર છે.

ઓપનઆર્કને હોમ ઓટોમેશનની અપગ્રેડેડ આવૃત્તિ જ કહી શકાય. હોમ ઓટોમેશનમાં ઘરની તમામ સિસ્ટમ એકબીજા સાથે જોડાયેલી હોય છે અને તેઈન્ટેલિજન્ટલી બિહેવકરે છે. જેમ કે, આવા ઘરનો દરવાજો ભૂલથી ખુલ્લો રહી ગયો હોય તો હીટિંગ કે એસી આપોઆપ બંધ થઈ જાય છે. વિકસિત દેશોમાં પણ હોમ ઓટોમેશન ટેક્નોલોજીનો ઉપયોગ વ્યક્તિગત ધોરણે ઓછો અને મહાકાય કોર્પોરેટ હાઉસ, લક્ઝુરિયસ હોટેલ કે રિસોર્ટમાં વધુ થાય છે. જોકે, આ ટેક્નોલોજી સામાન્ય લોકોમાં પ્રચલિત થાય એ પહેલાં જ ટેક્નોલોજિસ્ટો સ્માર્ટ હોમની વ્યાખ્યા બદલવા ઉતાવળા થયા છે.


આજે દુનિયાની મોટા ભાગની વસતી ફાસ્ટ લાઈફ જીવે છે અને ઈન્ટરનેટનો મહત્તમ ઉપયોગ સોશિયલ નેટવર્કિંગ એટલે કે, એકબીજા સાથે જોડાવા માટે થઈ રહ્યો છે. આ કારણથી સ્પેનિશ ડિઝાઈન એજન્સી થિંક બિગ ફેક્ટરીને આખેઆખું ઘર જાયન્ટ ઓનલાઈન સ્ક્રીનમાં પરિવર્તિત કરી દેવાનો વિચાર આવ્યો હોઈ શકે છે! આ ઘરમાં કોઈ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, પરંતુ બજારમાં ઉપલબ્ધ પ્રોજેક્ટર, સેન્સર અને કેમેરાની મદદથી એક સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. થિંક બિગ ફેક્ટરીના ડિરેક્ટર આયન કુર્વાસ-મોન ખૂબ સરળતાથી કબૂલે છે કે, “જોકે, મને નથી લાગતું કે આ બધું ક્રાંતિકારી છે!”

આ સ્માર્ટ હોમ માટે સોફ્ટવેર જેટલું જ અઘરું કામ હાર્ડવેરને લગતું પણ હતું. જેમ કે, આ ઘરની દીવાલો પર ડિજિટલ સ્ક્રીન સ્પષ્ટ રીતે જોઈ શકાય અને મોબાઈલ ફોન, વાઈફાઈના સિગ્નલ બ્લોક કરી શકાય એ માટે ખાસ પ્રકારનું પેપર તૈયાર કરવામાં આવ્યું છે. ફ્રાંસની ગ્રેનોબલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ લા સેન્ટર ટેક્નિક દુ પેપિઅરની ભાગીદારીમાં આ કામ પાર પાડ્યું છે. બાદમાંએલ્હસ્ટોર્મનામની કંપનીએ આ પેપરનું ઉત્પાદન કર્યું હતું. આ કંપનીનો દાવો છે કે, આ પેપર હવેના એક વર્ષમાં બજારમાં ઉપલબ્ધ હશે. પેપરની મદદથી સ્માર્ટ હોમમાં રહેતી વ્યક્તિનો પાડોશી તેની બેન્ડવિડ્થ ચોરી નહીં શકે. એટલું જ નહીં, આ પેપર બેંક ખાતા સહિતની તમામ માહિતી પણ સુરક્ષિત રાખી શકવા સક્ષમ છે.  

આ પેપર આશરે 2.45થી 5.5 ગીગા હર્ટ્ઝ (જેનો ખાસ કરીને જીએસએમ અને યુએમટીએસ દ્વારા મોબાઈલ અને વાઈફાઈ ફ્રિક્વન્સી તરીકે ઉપયોગ થાય છે) ઈલેક્ટ્રોમેગ્નેટિક ફ્રિક્વન્સીને બ્લોક કરે છે. પરંતુ તે ઈમર્જન્સી, ટેલિવિઝન અને એફએમ રેડિયોના સિગ્નલને સરળતાથી પસાર થવા દે છે. આ પ્રકારના લેટેસ્ટ હાર્ડવેર અને સોફ્ટવેરની મદદથી ટેક્નોલોજિસ્ટો સ્માર્ટ હોમમાં આગવી દુનિયા સર્જી રહ્યાં છે, જેમાં ઓફિસ અને ઘર પણ એકબીજા સાથે જોડાઈ જશે. આ ઘરની તમામ સપાટીકમ્પ્યુટર ઈન્ટરફેસએટલે કે, કોઈને કોઈ રીતે હાર્ડવેર અને સોફ્ટવેર સાથે જોડાયેલી હશે.


ઓપનઆર્કની તમામ દીવાલો પ્રોજેક્ટર, વેબકેમ અને કિનેક્ટ મોશન સેન્સર ટેક્નોલોજીથી એકબીજા સાથે જોડાયેલી છે. જેની મદદથી ઘરમાં રહેતી વ્યક્તિ શરીરની મદદથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે. અહીં સોશિયલ મીડિયાનો ખ્યાલ ખૂબ જ વિસ્તૃત રીતે કરવામાં આવી રહ્યો છે. જેમ કે, આ ઘરનો માલિક ઓફિસમાં સહકર્મી સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી શકશે અને ઘરના કોઈ પણ ખૂણામાંથી સ્કાયપ જેવી એપ્લિકેશનની મદદથી કૉલ પણ કરી શકશે. પરંતુ તમે જો તમે ઈ-મેલનો જવાબ નહીં આપો તો તમારા સહકર્મી વીડિયો કૉલ કરશે અને તમે કૉલ રિસિવ કરશો તો તેનો ફુલલેન્થ ડિજિટલ અવતાર તમારી પથારીની બાજુમાં હાજર થઈ જશે.

આ પ્રોજેક્ટનું હાર્ડવેરને લગતું તમામ કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ સોફ્ટવેરને લગતું 40 ટકા કામ જ થઈ શક્યું છે. થિંક બિગ ફેક્ટરીનું કહેવું છે કે, “હવેના એક-બે વર્ષમાં જઓપનઆર્કપ્રોજેક્ટ તમારા ઘરમાં ફિટ થઈ શકશે. આ નવી ટેક્નોલોજી નથી, પરંતુ ડિજિટલ અને ફિઝિકલનું ક્રિયેટિવ સંયોજન છે.” પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જાતભાતની ચીજવસ્તુઓ બનાવી શકાય છે. ‘ઈન્ટરનેટ ઓફ થિંગ્સની ખૂબી જ એ છે કે, તેમાં ટેક્નોલોજિસ્ટની સામે કંઈક નવું કરવા અનંત આકાશ છે. કંઈક આવી જ ટેક્નોલોજીની મદદથી વિજ્ઞાનીઓ અગાઉમેજિક કાર્પેટબનાવી ચૂક્યા છે.

આ કાર્પેટ ઘરમાં રહેનારા લોકોની વૉકિંગ પેટર્ન નોંધે છે અને ઘરનું કોઈ સભ્ય ચાલતા ચાલતા પડી જાય તો અન્ય સભ્યોને તાત્કાલિક જણાવી દે છે. આ કાર્પેટમાં ઓપ્ટિકલ ફાયબર વણી લેવાયા હતા, જેની મદદથી કોઈની પડવાની હિલચાલને સેન્સરની મદદથી પકડી લેવામાં આવતી હતી. બાદમાં આ માહિતી કમ્પ્યુટરને પહોંચાડાતી હતી. બ્રિટનમાં 65 વર્ષથી વધુ ઉંમરના 50 ટકા લોકોને ઘરમાં પડી જવાના કારણે હોસ્પિટલમાં ખસેડવા પડતા હતા. આ પ્રકારના અકસ્માતોને ધ્યાનમાં રાખીને મેજિક કાર્પેટ ડિઝાઈન કરાઈ હતી. એટલું જ નહીં, આ કાર્પેટ કેમિકલ લિકેજ અને આગ જેવી ઘટનાની ચેતવણી આપવા પણ સક્ષમ છે. જોકે આ કાર્પેટ વર્ષ 2014માં બજારમાં ઉપલબ્ધ થવાની છે.

ખેર, કહેવાનો અર્થ એ છે કે, ભવિષ્યના સ્માર્ટ હોમમાં આવી જ ટેક્નોલોજીથી દરેક વસ્તુને એકબીજા સાથે જોડી દેવાઈ છે. ઘરમાં કોઈ વ્યક્તિ હાજર થશે કે તુરંત જ પ્રોજેક્શન ચાલુ થઈ જશે, અને ઘરનો માલિક ઈશારા કે શબ્દોથી લાઈટિંગ, ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સ, મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી શકશે તેમજ ઘરના કોઈ પણ ખૂણામાં ફેસબુક, ટ્વિટર કે સ્કાયપ પર પણ ઓનલાઈન થઈ શકશે. અત્યારના સ્માર્ટ હોમને ઓપરેટ કરવા કિ-બોર્ડ કે રિમોટ કંટ્રોલનો ઉપયોગ કરવો પડે છે, પરંતુ આ ઘરમાં આ ઝંઝટમાંથી પણ છુટકારો મળશે. ઈન્ટરનેટની મદદથી તૈયાર થયેલા આ સ્માર્ટ હોમની ખરી ટેક્નોલોજી તો ઘર માલિક જોઈ જ નથી શકવાનો. એટલે કે, દેખાવમાં તો આ ઘર પણ સામાન્ય ઘર જેવું જ હશે, પરંતુ દીવાલ પર સર્ફિંગ ચાલુ કરતા જ તે અસામાન્ય ઘરમાં ફેરવાઈ જશે.

આ સ્માર્ટ હોમમાં મુખ્ય કમ્પ્યુટર ઈન્ટરફેસ લિવિંગ રૂમમાં છે, જ્યાં ઘરનો દરેક સભ્ય પોતાને મનગમતી દીવાલ પર ફક્ત ઈશારો કરીને સોશિયલ નેટવર્કિંગ, સંગીત કે વાચનની મજા માણી શકશે. ‘ઓપનઆર્કપ્રોજેક્ટમાં ઘરના સભ્યોને ટ્રેક કરવા સેન્સિંગ કેમેરા તરીકે માઈક્રોસોફ્ટના કિનેક્ટનો ઉપયોગ કરાયો છે. જેની મદદથી તેઓ હવામાં હાથ ફેરવીને મેન્યુમાં ક્લિક કરી શકશે. આ પ્રોજેક્ટ માટે સ્પેનના એક એપાર્ટમેન્ટમાં ત્રણ વર્ષ પહેલાં કામ શરૂ કરાયું હતું. થિંક બિગ ફેક્ટરીનો દાવો છે કે, આ ઘરમાં 40 ટકાથી પણ વધારે એપ્લિકેશન ચાલી રહી છે અને તેમને આશા છે કે તેઓ નજીકના ભવિષ્યમાં સંપૂર્ણ કામ પૂર્ણ કરી દેશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ તેઓ પ્રોડક્ટ પર કામ શરૂ કરશે, જેથી તેને બજારમાં વેચાણ માટે મૂકી શકાય.

(તસવીર સૌજન્યઃ થિંક બિગ ફેક્ટરી)

No comments:

Post a Comment