વર્ષ 1981માં એક ફિલ્મ આવી હતી ‘એક દુજે કે લિયે’. આ ફિલ્મમાં તમિલ યુવક વાસુ (કમલ હાસન) અને ઉત્તર ભારતીય યુવતી સપના (રતિ
અગ્નિહોત્રી) વચ્ચેના પ્રેમની વાત છે. આ બંને યુવાનોના પરિવાર ગોવામાં એકબીજાની
પાડોશમાં રહેતા હોય છે. તે બંનેનું બેકગ્રાઉન્ડ એકબીજાથી તદ્દન જુદું હોય છે અને
તેઓ એકબીજાની ભાષા પણ બિલકુલ સમજતા નથી હોતા પણ તેઓ પ્રેમની ભાષા સમજી જાય છે. ગઈ
કાલે ચેતન ભગતની નવલકથા પરથી ‘ટુ સ્ટેટ્સ’ જોયા પછી ભારતીય સિનેમાની વન ઓફ ધ બેસ્ટ લવ સ્ટોરીમાં જેની ગણના થાય છે એ ‘એક દુજે કે લિયે’ યાદ આવી ગઈ. ‘ટુ સ્ટેટ્સ’ને ભલે સમીક્ષકોએ એવરેજ ફિલ્મ કહી હોય પણ
આ ફિલ્મ જોવા જેવી છે.
‘ટુ
સ્ટેટ્સ’ એ આઈઆઈએમ-અમદાવાદમાં ભણતા પંજાબી યુવક ક્રિશ
(અર્જુન કપૂર) અને તમિલ યુવતી અનન્યા (આલિયા ભટ્ટ)ની પ્રેમ કહાની છે. તેઓ
પ્રેમમાં પડ્યા પછી એકબીજાનું બેકગ્રાઉન્ડ અલગ હોવાના કારણે મુશ્કેલીમાં મૂકાય છે
અને તેમાંથી કેવી રીતે બહાર નીકળે છે એ વાત હળવાશ (રોમેન્ટિક કોમેડી)થી બતાવાઈ છે.
ક્રિશની માતા તો પાગલપનની હદ સુધી અનન્યાને ધુત્કારતી હોય છે કારણ કે તે મદ્રાસી
છે. તેમના માટે બધા જ દક્ષિણ ભારતીયો ‘મદ્રાસી’ છે. ફિલ્મમાં પંજાબ અને તામિલનાડુ જેવા બે રાજ્યો વચ્ચેની સંસ્કૃતિ અને ભાષા ભેદના
કારણે ઊભી થતી મુશ્કેલીની વાત છે. આ બંને રાજ્યો ભારતના મુખ્ય પ્રવાહમાં હોવા છતાં
આ હાલત છે, તો પછી ઉત્તર-પૂર્વીય રાજ્યોની તો વાત જ શું
કરવી. એ સ્થિતિમાં તાનિયામ મર્ડર કેસ પણ યાદ આવી જવો સ્વાભાવિક છે.
‘ટુ સ્ટેટ્સ’નું પોસ્ટર |
હા,
આ તો જુદા જુદા રાજ્યોની વાત છે પણ એક ગુજરાતી છોકરો કોઈ ગુજરાતી
છોકરીના પ્રેમમાં પડે તો પણ માતાપિતાને ક્યાં સ્વીકાર્ય હોય છે? આખા દેશમાં અને બધા રાજ્યોમાં (મોટા ભાગે) આ જ હાલત છે. વૈવિધ્યતામાં એકતા એ કિતાબી વાતો છે. ઉત્તરના રાજ્યોમાં તો ખાપ પંચાયતોનું રાજ છે. લગ્ન કરવા માટે ખાલી પ્રેમ હોવો જરૂરી નથી એ વાત ‘ટુ
સ્ટેટ્સ’માં સુંદર રીતે બતાવાઈ છે. લગ્ન ભલે કુટુંબો વચ્ચે થતા
હોય પણ યુવાનોની જેમ વડીલો ક્યારેય એકબીજાને પ્રેમ કરતા નથી, કરી શકતા નથી. વડીલો માટે એકબીજાને નફરત કરવા એટલો મુદ્દો પૂરતો છે કે, સામેની
વ્યક્તિનું બેકગ્રાઉન્ડ અને ભાષા આપણાથી અલગ છે. ભાષા એક હોય તો ધર્મ, જાતિ, સંપ્રદાય, દહેજના પ્રશ્નો છે. નફરત કરવા માટે કારણોની ક્યાં કમી છે? ક્રિશના માતાપિતા તો પંજાબી હોય છે પણ તેમને ક્યારેય એકબીજા સાથે બન્યું નથી. આ
ફિલ્મમાં લગ્નો પાછળ થતા ખોટા ખર્ચ, છોકરા-છોકરીની કિંમત નક્કી
કરવા તેને મળેલી ગિફ્ટ કે તે કેટલું દહેજ લઈને આવી એ ખોખલા માપદંડો તેમજ ગોરી ચામડી
પ્રત્યેના મોહ પર ધારદાર વ્યંગ કરાયો છે.
એની વે, ફિલ્મ વિશે કંઈ ખાસ લખતો નથી. કારણ કે, ‘ટુ સ્ટેટ્સ’ જેવી ફિલ્મ માટે થિયેટર સુધી જવું જોઈએ. આ ફિલ્મને કેટલા સ્ટાર મળ્યા એ ના જોતા. ‘ટુ સ્ટેટ્સ’ ખરેખર એકવાર જોવા જેવી અને માતાપિતાને પણ બતાવવા જેવી ફિલ્મ છે.
એની વે, ફિલ્મ વિશે કંઈ ખાસ લખતો નથી. કારણ કે, ‘ટુ સ્ટેટ્સ’ જેવી ફિલ્મ માટે થિયેટર સુધી જવું જોઈએ. આ ફિલ્મને કેટલા સ્ટાર મળ્યા એ ના જોતા. ‘ટુ સ્ટેટ્સ’ ખરેખર એકવાર જોવા જેવી અને માતાપિતાને પણ બતાવવા જેવી ફિલ્મ છે.
No comments:
Post a Comment