03 April, 2014

રાજકારણમાં પત્રકારો અને પત્રકારત્વમાં રાજકારણ


આજકાલ આખા ભારતમાં એક જ મોસમ ચાલી રહી છે. ચૂંટણીની મોસમ. ભારતમાં ચૂંટણીની મોસમ દર વખતે લગભગ એકસરખી જ હોય છે, પણ આ વખતની લોકસભાની ચૂંટણી પહેલાની બધી જ ચૂંટણીથી થોડી અલગ પડી રહી છે. ના, અહીં કેજરીવાલની વાત કરવાનો કોઈ ઈરાદો નથી. આ વખતની લોકસભાની ચૂંટણીમાં રાજકારણમાં ઝંપલાવનારા પત્રકારોની સંખ્યા અગાઉની તમામ ચૂંટણી કરતા અનેકગણી વધારે છે. વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને બીજા અનેક રાજકારણીઓને મુશ્કેલીમાં મૂકે એવી માહિતી લઈ આવનારા ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટરો, શ્રીલંકામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે મોતની પરવા કર્યા વિના પહોંચી જનારા પત્રકારો અને જાણીતા ટીવી એન્કરોના કારણે આ વખતની ચૂંટણી થોડી જુદી પડી રહી છે. સમાજશાસ્ત્રીઓ એવું તારણ કાઢી શકે છે કે, ભારતના યુવા પત્રકારો કંઈક કહેવા માગે છે અને તેથી તેઓ રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે.

આ વખતની ચૂંટણીમાં ભારતના કરોડો મતદારો પાસે તેમની પસંદગીનાપત્રકારને મત આપવાનો વિકલ્પ છે. વર્ષ 2014ની ચૂંટણીમાં એમ. જે. અકબર, ચંદન મિત્રા, આશુતોષ, રાજીવ શુકલા, સીમા મુસ્તફા, શ્રીકાંત વર્મા, ઉદયન શર્મા, આશિષ ખેતાન અને પ્રગતિ મહેતા જેવા પત્રકારત્વની દુનિયાના અનેક જાણીતા કે અજાણ્યા નામો ઉછળી રહ્યા છે. આમાંના અનેક પત્રકારો રાજકારણના દરિયામાં આહિસ્તા આહિસ્તા તરી રહ્યા છે, તો કેટલાક રાજકારણમાં આવેલી ભરતીમાં તરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા અનેક પત્રકારોએ પોતાનામનગમતારાજકીય પક્ષો માટે મતદારોને આકર્ષવાનું શરૂ કરી દીધું છે.


ચંદન મિત્રા 
આશુતોષ
  
આ લખાય છે ત્યારે ભાજપે વરિષ્ઠ પત્રકાર એમ. જે. અકબરની રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિમણૂક કરી દીધી છે. વરિષ્ઠ પત્રકાર ચંદન મિત્રાપાયોનિયરઅખબારના તંત્રી અને રાજ્યસભાના સાંસદ છે અને હવે તેઓ પણ ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. જોકે, પત્રકારોને ટિકિટ આપવામાં આમ આદમી પક્ષના અરવિંદ કેજરીવાલ સૌથી આગળ છે. જાણીતા પત્રકાર આશુતોષ આપની ટિકિટ પર ચાંદની ચોકથી ચૂંટણી લડવાના છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વારંવાર મુશ્કેલીમાં મૂકનારાતહેલકાના પત્રકાર આશિષ ખેતાન પણ આપની ટિકિટ પર નવી દિલ્હીથી ચૂંટણી લડવાના છે, જ્યારે પશ્ચિમ દિલ્હીથી પી. ચિદમ્બર પર જૂતું ફેંકનારા પત્રકાર જર્નેલ સિંઘને પણ કેજરીવાલે ટિકિટ આપી છે. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી સ્ટાર ન્યૂઝના પૂર્વ પત્રકાર શાઝિયા ઈલમી ચૂંટણી લડવાના છે અને આ બેઠક પરથી ચૂંટણી લડનારા તે ત્રીજા મહિલા ઉમેદવાર છે.

વર્ષ 2014ની ચૂંટણીમાં એકસાથે આટલા બધા પત્રકારોએ ઝંપલાવ્યું એ પાછળનું કારણ શું હોઈ શકે? શું આ પત્રકારોમાં પણ સત્તાની લાલચ જાગી છે કે પછી હાલના મીડિયાની ભૂમિકાથી તેઓ નિરાશ છે? દરેક વાતમાં કાવતરાની ગંધ પારખી જનારા કેટલાક લોકોનું કહેવું છે કે, આમ આદમી પક્ષે પોતાના રાજકીય દુશ્મનો પર બાજનજર રાખવા માટે પત્રકારોને રાજકારણમાં આવવા પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે. જોકે, આ દલીલ પણ પાયા વિનાની છે. કેમ કે, આ વખતની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પક્ષે જ નહીં, પણ ભાજપકોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ જેવા પક્ષોએ પણ પત્રકારોને ટિકિટ આપી જ છે. આમાંના મોટા ભાગના પત્રકારો ટેલિવિઝન કેમેરા સામે પોતાની ઓળખએક્ટિવિસ્ટ જર્નાલિસ્ટતરીકે આપે છે. ‘અમર ઉજાલાના વરિષ્ઠ પત્રકાર મુકુલ ત્રિપાઠી સ્ટિંગ ઓપરેશનોના કારણે  ઉત્તરના રાજ્યોમાં જાણીતા છે. તેઓ પણ આપની ટિકિટ પર ઉત્તરપ્રદેશના ફરુખાબાદથી સલમાન ખુરશીદ સામે ચૂંટણીમાં ઝંપલાવવાના છે. આસામનાઅસમિયા પ્રતિદિનઅખબારના મનોરોમ ગોગોઈ પણ આવા જ એક પત્રકાર છે, જે આસામના જોરહતથી આપની ટિકિટ પર ચૂંટણી લડવાના છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીના આ બંને પત્રકારો પત્રકારો સામે પોતાની ઓળખએક્ટિવિસ્ટ જર્નાલિસ્ટતરીકે આપે છે.


આશિષ ખેતાન
સીમા મુસ્તફા

પત્રકારોએ ચૂંટણીમાં ઝંપલાવવાનું શરૂ કરતા એવો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે કે, જો પત્રકારો રાજકારણમાં આવશે તો તેમના અભિપ્રાયો પૂર્વગ્રહયુક્ત થઈ જશે, જેની સીધી અસર પ્રજાના માનસ પર પડશે. કારણ કે, મીડિયા લોકોનો અભિપ્રાય ઘડવામાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારત જેવા વૈવિધ્યથી ભરપૂર દેશમાં એટલે જ મીડિયાને લોકશાહીના ચોથા પાયાનો દરજ્જો આપવામાં આવ્યો છે... ખેર, ભારતમાં હજારો પત્રકારો તેમનું કામ પ્રામાણિકતા અને નિષ્ઠાથી કરે છે, જેની સામે રાજકારણમાં ઝંપલાવનારા પત્રકારોની સંખ્યા ખૂબ જ ઓછી છે. વળી, રાજકારણમાં ઝંપલાવનારા મોટા ભાગના પત્રકારોએ તેમનો વ્યવસાય છોડી દીધો હોય છે. થોડા ઘણાં પત્રકારો કોઈ રાજકીય પક્ષ તરફ ઝોક ધરાવતા હોય એનો અર્થ એ નથી કે, આખી પ્રજાનું માનસ એ રાજકીય પક્ષની તરફેણમાં થઈ જાય.

હજુ વર્ષ 1980 સુધી ભારતમાં ફક્ત એક જ સરકારી સમાચાર ચેનલ હતી, દૂરદર્શન. દૂરદર્શનનું કામ ફક્ત સમાચારો પીરસવાનું રહેતું, જ્યારે 21મી સદીના ભારતમાં સમાચાર ચેનલો અને અખબારોની ભરમાર છે. આ તમામ મીડિયા હાઉસ વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે. આ મીડિયા હાઉસે સાચા સમાચારો આપવા, વિવિધ મુદ્દે ટૉક શૉ યોજીને સામસામેના મત ધરાવતા લોકોને સ્ટુડિયોમાં આમંત્રણ આપવું અને પોતે તટસ્થ ન્યૂઝ ચેનલ કે અખબાર છે એવી છાપ ઊભી કરવી કે ટકાવી રાખવી એ તેમની વ્યવસાયિક મજબૂરી છે. આવી સ્થિતિમાં રાજકારણ અને પત્રકારત્વની સાંઠગાંઠ વધુને વધુ મજબૂત થશે એવો ડર રાખવાની કોઈ જરૂર જ નથી. હા, કોઈ મીડિયા હાઉસના માલિકો ખુદ રાજકારણીઓ હોય તો પણ તેઓ ધીમી ધીમે પ્રજાનું માનસ બદલી નાંખે એ વાતમાં દમ નથી.

જો કેટલાક પત્રકારો રાજકારણમાં આવે છે તેની પાછળ તેમની નિરાશા કે કંઈક કરવાની પ્રબળ ઈચ્છા જવાબદાર હોઈ શકે છે. છેલ્લાં થોડા વર્ષોમાં રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓની સાંઠગાંઠ ખૂબ જ મજબૂત બની છે. આ લોકો અમુક મીડિયા હાઉસનો એજન્ડા નક્કી કરવા માટે સમર્થ હોઈ શકે છે. આવા જ કોઈ કારણોસર જાણીતા રાજકીય વિશ્લેષક સીમા મુસ્તફાએ વર્ષ 1989માં રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. તેઓ જનતાદળની ટિકિટ પર ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી. સીમા મુસ્તફા કહે છે કે, “અમે ઘણું બધું કરવા માગીએ છીએ, પણ કરી નથી શકતા. અમે દુનિયામાં કંઈકચેન્જલાવવા પત્રકારત્વમાં આવ્યા હતા, પણ પછી અમે અનુભવ્યું કે, કંઈક બદલાવ લાવવા માટે રાજકારણ યોગ્ય માર્ગ છે.” જોકે, મુસ્તફા વર્ષ 1991માં ઈન્ડિયન કોંગ્રેસ (સોશિયાલિસ્ટ) અને વર્ષ 1996માં અપક્ષ ઉમેદવાર તરીકે ઉત્તરપ્રદેશના દોમારિયાગંજ બેઠક પરથી લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા. આ બંને ચૂંટણીમાં તેમણે ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો હતો.

થોડા વર્ષોના રાજકારણના અનુભવ પછી સીમા મુસ્તફા આજે ફરી એકવાર મીડિયામાં છે. આજે અનેક પત્રકારો આપ સાથે જોડાઈ રહ્યા છે તેની સામે પણ મુસ્તફાને કોઈ વાંધો નથી. તેઓ કહે છે કે, “આજે અનેક પત્રકારો આમ આદમી પક્ષને પસંદ કરી રહ્યા છે કારણ કે, તે બીજા પક્ષોથી અલગ છે. કદાચ પત્રકારો આમ આદમી પક્ષ સાથે જોડાઈને એવું અનુભવી રહ્યા છે કે, તેઓ સિસ્ટમમાં બદલાવ લાવવા માટેની બહુ મોટી ચળવળનો હિસ્સો બની રહ્યા છે.” ગુજરાત સહિતના અનેક રાજ્યોના પીઢ પત્રકારો અને કર્મશીલોએ જયપ્રકાશ નારાયણના આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને હવે તેઓ આમ આદમી પક્ષ માટે કાર્યરત છે. આ પ્રકારના રાજકારણીઓ પણ પોતાનેએક્ટિવિસ્ટ જર્નાલિસ્ટતરીકે ઓળખાવાનું પસંદ કરે છે.

આ સિવાયના પક્ષોએ પણ જવાબદારીપૂર્વક સામાજિક દાયિત્વ નિભાવતા પત્રકારોને ટિકિટ આપી છે. પરંતુ રાજકારણમાં ઝંપલાવ્યા પછી પત્રકારત્વની દુનિયાને અલવિદા કહેવી હિતાવહ છે, અને જો કોઈ પત્રકાર આવું ના કરે તો પણ પ્રજાના માનસ પર તેની શું અસર પડશે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી

No comments:

Post a Comment