22 November, 2013

સચિનનો એક વણનોંધાયેલો રેકોર્ડ


મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આયોજિત વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં સચિન તેંદુલકર ઓછામાં ઓછા 100 રન ફટકારે એવી કરોડો લોકોને ઈચ્છા હતી, પરંતુ કમનસીબે આવું શક્ય બન્યું. આખરે ક્રિકેટ પણ એક રમત છે અને રમત ખુદ ભગવાન રમતા હોય તો તેમનું પણ ધાર્યું ના થવું જોઈએ. જો આવું થાય તો ભગવાન માટે પણ તે રમત ના રહે. સચિન ભારતનો ફક્ત મહાન ક્રિકેટર નહીં પણ રમતવીર છે. કારણ કે, તેણે ફક્ત ક્રિકેટરો પર નહીં પણ સમગ્ર રમતજગત પર ઊંડો પ્રભાવ છોડ્યો છે. કોઈ પણ રમતમાં સતત 24 વર્ષ રમવું કંઈરમતવાત નથી. વિશ્વભરના ક્રિકેટરો અને ક્રિકેટનું નિયમન કરતી સંસ્થાઓ સટ્ટાકાંડ વખતે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી ત્યારે પણ સચિનની પ્રામાણિકતાની વિશ્વભરમાં નોંધ લેવાઈ હતી. રમતગમત વિશ્વમાં સચિન ભારતનો સાચો રાજદૂત છે. ક્રિકેટ મેગેઝિન વિઝડન ઈન્ડિયાના એડિટર-ઈન-ચિફ દિલીપ પ્રેમચંદ્રને તો ત્યાં સુધી કહી દીધું છે કે, “મહાત્મા ગાંધી પછી ફક્ત સચિન એક એવો ભારતીય છે, જેણે સમગ્ર ભારતીય સમાજ પર છાપ છોડી છે.”

કારણથી કદાચ સચિન તેંદુલકરનેભારત રત્નઆપવાનો નિર્ણય લેવાયો છે. સચિનનેભારત રત્નઆપવો જોઈએ કે નહીં તે અલગ ચર્ચાનો વિષય છે. પરંતુ વાતમાં કોઈ શંકા નથી કે, સમગ્ર ભારતીય સમાજ પર મહાત્મા ગાંધી પછી કોઈ ભારતીયનો આટલો પ્રભાવ પડ્યો નથી. આજથી 24 વર્ષ પહેલાં 15 વર્ષની વયે સચિને કારકિર્દી શરૂ કરી ત્યારની અને અત્યારની પેઢી પણ એકબીજાથી તદ્દન જુદી છે. પરંતુ સચિને દેશભરમાં તમામ લોકો પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. સામાન્ય રીતે, ભારતમાં ક્રિકેટરો જેવી લોકપ્રિયતા ફિલ્મ સ્ટાર્સને નસીબ થતી હોય છે, પરંતુ હિન્દી ફિલ્મ સ્ટાર્સ દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ અપાર લોકપ્રિયતા ધરાવતા હોય એવું સામાન્ય રીતે થતું નથી. તેઓ પણ સાચાનેશનલ હીરોનથી. પરંતુ સચિન દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ લોકપ્રિય છે. લોકપ્રિયતાની દૃષ્ટિએ સચિનની તોલે કોઈ રાજકારણી પણ આવે એમ નથી. કારણ કે, તેમનો પ્રભાવ પણ મર્યાદિત વિસ્તારો પૂરતો સીમિત હોય છે.


ઉપરાંત સચિનની 24 વર્ષની કારકિર્દીમાં અનેક યુવા ખેલાડીઓને ભારતીય ક્રિકેટ ટીમમાં રમવાની તક મળી છે અને તમામ પર સચિનનો પ્રભાવ રહ્યો છે. અત્યારના યુવા ક્રિકેટરો વિરાટ કોહલી, સુરેશ રૈના અને રોહિત શર્માને સચિન સાથે રમવાની તક મળવાથી ખૂબ મોટો ફાયદો થયો છે. તમારી સાથે ક્રિકેટ વિશ્વનો લિવિંગ લેજેન્ડ ખૂબ સમર્પણભાવથી ક્રિકેટ રમી રહ્યો હોય ત્યારે તેનો પ્રભાવ યુવાન ખેલાડીઓ પર પડ્યા વિના રહેતો નથી. ખેલાડીઓએ ખૂબ નજીકથી જોયું છે કે, સચિને શું મેળવ્યું છે. તેઓ જાણે છે કે, સચિન પાસેથી અમે કંઈક શીખીશું નહીં તો અમે મૂર્ખ સાબિત થઈશું. આવા અનેક યુવા ક્રિકેટરોને સચિન ડ્રેસિંગ રૂમમાં સાંત્વના આપતો અને કહેતો કે, “નર્વસ ના થાઓ, ફક્ત પહેલાં વીસ બૉલ રમો, પછી બધું આપોઆપ ગોઠવાઈ જશે...” સચિન તેંદુલકરના પિચ પરના રેકોર્ડની વાતો તો બહુ થઈ ગઈ, પણ સૌથી વધુ યુવા ક્રિકેટરો સાથે રમવાનો અને તેમના પર મન પર ઊંડી છાપ છોડી જવાનો એક વણનોંધાયેલો રેકોર્ડ પણ તેના નામે બોલે છે.

સચિનના મોટા ભાગના ક્રિકેટ રેકોર્ડ તૂટવાની પણ હવે બહુ ઓછી સંભાવના છે. કારણ કે, આજના સંજોગોમાં કોઈ ક્રિકેટર માટે સતત 24 વર્ષ રમવું લગભગ અશક્ય છે. વળી, સચિનની કારકિર્દીના પાંચ કટોકટીભર્યા વર્ષોને બાદ કરતા સતત 19 વર્ષ સુધી સુંદર ક્રિકેટ રમ્યો છે. આજે કોઈ પણ ક્રિકેટર માટે સતત 19 વર્ષ સારું ક્રિકેટ રમવું લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. એવું કહેવાય છે કે, વન-ડે ક્રિકેટમાં વિરાટ કોહલી સચિનના કેટલાક રેકોર્ડ તોડી શકે છે. પરંતુ અત્યારે ક્રિકેટ વધુ પડતું રમાય છે અને તેથી ઈજાની સંભાવના પણ વધારે છે. આમ છતાં, સચિનના રેકોર્ડ નજીક પહોંચવા  પણ કોહલીએ ઓછામાં ઓછા એક દાયકા સુધી એકાગ્રતાપૂર્વક ક્રિકેટ રમવું પડે.

જોકે, બે જુદી જુદી વ્યક્તિની સરખામણી કરતી વખતે ઘણાં બધા પાસાં ધ્યાનમાં રાખવા જોઈએ. સર ડોનાલ્ડ બ્રેડમેન મહાન ક્રિકેટર છે કે સચિન તેંદુલકર  પ્રકારની ચર્ચા નકામી છે. બ્રેડમેન ચાર ટીમ સામે બે દેશમાં ક્રિકેટ રમ્યા છે, જ્યારે સચિન જુદા જુદા ફોર્મેટમાં 100થી પણ વધુ જગ્યાઓએ રમ્યો છે. જોકે, દિલીપ પ્રેમચંદ્રન કહે છે કે, “મને નથી લાગતું કે, બધા ફોર્મેટમાં સચિન જેટલો પ્રતિભાશાળી ક્રિકેટર કોઈ હોય...”

સચિન ફાસ્ટ પિચ પર ખાસ કંઈ રન બનાવી શક્યો નથી એવી તેની ટીકા પણ એકદમ તર્કહીન છે. વર્ષ 1992માં ફક્ત 19 વર્ષની વયે ઓસ્ટ્રેલિયાના પર્થ સ્ટેડિયમમાં સચિને ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી. પિચ દુનિયાની સૌથી ફાસ્ટ પિચ પૈકીની એક છે. ત્યાર પછી તો સચિન આવી અનેક ઈનિંગ રમ્યો છે અને તેને જોઈને સિનિયર ક્રિકેટરોને પણ પ્રોત્સાહન મળતું હતું કે, જો તે કરી શકે છે તો આપણે પણ કરી શકીએ છીએ, આકરી મહેનત કરનારને ચોક્કસ સફળતા મળે છે. સચિન પર બીજો એક આરોપ છે કે, જરૂરિયાતના સમયે તે રમતો નથી. ક્રિકેટ ટીમ વર્કની રમત છે અને સચિને કરેલા રન, વિકેટ કે ફિલ્ડિંગના કારણે ભારતીય ક્રિકેટ ટીમને કેટલો ફાયદો થયો તેનું માપ કાઢી શકાય નહીં. એટલે ટીકા પણ તર્કહીન છે અને ફક્ત ટીકા કરતા લોકોને તર્ક સાથે કોઈ લેવાદેવા નથી હોતી.

ટીકાકારો તો એવું પણ કહે છે કે, સચિને વહેલી નિવૃત્તિ લઈ લેવી જોઈતી હતી. આજકાલ તો ગાંધીજીની પણ સતત ટીકા કરવાની ફેશન ચાલે છે, પણ એનો અર્થ નથી કે, ગાંધીજી મહાન નથી

1 comment:

  1. Yes, Very True...Sachin is real hero.....Our generation is very lucky to have enjoyed entire era of Sachin.........

    Nikhil Shah

    ReplyDelete