02 October, 2013

હવે શ્રીનિવાસન ‘સ્ટ્રાઈક’ લીધા વિના ‘બેટિંગ’ કરશે


ગુનેગાર સાંસદોને બચાવવા માટે આપણા રાજકારણીઓ સર્વોચ્ચ અદાલતના ચુકાદાની પણ કેવી ઐસીતૈસી કરી શકે છે તે હજુ તાજી ઘટના છે. હજુ એક સામાન્ય નાગરિક દુઃખ, પીડા અને આઘાત મિશ્રિત લાગણીમાંથી બહાર આવે પહેલાં એન. શ્રીનિવાસને પણ સર્વોચ્ચ અદાલત સુધી ન્યાય માટે ધા નાંખીને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાનું પ્રમુખપદ પાછું મેળવી લીધું છે. આઈપીએલ સ્પોટ ફિક્સિંગને લગતા કેસમાં જસ્ટિસ . કે. પટનાયક અને જસ્ટિસ જે. એસ. ખેહરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “તેઓ હજુ સુધી કેમ ચાર્જ સંભાળી રહ્યા છે? જ્યાં સુધી અરજી પર સુનવણી ના થઈ જાય ત્યાં સુધી ચૂંટણી પાછી ઠેલવામાં શું મુશ્કેલી છે? સર્વોચ્ચ અદાલતમાં કેસની તપાસ ચાલી રહી છે ત્યારે તમને ચૂંટણીની ઉતાવળ કેમ છે? અમે બીસીસીઆઈને નથી જાણતા. અમે ફક્ત ક્રિકેટને જાણીએ છીએ. અમને ખબર નથી પડતી કે તમને ચૂંટણીની આટલી ઉતાવળ કેમ છે?”

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોએ કરેલા ધારદાર સવાલોમાં સામાન્ય માણસના રોષનો પડઘો સ્પષ્ટ સાંભળી શકાય છે. જોકે રાજકારણમાં આવી કોઈ વાતોને સ્થાન નથી હોતું અને ભારતમાં તો ક્રિકેટ અને રાજકારણ પણ એક સિક્કાની બે બાજુ છે. અત્યારે તો શ્રીનિવાસનની કાયદાકીય લડત રંગ લાવી છે અને તેમનેન્યાયપણ મળી ગયો છે. એન. શ્રીનિવાસનના વકીલોએ કાયદાકીય છટકબારીઓનો બખૂબી ઉપયોગ કરીને તેમને પ્રમુખ બનાવી દીધા છે. શ્રીનિવાસને સર્વોચ્ચ અદાલત સુધી લડી લઈને જ્યાં સુધી ક્રિકેટ એસોસિયેશન ઓફ બિહારની અરજી પર ચુકાદો ના આવી જાય ત્યાં સુધી બીસીસીઆઈની ચૂંટણી યોજવાની મંજૂરી મેળવી લીધી હતી. આ ચુકાદો અને ચૂંટણીના પરિણામોને પગલે હવે શ્રીનિવાસન બીસીસીઆઈના પ્રમુખપદે ચાલુ રહી શકે છે પરંતુ તેઓ કોઈ કામગીરી નહીં કરી શકે. એટલે કે, હવે તેઓ ક્રીઝ પર ઊભા રહેશે પણ સ્ટ્રાઈક નહીં લઈ શકે. તેઓ ક્રીઝ પર ઊભા રહીને તમામ ખેલ જોશે અને મેદાન પરના ફિલ્ડરો, બોલર અને કદાચ થર્ડ એમ્પાયરને પણ કંટ્રોલ કરતા રહેશે.

એન. શ્રીનિવાસન

બીસીસીઆઈ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને એટલે તેમના પર અડિંગો જમાવવા માટે રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓની લાળ હંમેશાં ટપકતી રહે છે. સર્વોચ્ચ અદાલતમાં જઈને એન. શ્રીનિવાસન ભલે ન્યાય લૂંટી આવ્યા. પરંતુ  એક વાત નક્કી છે કે જો તેઓ બીસીસીઆઈના પ્રમુખપદે રહીને કોઈ કામગીરી નહીં કરે તો પણ આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં તેમના જમાઈ ગુરુનાથ મયપ્પન સામે નિષ્પક્ષ અને ઊંડી તપાસ થાય શક્ય નથી. બિહાર ક્રિકેટ એસોસિયેશનના વકીલે પણ સર્વોચ્ચ અદાલતમાં દલીલ કરી હતી. વળી, મુંબઈ પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ એન. શ્રીનિવાસન પ્રાથમિક દૃષ્ટિએ તો ગુનેગાર ઠર્યા હતા અને જેલની હવા ખાવી ના પડે માટે જામીન લેવાની પણ ફરજ પડી હતી. જમાઈ ગુરુનાથ મયપ્પન સામેની તપાસ નિષ્પક્ષ થઈ શકશે કે નહીં મુદ્દે એન. શ્રીનિવાસન વતી તેમના વકીલોએ ખોખલી દલીલો કરી હતી કે, “શ્રીનિવાસનના જમાઈને તેમણે પોતે નહીં પણ તેમની પુત્રીએ પસંદ કર્યો છે. કેસમાં તેની કથિત સંડોવણીની સજા સસરાને કેમ મળવી જોઈએ.”

જોકે, પ્રકારની દલીલોનું વજન કેટલું પડે છે તેનો આધાર સામેવાળી વ્યક્તિ કોણ છે તેના પર નિર્ભર હોય છે. ગુરુનાથ મયપ્પનને કોણે પસંદ કર્યો હતો તે સવાલ નથી. સવાલ છે કે, આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં ગુરુનાથ મયપ્પનને કથિત સંડોવણી છે અને અને તેની સામે તપાસ ચાલી રહી છે. તો પછી તપાસ કોઈ પણ સંજોગોમાં નિષ્પક્ષ થઈ ના શકે. વળી, વાત માનવાના પૂરતા કારણો પણ છે. જેમ કે, આઈપીએલ સ્પોટ ફિક્સિંગની તપાસ કરવા માટે બોમ્બે હાઈકોર્ટે બે સભ્યોની સમિતિની રચના કરી હતી. પરંતુ મુંબઈ પોલીસની તપાસ પૂરી થાય પહેલાં તો સમિતિએ સસરા-જમાઈ એન. શ્રીનિવાસન અને ગુરુનાથ મયપ્પનને ક્લિન ચિટ આપી દીધી હતી. ઘટનાએ સાબિત કરી દીધું હતું કે, હવે વધુ એક કૌભાંડ પર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

હવે તો એન. શ્રીનિવાસન કાયદાકીય રીતે પ્રમુખપદ તરીકે ચાલુ રહેશે પણ કામકાજ નહીં કરી શકે વાત પણ તેમના માટે ફાયદાકારક પુરવાર થવાની છે. કારણ કે, શ્રીનિવાસન અને તેમના જમાઈ સામે ઘણી બધી તપાસ ચાલી રહી છે તેના માટે તેઓ સમય આપી શકશે. હવે તપાસમાંથી મુક્ત થવા માટે જે કોઈ કાવાદાવા કરવા પડે માટે તેમની પાસે પૂરતો સમય છે. આટઆટલી વ્યસ્તતા વચ્ચે પણ તેમણે બીસીસીઆઈનું પ્રમુખપદ મેળવી લઈને પોતાનીઆવડતનો પરિચય આપી દીધો છે. બીસીસીઆઈના બંધારણ મુજબ, બીસીસીઆઈ પ્રમુખ દરેક વખતે જુદા જુદા ઝોનમાંથી બનવો જોઈએ. કોઈ એક ઝોનમાંથી વારંવાર બીસીસીઆઈ પ્રમુખ ચૂંટાયા ના કરે માટે વર્ષ 2006માં શરદ પવારે બંધારણીય સુધારો કરાવ્યો હતો. જોકે, સુધારો શ્રીનિવાસનના કામમાં આવ્યો કારણ કે, નિયમ મુજબ વખતે સાઉથ ઝોનની વ્યક્તિ બીસીસીઆઈ પ્રમુખ બની શકે એમ હતી.

સાઉથ ઝોનમાં કર્ણાટક, હૈદરાબાદ, કેરળ, આંધ્રપ્રદેશ અને ગોઆ ક્રિકેટ એસોસિયેશનો પણ સમાવેશ થાય છે અને એસોસિયેશનના કોઈ પણ અધિકારી તેમને પડકારી શકતા હતા. પરંતુ તામિલનાડુ ક્રિકેટ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત એન. શ્રીનિવાસનનો સાઉથ ઝોનમાં ખાસ્સો દબદબો છે. તમામ એસોસિયેશનોને શ્રીનિવાસને પોતાની તરફેણમાં કરી લેતા શરદ પવાર જેવા અઠંગ રાજકારણી પણ ઠંડા પડી ગયા હતા. જોકે, હવે જોવાનું છે કે શ્રીનિવાસન અને તેમના જમાઈ મયપ્પન સામેનીનિષ્પક્ષ તપાસની શરૂઆત ક્યાંથી થાય છે અને તેનો કેવો અંત આવે છે. સુનવણી વખતે પણ સર્વોચ્ચ અદાલતે ટિપ્પણી કરી હતી કે, “બીસીસીઆઈ દ્વારા રચાયેલી સમિતિએ એન. શ્રીનિવાસન અને ગુરુનાથ મયપ્પનને નિર્દોષ જાહેર કરી દીધા છે. પરંતુ મુંબઈ પોલીસે સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું છે કે, આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં મયપ્પન સામેલ છે...” દરમિયાન સર્વોચ્ચ અદાલતે ફરી એકવાર સવાલ પૂછ્યો હતો કે, જો સસરા બીસીસીઆઈનો કંટ્રોલ લઈ લેશે તો તપાસનું શું થશે? મુદ્દે એન. શ્રીનિવાસને નવું નાટક શરૂ કર્યું હતું અને કહ્યું હતું કે, બીસીસીઆઈએ નવી તપાસના કરવાનો આદેશ આપી દીધો છે અને તપાસ અદાલતે સૂચવેલી દિશામાં થશે. દલીલનો અર્થ છે કે, પહેલાંની તપાસ યોગ્ય દિશામાં, યોગ્ય રીતે નહોતી થઈ.

ખેર, ડિસેમ્બર 2005માં બીસીસીઆઈએ ક્રિકેટ બોર્ડ ઈન 21 સેન્ચુરી, વિઝન પેપરનામે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. અહેવાલમાં પણ બીસીસીઆઈએ ક્રિકેટની દુનિયામાં પારદર્શકતા લાવવાની શાણી શાણી વાતો કરી હતી. ઉપરાંત ક્રિકેટના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના વિકાસ માટે શું શું કરી શકાય એની પણ ઊંડી છણાવટ કરી હતી. સિવાય તેમાં એક સીધીસાદી વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, અને હાલના સંજોગોમાં સીધીસાદી વાત અત્યંત મહત્ત્વની છે. અહેવાલમાં બીસીસીઆઈએ પોતાને અને પોતાના તમામ સભ્યોને સંબોધીને પ્રશ્ન પૂછ્યો હતો કે, “આપણને વારંવાર પૂછવામાં આવે છે કે, વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ સંસ્થા હોવાના નાતે તમે તમારા ખેલાડીઓ અને ચાહકો પ્રત્યેની ફરજ બજાવવામાં સફળ થયા છો?” પ્રશ્નને લઈને આપણે બધાએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ અનેહા, અમે કરીએ છીએએમ કહેતા પહેલાં આપણા હૃદયને પ્રશ્ન પૂછી લેવો જોઈએ...

જોકે, આશરે ત્રણ વર્ષ પછી બીસીસીઆઈની તમામવિઝનરીવાતો બકવાસ સાબિત થઈ છે. અહેવાલમાં પારદર્શકતાને લઈને પણ ડાહી ડાહી વાતો કરવામાં આવી હતી, પરંતુ ક્રિકેટરોની પસંદગીથી લઈને આઈપીએલ સહિતની ટુર્નામેન્ટો માટે જુદી જુદી ચેનલોને અપાતા રાઈટ્સ, બીસીસીઆઈની ચૂંટણી તેમજ ક્રિકેટ બોર્ડમાં હોદ્દો શોભાવતા લોકોના સ્થાપિત હિતોના તાણાંવાણાં જોડતા પારદર્શક નહીં પણ બિલકુલ ધૂંધળુ ચિત્ર ઉપસે છે.

બીસીસીઆઈમાં એકહથ્થું શાસનની શરૂઆત

આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કાંડનો પર્દાફાશ થયા પછી એવું લાગતું હતું કે, હવે બીસીસીઆઈના પ્રમુખ એન. શ્રીનિવાસનનો અંત શરૂ થઈ ગયો છે. પરંતુ દિવસ પછી અત્યાર સુધીમાં લગભગ બધું તેમની ગણતરી મુજબ થયું છે. બીસીસીઆઈના પ્રમુખ તરીકે પણ તેઓ બિનહરીફ ચૂંટાઈ ગયા છે અને બાકીના હોદ્દા પર પણ પોતાને વિપરિત સંજોગોમાં સાથ આપનારા લોકોને ગોઠવવામાં સફળ થયા છે. બીસીસીઆઈના બંધારણ મુજબ, દરેક વ્યક્તિ ફક્ત ત્રણ વર્ષ માટે પ્રમુખપદે રહી શકે અને રીતે સત્તા ભોગવવા માટે શ્રીનિવાસનનું આખરી વર્ષ છે. આમ છતાં, તેઓ કોઈ પણ સંજોગોમાં એક વર્ષ જવા દેવા માગતા કેમ નહોતા તે સમજી શકાય એમ છે.

એવું કહેવાય છે કે, શ્રીનિવાસને આંધ્રપ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી ડૉ. જી. ગંગા રાજુને બીસીસીઆઈની ફાઈનાન્સ કમિટીના અધ્યક્ષ તરીકેનોએવોર્ડઆપ્યો છે. એવી રીતે, પશ્ચિમ ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ નિરંજન શાહ અને મધ્ય ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ સુધીર દબીર જેવા શરદ પવારના વિશ્વાસુઓને પણ શ્રીનિવાસને કદ પ્રમાણે વેંતરી નાંખ્યા છે. . ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના રવિ સાવંતની વરણી કરાઈ છે. કારણ કે, તેમણે એમસીએની ચૂંટણી પાછી ઠેલીને શરદ પવારને સિફતપૂર્વક દૂર રાખીને શ્રીનિવાસનને મદદ કરી હતી. જ્યારે . ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે આઈપીએલ સ્પોટ ફિક્સિંગ પછી નૈતિક ધોરણે રાજીનામું આપવાનું નાટક કરનારા કેન્દ્રીય મંત્રી અને આઈપીએલ કમિશનર રાજીવ શુકલાની નિમણૂક કરાઈ છે. મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કૌભાંડ પછી શ્રીનિવાસન અને તેમના જમાઈની જાહેરમાં ટીકા કરી હતી એટલે તેમને હટાવી દેવાયા છે. આ ઉપરાંત શ્રીનિવાસને પોતાના ગઢમાં એટલે કે દક્ષિણ ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પોતાના વિશ્વાસ શિવલાલ યાદવની નિમણૂક કરી છે. જ્યારે ઉત્તર અને પૂર્વ ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે અનુક્રમે એસ. પી. બંસલ અને ચિત્રાક મિત્રાની વરણી કરાઈ છે. 

1 comment: