10 June, 2013

વધુ સારું ‘નાક’ વિકસાવવાની મથામણ


અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલા પછી આતંકવાદીઓ લાંબા સમય સુધી નાનકડું છમકલું પણ કરી શક્યા હતા. કારણ કે, હુમલા બાદ અમેરિકાએ પોચટ નિવેદનબાજી કરવાના બદલે પોતાની સિક્યોરિટી સિસ્ટમમાં ધરખમ સુધારાવધારા કર્યા હતા. અમેરિકાની ફિતરત છે, અમેરિકા જંપીને બેસતું નથી. અહીં આપણે અમેરિકાની નીતિરીતિ સાચી છે કે ખોટી તેની વાત નથી રહ્યા. 15મી એપ્રિલ, 2013ના રોજ મૂળ ચેચેન્યાના બે યુવકોએ બોસ્ટન મેરેથોનની ફિનિશ લાઈન નજીક બોમ્બ વિસ્ફોટ કર્યો. જોકે, પ્રેશર કૂકર બોમ્બ હોવાથી વધુ જાનહાનિ થઈ. અમેરિકાએ ઘટનાને પણ ગંભીરતાથી લીધી અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો વિચારવા માંડ્યા કે, આવા હુમલા કેવી રીતે રોકી શકાય? વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની જેમ અમેરિકન ડિટેક્શન રિસર્ચ નિષ્ણાતોએ પણ દિશામાં વિચારવાનું શરૂ કર્યું અને હવે તેઓ  સ્નિફર ડૉગથી પણ વધુ શક્તિશાળીનાકવિકસાવવાની મથામણ કરી રહ્યા છે.

અમેરિકાના ડિટેક્શન રિસર્ચ નિષ્ણાતો વધુ શક્તિશાળી નાક વિકસાવવા માટે શું કરી રહ્યા છે જાણતા પહેલાં કામ જ્યાં ચાલી રહ્યું છે તે કેનાઈન ડિટેક્શન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ વિશે જાણવું જરૂરી છે. અમેરિકાના અલાબામા રાજ્યમાં ઓબર્ન શહેરમાં આવેલી ઓબર્ન યુનિવર્સિટીમાં કેનાઈન ડિટેક્શન રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ આવેલું છે. કૂતરાની ધ્રાણેન્દ્રિય પર સંશોધનો કરતી અમેરિકાની સૌથી મોટી સંસ્થા છે. વર્ષ 1989માં સ્થાપવામાં આવેલી સંસ્થામાં સ્નિફર ડૉગથી પણ શક્તિશાળી નાક ધરાવતા ડૉગ કેવી રીતે વિકસાવી શકાય એના સંશોધનો થાય છે, તેમને તાલીમ અપાય છે અને ઉત્તમ ઓલાદના કૂતરાઓનું સંવર્ધન પણ કરાય છે. અહીં મોટે ભાગે લેબ્રાડોર રિટ્રાઈવર અને સ્પેનિયલ જાતિના કૂતરાને તાલીમ અપાય છે અને જર્મન શેફર્ડનો ભાગ્યે ઉપયોગ કરાય છે. કારણ કે, તાલીમબદ્ધ કૂતરાને જાહેર સ્થળોએ તૈનાત કરાય ત્યારે લોકો તેમને સામાન્ય પાલતુ કૂતરા સમજીને તેમની અવગણના કરે જરૂરી છે.


આમ તો, કેનાઈન ઈન્સ્ટિટ્યુટમાં છેલ્લાં પંદર વર્ષથી ચપળ સ્નિફર ડૉગ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ તાજેતરમાં શરૂ થયેલા એક નવા પ્રોગ્રામ હેઠળ ઉત્તમ ઓલાદના કૂતરાઓનેવેપર વેક ડૉગબનવાની તાલીમ અપાઈ રહી છે. વેપર વેક ડૉગને બોમ્બ બનાવવા માટે વપરાતા તમામ પદાર્થોની ગંધ યાદ રાખવાની તાલીમ અપાય છે. પ્રકારના કૂતરા ગમે તેવી જંગી ગિરદી ધરાવતા જાહેર સ્થળોએ પણ જોખમી ગંધને ઓળખીને શોધી કાઢે છે. વેપર વેક ડૉગને જોખમી ગંધ યાદ રાખવાની તાલીમ આપ્યા પછી ગંધ આવતા તેઓ સક્રિય થઈ જાય છે અને પોતાના માલિકને એલર્ટ કરે છેવેપર વેક ડૉગ પરંપરાગત સ્નિફર ડૉગ કરતા અનેકગણા ચપળ હોય છે. સામાન્ય સ્નિફર ડૉગ કારમાં કે અન્ય કોઈ જાહેર સ્થળોએ શંકાસ્પદ ચીજવસ્તુ હોય તો તેની ગંધની મદદથી તે શોધે છે અને પછી તેના માલિકને એલર્ટ કરે છે. પરંતુ વેપર વેક ડૉગ ટ્રાફિક અને માનવ વસતી વચ્ચે બોમ્બ બનાવવામાં વપરાતા કોઈ પણ પદાર્થની ગંધના અતિ સૂક્ષ્મ અણુઓને પણ ઝડપી લે છે અને એકવાર શોધ્યા પછી તેનો સરળતાથી પીછો પણ કરી શકે છે.

વેપર વેક ડૉગની તાલીમ કૂતરા ત્રણ અઠવાડિયાના હોય ત્યારથી ચાલુ થઈ જાય છે. જોકે, દરમિયાન તેઓ પોતાના હેન્ડલર સાથે મિત્રતા કેળવી લે બાબત પર ભાર મૂકાય છે. તેઓ એક વર્ષના થતાં તેમની વિધિસરની તાલીમ શરૂ થઈ જાય છે. તાલીમ ચાલી રહી હોય ત્યારે તેમણે જાતભાતની પરીક્ષાઓ આપવી પડે છે. તેઓને દર અઠવાડિયે એકવાર ભવિષ્યની જોબની પ્રેક્ટિસ કરવા માટે મૉલમાં જવું પડે છે. કારણ કે, મૉલમાં વિવિધ પ્રકારની ગંધની ભરમાર હોય છે અને ભવિષ્યમાં તેમણે સંભવિત બોમ્બ વિસ્ફોટથી અમેરિકનોને બચાવવાના હોવાથી આવી આકરી કસોટીમાંથી પાર થવું જરૂરી છે. તેઓ આટલા મોટા મૉલમાં ફક્ત ચાર અંશ ટીએનટી (ટ્રાઈનાઈટ્રોલ્યુઅન્સ) પાઉડરની ગંધ પણ પારખી લે છે. વળી, પાઉડરને એક નાયલોન પાઉચમાં કોઈના ખિસ્સામાં મૂકાયો હોય છે. એટલું નહીં, સમગ્ર મૉલમાં અનેક માણસો, જાતભાતની ચીજવસ્તુઓ અને વાતાવરણની અન્ય ગંધ વચ્ચે પણ તેઓ ટીએનટી પાઉડરની ગંધ ખૂબ ઝડપથી ઓળખી લે છે. બોમ્બ બનાવવા માટે મોટે ભાગે પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે.

આપણે જાણીએ છીએ કે, ધ્રાણેન્દ્રિય કૂતરાની પ્રાથમિક ઈન્દ્રિય હોય છે. માણસ પાસે ગંધ પારખવા માટે પાંચ મિલિયન ધ્રાણેન્દ્રિય કોષો હોય છે, જ્યારે કૂતરા પાસે 220 મિલિયન ધ્રાણેન્દ્રિય કોષો હોય છે. એટલે વિજ્ઞાનીઓ કૂતરાની ધ્રાણેન્દ્રિયની માણસજાતને વધુને વધુ મદદ મળે દિશામાં કામ કરી રહ્યા છે. કૂતરા એકવાર કોઈ ગંધ યાદ રાખી લે પછી તેને ઓળખવામાં ભાગ્યેજ થાપ ખાય છે. ટીએનટી પાઉડરની ગંધ માણસ પારખી શકતો નથી, પરંતુ કૂતરાઓની કેમિકલ સિગ્નેચર વિશિષ્ટ પ્રકારની હોય છે અને ડૉગ ડિટેક્શન એક્સપર્ટ તેને મહત્તમ વિકસાવે છે. કૂતરા હજારો ગંધોથી ભરપૂર વાતાવરણમાં પણ લગભગ તમામ કેમિકલ સિગ્નેચરને ઝડપથી ગ્રહણ કરી લે છે. માનવ વસતીથી ભરપૂર વિસ્તારમાં ગમે તેવી અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી શંકાસ્પદ માણસને શોધવો અશક્ય છે. વળી, શંકાના આધારે કામ કરવાથી પણ સમય બગડી શકે છે.

ઉદાહરણ તરીકે, કોઈ ગુપ્ત માહિતી મળે ત્યારે દરેક વાહનોને રોકીને તેની તપાસ કરવાથી સમય બગડે છે. આવા સમયે સ્નિફર ડૉગ પણ ત્વરાથી કામ કરી શકતા નથી. પરંતુ વેપર વેક ડૉગ હવામાં રહેલા જે તે જોખમી ગંધના નાનામાં નાના અણુને ઓળખીને દિશામાં જાય છે. તાજેતરમાં અલાબામા રાજ્યના ક્વિન્ટાર્ડ મૉલમાં એક વેપર વેક ડૉગની પરીક્ષા લેવાઈ હતી. દરમિયાન સમગ્ર મૉલમાં ઘણાં લોકો ખરીદી કરી રહ્યા હતા. મૉલમાં હજારો ચીજવસ્તુઓ ખડકાઈ હતી અને સમગ્ર મૉલમાં તમામની ભરપૂર ગંધ હતી. એક વેપર વેક ડૉગને મૉલમાં લવાયો ત્યારે ત્યાં પહેલેથી એક વ્યક્તિ ખિસ્સામાં ચાર અંશ જેટલો ટીએનટી પાઉડર લઈને ફરી રહી હતી. મૉલના બાથ અને બોડી વર્ક્સ એરિયામાં સૌથી વધુ ગંધની હતી. એરિયામાંથી વ્યક્તિ કૂતરાથી દસેક ફૂટ દૂરથી પસાર થઈ અને ગણતરીની એક-બે સેકન્ડમાં કૂતરાએ શંકાસ્પદને ઝડપી પાડ્યો. મહત્ત્વની વાત છે કે, વેપર વેક ડૉગની હજુ તાલીમ ચાલી રહી છે અને જો તેને યોગ્ય તાલીમ અપાય તો તે પોતાના હેન્ડલરને ગણતરીની સેકન્ડોમાં ખતરાની જાણ કરી શકે છે.

જો ઉપરોક્ત કિસ્સામાં ટીએનટી પાઉડર લઈને ફરી રહેલી વ્યક્તિ સાચુકલો આતંકવાદી હોત તો અનેક લોકોના જીવ બચી જાય. પ્રકારના કૂતરાને એરપોર્ટ જેવા દેશના મહત્ત્વના એન્ટ્રી પોઈન્ટ પર ફરજ બજાવવા તાલીમ આપી શકાય છે. પરંતુ તાલીમબદ્ધ કૂતરાની શક્તિથી પણ વિજ્ઞાનીઓને સંતોષ નથી. આવો કૂતરો હજારો માણસો, પર્ફ્યૂમ, લોશન, સાબુ, શેમ્પૂ, ખાદ્યપદાર્થોની ગંધ તેમજ થોડી ઓછી ગંધ ધરાવતી હજારો ચીજવસ્તુઓ વચ્ચે પોતાનું લક્ષ્યાંક શોધી શકે છે. પરંતુ ક્વિન્ટાર્ડ મૉલમાં કૂતરાની પરીક્ષા લેતી વ્યક્તિ વેપર વેક ડૉગથી દસ ફૂટ દૂરથી પસાર થઈ હોત તો? જરૂરી નથી કે, એરપોર્ટ કે રેલવે સ્ટેશન પર આવેલી શંકાસ્પદ વ્યક્તિ પણ વેપર વેક ડૉગની નજીકથી પસાર થાય. ઉપરાંત દરેક સ્થળે વેપર વેક ડૉગ પેટ્રોલિંગ ના પણ કરતા હોય. જોકે, કમનસીબે માણસ પાસે કૂતરાથી વધુ સારું નાક નથી. કારણ કે, ઉત્ક્રાંતિકાળના દસ હજાર વર્ષો પછી કૂતરાઓની ધ્રાણેન્દ્રિયનો આટલો વિકાસ થયો છે અને છતાં તેઓ પણ પરફેક્ટ નથી.

આવો એક કૂતરા તૈયાર કરવાનો ખર્ચ 30 હજાર ડૉલર થાય છે. વળી, કૂતરાઓને તાલીમ આપી શકે એવા નિષ્ણાતોની અને કામ માટે યોગ્ય ઓલાદના કૂતરાઓની પણ અછત હોય છે. ઓબર્ન યુનિવર્સિટી વર્ષે માંડ બસ્સો કૂતરાને આવી તાલીમ આપી શકે છે. જેમાંના મોટા ભાગના મિલિટરી યુનિટ કે પોલીસ માટે હોય છે. સમગ્ર અમેરિકા માટે આંકડો ખૂબ નાનો છે. ઉપરાંત કૂતરા પણ માણસ જેવા છે. તેમને પણ માનસિક રીતે સજ્જ રહેવા ગાઢ નિદ્રા જોઈએ છે, તેઓ પણ દુઃખી થાય છે, તેઓ પણ મૃત્યુ પામે છે અને તેઓ પણ ક્યારેક ભૂલ કરે છે. અમેરિકન સિક્યોરિટી ફોર્સીસ વધુને વધુ સજ્જ કૂતરાઓની માગણી કરી રહી છે. જોકે, માગ પૂરી કરવાનો એક ઉપાય છેઃ કૂતરાની ધ્રાણેન્દ્રિય પર વધુ ઊંડા સંશોધનો કરીને કૂતરાથી પણ શક્તિશાળી કૃત્રિમ નાક બનાવવું. જો વિજ્ઞાનીઓ કૂતરાની ધ્રાણેન્દ્રિયને હજુ વધુ સારી રીતે સમજી શકે તો શક્તિશાળી કૃત્રિમ નાક બનાવી શકાય.

વિજ્ઞાનીઓ કૂતરાથી શક્તિશાળી કૃત્રિમ નાક વિકસાવવા ઘણાં વર્ષોથી પ્રયત્નશીલ છે. વિજ્ઞાનીઓને આશા છે કે, વેપર વેક ડૉગની ધ્રાણેન્દ્રિયને હજુ વધુ સારી રીતે સમજીને નજીકના ભવિષ્યમાં આવું નાક વિકસાવી લેવાયું હશે!

1 comment:

  1. રોગ અને દુશ્મનને ઉગતાજ ડામવા જોઇએ અને તે કામ અમેરિકા જેવો ખંતીલો દેશજ કરી શકે. કામ કરવા માટે ચર્ચા,વિચારણા અને સમિતિ કે બેઠકો યોજીને પૈસાની બરબાદી કર્યા વગર એક્શનની જરુર છે.તે સમજવાની તૈયારીનો સમય હવે પાકી ગયો છે-ભારત માટે પણ.

    ReplyDelete