દિલ્હીની જેમ ચંદીગઢમાં ઝેરી સ્મોગનું
સામ્રાજ્ય હોય છે ત્યારે લુધિયાણા આવકવેરા ઓફિસની હવા ચંદીગઢ શહેર કરતા ૭૫ ટકા વધારે શુદ્ધ
હોય છે. આ શુદ્ધ હવાનું કારણ છે, વર્ટિકલ ગાર્ડન. આ સરકારી કચેરીએ 'ગ્રીન
પ્લાસ્ટિક ઇનિશિયેટિવ' નામના અભિયાન હેઠળ છ હજાર વેસ્ટ પ્લાસ્ટિક બોટલને કૂંડામાં પરિવર્તિત કરીને આ અભૂતપૂર્વ કામ કર્યું છે. અહીં કામ કરતા સરકારી બાબુઓએ આ આંકડો ૧૫ હજાર બોટલ સુધી
પહોંચવાનું નક્કી કર્યું છે, જેથી કચેરીની બધી જ દીવાલોને લીલોતરીથી ઢાંકી શકાય. ગંદકી અને પ્રદૂષણથી ખદબદતી નીરસ સરકારી કચેરીઓ માટે લુધિયાણા
આવકવેરા ઓફિસ પ્રેરણા સમાન છે. દિવસે ને દિવસે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે દિલ્હી સહિત બધા મોટા શહેરોમાં વધુને વધુ વર્ટિકલ
ગાર્ડનની જરૂર
છે.
ગયા અઠવાડિયે આપણે આ કોલમમાં 'ગેરીલા ગાર્ડનિંગ'ની વાત કરી હતી. હવે વાત કરીએ વર્ટિકલ ગાર્ડનિંગની. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે, વર્ટિકલ ગાર્ડનિંગ એટલે શું? આ સવાલનો જવાબ જરા વિગતે મેળવીએ.
***
ગયા અઠવાડિયે આપણે આ કોલમમાં 'ગેરીલા ગાર્ડનિંગ'ની વાત કરી હતી. હવે વાત કરીએ વર્ટિકલ ગાર્ડનિંગની. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે, વર્ટિકલ ગાર્ડનિંગ એટલે શું? આ સવાલનો જવાબ જરા વિગતે મેળવીએ.
***
આપણે ઘણી વાર જોયું છે કે, ફક્ત જમીનમાં ઉગી શકે એવો નાનકડો છોડ કે વેલો પથ્થર જેવી કડક જમીન કે ખડક પર ઊગી નીકળ્યો હોય છે. પહાડી વિસ્તારોમાં તો નાના-મોટા ખડક પર છોડ ઉગ્યો હોય એવું તો અનેક જગ્યાએ જોવા મળે. આ લીલોતરી જાણે 'ભીંત ફાડીને પીપળો ઉગ્યો હોય' એમ ખડકની છાતી ફાડીને વટભેટ બહાર આવી હોય! પીપળા અને વડ જેવા મહાકાય વૃક્ષો આખેઆખી ભીંત કે ખડક તોડીને ઊગે જરૂર પણ તેના મૂળિયા તો જમીનમાં જ હોય. આવા મોટા વૃક્ષોને જમીનમાંથી ખોરાક-પાણી મળતા હોય, પરંતુ અહીં વાત છે પથરાળ જમીન પર ઊગી નીકળેલા નાનકડા છોડવા અને વેલાની. આ પ્રકારની નાજુક વનસ્પતિના મૂળિયા તો જમીનમાં ઊંડે સુધી હોય પણ નહીં અને છતાં ખડક જેવી સપાટી પર પણ દાદાગીરીથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતા હોય. આ પ્રકારની વનસ્પતિઓ જાણે આપણને કહી રહી હોય કે, અમારે જીવવા માટે જમીનની જરૂર જ નથી. આવું જ દૃશ્ય એક વ્યક્તિએ જોયું અને જન્મ થયો વર્ટિકલ ગાર્ડનિંગનો.
લુધિયાણા આવકવેરા કચેરીએ વેસ્ટ બોટલ્સમાંથી બનાવેલો વર્ટિકલ ગાર્ડન |
બેંગલુરુમાં ફ્લાયઓવર પિલાર પર તૈયાર કરેલો વર્ટિકલ ગાર્ડન |
દેશમાં કરોડો લોકોને ચોખ્ખી હવા પણ નસીબ નથી
ત્યારે ગેરીલા કે વર્ટિકલ ગાર્ડનિંગ શું છે એ સમજવું સમયની જરૂરિયાત છે. વર્ટિકલ ગાર્ડનિંગ
એટલે નાની-મોટી બિલ્ડિંગોની અંદર-બહારની દીવાલો પર નાનકડા છોડ-વેલા ઊગાડવાનું
શાસ્ત્ર. જમીન ના હોય છતાં તમારે તમારો પોતાનો બગીચો જોઈતો હોય તો વર્ટિકલ ગાર્ડન
ઉત્તમ ઉપાય છે. વર્ટિકલ ગાર્ડન ટીપિકલ ગાર્ડનિંગથી થોડું અલગ છે,
જેમાં છોડ-વેલા ઊભી જમીન પર ઉગાડવાના હોવાથી વનસ્પતિઓની પસંદગીમાં
પણ ધ્યાન રાખવું પડે. જોકે, આજના સમયમાં
ઓનલાઈન કોમ્યુનિટી પાસેથી એ બધું શીખીને વર્ટિકલ ગાર્ડન સર્જી શકાય છે.
અમેરિકાની
યુનિવર્સિટી ઓફ ઇલિનોઇમાં લેન્ડસ્કેપ આર્કિટેચર ભણાવતા પ્રો. સ્ટેનલી હાર્ટ વ્હાઇટને ૧૯૩૮માં વર્ટિકલ ગાર્ડનિંગનો વિચાર
આવ્યો હતો. આ રેકોર્ડેડ પુરાવા છે કારણ કે, પ્રો.
વ્હાઇટે આ આઇડિયાની પેટન્ટ પણ કરાવી હતી. એ વખતે વર્ટિકલ ગાર્ડનિંગ શબ્દ
અસ્તિત્વમાં નહોતો આવ્યો એટલે પ્રો. વ્હાઇટે 'વેજિટેશન
બેરિંગ આર્કિટેક્ટોનિક સ્ટ્રક્ચર એન્ડ સિસ્ટમ' જેવું
લાંબુલચક નામ આપીને વર્ટિકલ ગાર્ડનિંગના કોન્સેપ્ટની પેટન્ટ કરાવી હતી. પ્રો.
વ્હાઇટે ઇલિનોઇમાં પોતાના બંગલૉની પાછળ વર્ટિકલ ગાર્ડનિંગના પ્રયોગો કર્યા હતા પણ તેમાં તેમને સફળતા મળી ન હતી. એ
પછી આ વાત ભૂલાઈ ગઈ અને થોડા
વર્ષો પછી ફ્રેન્ચ બોટનિસ્ટ (વનસ્પતિશાસ્ત્રી)
પેટ્રિક બ્લેન્કે ખડકાળ ભેખડો પર ઊગેલા છોડ જોયા અને તેમને ચમકારો થયો કે, જો અનેક વનસ્પતિઓ કુદરતી
રીતે જ કડક સપાટી પર ઉગી શકતી હોય તો કૃત્રિમ રીતે પણ આ કામ કરી જ શકાય ને?
આ વિચારના આધારે
તેમણે વર્ટિકલ ગાર્ડનની ડિઝાઈન વિશે વિચારવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં
બ્લેન્કે જમીન વિના ઉગી શકે એવા છોડ-ઘાસની
યાદી બનાવી અને હાઇડ્રોપોનિક્સનું પણ પ્રાથમિક જ્ઞાન મેળવ્યું. હાઇડ્રોપોનિક્સ
એટલે જમીન વિના ફક્ત ખનીજો ધરાવતા પાણીની મદદથી વનસ્પતિઓ ઉગાડવાનું શાસ્ત્ર. અમુક
વનસ્પતિઓના મૂળિયા ટૂંકા હોવાથી તેમને જમીનની નહીં, ફક્ત
ખોરાકની જરૂર
હોય છે. આ પદ્ધતિથી અમુક વનસ્પતિઓને ખનીજ દ્રવ્યોથી ભરપૂર પાણી પાઈને ઉછેરવી અને ટકાવી રાખવી શક્ય
છે. આ દરમિયાન બ્લેન્કે આગવી ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ પણ વિકસાવી,
જેની મદદથી વર્ટિકલ સ્ટ્રક્ચર પર રાખેલા છોડને ચોક્કસ સમયે પાણી
પીવડાવવું પણ શક્ય બન્યું.
સિટી ઓફ સાયન્સ એન્ડ ઈન્ડસ્ટ્રી-પેરિસની ગ્રીન વૉલ |
પેરિસના જેક્સ ચિરાક મ્યુઝિયમની ગ્રીન વૉલ |
આવા અનેક પ્રયોગોની
સફળતા પછી પેટ્રિક બ્લેન્કે ૧૯૮૬માં પેરિસના 'સિટી
ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી' નામના સાયન્સ મ્યુઝિયમમાં એક ગ્રીન વૉલનું સર્જન કર્યું. આ ગ્રીન વૉલ એટલે દુનિયાનો સૌથી પહેલો વર્ટિકલ
ગાર્ડન. આ કામમાં સફળતા મળ્યા પછી બ્લેન્કે ૨૦૦૫માં એ જ મ્યુઝિયમના બીજા એક
બિલ્ડિંગની બહારની દીવાલ પર વર્ટિકલ ગાર્ડન તૈયાર કર્યો. યુરોપના આ સૌથી મોટા
સાયન્સ મ્યુઝિયમનું કામ જ સાયન્સ-ટેક્નોલોજી કલ્ચરનો વધુને વધુ પ્રચાર-પ્રસાર
કરવાનું છે, જેનો બ્લેન્કના ઇનોવેશનોને લાભ મળ્યો. વળી,
ગ્રીન વૉલનું સર્જન કરવામાં બ્લેન્કને તેમના જેવા જ જિન નુવેલ નામના
ઉત્સાહી આર્કિટેકની પણ મદદ મળી. જિન નુવેલને આર્કિટેકચરનું 'નોબેલ'
ગણાતો પ્રિત્ઝકર પુરસ્કાર તેમજ આગા ખાન એવોર્ડ ફોર આર્કિટેકચર જેવા
સન્માનો મળી ચૂક્યા છે.
પેટ્રિક બ્લેન્કે સર્જેલો 'ઊભો વન-વગડો' શરૂઆતમાં ગ્રીન વૉલ તરીકે ઓળખાતો, પરંતુ એ પછી વર્ટિકલ ગાર્ડન શબ્દ પ્રચલિત થઈ ગયો. ગ્રીન વૉલનો ડેટા બેઝ રાખતી ગ્રીનરૂફ ડોટ કોમ નામની વેબસાઇટના મતે, અત્યારે દુનિયામાં કુલ ૬૧ વિશાળ આઉટડોર વૉલ છે, જેમાંની ૮૦ ટકા જેટલી ગ્રીન વૉલ ૨૦૦૯ અને એ પછી તૈયાર થઈ છે. આ પૈકીની મોટા ભાગની ગ્રીન વૉલ એરપોર્ટ કે ગવર્મેન્ટ ઇન્સ્ટિટયુટ જેવા જાહેર સ્થળે છે. અત્યારે દુનિયાનો સૌથી મોટો વર્ટિકલ ગાર્ડન મેક્સિકોના લોસ કાબોસ શહેરમાં આવેલા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં આવેલો છે. આ વર્ટિકલ ગાર્ડન કુલ ૨૯,૦૬૩ સ્ક્વેર ફીટ (અડધો એકરથી પણ વધુ)ના ક્ષેત્રફળમાં તૈયાર કરાયો છે. વર્ષ ૨૦૧૨માં લોસ કાબોસમાં જી-૨૦ સમિટનું આયોજન કરાયું ત્યારે આ કન્વેશન સેન્ટર તૈયાર કરાયું હતું.

ઓફિસમાં સર્જેલા વગડા વચ્ચે પેટ્રિક બ્લેન્ક |
લોસ કાબોસમાં જી-20 સમિટ માટે તૈયાર કરાયેલા કન્વેન્શન સેન્ટરમાં તૈયાર કરાયેલી ગ્રીન વૉલ |
હાલ પેટ્રિક બ્લેન્ક
ફ્રાંસના સૌથી મોટા રિસર્ચ સેન્ટર 'ફ્રેંચ નેશનલ
સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચ'માં કામ કરે છે. આજે દુનિયા બ્લેન્કને વર્ટિકલ ગાર્ડનના જનક
તરીકે ઓળખે છે. તેમણે કરેલા ઇનોવેશન્સના કારણે જ અત્યારે વર્ટિકલ ગાર્ડનિંગનો
કોન્સેપ્ટ દુનિયાભરમાં લોકપ્રિય થઈ રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં નવી દિલ્હીમાં ફ્રેંચ
રાજદૂતાવાસે વર્ટિકલ ગાર્ડનિંગ પર એક સિમ્પોઝિયમનું આયોજન કર્યું હતું. આ
સિમ્પોઝિયમમાં પણ બ્લેન્કે હાજરી
આપીને દેશના અગ્રણી આર્કિટેકને વર્ટિકલ ગાર્ડનિંગનું મહત્ત્વ સમજાવ્યું હતું. ફ્રેન્ચ દૂતાવાસમાં પણ બ્લેન્કે એક સુંદર વર્ટિકલ ગાર્ડનનું સર્જન કર્યું છે.
ભારતમાં વર્ટિકલ ગાર્ડનનો કોન્સેપ્ટ બહુ મોડો આવ્યો. દેશનો પહેલો વર્ટિકલ ગાર્ડન બનાવવાનો શ્રેય બેંગલુરુને જાય છે. અહીંના હોસુર રોડ પર આવેલા ફ્લાયઓવરના એક પિલાર પર માર્ચ ૨૦૧૭માં 'સે ટ્રીઝ' નામની સંસ્થાએ વર્ટિકલ ગાર્ડન બનાવ્યો હતો. આ મહાકાય પિલાર પર દસ જાતની વનસ્પતિના ૩,૫૦૦ છોડ મૂકવામાં આવ્યા છે. જો આપણે બધા જ ફ્લાયરઓવર પિલાર્સ કે દરેક શહેરની આઇકોનિક બિલ્ડિંગો પર વર્ટિકલ ગાર્ડન સર્જીએ તો ગરમી અને પ્રદૂષણમાંથી ખાસ્સો છુટકારો મળે. એટલું જ નહીં, દિલોદિમાગને થકવી નાંખતા કોંક્રિટના જંગલોમાં પણ આંખને રાહત મળે એવું કુદરતી સૌંદર્ય સર્જાય.
જરૂરી નથી કે વર્ટિકલ ગાર્ડન બાહ્ય સ્થળોએ જ હોય. કોઈ પણ વ્યક્તિ પોતાના ઘર કે ઓફિસની અંદર અનુકૂળ હોય એટલી જગ્યામાં નાના-મોટા વર્ટિકલ ગાર્ડન બનાવી શકે છે. વર્ટિકલ ગાર્ડનિંગ બનાવવાની અનેક રીતો છે. જેમ કે, બજારમાં તૈયાર મળતી વર્ટિકલ મોડયુલર પેનલોની છાજલીઓમાં નાના-મોટા કૂંડા ગોઠવીને જુદી જુદી વનસ્પતિઓ ઉગાડીને વર્ટિકલ ગાર્ડન તૈયાર કરી શકાય. આ પ્રકારની પેનલોને પંદરેક વર્ષ સુધી બદલવી નથી પડતી અને ગમે તેવી વિશાળ દીવાલો પર પણ પેનલો સહેલાઇથી ફિટ કરી શકાય છે. ટકાઉ વર્ટિકલ ગાર્ડન બનાવવાની આ સૌથી ઉત્તમ રીત છે. આ ઉપરાંત કાથી-માટીની અથવા તો પોલિયુથેરિન જેવા સિન્થેટિક રેઝિનની તૈયાર સાદડીઓ પર પણ વનસ્પતિઓ ઉગાડીને વર્ટિકલ ગાર્ડન તૈયાર કરી શકાય. આ સાદડીઓમાં જ ઈન્ટિગ્રેટેડ વૉટર ડિલિવરી સિસ્ટમ હોય છે. તેમાંથી જ વનસ્પતિઓને પોષણ મળે છે અને બગીચો હર્યોભર્યો રહે છે.

ગેરીલા ગાર્ડનિંગમાં
મહેનત થોડી વધારે છે. તેનો લાભ આખા શહેરને કે બીજા લોકોને મળે છે,
જ્યારે વર્ટિકલ ગાર્ડનિંગ પોતાના ઘર કે ઓફિસમાં વ્યક્તિગત લાભ માટે
પણ થઈ શકે છે. પોતાના
જ ખેતર કે બગીચામાં મહેનત-મજૂરી કરીને ઊગાડેલા શાકભાજી-ફળો ખાઈએ ત્યારે કેવો અનેરો
આનંદ મળે છે? એવો જ
આનંદ વર્ટિકલ ગાર્ડનરને શુદ્ધ વાતાવરણનું સર્જન કરવાનો મળે છે. વર્ટિકલ ગાર્ડનિંગથી
શુદ્ધ હવા મળે છે, શુદ્ધ હવાથી આરોગ્યને શારીરિક અને માનસિક લાભ (લીલોતરીની
હાજરીથી) પણ મળે છે. લીલોતરીથી માણસોનું મન પ્રફૂલ્લિત રહે છે એ વાત પણ સાબિત થઈ
ગઈ છે.
શહેરોમાં (પ્રદૂષણ ના હોય તો પણ) તો વર્ટિકલ ગાર્ડનિંગ પરિવારને આપેલી બહુ મોટી ભેટ સમાન છે.
શહેરોમાં (પ્રદૂષણ ના હોય તો પણ) તો વર્ટિકલ ગાર્ડનિંગ પરિવારને આપેલી બહુ મોટી ભેટ સમાન છે.
(શીર્ષક
પંક્તિ : નર્મદ)
નોંધઃ આ લેખનો ભાગ-1
No comments:
Post a Comment