દુનિયાભરની વસતીની
સરખામણીમાં સુપર રિચ પરિવારો કેટલા હશે? માંડ પાંચેક ટકા. આ પરિવારના સભ્યો બાઈક કે કાર છોડાવતા હોય એમ સુપર યોટ
કે જેટ પ્લેનની ખરીદી કરતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ પ્રકારના અતિ ધનવાન લોકો જંગી બિલની ચૂકવણી હંમેશા ચેકથી નથી કરતા, પરંતુ ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરે છે.
ના, આપણા જેવા ક્રેડિટ કાર્ડ નહીં. આ પ્રકારના ક્રેડિટ કાર્ડને અલ્ટ્રા પ્રીમિયમ કાર્ડ કહેવાય છે. મોટા માણસના ખર્ચા પણ મોટા હોય. એટલે પૈસાની તંગી તેમને પણ પડે. આ મુશ્કેલીને એન્કેશ કરવા બેંકો હાજર જ છે. આંતરરાષ્ટ્રીય બેંકો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ અતિ ધનવાન લોકોને પર્સનલાઈઝ્ડ સેવા આપવા માટે આંગળીના વેઢે ગણી શકાય એટલી સંખ્યામાં આવા હાઈ એન્ડ ક્રેડિટ કાર્ડ ડિઝાઈન કરે છે, જે ફક્ત 'બાય ઈન્વાઇટ ઓન્લી' જ ઉપલબ્ધ હોય છે. એટલે કે, બેંક તમારી ક્રેડિટ જોઈને તમને સામેથી ક્રેડિટ કાર્ડ ખરીદવા કૉલ કરે તો જ તમે તેના ગ્રાહક બની શકો, સામેથી એપ્લાય કરીને આવા કાર્ડ મળતા નથી.
ના, આપણા જેવા ક્રેડિટ કાર્ડ નહીં. આ પ્રકારના ક્રેડિટ કાર્ડને અલ્ટ્રા પ્રીમિયમ કાર્ડ કહેવાય છે. મોટા માણસના ખર્ચા પણ મોટા હોય. એટલે પૈસાની તંગી તેમને પણ પડે. આ મુશ્કેલીને એન્કેશ કરવા બેંકો હાજર જ છે. આંતરરાષ્ટ્રીય બેંકો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ અતિ ધનવાન લોકોને પર્સનલાઈઝ્ડ સેવા આપવા માટે આંગળીના વેઢે ગણી શકાય એટલી સંખ્યામાં આવા હાઈ એન્ડ ક્રેડિટ કાર્ડ ડિઝાઈન કરે છે, જે ફક્ત 'બાય ઈન્વાઇટ ઓન્લી' જ ઉપલબ્ધ હોય છે. એટલે કે, બેંક તમારી ક્રેડિટ જોઈને તમને સામેથી ક્રેડિટ કાર્ડ ખરીદવા કૉલ કરે તો જ તમે તેના ગ્રાહક બની શકો, સામેથી એપ્લાય કરીને આવા કાર્ડ મળતા નથી.
કોણ-કોને
આપે છે આવા ક્રેડિટ કાર્ડ?
દુનિયાભરમાં આવા
ક્રેડિટ કાર્ડ પણ આંગળીના વેઢે ગણી શકાય એટલી સંખ્યામાં છે. જેમ કે, જેપી મોર્ગન ચેઝ પેલેડિયમ કાર્ડ, દુબઈ ફર્સ્ટ
રોયલ માસ્ટર કાર્ડ, કુટ્સ વર્લ્ડ સિલ્ક કાર્ડ, સ્ટ્રેટસ રિવોર્ડ્સ વિઝા કાર્ડ અને અમેરિકન એક્સપ્રેસ સેન્ચુરિયન કાર્ડ. આ
પ્રકારના કાર્ડ ડિઝાઈન કરતી સૌથી જાણીતી કંપની છે, અમેરિકન
એક્સપ્રેસ. અમેરિકન એક્સપ્રેસ સેન્ચુરિયન કાર્ડ તેના રંગ પરથી 'બ્લેક કાર્ડ' તરીકે પણ ઓળખાય છે. આ પ્રકારના ક્રેડિટ
કાર્ડ પર 'સુપર શોપિંગ' કરી શકાય એ માટે 'લક્ઝરી સ્ટેમ્પ' હોય છે. અમેરિકન એક્સપ્રેસ સેન્ચુરિયન ક્રેડિટ કાર્ડની હરીફાઈમાં સિટી
બેંકે થોડા વર્ષ પહેલાં અલ્ટિમા ઈન્ફિનિટ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું હતું. એ
ક્રેડિટ કાર્ડમાં પણ બિલિયોનેર ગ્રાહકોને એક એકથી ચડિયાતી એક્ઝિક્યુટિવ ઓફર્સ કરાઈ
હતી. જોકે, એ કાર્ડ પણ ઈન્વાઈટ ઓન્લી છે. એટલે કે કોઈ
પણ વ્યક્તિ સામેથી આ કાર્ડ માટે એપ્લાય કરી શકતી નથી.
આંતરરાષ્ટ્રીય
ક્રેડિટ કાર્ડ કંપનીઓએ ભારતમાં પણ કેટલાક સુપર રિચ પરિવારો અને સેલિબ્રિટીઝને
સામેથી આમંત્રિત કરીને આવા કાર્ડની સુવિધા આપે છે, જેમાં ઓબરોય, મુંજાલ, ગોદરેજ અને બચ્ચન પરિવારનો પણ સમાવેશ થાય છે. ક્રેડિટ કાર્ડ કંપનીઓ
બીજા પણ કેટલાક કોર્પોરેટ પરિવારોને આવી સેવા આપી રહી છે, પરંતુ તેમના નામ જાહેર કરાતા નથી. આ
પ્રકારના કાર્ડના ગ્રાહક બનવા ફોર્મ ભરતી વખતે જ સાત-આઠ હજાર ડૉલરનો 'ટોકન ચાર્જ' વસૂલાય છે. ત્યાર પછી દર વર્ષે
ત્રણેક હજાર ડૉલર સુધીની રકમ ભરીને આ સેવા લઈ શકાય છે.
ધનિકોને પણ લાલચ થાય
એવી ઓફર્સ
એકવાર અમેરિકાના ટેક
મિલિયોનેર વિક્ટર શ્વેસ્કીએ અમેરિકન એક્સપ્રેસના સેન્ચુરિયન ક્રેડિટ કાર્ડની મદદથી
૫૨ (બાવન) મિલિયન ડોલરની કિંમતનું પ્રાઈવેટ જેટ ખરીદ્યું હતું. ક્રેડિટ કાર્ડની
મદદથી કરાયેલી એ અત્યાર સુધીની સૌથી મોટી ખરીદી છે. અમેરિકામાં તો એક અમેરિકન
સેન્ચુરિયન કાર્ડ હોલ્ડરે ક્રેડિટ કાર્ડની મદદથી ત્રણ લાખ ડોલરની બેન્ટલી કાર
ખરીદી હતી. આ કાર્ડને એક જ વાર
સ્વાઈપ કરીને એકાદ મિલિયનનો ખર્ચ કરી શકાય છે. તમને પ્રશ્ન થશે કે, એક જ સ્વાઈપમાં આટલો જંગી ખર્ચ કરી નાંખ્યા પછી ક્રેડિટ કાર્ડનું બેલેન્સ
ખલાસ ના થઈ જાય? એનો જવાબ છે ના. કારણ કે, અલ્ટ્રા પ્રીમિયમ કાર્ડ પર કેટલી રકમ ખર્ચ કરવાની કોઈ મર્યાદા જ નથી હોતી!
જોકે, આ ખર્ચ કર્યા પછી તમામ રકમ દર મહિને નિશ્ચિત
તારીખ પહેલાં ચૂકવી દેવી પડે છે.
ક્રેડિટ કાર્ડ કંપનીઓ
અલ્ટ્રા પ્રીમિયમ કાર્ડની મદદથી કોર્પોરેટ હસ્તીઓ, સેલિબ્રિટીઝ અને રાજવી પરિવારના સભ્યોને જાતભાતની આકર્ષક ઑફર્સ કરતા હોય
છે. જેમ કે, કોઈ ફરકતું ના હોય એવા અજાણ્યા સ્થળોએ
ટ્રાવેલિંગ તેમજ એ સ્થળોએ આવેલી હોટેલ્સ કે રિસોર્ટમાં ડિસ્કાઉન્ટ જેવી લાલચ આપે
છે. આ વાત સાબિત કરે છે કે, જંગી ખર્ચ કરી શકતા અતિ
ધનવાનોને પણ 'ડિસ્કાઉન્ટ'ની લાલચ
હોય છે. જોકે, આ ક્રેડિટ કાર્ડ કંપનીઓ જે કંઈ ઓફર કરે છે તે બધું જ 'દુર્લભ' હોય છે. આવું કાર્ડ ધરાવતા લોકોને
કંપનીઓ ન્યૂ યોર્ક કે પેરિસમાં આયોજિત ફેશન શો અને ઈટાલીના કોઈ બિચ પર ઓપન એર
થિયેટરમાં કપલ બોક્સની ટિકિટ પણ આપે છે. એ સિવાય પણ જાતભાતની ધ્યાનાકર્ષક ઓફર્સ
કરાતી હોય છે.
જેમ કે, એકવાર સિટી બેંકે તેના સુપર રિચ ગ્રાહકો માટે વ્હાઈટ હાઉસની પર્સનલ ટૂર
અને નાસાના વિખ્યાત ખગોળશાસ્ત્રી સાથે લંચનું આયોજન કર્યું હતું. આ ગ્રાહકોને
એરપોર્ટ પરથી રિસિવ કરવા અને મૂકવા જવા લિમ્બોર્ગિની, બેન્ટલી
અને ફોર્મુલા વન રેસિંગમાં ઉપયોગમાં લેવાતી કાર સર્વિસ અપાતી હતી.
અફવામાંથી સુપર રિચ
કાર્ડનો જન્મ
અત્યારે દુનિયામાં
સૌથી લોકપ્રિય અમેરિકન એક્સપ્રેસ સેન્ચુરિયન કાર્ડની શરૂઆત ૧૯૯૦માં થઈ હતી. આ
કાર્ડના જન્મનો ઈતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. અમેરિકન એક્સપ્રેસે અલ્ટ્રા
એક્સક્લુસિવ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું એ પહેલાં એવી અફવા ફેલાઈ હતી કે, આ કંપની તેના સુપર રિચ ગ્રાહકોને ખાસ પ્રકારના ક્રેડિટ કાર્ડની સુવિધા આપી
રહી છે.
આ વાત અમેરિકન એક્સપ્રેસના ટોપ મેનેજમેન્ટ સુધી પહોંચી અને એ પછી તેમને આવું અલ્ટ્રા પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ ડિઝાઈન કરવાનો વિચાર આવ્યો હતો. આમ, સુપર રિચ લોકોને ક્રેડિટ કાર્ડ આપીને કમાણી કરવાની શરૂઆત એક અફવામાંથી થઈ હતી. એ પહેલાં કોઈ કંપનીએ આવું ક્રેડિટ કાર્ડ લૉન્ચ કરવાનું સાહસ કર્યું ન હતું કારણ કે, ગમે તેવા બિલિયોનેર પણ 'નાદારી' નોંધાવી શકે છે. આ કાર્ડ ખરીદ્યા પછી જન્મદિવસ કે લગ્નની તિથિ પહેલાં મોબાઈલ ફોન અને ઈ મેઈલ પર શોપિંગને લગતી હાઈ એન્ડ ઓફર્સ આવે છે. આ માટે કંપનીએ અન્ય બ્રાન્ડ સાથે જોડાણ કર્યું હોય છે.
આ વાત અમેરિકન એક્સપ્રેસના ટોપ મેનેજમેન્ટ સુધી પહોંચી અને એ પછી તેમને આવું અલ્ટ્રા પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ ડિઝાઈન કરવાનો વિચાર આવ્યો હતો. આમ, સુપર રિચ લોકોને ક્રેડિટ કાર્ડ આપીને કમાણી કરવાની શરૂઆત એક અફવામાંથી થઈ હતી. એ પહેલાં કોઈ કંપનીએ આવું ક્રેડિટ કાર્ડ લૉન્ચ કરવાનું સાહસ કર્યું ન હતું કારણ કે, ગમે તેવા બિલિયોનેર પણ 'નાદારી' નોંધાવી શકે છે. આ કાર્ડ ખરીદ્યા પછી જન્મદિવસ કે લગ્નની તિથિ પહેલાં મોબાઈલ ફોન અને ઈ મેઈલ પર શોપિંગને લગતી હાઈ એન્ડ ઓફર્સ આવે છે. આ માટે કંપનીએ અન્ય બ્રાન્ડ સાથે જોડાણ કર્યું હોય છે.
જુઓ એક ઉદાહરણ. સિટી
બેંક ટોક્યો (જાપાન)ની મુલાકાતે જતા તેના સુપર રિચ ગ્રાહકોને ગ્રાન્ડ હયાત
ટોક્યોમાં 'યામાઝાકી ૧૮ યર્સ' નામની વ્હિસ્કીની ત્રણ બોટલ પહોંચાડવાની સેવા આપે છે. આ કંપની તેમના
મહેમાન હોટેલ પહોંચે એના દસ દિવસ પહેલાં ત્યાં આ મોંઘેરી વ્હિસ્કી પહોંચાડી દે છે.
જો તમે સ્પોર્ટ્સના શોખીન હોવ તો સિટી બેંક ટેનિસ પ્રીમિયર લિગની ટિકિટ પણ તમને એક
દિવસ પહેલાં પહોંચાડી દે છે.
ધનવાનોને પેટ્રોલ
પૂરાવવા પણ ક્રેડિટ કાર્ડ
અલ્ટ્રા પ્રીમિયમ
કાર્ડના ગ્રાહકોને વિશ્વના કોઈ પણ એરપોર્ટની લક્ઝુરિયસ લોન્જમાં તેમજ વિશ્વના તમામ
ફાઈવ સ્ટાર રિસોર્ટ-હોટેલમાં એક્સક્લુસિવ લંચ કે ડિનરની સુવિધા પણ મળે છે. જોકે, આવા સુપર રિચ ગ્રાહકો માટે આ બધું કંઈ નવું નથી હોતું પણ અમેરિકન
સેન્ચુરિયન જેવી કંપનીઓ સુપર યોટ અને પ્રાઈવેટ જેટમાં પેટ્રોલ પૂરાવવા માટે પણ
ક્રેડિટ કાર્ડ પેમેન્ટની સુવિધા આપે છે, જેનું બિલ આશરે
એકાદ લાખ ડોલર જેટલું થતું હોય છે.
જોકે, કોઈ કંપની તમને આવું કાર્ડ ઓફર કરે એ પહેલાં તમારા ઘરે આવીને કે છુપાઈને
તમારી લાઈફ સ્ટાઈલ કેવી છે એ જાણી લે છે. એકવાર સિટી બેંકે તેમના અલ્ટ્રા રિચ
ગ્રાહક એવા ભુતાનના રાજવી પરિવાર સાથે રોયલ ડિનરનું આયોજન કર્યું હતું. ક્રેડિટ
કાર્ડ કંપનીઓનું કહેવું છે કે, અમે ગ્રાહકોના રસ જાણીને
તેમને વધારે સારી સુવિધા અને ક્યારેક સરપ્રાઈઝ આપવા તેમની સાથે પર્સનલ ડિનર કે
લંચનું આયોજન કરીએ છીએ.
થોડા ઓછા ધનવાનો માટે
પણ ખાસ કાર્ડ
આ તો થઈ સુપર રિચ
લોકોની વાત પણ સિટી પ્રેસ્ટિજ નામના ક્રેડિટ કાર્ડ વિશ્વભરમાં ફેલાયેલા ધનવાન
ભારતીયો માટે લોન્ચ કરાયું છે. આ ક્રેડિટ કાર્ડ પર પણ હાઈ એન્ડ સર્વિસ અને લાઈફ
સ્ટાઈલ ઓફર્સ મળે છે. જેમ કે, સિટીએ તેના એક ક્રેડિટ કાર્ડ યુઝર્સની પુત્રીના જન્મદિવસની ઉજવણી કરવા
હોંગકોંગના ડિઝનીલેન્ડમાં ડિઝનીના વિવિધ પાત્રો સાથે એક ભવ્ય બર્થડે પાર્ટીનું
આયોજન કર્યું હતું. વળી, સિટીએ તેના ગ્રાહક માટે આ
પાર્ટી ક્રિસમસ વેકેશન હોવા છતાં ગોઠવી આપી હતી. આ ક્રેડિટ કાર્ડના યુઝર્સને પણ
રોજર ફેડરર અને નોવાક દોજોવિકની ટેનિસ મેચ જોવા વીઆઈપી બોક્સની સુવિધા મળે છે.
એચડીએફસી ઈન્ફિનિયા
નામના ક્રેડિટ કાર્ડ યુઝર્સને એન્ટરટેઇનમેન્ટ પ્લાનિંગ, ગિફ્ટિંગ અને સ્પેશિયલાઈઝ્ડ શોપિંગની ઓફર્સ મળે છે. એવી જ રીતે, અમેરિકન એક્સપ્રેસ પ્લેટિનમ કાર્ડ હોલ્ડર્સને આર્ટ કે ફેશન શોમાં 'બાય ઈન્વિટેશન ઓન્લી' એન્ટ્રીની સુવિધા મળે છે. જો તમે ટ્રાવેલિંગના
શોખીન હોવ તો સિટીના પ્રેસ્ટિજ કાર્ડના ગ્રાહકોને વિશ્વના ૬૦૦ એરપોર્ટની વીઆઈપી
લોન્જમાં ગપ્પા મારવા મળે છે. આ
સુવિધા એચડીએફસી ઈન્ફિનિયા અને અમેરિકન એક્સપ્રેસ પ્લેટિનમમાં પણ મળે છે. આ તમામ
કાર્ડ પર ઈન્ટરનેશનલ ગોલ્ફ કોર્સમાં પણ એન્ટ્રી મળે છે.
વિજય માલ્યાઓ, નીરવ મોદીઓ અને લલિત મોદીઓ કાગળ પર 'નાદાર' થઈ ગયા પછીયે અલ્ટ્રા રિચ લાઈફ સ્ટાઈલ જીવતા હોય છે. શુ આ લોકો પણ આ
પ્રકારના ક્રેડિટ કાર્ડના ગ્રાહકો હશે?
No comments:
Post a Comment