તમે સુખ-આનંદ નથી ખરીદી શકતા પણ તમે કોફી પી શકો છો. કોફી પીવી એ સર્વોચ્ચ આનંદની અનુભૂતિથી કમ નથી.
આ ક્વૉટ કોઈ કોફી રસિયાનું હોવું જોઈએ. દુનિયામાં સૌથી વધારે પીવાતું કોઈ પીણું હોય તો તે કોફી છે. આજકાલ મેટ્રોઝમાં કોફી પીવી એ ફેશન છે, એટિકેટ, સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. પ્રિય વ્યક્તિ સાથે કોફી પીવી એ લ્હાવો છે. બીજા કોઈ પણ પીણા સાથે આ બધું જોડાયેલું નથી.
આ ક્વૉટ કોઈ કોફી રસિયાનું હોવું જોઈએ. દુનિયામાં સૌથી વધારે પીવાતું કોઈ પીણું હોય તો તે કોફી છે. આજકાલ મેટ્રોઝમાં કોફી પીવી એ ફેશન છે, એટિકેટ, સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. પ્રિય વ્યક્તિ સાથે કોફી પીવી એ લ્હાવો છે. બીજા કોઈ પણ પીણા સાથે આ બધું જોડાયેલું નથી.
એવું કહેવાય છે કે,
દક્ષિણ ભારતમાં દર ત્રણમાંથી બે વ્યક્તિ કોફીના શોખીન છે. હોય જ ને!
દેશમાં કોફીનું ૯૦ ટકાથી પણ વધુ ઉત્પાદન કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં
થાય છે. આ ૯૦ ટકામાંથી કર્ણાટક એકલું ૭૧ ટકા કોફીનું ઉત્પાદન
કરે છે. એ પછી વીસ ટકા સાથે કેરળ અને પાંચેક ટકા સાથે તમિલનાડુનો નંબર આવે. દુનિયાની
સૌથી ઉત્તમ 'શેડેડ' કોફી કર્ણાટકમાં થાય
છે. શેડેડ એટલે સીધો સૂર્યપ્રકાશ મેળવ્યા વિના બીજા મોટા વૃક્ષોના છાંયડામાં પાકતી
કોફી. કોફી એક્સપર્ટ્સનું કહેવું છે કે, સ્વાદ-સુગંધમાં શેડેડ
કોફી વર્લ્ડ બેસ્ટ હોય છે. કર્ણાટકના જંગલોમાં મોટા વૃક્ષોના છાંયડામાં કોફીના નાના છોડને
સારો એવો છાંયડો મળે છે, જેના કારણે હૂંફાળા સૂર્યપ્રકાશમાં ધીમી
આંચે ઉત્તમ શેડેડ કોફી પાકે છે.
મેં ચૂંટેલા કોફીના બીજ |
જો તમે કોફીના શોખીન હોવ
તો કર્ણાટકના કુર્ગ હિલ સ્ટેશન પર આવેલા 'તામરા'
રિસોર્ટની મુલાકાત અચૂક લેવા જેવી છે. 'તામરા'
અર્થ થાય છે, કમળ. દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં કમળને
કુદરતની પવિત્રતાના પ્રતીક તરીકે રજૂ કરાય છે. ઇશ્વર, માણસ અને
કુદરત એકાકાર થઇ જાય ત્યારે પવિત્રતાનું સર્જન થાય છે. તામરાની મુલાકાત લેનારી કોઈ
પણ વ્યક્તિ આ અનુભૂતિનો અનુભવ કર્યા વિના રહી શકતી નથી. તામરા દરિયાઇ સપાટીથી
૩૯૦૦ ફૂટ ઊંચે કુર્ગના પહાડો પર ૧૮૦ એકરમાં ડિઝાઈન કરાયેલો રિસોર્ટ છે. આ રિસોર્ટની આજુબાજુના
બહુ જ મોટા વિસ્તારમાં કોફી, મરી અને ઈલાયચીની ઓર્ગેનિક ખેતી
થાય છે.
તામરા એન્વાયર્મેન્ટ ફ્રેન્ડ્લી પ્રોપર્ટી છે. અહીંની લક્ઝુરિયસ કોટેજ બાંધવાનું લાકડું પણ ગ્રીન ફાર્મમાંથી મેળવાયું
હતું. ગ્રીન ફાર્મમાં જેટલું લાકડું કાપવામાં આવે છે,
એટલું જ ફરી ઊગાડાય છે. તામરામાં પણ લાકડાની કાટછાંટ કરવામાં આવતી
નથી. અહીં શક્ય હોય એટલી વીજળી હાઈડ્રોજન, સોલાર અને વિન્ડમાંથી
મેળવવામાં આવે છે, જ્યારે ભીના કચરાનું રિસાયકલિંગ કરાય છે. આ
રિસોર્ટમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી પાણી પણ વધુને વધુ બચાવાય છે, જેના કારણે પ્રોપર્ટીની આસપાસના ધોધ ફેબ્રુઆરી સુધી વહ્યા કરે છે, જે એક સમયે ડિસેમ્બરમાં સૂકાઈ જતા હતા. આ વિશાળ રિસોર્ટમાં ગેસ્ટને લેવા-મૂકવા
માટે સાયલન્ટ અને એમિસન ફ્રી ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરાય છે. તામરાના બાંધકામમાં
કોઈ બાળમજૂર કામ ના કરે એ વાતનું પણ ખાસ ધ્યાન રખાયું હતું.
કોફીના ખેતરો વચ્ચે તૈયાર
કરાયેલા દુનિયાના બહેતરિન રિસોર્ટ્સમાં તામરાનું નામ અચૂક મૂકવું પડે. એટલે જ ‘નેશનલ જિયોગ્રાફિક’થી માંડીને ‘આઉટલૂક ટ્રાવેલર’ સુધીના અનેક પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ તામરા
રિસોર્ટની નોંધ લઈ ચૂક્યા છે. તામરામાં પ્રવેશતા જ આપણી સામે અત્યંત રસપ્રદ 'કોફીપુરાણ'ના પાઠ શરૂ થઈ જાય છે. કોફીના શોખીનોને ધ્યાનમાં
રાખીને અહીં દર વર્ષે એકવાર 'કોફિયોલોજી' નામના કોફી ફેસ્ટિવલનું આયોજન કરાય છે. કોફિયોલોજીમાં તામરાના કોફી એક્સપર્ટ
કોફીનું ફળ કેવી રીતે ચૂંટાય, તેને સાઇઝ પ્રમાણે કેવી રીતે જુદા
પડાય, તેમાંથી બિન્સ કેવી રીતે નીકળે અને ત્યાર પછી તેને સૂકવીને
કોફી પાવડર કેવી રીતે બને એ તમામ પ્રક્રિયાનો અનુભવ કરાવે છે. તામરાની 'બ્લોસમ એન્ડ બ્રૂ' નામની કોફી પ્લાન્ટેશન ટુર કોફી રસિયાઓ
માટે 'બિગ કોફી ટ્રીટ'થી કમ નથી. કોફીના
ફળમાંથી કોફી પાવડર બને ત્યાં સુધી કેવા ઓજારો અને મશીનોનો ઉપયોગ કરાય એ પણ આ ટુરમાં
જાણવા મળે છે.
૧૭મી સદીમાં કર્ણાટકના
બાબા બુદનગિરી પર્વત પર જ સૌથી પહેલાં કોફીનું વાવેતર થયું હતું. કોફીના બીજ ત્યાંથી
જ ભારતના બીજા પ્રદેશોમાં પહોંચ્યા હતા. ભારતમાં કોફીની ખેતી કરતા અઢી લાખ ખેડૂતો છે
અને તેમાંના ૯૮ ટકા નાના ખેડૂતો છે. આમ, રોજગારીની
દૃષ્ટિએ પણ કોફી ભારત માટે મહત્ત્વની છે. દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં ચોમાસામાં જ
કોફીનું વાવેતર કરાય છે. એટલે ભારતની કોફી 'ઈન્ડિયન મોન્સૂન્ડ
કોફી' તરીકે જાણીતી છે.
કોફીના બીજમાંથી દાણા કાઢીને સૂકવીને જુદા પાડવાની પ્રક્રિયાની ઝલક |
જંગલની વચ્ચે રિસોર્ટની ‘ધ ફૉલ્સ’ રેસ્ટોરન્ટ |
કોફીની સામાન્ય રીતે બે
જાત પ્રચલિત છે. એક અરેબિકા અને બીજી રોબસ્ટા. કર્ણાટકના કુલ કોફી ઉત્પાદનમાં અરેબિકા
કોફીનો હિસ્સો ૭૦ ટકા જેટલો છે. અરેબિકા દુનિયાભરમાં લોકપ્રિય કોફી છે અને ભારત દુનિયાભરમાં
આ કોફીની નિકાસ કરે છે. અરેબિકા કોફીના બિન્સમાં ૧.૫ ટકા કેફિન હોય છે,
જ્યારે રોબસ્ટામાં ૨.૭ ટકા. એટલે જ અરેબિકા
કોફી વધુ મીઠી હોય છે અને રોબસ્ટા કેફિનના કારણે કડવી. અરેબિકામાં એસિડિક તત્ત્વો પણ
ઓછા હોય છે. આ જ કારણસર આખું યુરોપ ભારતીય કોફી પાછળ ઘેલું છે. દુનિયાભરમાં લોકપ્રિય
એસ્પ્રેસો કોફી બનાવવા પણ અરેબિકા કોફી બિન્સનો જ ઉપયોગ કરાય છે. કોમોડિટી માર્કેટમાં
પણ રોબસ્ટાનું મૂલ્ય અરેબિકા કરતા અડધું હોય છે.
આ કોફી ફેસ્ટિવલનું બીજું
એક આકર્ષણ એટલે 'તામરા'ની
'ધ હિલ' રેસ્ટોરન્ટની ડેલિશિયસ ડિશીસ. કોફિયોલોજી
વખતે તામરામાં રેગ્યુલર ડિશીઝની સાથે કોફી ટેસ્ટના સ્વિટ્સ અને ડેઝર્ટ માણી શકાય છે.
જેમ કે, કોફી રસગુલ્લા. આ સિવાય તામરાના બારમાં વ્હિસ્કી, રમ અને બ્રાન્ડી જેવા હાર્ડ
કોકટેલ પણ કોફીના સ્વાદમાં સર્વ કરવામાં આવે છે.
તામરાનો બાર ‘ધ ડેક’ |
બાર મેન્યૂ, હાર્ડ ડ્રિંક્સ વિથ કોફી |
આ કોફી ફેસ્ટિવલમાં કોફીનો
એક કપ 'ફાર્મ ટુ ટેબલ' કેવી રીતે પહોંચે છે અને હાર્ડ ડ્રિંક્સ કોકટેલ બનાવવા પણ કોફીનો ઉપયોગ કરી શકાય છે, એ વિશે જાણીને દુનિયાના બેસ્ટ કાફેમાં મનગમતી વ્યક્તિ
સાથે નિરાંતે કોફી પીધી હોય એટલો આનંદ મળે છે.
For more information
and live guidance: https://www.thetamara.com/coorg-resort/
No comments:
Post a Comment