લોકશાહીમાં પ્રજાને મત આપવાનો હક મળે છે. એ 'મત' પ્રજાનો અભિપ્રાય (ઓપિનિયન) અને અવાજ (વોઇઝ) છે. લોકતાંત્રિત પદ્ધતિમાં રાજ કરવા નેતાઓને પ્રજાની સંમતિ મળે છે પણ એ 'અધકચરી' હોય છે. એટલે જ લોકશાહી શાસનની સર્વોત્તમ
પદ્ધતિ નથી, પરંતુ શાસન કરવાનો તેનાથી સારો વિકલ્પ પણ બીજો
કોઈ નથી. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા હોવા છતાં ઈન્ટરનેટ પર હજારો
લોકો તેમને કેમ ધિક્કારી રહ્યા છે? અમેરિકાની જ થિંક ટેન્ક
પ્યૂ રિસર્ચે કરેલા સર્વેક્ષણ પ્રમાણે, ફક્ત વીસ ટકા
અમેરિકનોને વ્હાઈટ હાઉસમાંથી ચાલતી સરકારમાં વિશ્વાસ છે. આવું કેમ? આ પ્રકારના પ્રશ્નોના કારણે લોકશાહી સામે પણ આંગળી ચીંધાવી સ્વાભાવિક છે,
અને ચીંધાવી જ જોઈએ. જાહેર ચર્ચાવિમર્શથી જ લોકશાહી વધુ
પરિપક્વ બને છે.
આ તો સ્ટેટ,
નેશન એટલે કે ભારત, ચીન, અમેરિકા અને બ્રિટન જેવા દેશોની વાત થઈ, પરંતુ
ઈન્ટરનેટ યુગમાં ફેસબૂક અને ટ્વિટર જેવા 'નેટ સ્ટેટ' કે 'ડિજિટલ સ્ટેટ' પણ
અસ્તિત્વમાં આવ્યા છે. હવે દુનિયામાં ફક્ત સ્ટેટ-નેશનનો ઈજારો નથી. આપણે ડિજિટલ દેશોના યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. ભારત જેવા દેશો
પૃથ્વી પર છે, જ્યારે ફેસબૂક, ટ્વિટર કે ઈન્સ્ટાગ્રામ જેવા દેશો ઈન્ટરનેટ પર. પાયાનો ફર્ક આટલો જ છે,
બાકી બંને પ્રકારના દેશ વચ્ચે ઘણી સામ્યતાઓ છે. સાચુકલા દેશોની જેમ
ડિજિટલ દેશમાં પણ જુદા જુદા અભિપ્રાયો આપતા લોકો છે. ત્યાં પણ
રાજકીય પક્ષો છે, જૂથો (ગ્રૂપ્સ) છે,
વાડાબંધી છે, સમાજ છે, વિચારોનું
આદાનપ્રદાન છે અને અસામાજિક તત્ત્વો પણ છે.
એક સીધાસાદા ઉદાહરણથી
આ મુદ્દો સમજીએ. જેમ કે, ફેસબૂક એક નેટ સ્ટેટ કે
ડિજિટલ સ્ટેટ છે. ફેસબૂકના કુલ યુઝર્સ બે અબજ છે, જેને ફેસબૂક નામના દેશની વસતી ધારી લઈએ. ચીનની વસતી ૧.૪૦ અબજ છે એટલે ફેસબૂક પર મૂકાતા
અભિપ્રાયો કેટલા મહત્ત્વના છે એ સમજી શકાય એમ છે. ફેસબૂક પર પણ દેશમાં હોય છે એવો ‘બોલકો વર્ગ’ છે. આ વર્ગનો અવાજ બુલંદ છે
અને વત્તે-ઓછે અંશે તેની અસર ચૂંટણીઓ પર પડે છે. ઈન્ટરનેટના કારણે આખું વિશ્વ એક
ગામડું (ગ્લોબલ વિલેજ-વિશ્વગ્રામ) બની રહ્યું હોવાથી ડિજિટલ દેશોની અવગણના ના કરી શકાય. ડિજિટલ દેશમાં
કોમ્યુનિકેશન અત્યંત ઝડપી છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની અસર ફ્રાંસ,
બ્રિટન કે ભારત પર પણ પડી શકે છે. અત્યારે એ અસર ઓછી હશે, પરંતુ ભવિષ્યમાં એ વધશે.
ડિજિટલ દેશમાં અલ
કાયદા, ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી જૂથો પણ છે.
આ પ્રકારના નાના-મોટા વિધ્વંસક જૂથો વાંદરા જેવા છે, જે ઈન્ટરનેટની નિસરણી પર ચઢીને દુનિયાભરમાં આતંક-અરાજકતા ફેલાવી રહ્યા છે.
ઈન્ટરનેટના કારણે જ શસ્ત્રો વિનાનું યુદ્ધ વધુ ગંભીર બની ગયું છે. સોશિયલ મીડિયામાં
ખેલાતા યુદ્ધમાં ગોળીઓ નથી છૂટતી પણ વિધ્વંસક વિચારોની મિસાઇલો છૂટે છે. આ વિચારો
ગમે ત્યાં ગોળીઓ છોડાવી શકે છે. ઇસ્લામિક સ્ટેટે ફેસબૂક,
ટ્વિટર અને યુ ટ્યૂબ પર કરેલા કુપ્રચારના કારણે જ અમેરિકાથી
લઈને યુરોપ સુધી કત્લેઆમ થઈ રહી છે.
કટ્ટરવાદી વિચારધારાનો ફેલાવો પણ પરમાણુ હથિયારો જેટલો જ ખતરનાક છે.
કટ્ટરવાદી વિચારો એક દેશ માટે જેટલા ખતરનાક છે,
એનાથી
પણ વધુ જોખમી ડિજિટલ દેશોમાં છે કારણ કે, આ દેશો ખુદ એક ‘કોમ્યુનિકેશન ચેનલ’ છે. કટ્ટરવાદના
ઝેરની અસર પેઢી દર પેઢી આગળ વધતી રહે છે અને ડિજિટલ દેશમાં તો તે જંગલની આગની જેમ ફેલાય છે. જોકે, ડિજિટલ દેશના ‘નેટિઝન’ આવું કંઈ વિચારતા નથી. ત્યાં તો લાઈક્સ, હીટ્સ,
કોન્ટેક્ટ્સ, બિઝનેસ અને ફાસ્ટફૂડિયા વિચારોની
બોલબાલા છે. સત્ય, આદર્શ, સિદ્ધાંતોનું
પાલન કરવા હિંમત અને ધીરજ જોઈએ પણ એ બધું બોરિંગ છે, જ્યારે
ઘાંટા પાડીને કહેવાતા જૂઠમાં થ્રીલ છે. તેમાં દલીલબાજી કરીને સામેવાળાને ચૂપ કરી
દેવાનો વિકૃત આનંદ પણ મળે છે. બાવા, બાપુ, બાબા અને ક્યારેક પત્રકારોનું હળવું ચિંતન મમળાવતી પ્રજા લાંબુ વિચારવાની તસ્દી ના લેતી હોય તો એમાં નવાઈ ના લાગવી જોઈએ. આ પ્રકારની પ્રજા
મનલુભાવન અને ઉપરથી તાર્કિક લાગતી જૂઠી દલીલો ગોખીને પલાયનવાદ સ્વીકારી લે છે. કમનસીબે, તેમાં મીડિયોકર લેખકો-કોલમકારો (પત્રકારો નહીં)નો પણ સમાવેશ થાય છે. જાહેરમાં શાબ્દિક હિંસા પર ઉતરવાને મર્દાનગી સમજતા એ કલમઘસુઓના કારણે જ સામાન્ય નાગરિકો પણ તેમના જેવું જ (મીડિયોકર) બોલતા અને વિચારતા શીખતા જાય છે.
જોકે, ડિજિટલ દેશની એક વાત સારી છે. ત્યાં ખેલાતા યુદ્ધ મોટા ભાગે અહિંસક હોય છે, જેથી વિધવાઓ અને અનાથોની સંખ્યા વધતી નથી. ગૂગલ, ફેસબૂક અને ટ્વિટર જેવા ડિજિટલ દેશની સરખામણી અમેરિકા જેવા સુપરપાવર સાથે પણ કરી શકાય કારણ કે, તેઓ પણ વિકસિત દેશોની જેમ બીજા દેશોમાં બિઝનેસ કરવા શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવતા ખચકાતા નથી. આ દેશોમાં પણ નાના-નાના જૂથો હોય છે. એ લોકોને પાર્ટી-શાર્ટી અને ફન, ફિલ્મ્સ સિવાય બીજા કશામાં રસ નથી. ઈન્ટરનેટ પર આવેલા ઈન્સ્ટાગ્રામ કે સ્નેપચેટ કંઈક એવા જ ડિજિટલ દેશો છે. આ પ્રકારના દેશો પૃથ્વી પરના સંપૂર્ણ વિકસિત દેશો જેવા છે, જ્યાં લગભગ બધું જ સુંદર અને સારું છે અને ત્યાંની લાઈફ સ્મૂધ એન્ડ સ્લો છે. જેમ કે, અત્યંત સુખી-સમૃદ્ધ સ્કેન્ડેનેવિયન દેશો. યુરોપના સ્કેન્ડેનેવિયા નામના પ્રદેશમાં આવેલા ડેનમાર્ક, નોર્વે, સ્વિડન, ફિનલેન્ડ અને આઈસલેન્ડ વગેરે સ્કેન્ડેનેવિયન દેશો તરીકે ઓળખાય છે.

એ દેશોમાં બધાને બધુ સહેલાઈથી મળી ગયું છે,
પરંતુ મુશ્કેલી ભારત કે અમેરિકા જેવા દેશોની છે. એટલે જ આ દેશોમાં
એક્ટિવિઝમ છે. ડિજિટલ સ્ટેટની સાથે ડિજિટલ એક્ટિવિઝમનો પણ જન્મ થયો છે. વિકિલિક્સ
અને એનોનિયમ્સ જેવા હેક્ટિવિસ્ટ (હેકર+એક્ટિવિસ્ટ) અમેરિકા જેવા સુપરપાવરની સાથે
ગૂગલ જેવા ડિજિટલ દેશોને પણ આડકતરી રીતે ભીંસમાં રાખે છે. તંદુરસ્ત લોકશાહીમાં એ
પણ આવકાર્ય છે. ડિજિટલ દેશોના 'નાગરિકો'ની રાષ્ટ્રીયતા જુદી જુદી હોય છે. જેમ કે, ફેસબૂક કે
ટ્વિટર જેવા ડિજિટલ સ્ટેટના યુઝર્સ ફક્ત એક જ દેશમાં નથી રહેતા પણ દુનિયાભરમાં
ફેલાયેલા છે. આ બધા જ નાગરિકો જુદા જુદા દેશ, ધર્મ, જાતિ, રંગના હોવા છતાં સહેલાઈથી એકબીજા સાથે જોડાઈને 'એક' થઈ
રહ્યા છે, જે ભવિષ્યના સોશિયલ મીડિયાની સૌથી મોટી
તાકાત હશે!
આ વાત પણ એક ઉદાહરણથી
સમજીએ. ઈન્ટરનેટની દુનિયાના સુપરપાવર ગણાતા ગૂગલે ૨૦૧૩માં સારું કામ કરતી નાની-નાની ન્યૂઝ વેબસાઇટને
સાયબર હુમલાથી બચાવવા 'પ્રોજેક્ટ શિલ્ડ' ચાલુ કર્યો હતો. આ યોજનાનો હેતુ ચૂંટણીઓ વખતે મતદારો જાગૃત થાય એવું
કન્ટેન્ટ પીરસતી, માનવાધિકારોને પ્રોત્સાહન આપતી તેમજ વાણી
સ્વાતંત્ર્ય જેવા મૂલ્યોની તરફેણ કરતી ન્યૂઝ વેબસાઈટને ઓનલાઈન ગુંડાગીરી સામે
ફ્રીમાં સુરક્ષા પૂરી પાડવાનો હતો. એ માટે ગૂગલે કેટલાક ધારાધોરણો બનાવીને અમુક
વેબસાઇટ પસંદ કરી. એ પસંદગી કરતી વખતે ગૂગલે એ વેબસાઇટ કયા દેશની છે એ ના વિચાર્યું, પણ ગૂગલે ફક્ત કન્ટેન્ટના આધારે એ વેબસાઇટોની પસંદગી કરી હતી. આમ પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ મારવામાં આવે ત્યારે સ્પિરિટ બતાવવામાં મેઇન સ્ટ્રીમ કરતા સોશિયલ મીડિયા વધુ આક્રમક પુરવાર થાય છે કારણ કે, તેનો ઢાંચો જ લોકતાંત્રિક છે. છાપા કે ચેનલમાં સામાન્ય વ્યક્તિનો સીધો કોઈ અવાજ નથી હોતો, પરંતુ સોશિયલ મીડિયામાં એ ખામી નથી.
ગૂગલના પ્રોજેક્ટ શિલ્ડ સામે અમેરિકા કે યુરોપિયન દેશોને વાંધો ન હતો, પરંતુ આફ્રિકા, એશિયાના દેશોએ આ યોજનાને ગેરકાયદે ગણાવી હતી. એટલું જ નહીં, કેટલાક દેશોમાં પ્રોજેક્ટ શિલ્ડને ગૂગલનું કાવતરું કે ગોરખધંધા પણ ખપાવી દેવાઈ હતી. જોકે, હજુયે આ યોજના ચાલુ છે કારણ કે, પ્રોજેક્ટ શિલ્ડ સાથે ગૂગલનો પાયાનો સામાજિક પરિવર્તનનો ખ્યાલ પણ વણાયેલો છે. આ પ્રકારની યોજનાઓથી ગૂગલને ખાસ કોઈ આર્થિક ફાયદો છે જ નહીં. એવી જ રીતે, ઇન્ટરનેટ પર એનોનિયમ્સ નામનો ડિજિટલ દેશ ઘણાં સમયથી સાયન્ટોલોજી નામના વિજ્ઞાન આધારિત ધર્મ વિરુદ્ધ આક્રમક અભિયાન ચલાવી રહ્યો છે. આ ડિજિટલ દેશ ગૂગલથી ઘણો અલગ છે. સાયન્ટોલોજીના વિરોધ મુદ્દે બધાનો અભિપ્રાય અલગ હોઈ શકે છે, પરંતુ એનોનિયમ્સે ગેરકાયદે રીતે સારું કામ કરીને સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી છે.
ઈસ્લામિક સ્ટેટે નવેમ્બર ૨૦૧૫માં પેરિસમાં આતંકવાદી હુમલો કર્યો એ પછી એનોનિયમ્સના યુઝર્સે (નાગરિકો) આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા વીસ હજાર ટ્વિટર એકાઉન્ટ હેક કરી દીધા હતા. એનોનિયમ્સની ઓનલાઈન આર્મીએ આ કામ ફક્ત ૪૮ કલાકમાં પાર પાડ્યું હતું. જે કામ માટે સરકારે ચોક્કસ ગાઇડલાઇન અનુસરવી પડે, પેપર વર્ક કરવું પડે અને ઘણો બધો સમય બરબાદ કરવો પડે, એ જ કામ એનોનિયમ્સના ‘બળવાખોર નાગરિકોએ’ ગણતરીના કલાકોમાં પૂરું કરી દીધું. પૃથ્વી પરના દેશોની જેમ ડિજિટલ દેશો પણ આ પ્રકારની ગુપ્ત સત્તા-શક્તિનો દુરુપયોગ કરી શકે છે. ભવિષ્યમાં એ બધું વિચારીને પણ કાયદા-કાનૂન બનશે.

આજે ભારત કે અમેરિકા
જેવા દેશો પણ બિનસત્તાવાર રીતે હેકરોની મદદ લે જ છે, પરંતુ
તેની અનેક મર્યાદા છે. આ પ્રકારના કામમાં વિવિધ દેશો સાથે થયેલી આંતરરાષ્ટ્રીય
સંધિઓનો ભંગ થવાનું જોખમ રહે છે અને ક્યાંક કાચું કપાય તો જવાબ આપવો ભારે પડી શકે છે, જ્યારે ડિજિટલ દેશોને 'પવિત્ર ગાય' જેવું બંધારણ કે કાયદા-કાનૂનનો ડર હોતો
જ નથી. આ સ્થિતિનો ફાયદો ઉઠાવવા જ અમેરિકા, ચીન અને રશિયા
જેવા દેશોએ ઈન્ટરનેટના
વિકસિત ડિજિટલ દેશોનો વ્યૂહાત્મક લાભ લેવાનું શરૂ કરી દીધું છે.
ગૂગલ કે ફેસબૂક જેવા ડિજિટલ દેશો ઈન્ટરનેટ પર ‘મોટી 'જમીનો' કબજે કરીને અમેરિકા, યુરોપ, એશિયા અને આફ્રિકાના કરોડો લોકો સુધી પહોંચી ગયા છે, જેની માહિતી યુગમાં અવગણના ના કરી શકાય.
નોંધઃ પ્રતીકાત્મક તસવીરો ગૂગલ પરથી લીધી છે.

No comments:
Post a Comment