યુએસ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક અમેરિકન ઈન્વેન્ટરને 'ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ'
આપવાનું કામ કરે
છે. માર્ચ ૨૦૧૬માં આ સંસ્થામાં 'પેપર બેગ'ની પેટન્ટ માટે અરજી આવી હતી. બે અઠવાડિયા પહેલાં જ આ અરજી
સ્વીકારી લેવાઈ અને હવે પેપર બેગની પેટન્ટ આપવી કે નહીં એની વિચારણા થઈ રહી છે. દુનિયા માટે પેપર બેગ પેટન્ટેડ થઈ જશે એ તો સમાચાર છે જ,
પરંતુ એનાથીયે વધારે
રસપ્રદ વાત એ છે કે પેપર બેગની પેટન્ટ માટેની અરજી એપલે કરી છે. હા,
એ જ 'એપલ' જે દુનિયાભરમાં આઈ ફોન, આઈ પોડ, આઈ પેડ, મેક બુક, એપલ વૉચ અને એપલ ટીવી જેવી હાઈટેક પ્રોડક્ટ્સ માટે જાણીતી
છે. સ્ટિવ જોબ્સ (ફાઉન્ડર), ટિમ કૂક (સીઈઓ), જોનાથન ઈવ (ચિફ ડિઝાઈન ઓફિસર),
કેવિન લિન્ચ (એપલ વૉચ
સોફ્ટવેર હેડ) અને એલન ડાય (હ્યુમન ઈન્ટરફેસ ગૂ્રપ હેડ) જેવા ટેક્નોલોજિસ્ટો સાથે
જે કંપનીનું નામ જોડાયેલું હોય એ કંપની હવે પેપર બેગ બનાવશે?
એપલે માર્ચ ૨૦૧૬માં પેપર
બેગની પેટન્ટ મેળવવા અરજી કરી ત્યારે સિલિકોન વેલીના અનેક ધુરંધરોને પણ આ પ્રશ્ન
થયો હતો!
આ સમાચાર પછી ટેક્નોલોજિસ્ટો તો ઠીક, સામાન્ય માણસોએ પણ બે ઘડી એવી કલ્પના કરી હતી કે,
એપલ હવે હાઈટેક પેપર બેગ
બનાવશે, જેમાં વાયરલેસ ચાર્જિંગ થતું હશે! બ્લૂટૂથ પણ હશે! મ્યુઝિક પણ વાગતું હોઈ શકે
છે! ભલું પૂછવું. જોકે, પેપર બેગમાં આવું કશું નથી. આ પેટન્ટની અરજીમાં એપલે પેપર
બેગની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, ''એક રિટેઇલ પેપર બેગ કે જે ૬૦ ટકા રિ-સાયકલ કરી શકાય એવા
પેપરમાંથી બનાવાઈ હશે... આવી રિટેઇલ બેગનો ઉપયોગ ચીજવસ્તુ મૂકવા માટે થાય છે...
ગ્રાહકો રિટેઇલ સ્ટોરમાંથી ખરીદી કર્યા પછી જેનો ઉપયોગ કરે એ માટે રિટેઇલ બેગનો
ઉપયોગ કરે છે...''
એપલે રજૂ કરેલી ટેકનિકલ વિગતો સાથેની એપલ બેગનો મેપ |
એપલે પેપર બેગની આવી 'સરળ' વ્યાખ્યા કરી એટલે કેટલાક લોકોએ તેની મજાક પણ ઉડાવી છે. જોકે,
બેગ આટલી સીધીસાદી હોય
તો તેની પેટન્ટ શક્ય જ નથી. એપલે તેની અરજીમાં 'હાઈટેક' પેપર બેગની વ્યાખ્યાની સાથે ઊંડી ટેકનિકલ વિગતો પણ આપી છે
અને એટલે જ તેની અરજી સ્વીકારાઈ છે. એપલે એક એવી પેપર બેગની પેટન્ટ માટે અરજી કરી
છે, જે
એસબીએસ (સોલિડ બ્લિચ્ડ બોર્ડ) પેપરમાંથી બનાવાઈ હશે અને તેનું ૬૦ ટકા મટિરિયલ
રિસાયકલ થઇ શકે એવું હશે. એટલે કે, એકવાર પેપર બેગ કચરામાં ફેંકી દીધા પછી,
ભીની થઈ ગયા પછી અને ગમે
એટલા દિવસ દરબદર ઠોકરો ખાધા પછીયે તે રિસાયકલિંગ કરવાને લાયક રહેશે. કાગળનો ટુકડો
પ્લાસ્ટિકની સરખામણીથી જમીનમાં ઝડપથી ઓગળી જાય એટલા માત્રથી ઈકો ફ્રેન્ડ્લી નથી થઈ
જતો. જે મટિરિયલનો વારંવાર ઉપયોગ શક્ય હોય એટલું એ વધારે ઈકો ફ્રેન્ડ્લી ગણાય.
એપલની પેપર બેગનું મટિરિયલ આવું હશે!
આ તો ઈકો ફ્રેન્ડ્લી મટિરિયલની વાત થઈ, પણ એપલની પેપર બેગ સામાન્ય બેગ કરતા મજબૂત અને ટકાઉ હશે.
સામાન્ય પેપર બેગ જ્યાંથી ફાટી જાય છે ત્યાં વધારે જાડા કદનો પેપર હશે. આ ઉપરાંત
પેપર બેગના હેન્ડલ માટે પાડેલા કાણાં આગળથી પણ પેપર ફાટશે નહીં કારણ કે,
ત્યાં પણ એપલના પ્રોડક્ટ
એન્જિનિયરોએ જાડા કાગળ, રિવેટ અને દોરીના હેન્ડલની કારીગરી કરી છે. આ બેગને ગડી
કરીને મૂકી રાખવાથી પણ કાગળ સહેલાઈથી ફાટશે નહીં. એકવાર બેગમાં ચીજવસ્તુ મૂક્યા
પછી પેપર પર ક્યાં દબાણ આવે છે એનું પણ પૂરતું ધ્યાન રાખીને પેપર બેગ ડિઝાઈન કરાઈ
હશે. એટલે કે પેપર બેગનો કાગળ બધે જ એકસરખી જાડાઈ ધરાવતો નહીં હોય પણ જ્યાં જેટલી
જરૂર હશે એવી જ રીતે તેનું ડિઝાઈનિંગ કરાયું હશે.
છેલ્લાં ઘણાં મહિનાથી
એપલના પસંદગીના સ્ટોરમાં ગ્રાહકોને આવી બેગ આપીને પૂરતી ચકાસણી પણ કરી લેવાઈ છે.
પ્રોડક્ટ ડિઝાઈનિંગમાં ક્યાં, શું, કેટલું મહત્ત્વનું છે એ વાત ઘણી મહત્ત્વની છે. આઈ ફોનનું જ ઉદાહરણ લો. દુનિયાભરની કંપનીઓએ સ્માર્ટફોનમાં ૨ જીબી અને ૩ જીબી રેમ આપતી હતી ત્યારે આઈ ફોન ૬ સુધી એપલ ફક્ત એક જીબી રેમ આપતી હતી. અત્યારના લેટેસ્ટ આઈફોન ૭માં એપલે પહેલીવાર ૨ જીબી રેમ આપી છે. આ મુદ્દે સવાલ પૂછતા સ્ટિવ જોબ્સે કહ્યું હતું કે, નાનકડા સ્માર્ટફોનમાં અત્યારે વધારે રેમની નહીં પણ સ્માર્ટ એન્જિનિયરિંગની જરૂર છે. એકદમ સાચી વાત. આઈ ફોનમાં ઓછી રેમ હોવા છતાં તે ક્યારેય હેંગ નથી થતો. આજેય આઈફોનની સ્પિડ કે હીટિંગ જેવા મુદ્દે કોઈ સવાલ નથી ઊઠાવી શકતું. કોઈ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટની જેમ કાગળની સીધી સાદી બેગ બનાવવામાં પણ એપલે ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખ્યું છે. આ લેખ સાથેની તસવીર પર નજર કરો.
પ્રોડક્ટ ડિઝાઈનિંગમાં ક્યાં, શું, કેટલું મહત્ત્વનું છે એ વાત ઘણી મહત્ત્વની છે. આઈ ફોનનું જ ઉદાહરણ લો. દુનિયાભરની કંપનીઓએ સ્માર્ટફોનમાં ૨ જીબી અને ૩ જીબી રેમ આપતી હતી ત્યારે આઈ ફોન ૬ સુધી એપલ ફક્ત એક જીબી રેમ આપતી હતી. અત્યારના લેટેસ્ટ આઈફોન ૭માં એપલે પહેલીવાર ૨ જીબી રેમ આપી છે. આ મુદ્દે સવાલ પૂછતા સ્ટિવ જોબ્સે કહ્યું હતું કે, નાનકડા સ્માર્ટફોનમાં અત્યારે વધારે રેમની નહીં પણ સ્માર્ટ એન્જિનિયરિંગની જરૂર છે. એકદમ સાચી વાત. આઈ ફોનમાં ઓછી રેમ હોવા છતાં તે ક્યારેય હેંગ નથી થતો. આજેય આઈફોનની સ્પિડ કે હીટિંગ જેવા મુદ્દે કોઈ સવાલ નથી ઊઠાવી શકતું. કોઈ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટની જેમ કાગળની સીધી સાદી બેગ બનાવવામાં પણ એપલે ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખ્યું છે. આ લેખ સાથેની તસવીર પર નજર કરો.
ફ્રાન્સિસ વૉલ અને તેમણે બનાવેલું મશીન, વિખ્યાત ઈન્વેન્ટર માર્ગારેટ નાઈટ અને ચાર્લ્સ સ્ટિલવેલ |
આ પહેલાં ક્યારેય કોઈએ પેપર બેગ વિશે આટલો ઝીણવટપૂર્વક વિચાર નથી કર્યો.
દુનિયાભરમાં દાયકાઓથી પેપર બેગનો ઉપયોગ થાય છે પણ આટલા વર્ષોમાં તેની ડિઝાઈનમાં
ખાસ ફેરફારો નોંધાયા નથી. અમેરિકામાં શૉપિંગ કલ્ચર અસ્તિત્વમાં આવ્યું ત્યારથી
પેપર બેગનું માસ પ્રોડક્શન કરવાની દિશામાં સંશોધનો શરૂ થઈ ગયા હતા. ઈસ. ૧૮૫૨માં
અમેરિકાના પેન્સિલવેનિયાના ફ્રાન્સિસ વૉલે નામના ઈન્વેન્ટરે પેપર બેગ બનાવવાનું
મશીન બનાવ્યું હતું, જેને સહેલાઈથી પેટન્ટ મળી ગઈ હતી. આ મશીનના કારણે જ પેપર
બેગનું માસ પ્રોડક્શન શક્ય બન્યું હતું. આ મશીન પર ભરોસો કરીને જ વૉલ અને તેના
ભાઈએ યુનિયન પેપર બેગ મશીન કંપનીની સ્થાપના કરી હતી. આ મશીનના આધારે વૉલ બ્રધર્સ
એક જ વર્ષમાં ૪૦ લાખ ડૉલર કમાયા હતા. આ આંકડા પરથી કલ્પના થઈ શકે છે કે,
અમેરિકામાં આટલા વર્ષો
પહેલાં પેપર બેગની કેટલી બધી ખપત થતી હશે! બાદમાં વૉલ બ્રધર્સની કંપની ઈન્ટરનેશનલ
પેપર્સે ખરીદી લીધી હતી. ટેનેસીના મેમ્ફિસમાં હેડ ક્વાર્ટર ધરાવતી ઈન્ટરનેશનલ
પેપર્સ ફક્ત પેપર અને પલ્પ ક્ષેત્રે કાર્યરત હોવા છતાં તેમાં ૬૫ હજાર લોકો કામ કરે
છે. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં પણ આ કંપની નોંધાયેલી છે.
જોકે, આ પેપર બેગની ડિઝાઈન એક મોટા પરબીડિયા જેવી સીધીસાદી હતી. એટલે ઈસ. ૧૮૭૧માં
૧૯મી સદીના વિખ્યાત મહિલા ઈન્વેન્ટર માર્ગારેટ નાઈટે તળિયામાં ચીજવસ્તુઓ મૂકવા
લંબચોરસ જગ્યા મળે એવી પેપર બેગ બનાવવાનું મશીન બનાવ્યું. આજેય વૉશિંગ્ટન ડીસીના
સ્મિથસોનિયન મ્યુઝિયમમાં આ મશીન સચવાયેલું છે. એ પછી ઈસ. ૧૮૮૩માં ચાર્લ્સ સ્ટિલવેલ
નામના અમેરિકન ઈન્વેન્ટરે ચોરસ તળિયું હોવા છતાં સહેલાઈથી વાળીને-ગડી કરીને મૂકી
શકાય એવી પેપર બેગ ડિઝાઈન કરી. એ બેગનું માસ પ્રોડક્શન કરવા સ્ટિલવેલે પણ મશીન
તૈયાર કર્યું. આ એકેય પેપર બેગમાં હેન્ડલ ન હતા. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને વર્ષ
૧૯૧૨માં વૉલ્ટર ડ્યુબનર નામના ઈન્વેન્ટરે દોરીના હેન્ડલ ધરાવતી પેપર બેગ બનાવી. વળી,
આ બેગ ૩૪ કિલો જેટલું
વજન ઉઠાવી શકવા સક્ષમ હતી. આ કારણસર વર્ષ ૧૯૧૫ સુધી તો અમેરિકામાં લાખોની
સંખ્યામાં આ બેગનું વેચાણ થયું.
એટલું જ નહીં, વૉલ્ટરના કારણે જ અમેરિકા-યુરોપના સ્ટોર્સ-મૉલમાં કાગળની બેગની હેન્ડલવાળી બેગ
ધીમે ધીમે પ્રચલિત થઈ ગઈ. યાદ રાખો, પેપર બેગ ઈકો ફ્રેન્ડ્લી હોવાના કારણે નહીં પણ માસ
પ્રોડક્શન કરતા મશીનો અસ્તિત્વમાં આવ્યા હોવાથી લોકપ્રિય થઈ હતી. એટલે જ વર્ષ
૧૯૭૦માં પ્લાસ્ટિક બેગ બજારમાં આવી અને થોડા જ સમયમાં દુનિયાભરમાં લોકપ્રિય થઈ ગઈ.
વજનમાં હલકી, મજબૂત, ટકાઉ તેમજ જાતભાતના રંગ અને ડિઝાઈનમાં ઉપલબ્ધ હોવાના કારણે પ્લાસ્ટિક બેગે ખૂબ
ઝડપથી પેપર બેઝનું સ્થાન લઈ લીધું. આજેય દુનિયાભરમાં છુટક અપવાદોને બાદ કરતા
પ્લાસ્ટિક બેગની જ બોલબાલા છે.
જો એપલ પેપર બેગ ઈન્ડસ્ટ્રીમાં ધમાકેદાર સફળતા મેળવી શકશે તો ફરી એકવાર
દુનિયામાં પેપર બેગનો ઉપયોગ વધશે. લોકો પર્યાવરણની ચિંતા કરીને નહીં પણ બ્રાન્ડ
અને ફેશન સ્ટેટમેન્ટ ધ્યાનમાં રાખીને એપલ પેપર બેગનો ઉપયોગ કરશે. પશ્ચિમી
સંસ્કૃતિમાં સિસ્ટમ, સ્ટાઈલ અને આર્ટની બોલબાલા છે,
જ્યારે ભારતમાં એવું નથી.
આજેય અહીં ભજીયા, પાપડીથી માંડીને અનાજ, કઠોળ અને લોટ સહિતની ચીજવસ્તુઓ પડીકામાં મળે છે,
જે પેપર બેગનું જ એક સ્વરૂપ
છે પણ તેમાં સ્ટાઈલ નથી, કળા નથી. પશ્ચિમમાં ખરીદી કર્યા પછી પ્લાસ્ટિકની થેલી અપાય
છે એવી જ રીતે, ભારતમાં ખરીદી કરવા જતી વખતે ઘરેથી લુગડાની થેલી લઈ જવાતી. નકામા કપડામાંથી
બનાવાયેલી આવી થેલીનો આજેય અનેક લોકો ઉપયોગ કરે છે. દાદી કે નાનીએ સીવેલી એ થેલીનો
ત્રણ-ચાર પેઢી સુધી ઉપયોગ થતો. આ પ્રકારની થેલીમાં નાના-મોટા તમામ પ્રકારના પડીકા
અને સરસામાન સમાઈ જતો. એ લુગડાની થેલીનું આયુષ્ય પૂરું થયા પછી તેના લુગડાનો પણ
બીજા કામમાં ઉપયોગ કરાતો.
hmm aping, marketing and financial realities and hypocrisy ..
ReplyDeletemakes you think along these lines
nice thoughts
Vishal... U all gives simple things in different way.. nice article
ReplyDeleteNice Article
ReplyDeleteપેપર બેગ જેવા વિષય પર આટલું વૈવિધ્ય.. ભાગ્યે જ જોવા મળે છે. અને આર્ટિકલનો સાર સુપર્બ... કપડાથી થેલી..સદાબહાર.. આજે તો સ્પેેશિયલ જ્યૂટ તેમજ ડિઝાઇનર ક્લોથ્સ બેગ પણ મળે છે.. વૈવિધ્યસભર આર્ટિકલ..
ReplyDeleteThanks Dhaval, Narendra and Sandeep.
ReplyDeleteWah. Damdar Lekh . A really nice article on a small thing like Paper Bag.
ReplyDelete-Dhaval Soni