મારી જેમ તમને ઘરમાં પુસ્તકો, ફાઈલો વગેરે મૂકવાની જગ્યા ઓછી પડતી હશે. મારો એક મિત્ર તો ઘરમાં પુસ્તકો જ નહીં, વર્ષોવર્ષના છાપા સંગ્રહવાનો શોખીન છે. પરંતુ લગ્ન થયા પછી ભાભી સામે એનું કશું ચાલતું નથી એ જુદી વાત છે. (પ્લીઝ એનું નામ જાહેરમાં ના પૂછતા, ફોન કરજો કહીશ.) એની વે, હું તો જૈન હોવાથી અપરિગ્રહ (સંગ્રહખોરી નહીં કરવામાં)માં માનું છું અને અમુક પુસ્તકો ઘરમાં રાખી મૂકવાના બદલે ‘જૂના પુસ્તકો વેચતા ફેરિયા’ને આપી દેવામાં શાણપણ સમજુ છું. પરંતુ મારી પત્નીને મારી આ આદત પસંદ નથી. તેથી મેં ઘરમાં પુસ્તકો મૂકવા આખરે શું કરવું જોઈએ એવો ટાઈમપાસ કરવા ઈન્ટરનેટના દરિયામાં ધૂબાકા મારીને કેટલાક તસવીરી ઉકેલો શોધી કાઢ્યા છે, જે અહીં તમારી સાથે શેર કરું છું.
.jpg) |
માળિયામાં જૂની નિરસણી પડી હોય તો ઉત્તમ |
.jpg) |
જૂની નિસરણીને સરળતા ખાતર આવી રીતે પણ મૂકી શકાય |
.jpg) |
જો તમારી પાસે વધુ પડતા પુસ્તકો
હોય તો આવું કરી શકાય |
.jpg) |
બે નિસરણીને આવી રીતે ગોઠવીને વચ્ચે પાટિયા મૂકી દો |
.jpg) |
માળિયામાં જેટલો ભંગાર વધારે એટલો વધારે ફાયદો |
.jpg) |
પાટિયામાં કાણાં પાડીને, દોરડામાં ગાંઠો મારી આવી
રીતે લટકાવીને બહુ બધા પુસ્તકો મૂકી શકાય |
.jpg) |
જૂની ટિપોઈ અને કપડા મૂકવાના સ્ટેન્ડમાંથી પુસ્તક સ્ટેન્ડ |
.jpg) |
કબાટના બે હેન્ડલ, બે દોરી અને એક પાટિયું કમસેકમ બાળકોના પુસ્તકો માટે ઉત્તમ |
.jpg) |
ડ્રોઅર ખુલ્લું રાખવાની રીત પણ ખોટી નહીં |
.jpg) |
વધુ પુસ્તકો મૂકવા રોડ ફર્નિચર ઉત્તમ |
.jpg) |
જૂની લોખંડની પાઈપ અને લેમ્પ પણ બની શકે પુસ્તક સ્ટેન્ડ |
.jpg) |
જો તમે પ્લમ્બર હોવ અને વધુ પાઈપો હોય તો તો ઘી-કેળાં |
.jpg) |
આવું ટેબલ પણ બહુ બધા પુસ્તકો માટે શ્રેષ્ઠ |
.jpg) |
જાડા પૂંઠા પર કાણાં પાડીને પેન્સિલ અને દોરીઓ વડે
બનાવેલું સ્ટેન્ડ બાળકોના રૂમમાં સ્ટાઈલિશ લાગે |
 |
જૂના પાટિયા, ટેબલો વગેરેનું ક્રિએટિવ પુસ્તક સ્ટેન્ડ |
.jpg) |
ધ્યાનથી જુઓ, પરદાના કાપડ અને
પાઈપનું પુસ્તક સ્ટેન્ડ |
.jpg) |
જૂનો રેડિયો પણ થોડું કામ કાઢી આપે |
.jpg) |
માળિયામાં પડેલું મોટા ભાગનું કામ આવે |
.jpg) |
એકાદ પુસ્તક આવી રીતે પણ... |
.jpg) |
જૂના પાટિયાના બોક્સ બનાવી, પાછળ ડિઝાઈનર પેપર લગાવી દો |
.jpg) |
છે ને સ્ટાઈલિશ ટેબલ |
પ્રથમ જ મુલાકાત અને મસ્ત પોસ્ટ !
ReplyDeleteખૂબ ખૂબ આભાર :-)
Delete