Showing posts with label Arvind Kejriwal. Show all posts
Showing posts with label Arvind Kejriwal. Show all posts

08 April, 2015

સુપ્રીમો, હાઈ કમાન્ડ... બોલે તો, માઇ બાપ સરકાર


આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ જૂથ અને પક્ષના અન્ય નેતાઓ વચ્ચે ચાલી રહેલી હુંસાતુંસીએ આપણા રાજકીય પક્ષો અંગે બે મહત્ત્વના પ્રશ્નો સર્જ્યા છે. પહેલો પ્રશ્ન, આપણા રાજકીય પક્ષોના નેતાઓ પોતાને સુપ્રીમો, હાઈ કમાન્ડ કે અલ્ટિમેટ ઓથોરિટી તરીકે પ્રોજેક્ટ કેમ કરતા હોય છે? બીજો પ્રશ્ન એ છે કે, આપણા મોટા ભાગના રાજકીય પક્ષોમાં સત્તાના વિકેન્દ્રિકરણના બદલે સત્તાના કેન્દ્રિકરણનો ઝોક કેમ વધારે હોય છે? હજુ વર્ષ ૨૦૧૩માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીથી રાજકીય કારકિર્દી શરૂ કરનારી આમ આદમી પાર્ટીમાં વર્ષ ૨૦૧૫ સુધી મોટી ઉથલપાથલ થઈ ચૂકી છે. અરવિંદ કેજરીવાલે સ્થાપેલી આમ આદમી પાર્ટીના બે મહત્ત્વના ચહેરા યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણનું કહેવું છે કે, પાર્ટીમાં આંતરિક લોકશાહી નથી. આ સિવાય પણ 'આપ'ના અનેક નેતાઓ કેજરીવાલની કામ કરવાની સરમુખત્યાર પદ્ધતિ સામે અવાજ ઉઠાવી ચૂક્યા છે.

ભારતના રાજકારણમાં હાઈ કમાન્ડ અને સુપ્રીમો જેવા શબ્દો કદાચ એક જ પરિવારના વારસાગત રાજકારણના આધારે ઊભા થયેલા  રાજકીય પક્ષોને વધારે લાગુ પડે છે. આવા રાજકીય પક્ષો પર એક જ કુટુંબ અને સ્થાપિત હિતોની મજબૂત પક્કડ હોય છે. કોંગ્રેસ, શિવસેના, સમાજવાદી પક્ષ, વાયએસઆર કોંગ્રેસ, તેલુગુ દેસમ પાર્ટી, દ્રવિડ મુનેત્ર કઝગમ, અકાલી દલ અને બીજુ જનતા દલ જેવા તમામ પક્ષોને વત્તેઓછે અંશે આ ઉધઈ લાગેલી છે. જોકે, કોઈ એક જ કુટુંબનો કબજો ના હોય એવા રાજકીય પક્ષોમાં પણ સત્તાનું કેન્દ્રિકરણ જોવા મળે છે. આવા પક્ષોમાં તૃણમૂલ કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી અને ઓલ ઈન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગમ જેવા પક્ષોનો પણ સમાવેશ કરી શકાય. હાલ આ ત્રણેય પક્ષોમાં અનુક્રમે મમતા બેનરજી, માયાવતી અને જયલલિતા સર્વશક્તિમાન છે. અત્યારે તમિલનાડુના મુખ્યમંત્રી ઓ. પન્નીસેલવમ છે પણ સત્તાનું સુકાન જયલલિતા પાસે જ છે. અપ્રમાણસરની મિલકતના કેસમાં સર્વોચ્ચ અદાલતે જયલલિતાની ચાર વર્ષની સજા રદ્ કરી એ પછી તેઓ પન્નીસેલવમને કંટ્રોલ કરીને સરકાર ચલાવી રહ્યા છે. સામસામેની વિચારધારા ધરાવતા ભારતીય જનતા પક્ષ અને ડાબેરી પક્ષોનું સત્તાનું માળખું આ પક્ષોથી ઘણું અલગ છે, પરંતુ અત્યારના ભાજપની સત્તા 'મજબૂત' નેતાઓના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ છે.

અરવિંદ કેજરીવાલ

ભારતના રાજકીય પક્ષોમાં સત્તાનું કેન્દ્રિકરણ થવાના કારણો ઘણાં ઊંડા છે. દેશના મોટા ભાગના રાજકીય પક્ષોમાં સ્વતંત્ર સંગઠનનો અવાજ ઉપર સુધી સંભળાય એવું માળખું જ નથી. દેશમાં પૈસાદારથી લઈને ગરીબ અને બિઝનેસમેનથી લઈને નોકરિયાત સુધીના તમામ લોકો માટે સરકાર માઇ બાપ છે. આ સરકાર એટલે જેના પાસે આપણાથી વધારે સત્તા છે તે વ્યક્તિ. એક બિઝનેસમેન માટે સેલ્સ ટેક્સ અધિકારી માઇ બાપ છે, સેલ્સ ટેક્સના અધિકારી માટે સેલ્સ ટેક્સ કમિશનર માઇ-બાપ છે અને સેલ્સ ટેક્સ કમિશનર માટે તેનાથી વધારે સત્તા ધરાવતી વ્યક્તિ માઇ બાપ છે. આ તમામનો પણ કોઈ માઇ બાપ હોય છે. રાજકીય પક્ષોના કાર્યકરોએ પણ રાજકીય કારકિર્દી ટકાવી રાખવા કે આગળ વધારવા 'ગોડફાધર' પર આધારિત રહેવું પડે છે. આ ગોડફાધરનો પણ પાછો કોઈ ગોડફાધર હોય છે. દરેક વ્યક્તિ નાના-મોટા સ્વાર્થ ખાતર માઇ બાપને શરણે થાય છે. આ વ્યક્તિ પૂજાનો પડઘો આપણી રાજકીય વ્યવસ્થામાં પણ પડે છે. પટાવાળાથી લઈને ઉદ્યોગપતિ સુધી સૌ કોઈ પોતપોતાની તાકાત પ્રમાણે સત્તાના કેન્દ્રિકરણને આડકતરી રીતે મજબૂત કરતા રહે છે.

રાજ્ય સરકારો માટે કેન્દ્ર સરકાર માઇ બાપ છે. રાજ્ય સરકારોએ પોતાની પ્રજાના ભલા માટે કેન્દ્ર પાસે વધુને વધુ આર્થિક મદદ મેળવવા લોબિંગ કરવું પડે છે. સ્થાનિક રાજકારણીઓએ પ્રજાને વધારાની રેલવે, શહેરમાં ઈન્ડસ્ટ્રિયલ હાઉસ કે એરપોર્ટની સુવિધા મેળવવા પણ હાઈ કમાન્ડને દબાણ કરવું પડે છે. આ દબાણમાં હંમેશાં વિનંતીનું તત્ત્વ હોય છે. જોકે, પ્રજાને ક્યારે, કેટલી સુવિધા મળે છે તેનો આધાર હાઈ કમાન્ડને સ્થાનિક રાજકારણીની કેટલી જરૂર છે તેના પર હોય છે. આ સિસ્ટમમાં રાજકારણી જેટલો મોટો હોય એટલો એને વધારે ફાયદો થાય છે. એક દિવસ આપણને પણ લાભ મળવાનો જ છે એ આશામાં સ્થાનિક રાજકારણી હાઈ કમાન્ડના તળિયા ઘસતો રહે છે. આવી જ આશા તેના સ્થાનિક ટેકેદારો અને પ્રજાને પણ હોય છે અને તેથી તેઓ સ્થાનિક સ્તરે સત્તાના કેન્દ્રિકરણને પ્રોત્સાહન આપે છે. જો રાજકીય પક્ષ સત્તામાં હોય તો મોટો રાજકારણી નાના રાજકારણીને સ્થાનિક કક્ષાએ મજબૂત પણ થવા દે છે. જોકે, આપણા નેતાઓ બહુ સમજી-વિચારીને આ દિશામાં આગળ વધે છે કારણ કે, સ્થાનિક રાજકારણી પોતાની સ્વતંત્ર રાજકીય તાકાત ઊભી કરે તો ભવિષ્યમાં બળવાખોરીની શક્યતા રહે છે. આવી સ્થિતિ સર્જાય ત્યારે સર્વોચ્ચ રાજકારણીની તરફેણ કરતા નેતાઓ સુપ્રીમો, હાઈ કમાન્ડ એટલે કે માઇ બાપ સરકારની તરફદારી કરીને સત્તાના કેન્દ્રિકરણને પ્રોત્સાહન આપે છે. એનું મુખ્ય કારણ એ હોય છે કે, એ તમામ નેતાઓની રાજકીય કારકિર્દી એ નેતા પર નિર્ભર હોય છે. જો એ નેતા ખતમ, તો પોતાની રાજકીય કારકિર્દી પણ ખતમ- એ વાત તેઓ સારી રીતે જાણતા હોય છે.

અત્યારે આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલો સંઘર્ષ આ સ્થિતિ સમજવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હાલ આપમાં બે જૂથ સામસામે આવી ગયા છે, એક અરવિંદ કેજરીવાલ જૂથ અને બીજું કેજરીવાલ વિરોધી જૂથ. કેજરીવાલ જૂથ માને છે કે, કોઈ પણ સંજોગોમાં 'કેજરીવાલજી' જ આપનું નેતૃત્વ કરે, તેઓ જ મુખ્યમંત્રીપદે ચાલુ રહે, અને યોગેન્દ્ર યાદવ-પ્રશાંત ભૂષણ ગ્રેસફૂલી પાર્ટી છોડીને જતા રહે. કારણ કે, તમે પાર્ટીના ભાગ છો તો તમારે તમારા નેતાનો સ્વીકાર કરવો જ પડશે... કુમાર વિશ્વાસની જેમ કેજરીવાલના જૂથના બધા નેતાઓ આ રેકોર્ડ જાહેરમાં વગાડી ચૂક્યા છે. કેજરીવાલના તરફદારોને ખબર છે કે, કેજરીવાલ 'આપ'નો ચહેરો છે, કેજરીવાલ છે તો 'આપ' છે અને 'આપ' છે તો જ તેમની રાજકીય કારકિર્દી હેમખેમ છે. આ કારણોસર તેઓ સત્તાનું કેન્દ્રિકરણ કેજરીવાલ પાસે થાય એમ ઈચ્છી રહ્યા છે. કેજરીવાલ પણ સમજી-વિચારીને સત્તાનું સુકાન પોતાના હાથમાં રાખવા માગે છે અને પોતાને મજબૂત નિર્ણયો લઈ શકતા નેતા તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે.

રાજકીય પક્ષોમાં સત્તાના કેન્દ્રિકરણને પ્રોત્સાહન મળવાનું બીજું એક કારણ ચૂંટણીઓમાં મળતું ભંડોળ છે. અબજોની સંપત્તિ ધરાવતા ઉદ્યોગપતિઓથી માંડીને મોટા બિઝનેસમેન અને વેપારી જૂથો માઇ બાપ સરકારને ચૂંટણીઓ લડવા જંગી ભંડોળ પૂરું પાડે છે, જેમાં સફેદ કરતા કાળું નાણું વધારે હોય છે. કાળુ નાણું આપતા લોકોને માઇ બાપ સરકાર સત્તામાં આવે ત્યારે સાચવી લે છે. રાજકીય પક્ષોને અપાતું ભંડોળ એ દાન નહીં પણ સમજી-વિચારીને કરેલું રોકાણ હોય છે, જે ભવિષ્યમાં ઉગી નીકળવાનું હોય છે. આજે ભારતનો એકય રાજકીય પક્ષ દાવો કરી શકે એમ નથી કે, તેમને મળતા ભંડોળની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે. ચૂંટણી ભંડોળ ઉઘરાવવામાં આમ આદમી પાર્ટી શરૂઆતમાં સૌથી જુદી પડતી હતી. જોકે, કેજરીવાલ અને તેમના વિરોધીઓ વચ્ચે આ મુદ્દે પણ ટકરાવ થયો હોવાના સંકેત મળી રહ્યા છે.

ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષે ચૂંટણી ટિકિટ આપતી વખતે ઉમેદવારની પૈસા ખર્ચવાની ક્ષમતા, જાતિવાદી સમીકરણો તેમજ સ્થાનિક સ્તરે સ્વીકૃતિ જેવા અનેક પરિબળો ધ્યાનમાં રાખવા પડે છે. આર્થિક રીતે મજબૂત ઉમેદવાર ગમે તેવો ગંભીર ગુનાઇત ઈતિહાસ ધરાવતો હોય તો પણ રાજકીય પક્ષોને કે પ્રજાને કોઈ ફર્ક પડતો નથી કારણ કે, આવા ઉમેદવારોએ સમાજના ભલા માટે કાળુ નાણું ખર્ચીને પોતાનો ટેકેદાર વર્ગ ઊભો કર્યો હોય છે. તેઓ ગુનેગાર હોય તો શું થયું? આખરે તેઓ સરકાર માઇ બાપ છે. આવો ઉમેદવાર ચૂંટાઈને આવે તો કંપનીઓ, બિઝનેસમેનો, વેપારી સંસ્થાઓ અને કોન્ટ્રાક્ટરોને લાયસન્સો આપીને, કોન્ટ્રાક્ટ પાસ કરાવીને કે નાના-મોટા હિતો સાચવીને કમિશન લે છે. આ કમિશનનો અમુક હિસ્સો તે માઇ બાપ હાઈ કમાન્ડ સુધી પહોંચાડે છે કારણ કે, એ છે તો તેની દુકાન ચાલવાની છે. સરકાર માઇ બાપની ચકોર નજર છેક સ્થાનિક સ્તર સુધી હોય છે અને તેથી ડરના માર્યા પણ મોટા ભાગના ભંડોળનું કેન્દ્રિકરણ હાઈ કમાન્ડ પાસે થાય છે. પક્ષને ભંડોળ મળતું હોય તો સ્થાનિક રાજકારણીની દુકાન ચાલ્યા કરે એમાં સુપ્રીમોને વાંધો નથી હોતો.

ભારતમાં રાજકીય પક્ષોના ભાગલા પડવાનો પણ સુવર્ણ ઈતિહાસ છે. તમામ સ્તરના નેતાઓની ઊંચે પહોંચીને વધુને વધુ સત્તા મેળવવાની ભૂખને કારણે રાજકીય પક્ષોમાં સુપ્રીમો કે હાઈ કમાન્ડની જી-હજુરી કરવાનું વલણ જોવા મળે છે. જો જી-હજુરી કરીને પણ સફળતા ના મળે તો સ્થાનિક નેતાઓ બીજા પક્ષમાં જતા રહે છે પણ દરેક વખતે તે સરળ નથી હોતું. આ કારણોસર જ રાજ્ય સ્તરના નેતાઓ સત્તાનું કેન્દ્રિકરણ કરીને જનાધાર ઊભો કરતા હોય છે. તેમની પાસે આવકના સ્થિર અને મજબૂત સાધનો પણ હોય છે, જેથી  ભવિષ્યમાં અલગ થવાની નોબત આવે તો નવો રાજકીય પક્ષ સ્થાપી શકે. જો બળવાખોર નેતા સ્થાનિક સ્તરે રાજકીય કાવાદાવા કરીને સત્તાનું મજબૂત રીતે કેન્દ્રિકરણ કરવામાં સફળ થયો હોય તેમજ સ્થાનિક રાજકારણ અને ઉદ્યોગ જગતમાં તે 'માઇ બાપ' હોય તો તેને રાજકીય પક્ષ ઊભો કરવામાં ઓછી મુશ્કેલી પડે છે. જોકે, તેની સફળતાનો આધાર હાઈ કમાન્ડના કંટ્રોલ તેમજ વિરોધ પક્ષની મજબૂતાઈ પર નિર્ભર હોય છે. ભારતમાં દરેક ચૂંટણીમાં નવા નવા રાજકીય પક્ષો ઉમેરાતા જાય છે એ પાછળ પણ સત્તાના કેન્દ્રિકરણનો અન્ડર કરન્ટ જ કારણભૂત છે.

સત્તાના કેન્દ્રિકરણથી ઉચ્ચ સ્તરે નેતાગીરીનો અભાવ સર્જાય છે અને કોંગ્રેસ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કોંગ્રેસના નેતાઓએ પોતાની રાજકીય કારકિર્દી ટકાવી રાખવા માટે એક જ પરિવાર સમક્ષ કેન્દ્રિત સત્તાને સીધું કે આડકતરું પ્રોત્સાહન આપવું પડે છે. જોકે, 'આપ' વિશે આવું કંઈ કહેવું અત્યારે વહેલું છે. હવે 'આપ'ની સફળતાનો આધાર સત્તાના કેન્દ્રિકરણ અને સ્વતંત્ર અવાજ વચ્ચે કેજરીવાલની સંતુલન કરવાની ક્ષમતા પર રહેલો છે. 

11 October, 2013

મોદી વિ. કેજરીવાલઃ મોબાઈલ કંપનીઓના ‘હીરો હીરાલાલ’


આપણા દેશમાં ચૂંટણીઓ હોય ત્યારે રાજકીય પક્ષો દ્વારા યોજાતી જાહેર સભાઓ, રેલીઓ અને ગલીએ ગલીએ યોજવામાં આવતી નાની-મોટી સભાઓનું આયોજન થાય ત્યારે આસપાસના દુકાનકારોને તડાકો પડી જતો હતો. આવા નાના-મોટા દુકાનદારો અને ચ્હાની કિટલીવાળા માટે કયા રાજકીય પક્ષનો ઉમેદવાર પ્રચાર કરવા આવ્યો છે કે પછી ચૂંટણીમાં કોણ જીતશે, કોણ હારશે એના કરતા વધુ મહત્ત્વ પોતાની ઘરાકીનું રહેતું. જોકે, આજકાલ ચૂંટણી પ્રચાર પણ હાઈટેક થઈ ગયો છે અનેરોકડીની ચિંતા કરનારા પણ હાઈટેક થઈ ગયા છે. આ વર્ષે કદાચ પહેલી જ વાર એવું થયું છે કે, વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ગેમ ડેવપલપરોએ જાણીતા રાજકારણીઓની મોબાઈલ ગેમ્સ ડિઝાઈન કરીને બજારમાં મૂકી છે.

અત્યાર સુધી ચૂંટણી વખતે ખેસ, દુપટ્ટા, ટોપીઓ, પોસ્ટરો, લાઉડ સ્પીકર ભાડે આપનારા અને કિટલીવાળા નાનો-મોટો ધંધો કરી લેતા હતા પણ હવે તેમાં ગેમ ડેવલપરો પણ જોડાઈ ગયા છે. કારણ કે તેઓ પણ જાણે છે કે, ભારતમાં ચૂંટણી પણ એક તગડો બિઝનેસ છે. ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. ભારત સરકારના સત્તાવાર આંકડા મુજબ, હાલ દેશમાં 55 કરોડ 48 લાખ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. કારણ કે, એપલ, સેમસંગ, નોકિયાની સાથે માઈક્રોમેક્સ, કાર્બન, ઈન્ટેક્સ, આઈ બોલ અને ઝોલો જેવી કંપનીઓમાં ખૂબ જ સસ્તા સ્માર્ટફોન વિકલ્પ ઉપલબ્ધ છે. હવે મૂળ મુદ્દો એ છે કે, ભારતીયો દ્વારા વૉટ્સએપ સહિતના મેસેજિંગ એપની મદદથી સૌથી વધુ ફોરવર્ડ થતા જોક રાજકારણને લગતા હોય છે. આ વાત જ સાબિત કરે છે કે, સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકતા કે કરતા ભારતીયો માટે આજે પણ રાજકારણ એક રસપ્રદ વિષય છે.



આ વાતને ધ્યાનમાં રાખીને જ સોફ્ટવેર કંપનીઓએ રાજકારણીઓનેહીરોતરીકે દર્શાવતી મોબાઈલ ગેમ્સ ડિઝાઈન કરવાની શરૂઆત કરી દીધી છે. સ્માર્ટફોન ગેમ્સની દુનિયામાંટેમ્પલ રનજેવી અત્યંત લોકપ્રિય ગેમથી લગભગ કોઈ અજાણ્યું નહીં હોય. આ ગેમ જેવું જ ભળતું નામ ધરાવતીમોદી રનનામની ગેમ જુલાઈ, 2013માં રિલીઝ થઈ હતી. આ ગેમ રિલીઝ થઈ ત્યારે કદાચ કંપનીને પણ ખ્યાલ ન હતો કે, ‘મોદી રનઆટલી ઝડપથીરનકરશે. આ એક્શન ગેમમાં કુર્તા-પાયજામામાં સજ્જ નરેન્દ્ર મોદીને દરેક વિઘ્નો પાર કરીને દિલ્હી સુધી દોડાવવાના છે. ટૂંકમાંહીરો હીરાલાલને ભારતના 18 રાજ્યોમાંથી મત ઉઘરાવવામાં મદદ કરીને દિલ્હી સલ્તનત સોંપવાની છે. એટલે કે, જે યુઝર્સ 18 લેવલ પાર કરીને મોદીને દિલ્હી સુધી પહોંચાડી દે તેવિનથઈ જાય છે. ગૂગલ પ્લે સ્ટોરમાં આ ગેમના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે, “જો તમે મોદીના ચાહક છો અથવા તો તમે ભાજપને ટેકો આપો છો તો તમને આ એપ ગમશે. આ ગેમ મોદી કે ભાજપ દ્વારા માન્યતા પ્રાપ્ત નથી. આ ગેમનો હેતુ ફક્ત ભારતીય ચૂંટણીની પેરોડી કરીને મનોરંજન મેળવવાનો છે.”

મોદી રનગેમ અમેરિકાનીદેક્સાટીનામની ગેમ ડેવલપર કંપનીએ ડિઝાઈન કરી છે. કહેવાની જરૂર નથી કે, કંપનીએ આ ગેમ કેમ બનાવી છે. અમેરિકન સરકાર નરેન્દ્ર મોદીને વિઝા આપે કે ના આપે એનાથી દેક્સાટીને કંઈ લેવા-દેવા નથી. આ ગેમની રિલીઝ વખતે દેક્સાટીએ કહ્યું હતું કે, “...અમને લાગે છે કે, આજે ભારતના મધ્યમ વર્ગમાં મોદી સૌથી લોકપ્રિય ભારતીય સેલિબ્રિટી છે...” દેક્સાટીના મતે આ તો હજુ શરૂઆત છે. કારણ કે, ‘મોદી રનતો કંપનીએ રાજકારણ આધારિત ગેમ ચાલી શકે કે નહીં તેનો કયાસ કાઢવા ખાતર જ લૉન્ચ કરી છે. અત્યાર સુધીમોદી રનએક લાખથી પણ વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. ‘મોદી રનની લોકપ્રિયતા જોઈને દેક્સાટીએ ઓક્ટોબરના અંત સુધીમાં ભારતીય ચૂંટણીઓ પર આધારિત વધુ બે ગેમ લૉન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. 


ગૂગલ પ્લે સ્ટોરમાં મોદી રન સામે ફક્ત એક જહીરો હીરાલાલટક્કર લઈ રહ્યા છે. આ ગેમ પણટેમ્પલ રનના ભળતા જ નામે એટલે કેઆમ આદમી રનરનામે ડિઝાઈન કરાઈ છે. અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનથી પ્રભાવિતગ્રીડી-ગેમ મીડિયાનામની કંપનીએ બીજી ઓક્ટોબરે જ આ ગેમ રિલીઝ કરી છે. આ ગેમમાં એક્ટિવિસ્ટમાંથી રાજકારણમાં આવેલા અને હાથમાં સાવરણી પકડીને દોડી રહેલાહીરોને તમામ વિઘ્નો પાર કરાવવાના છે. આમ આદમી પક્ષનું પ્રતીક સાવરણી છે. ગ્રીડી-ગેમ મીડિયાનો દાવો છે કે, આ ગેમ ડિઝાઈન કરવા કંપનીએ અરવિંદ કેજરીવાલનો ચૂંટણી પ્રચાર ખૂબ જ નજીકથી સમજવા માટે સુવ્યવસ્થિત તંત્ર ગોઠવ્યું હતું. નવાઈની વાત તો એ છે કે, અરવિંદ કેજરીવાલ અન્ના હજારે સાથે હતા તે સમયથી કંપની તેમનેફોલોકરી રહી છે.

આ ગેમની થીમ ખૂબ જ રસપ્રદ છે. ‘આમ આદમી રનગેમમાં પરિસ્થિતિને સ્વીકારી લેવાની છે અથવા તો તેને બદલવા માટે જવાબદારી ઉપાડવાની છે. આ એક એવી ગેમ છે જેમાં એક કોમન મેન પાસે સુપરપાવર છે પણ તેનો ઉપયોગ કરવા માટે લોકોનો સહકાર હોવો જરૂરી છે. ‘આમ આદમી રનમાં મતના રૂપમાં સામાન્ય માણસનો સહકાર મળે છે, એટલે કે મત ઉઘરાવીને શહેરની તમામ મુશ્કેલીઓ દૂર કરવાની છે. આ એક એવું શહેર છે જેને રોજેરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુશ્કેલીઓમાં રસ્તાઓ પર પાણી ફરી વળવા, વીજતંત્ર ખોરવાઈ જવું, ફ્લાયઓવર તૂટી પડવો અને ભ્રષ્ટાચારી નેતાઓ વગેરેનો સમાવેશ કરાયો છે. જોકે, આ તમામ મુશ્કેલીઓથી યુઝર્સે દૂર ભાગવાનું છે અથવા તો તેમનો સામનો કરીને સામાન્ય માણસનો સહકાર મેળવવા પ્રયાસ કરવાનો છે. જો તમે આમ કરશો તો જ તમે છેવટે શહેરને તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત કરી શકશો.

ગૂગલ પ્લે સ્ટોર પર આ ગેમના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે, “આ ગેમ રમીને તમે આમ આદમી પાર્ટીની રચના માટે વેઠવી પડેલી મુશ્કેલીઓ વિશે જાણી શકો છો.” ‘આમ આદમી રનમાં દરેક વિઘ્નો પાર પાડીને આમ આદમી પક્ષની રચના કરવાની છે અને છેલ્લેસ્વરાજનું લેવલ અનલોક કરવાનું છે. જો આ લેવલ અનલોક ના થઈ શકે તો યુઝર્સ ફેસબુક ફ્રેન્ડ્સને પણ તે અનલોક કરવા આમંત્રણ આપી શકે છે. ‘મોદી રનને નરેન્દ્ર મોદી કે ભાજપનું સમર્થન નથી, પરંતુઆમ આદમી રનને આમ આદમી પાર્ટીની મંજૂરી બાદ ડિઝાઈન કરાઈ છે. એટલે જ આ ગેમ રમીને આમ આદમી પાર્ટીને ડોનેશન પણ આપી શકાય છે અને ડોનેશન માટે પણ ફેસબુક ફ્રેન્ડ્સને આમંત્રિત કરી શકાય છે. એ વાતમાં કોઈ શંકા નથી કે, ગ્રીડી-ગેમ મીડિયાએ પૂરતું સંશોધન કરીનેઆમ આદમી રનડિઝાઈન કરી છે. આ ગેમ રિલીઝ થઈ એના પહેલાં જ દિવસે ગૂગલ પ્લે સ્ટોરથીઆમ આદમી રનપાંચ હજારથી પણ વધુ લોકોએ ડાઉનલોડ કરી હતી. જોકે, ‘મોદી રનછેક જુલાઈમાં રિલીઝ થઈ હતી તેથી ડાઉનલોડિંગમાં તે સ્વાભાવિક રીતે જઆમ આદમી રનથી ઘણી આગળ છે.

ભારતમાં મોબાઈલ માર્કેટ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે અને દેશભરમાં મોબાઈલ ગેમ્સ, એપ્સનો બિઝનેસ વર્ષ 2016 સુધીમાં રૂ. 27 અબજે પહોંચી જવાની ધારણા છે. આ પ્રકારની ગેમ્સ કે એપ્સ ડિઝાઈન કરતા ડેવલપરોની આવકનો એકમાત્ર સ્રોત જાહેરખબરો હોય છે. જોકે, ગેમ હીટ જાય તો આ જાહેરખબરોની આવક લાખો-કરોડોમાં પહોંચી શકે છે. મુંબઈ અને બેંગલુરુની અનેક કંપનીઓ હવે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીઓ પહેલાં રાજકારણીઓ આધારિત ગેમ્સ ડિઝાઈન કરવાનું વિચારી રહી છે. આ કંપનીઓ જાણે છે કે, ભારતીય રાજકારણથી મોટું કોઈ સર્કનથી અને કદાચ ગેમ્સની મદદથીઆમ આદમીથોડી વાર પોતાનો રોષ ભૂલીને આનંદ માણી લે છે અને ગેમ ડેવલપરોએ તેમાંથી પણ કમાણી કરવાનું શરૂ કરી દીધું છે

અન્ના આંદોલન વખતે ‘એંગ્રી અન્ના’ ગેમ લૉન્ચ કરાઈ હતી

અન્ના હજારે આંદોલન વખતે આખા દેશમાં ભ્રષ્ટાચાર સામેનો જુવાળ પરાકાષ્ઠાએ હતો ત્યારે અમેરિકન અને ભારતીય કંપનીએ મળીને વર્ષ 2011માં ‘એંગ્રી અન્ના’ નામની ગેમ લૉન્ચ કરી હતી. જોકે, આ ગેમ ફક્ત મોબાઈલ આધારિત નહીં પણ વેબ આધારિત ગેમ હતી. નોઈડા સ્થિત ‘ગીકમેન્ટર’ નામની કંપનીએ ડિઝાઈન કરેલી આ ગેમ ‘ગેમસલાડ’ નામની અમેરિકન હોસ્ટેડ કંપનીની વેબસાઈટ પર આજે પણ રમી શકાય છે. ગેમ માર્કેટમાં અત્યંત લોકપ્રિયતા ધરાવતી ‘એન્ગ્રી બર્ડ્સ’ નામની ગેમ પરથી જ ‘એંગ્રી અન્ના’ ડિઝાઈન કરાઈ હતી. ગેમસલાડની વેબસાઈટના આંકડા દર્શાવે છે કે, અત્યાર સુધી પાંચ લાખથી પણ વધારે લોકો ‘એંગ્રી અન્ના’ ડાઉનલોડ કરી ચૂક્યા છે. ‘એંગ્રી અન્ના’ ગેમમાં હીરો તરીકે અન્નાની સાથે બાબા રામદેવ અને કિરણ બેદી હતા, જ્યારે વિલન તરીકે ડૉ. મનમોહન સિંહ, કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ અને સુરેશ કલમાડીના મહોરા મૂકવામાં આવ્યા હતા. રાજકારણ અને રાજકારણીઓ પર ટીકા કરવા માટે ગેમ્સ બનાવવાની શરૂઆત અમેરિકન કંપનીઓએ કરી હતી. 

03 April, 2013

અણ્ણા-કેજરીવાલઃ હમ સાથ સાથ હૈ


એક બાજુ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીને લઈને દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યાં અણ્ણા હજારેએ પંજાબથી ભારતભરમાં ફરનારી જનતંત્ર યાત્રાના મંડાણ કર્યા છે. અણ્ણા હજારે આ યાત્રાને બીજી સ્વતંત્રતા ચળવળગણાવી રહ્યા છે. બીજી તરફ, અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીમાં સુંદર નગરીમાં બીજલી-પાની સત્યાગ્રહઅંતર્ગત ભૂખ હડતાળ પર ઉતર્યા છે. અણ્ણા દેશને ભ્રષ્ટાચારથી સ્વતંત્ર કરાવવા માગે છે, જ્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટમાંથી રાજકારણમાં ઝંપલાવનારા કેજરીવાલે હાલ પૂરતી નવી દિલ્હીને પોતાની કર્મભૂમિ બનાવી છે. અણ્ણાએ જનતંત્ર યાત્રા દરમિયાન એ વાતનો આડકતરો સંકેત આપી દીધો છે કે તેઓ રાજકારણથી દૂર રહેવાના હોવા છતાં તેમનો અને કેજરીવાલનો હેતુ એક જ છે.

અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલ છૂટા પડ્યા ત્યારથી તેમણે એકબીજા પ્રત્યેનો આદર જાળવી રાખ્યો છે. ઊલટાનું છૂટા પડ્યાં પછી પણ કેજરીવાલ તેમને જાહેરમાં પોતાના આદર્શ ગણાવતા હતા. વાત અલગ છે કે, એક હેતુ માટે કાર્યરત અણ્ણા અને કેજરીવાલે જુદા જુદા માર્ગ અપનાવ્યા છે. અણ્ણાએ સામાજિક સંગઠન મજબૂત કરીને જનમત ઊભો કરવાનો માર્ગ અપનાવ્યો છે, તો કેજરીવાલે આમ આદમી પક્ષની રચના કરીને રાજકારણનો માર્ગ અખત્યાર કર્યો છે. પંજાબથી જનતંત્ર યાત્રા શરૂ કરતી વખતે અન્ના હજારેએ કહ્યું હતું કે, તેઓ દેશને ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ રાજકારણીઓથી મુક્તિ અપાવવા માંગે છે. ઉપરાંત તેમણે રાજકારણમાં ગુનાખોરીની વાત કરતાં કહ્યું હતું કે, આજે રાજકારણમાં અનેકગુંડાછે, જેમની સામે ફોજદારી ગુના નોંધાયેલા છે.


દરમિયાન અણ્ણા હજારેએ તેમનો કે તેમના સાથીદારોનો લોકસભાની ચૂંટણી લડવાનો ઈરાદો નહીં હોવાની પણ વાત કરી હતી. અણ્ણાની જનતંત્ર યાત્રાનો હેતુ આગામી લોકસભા ચૂંટણીમાં પ્રામાણિક ઉમેદવાર લાવવાનો છે. જેથી કરીને ગુનેગારો અને ભ્રષ્ટાચારીઓને ચૂંટણીથી દૂર રાખી શકાય. આમ જનતંત્ર યાત્રાના હેતુ પરથી એટલું તો કહી શકાય કે, આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ કેજરીવાલ અને તેમના આમ આદમી પક્ષનું સમર્થન કરે તો બહુ નવાઈ પામવા જેવું નહીં હોય. અણ્ણા હજારે પાંચ મહિના પછી નવી દિલ્હીના રામલીલા મેદાનમાં ફરી એકવાર જન સંસદનું આયોજન કરવાના છે, જે ભ્રષ્ટ સરકારનું ભાવિ નક્કી કરશે. એટલે કે, આગામી લોકસભાની ચૂંટણીને કદાચ સાતેક મહિના બાકી હશે ત્યારે ફરી એકવાર અણ્ણા કોંગ્રેસ વિરુદ્ધ જનમત ઊભો કરવામાં વ્યસ્ત થઈ જશે. વળી, તેમણે નવી દિલ્હીમાં ઉપવાસ કરી રહેલા કેજરીવાલની પણ મુલાકાત લીધી છે. અહીં પણ અણ્ણાએભ્રષ્ટ સરકાર સામે એકથવાની વાત કરી હતી.

દરમિયાન તેમણે કેજરીવાલને ઉપવાસ તોડવાની સલાહ ભલે આપી, પરંતુ તેઓ મીડિયાકર્મીઓ સમક્ષ કેજરીવાલના ભારોભાર વખાણ કરવાનું ચૂક્યા હતા. તેમણે કહ્યું હતું કે, “અરવિંદ તેના માટે નથી લડતો. તે ન્યાય માટે લડે છે. તે ગરીબ સામાન્ય માણસ માટે લડી રહ્યો છે.” અહીં અણ્ણાએ ખાસપ્રેસ વાલાને યાદ કરીને કહ્યું હતું કે, “અમારા માર્ગ અલગ હોઈ શકે છે, પરંતુ અમારો હેતુ એક છે. સમાજ કી ભલાઈ, દેશ કી ભલાઈ. અરવિંદને જ્યારે પણ મારી જરૂર પડશે, અમે સાથે હોઈશું, અમે એકબીજાની પડખે રહીશું.” અણ્ણાના નિવેદનો ઘણું બધુ કહી જાય છે. અણ્ણાની જનતંત્ર યાત્રાના 25 મુદ્દાના કાર્યક્રમમાં સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ છે કે, તેઓ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની આગેવાનીમાં ચાલી રહેલી યુપીએ સરકારની વિરુદ્ધમાં જનમત ઊભો કરી રહ્યા છે. ઉપરાંત તેઓ જન લોકપાલ બિલ લાવવા પણ લોકજાગૃતિ ફેલાવી રહ્યા છે.

બીજી તરફ, કેજરીવાલ પણમુજે ચાહિયે જન લોકપાલનું સૂત્ર લખેલી ગાંધી ટોપી પહેરીને ઉપવાસ પર બેઠા છે. અહીં કહેવાનો અર્થ છે કે, અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલનો હેતુ એક છે. અણ્ણા અને કેજરીવાલની કામ કરવાની પદ્ધતિને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભાજપની કાર્ય પદ્ધતિ સાથે સરખાવી શકાય. અણ્ણા પોતાનું કામ એક સામાજિક સંગઠન હેઠળ કરી રહ્યા છે, જ્યારે કેજરીવાલ રાજકીય પક્ષના કર્તાહર્તા છે. આમ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ક્યારેય સીધેસીધું રાજકારણમાં નથી ઝંપલાવ્યું, પરંતુ સંઘ તેની રાજકીય પાંખ ભારતીય જનતા પક્ષ મારફતે રાજકારણમાં દોરીસંચાર કરતો રહે છે.

એક સમયે કોંગ્રેસના નેતાઓ કેજરીવાલ પર સંઘ-ભાજપના હાથા તરીકે વર્તવાનો આક્ષેપ મૂકતા હતા અને આક્ષેપોને નબળા પાડવા માટે કેજરીવાલે નીતિન ગડકરી જેવા ભાજપના સિનિયર નેતાઓના ભ્રષ્ટાચાર સામે પણ અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ એક વાત નક્કી છે કે, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ માર્કન્ડેય કાત્જુ ચોક્કસ કોઈના હાથા તરીકે વર્તી રહ્યા છે. કાત્જુ કોઈ અજ્ઞાત કારણોસર સંજય દત્તને બચાવવા માગે છે, પણ તેમને અણ્ણા અને કેજરીવાલથી વાંધો છે. કાત્જુના મતે, “અણ્ણા પાસેવિચારનથી, અને કેજરીવાલના પક્ષનો કોઈજનાધારનથી. ભ્રષ્ટાચાર ખતમ કરવા રામલીલા મેદાનમાં આંદોલન અને પ્રદર્શનો કરવાથી કંઈ નહીં થાય. વધુમાં વધુ બે મહિનામાં લોકો બધું ભૂલી જશે. અણ્ણાના આંદોલનમાં વૈજ્ઞાનિક વિચારોનો અભાવ છે. આગામી વીસ વર્ષ સુધી દેશમાંથી ભ્રષ્ટાચારનો અંત નહીં આવે.” જોકે, આગામી વીસ વર્ષ સુધી દેશમાંથી ભ્રષ્ટાચારનો અંત નહીં આવે પાછળ તેમનો કયો વૈજ્ઞાનિક તર્ક છે વિશે તેમણે ફોડ પાડ્યો નથી.

આગામી વીસ વર્ષ સુધી દેશમાંથી ભ્રષ્ટાચારનો અંત નહીં આવે તેનો અર્થ નથી કે, આપણે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો જોઈએ. જોકે, આમ આદમી પક્ષે દાવો કર્યો છે કે, તેમની અપીલને પગલે લાખથી વધારે દિલ્હીવાસીઓએ વીજળી-પાણીનું બિલ નથી ભરવાના. કેજરીવાલનું માનવું છે કે, દિલ્હી સરકાર અને પ્રાઈવેટ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓના ભ્રષ્ટાચારના કારણે વીજળી-પાણીના બિલમાં વધારો થયો છે. હવે બૉલ મુખ્ય મંત્રી શીલા દિક્ષિતની કોર્ટમાં છે અને આમ આદમી કેજરીવાલ સાથે છે. જો, દાવામાં તથ્ય હોય તો કેજરીવાલ અને તેમના પક્ષનો દિલ્હીવાસીઓ પર પૂરતો પ્રભાવ છે, એવું કહી શકાય.

પરંતુ કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, જો કેજરીવાલ ખરેખર પ્રભાવશાળી હોય તો આપણે મુશ્કેલીમાં છીએ. કારણ કે, જેના લીધે દેશમાં ગરીબી વધી છે તે સમાજવાદી નીતિઓની કેજરીવાલ તરફેણ કરી રહ્યા છે. બીજી તરફ, દિલ્હીમાં છેલ્લાં એક દાયકામાં થયેલા વીજ-વિતરણ સુધારાની ગતિ પણ તેમના કારણે ખોરંભે પડી શકે છે. તેઓ ગરીબી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવી મુશ્કેલીઓ માટે પણક્રોની કેપિટલિઝમને જવાબદાર ઠેરવે છે. જેમ કે, સરકારો જમીનથી લઈને પાણી, કોલસાથી લઈને સ્પેક્ટ્રમ સુધીના સંસાધનોની લ્હાણી કરે છે અને સહિયારી નફાખોરીમાં રચ્યાપચ્યા રહેતા મૂડીવાદીઓને સીધી કે આડકતરી રીતે ઉત્તેજન આપે છે. મૂડીવાદીઓની રાજકારણીઓ સાથે સાંઠગાંઠ હોય છે અને કેટલીકવાર રાજકારણીઓ પોતે મોટા બિઝનેસમેન હોય છે. આમ ભ્રષ્ટ સરકાર પરસ્પરના લાભમાં ખેલાતા મૂડીવાદી રાજકારણનો હિસ્સો બની જાય છે અને ભ્રષ્ટ રાજકારણનું ચક્ર ચાલ્યા કરે છેપરંતુ આવી સરકારને ઉખાડીને ફેંકી દેવાથી એટલે કે, સત્તાના પરિવર્તનથી કાયમ માટે ભ્રષ્ટાચારનો અંત આવી જશે? સવાલ પણ અત્યંત મહત્ત્વનો છે.

જોકે, વિવિધ મુશ્કેલીઓ માટે મૂળભૂત રીતે રાજકીય રચના પણ જવાબદાર છે. વાત કેજરીવાલ પણ સારી રીતે જાણે છે અને એટલે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેઓ રાજકારણમાં સત્તાનું અને પછી વ્યવસ્થાનું પરિવર્તન કરવા માગે છે. હવે કેજરીવાલ પોતે પણ રાજકીય અખાડામાં આવી ચૂક્યા છે ત્યારે જોઈએ સિસ્ટમનો હિસ્સો બનીને તેઓ કેવી રીતે પરિવર્તન લાવવાનો પ્રયાસ કરે છે!

મતદારો પર કેજરીવાલનો પ્રભાવ પડશે?

આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો પર અરવિંદ કેજરીવાલનો પ્રભાવ કેટલો રહેશે તે તો સમય કહેશે. પરંતુ હાલ તો પ્રતિષ્ઠિતટાઈમમેગેઝીને વિશ્વના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં અરવિંદ કેજરીવાલની પસંદગી કરી લીધી છે. આશ્ચર્યની વાત તો છે કે, યાદીમાં ભારતમાંથી એકમાત્ર કેજરીવાલ છે. વર્ષ 2011માં યાદીમાં મહેન્દ્ર સિંહ ધોનીને સ્થાન મળ્યું હતું, તો વર્ષ 2007 અને 2008 એમ સતત બે વર્ષ સોનિયા ગાંધી પણ યાદીમાં સ્થાન મેળવી ચૂક્યા છે. જોકે, કેજરીવાલની સિદ્ધિ છે કે, તેમનો ફક્ત યાદીમાં સમાવેશ નથી થયો, પરંતુ લખાય છે ત્યારે 26,532 મત સાથે યાદીમાં તેઓ બીજા નંબરે છે. તેમના પહેલાં ઈજિપ્તના પ્રમુખ મોહમ્મદ મોર્સી છે, જેમને 58,185 મત મળ્યા છે. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને પણ અત્યાર સુધી ફક્ત 3,241 મત મળ્યા છે. ટાઈમના ટોપ 100 પ્રભાવશાળી ઉમેદવારો માટે હજુ 12મી એપ્રિલ સુધી મતદાન જારી રહેશે અને તેના પરિણામો 18મી એપ્રિલે જાહેર થશે.

નોંધઃ તસવીર નેટ પરથી લીધી છે.