Showing posts with label Women. Show all posts
Showing posts with label Women. Show all posts

14 March, 2017

આનંદીબાઇ અને મોતીબાઇઃ બ્રિટીશ રાજમાં 'મેડિકલ'ના પ્રયોગો


સૌરમંડળમાં ચંદ્ર પછી બીજા નંબરના સૌથી તેજસ્વી એવા શુક્ર ગ્રહ પર ૫.૫ અંશ ઉત્તર અને ૨૮૮.૮ અંશ પૂર્વ દિશામાં 34.3 કિલોમીટરનો વ્યાસ ધરાવતો મહાકાય ખાડો આવેલો છે. આ ખાડાને આનંદીબાઇ જોશીના નામ પરથી ‘Joshee’ (જોશી) નામ અપાયું છે. અમેરિકાની વિનસ મેગલન ક્રેટર ડેટાબેઝ નામની સંસ્થા જુદા જુદા ક્ષેત્રની મહિલાઓને સન્માન આપવાના હેતુથી શુક્રના વિવિધ ખાડાને આ રીતે નામ આપે છે. આનંદીબાઇ જોશીએ ૧૩૧ વર્ષ પહેલાં એમ.ડી.ની ડિગ્રી લઇને ભારતના પહેલા મહિલા ડૉક્ટર બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે એવી જ સફળતા મેળવનારા બીજા સન્નારી એટલે મોતીબાઇ કાપડિયા. મોતીબાઇએ ૧૨૮ વર્ષ પહેલાં મેડિકલમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ગુજરાતના પહેલાં મહિલા ડૉક્ટર બનવાનું બહુમાન મેળવ્યું હતું. આ બંને મહિલાઓએ અત્યંત રૂઢિચુસ્ત સમાજની ઉપરવટ જઈને મેડિકલની ડિગ્રી મેળવી હતી અને ડૉક્ટર બનવાનું સપનું પૂરું કર્યું હતું. 

પહેલાં આનંદીબાઇની વાત. આનંદીબાઇએ એક સદીથી પણ વધુ પહેલાં અનેક સામાજિક મુશ્કેલીઓનો સામનો કરીને ફક્ત ૨૧ વર્ષની વયે ડૉક્ટર ઇન મેડિસિન, (એમ.ડી.)ની ડિગ્રી મેળવી હતી. ૩૧મી માર્ચ, ૧૮૬૫ના રોજ મહારાષ્ટ્રના મરાઠી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા આનંદીબાઇનો પરિવાર કલ્યાણમાં સ્થાયી થયો હતો. એક સમયે તેમના પિતા મોટા જમીદાર હતા, પરંતુ આનંદીબાઇના જન્મ પહેલા તેમણે બધી જ સંપત્તિ ગુમાવી દીધી હતી. આ દરમિયાન તેમના પરિવારે નવ વર્ષની વયે જ આનંદીબાઇને ગોપાલરાવ જોશી નામના એક વિધુર સાથે પરણાવી દીધા. એ વખતે મોટી ઉંમરના પુરુષ સાથે નાની છોકરીઓના લગ્ન સામાન્ય બાબત ગણાતી. આનંદીબાઇનું મૂળ નામ યમુના હતું'આનંદીબાઇ' નામ તેમને પતિ તરફથી મળ્યું હતું.

ડૉ. આનંદીબાઇ જોશી

જોકે, ગોપાલરાવ કંઇક અંશે વિરોધાભાસી અને રસપ્રદ વ્યક્તિત્વ ધરાવતા માણસ હતા. નવ વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા હોવા છતાં તે સુધારાવાદી વિચારો ધરાવતા. તેમના પર જાણીતા સમાજ સુધારક ગોપાલ હરિ દેશમુખનો જબરદસ્ત પ્રભાવ હતો. દેશમુખ બાળ લગ્નો, દહેજપ્રથા અને બહુપત્નીત્વના જબરદસ્ત વિરોધી હતા. બ્રિટીશ રાજે વર્ષ ૧૮૬૭માં ગોપાલ હરિ દેશમુખની બદલી અમદાવાદના ન્યાયાધીશ તરીકે કરી હતી. રતલામ સ્ટેટના દીવાન તરીકે પણ તેમણે સેવા આપી હતી. બ્રિટીશ રાજે દેશમુખને 'રાવ બહાદુર' અને 'જસ્ટિસ ઓફ પીસ' જેવા સન્માનો આપ્યા હતા. અમદાવાદમાં પ્રાર્થના સમાજની પહેલી શાખા શરૂ કરનારા પણ દેશમુખ જ હતા. તેઓ સેશન્સ જજ તરીકે નિવૃત્ત થયા હતા. દેશમુખે સમાજ સુધારા માટે વિવિધ મરાઠી પત્રોમાં ૧૦૮ જેટલા ક્રાંતિકારી લેખો લખ્યા હતા.

આ પ્રકારના ગુરુનો પ્રભાવ ધરાવતા ગોપાલરાવ આનંદીબાઇને ઉચ્ચ અભ્યાસ માટે સતત પ્રોત્સાહન આપતા. એક મરાઠી બ્રાહ્મણ પરિવારનું ફરજંદ હોવાના કારણે ગોપાલરાવ સંસ્કૃતના વિદ્વાન હતા અને અંગ્રેજી પણ શીખતા હતા. ગોપાલરાવે જોયું કે, આનંદીબાઇને પણ અંગ્રેજી શીખવામાં રસ છે, જેથી તેમણે પત્નીને અંગ્રેજીનો અભ્યાસ કરાવવાનું ચાલુ કર્યું. આ દરમિયાન ફક્ત ૧૪ વર્ષની વયે આનંદીબાઇ માતા બન્યા, પરંતુ સારવારના અભાવે દસેક દિવસમાં જ તેમના બાળકનું મૃત્યુ થયું. આ ઘટનાથી  આનંદીબાઇ ખળભળી ઉઠ્યા અને તેમનામાં આધુનિક ઔષધશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરવાના બીજ રોપાયા. ગોપાલરાવે પણ આનંદીબાઇની ઇચ્છાને માન આપીને એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું.

ગોપાલરાવે ૧૮૮૦માં અમેરિકાના જાણીતા મિશનરી રોયલ વિલ્ડર સાથે પત્રવ્યવહાર કરીને આનંદીબાઇ માટે મેડિકલ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ વિશે જાણકારી મેળવી. વિલ્ડરે આનંદીબાઇને મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે તમામ સુવિધા આપવાની તૈયારી બતાવી, પરંતુ એ માટે ખ્રિસ્તી ધર્મ અપનાવી લેવાનો પ્રસ્તાવ મૂક્યો. જોકે, રૂઢિચુસ્ત મરાઠી બ્રાહ્મણ દંપતિએ ધર્મ પરિવર્તનની વાત એક જ ઝાટકે ફગાવી દીધી. એ સમયે મિશનરીઓના પત્રવ્યવહારો ધાર્મિક સામાયિકોમાં નિયમિત રીતે પ્રકાશિત થતા. ગોપાલરાવ અને વિલ્ડરનો પત્રવ્યવહાર પણ 'પ્રિન્સ્ટન્સ મિશનરી રિવ્યૂ'માં પ્રકાશિત થયો, જે ન્યૂ જર્સીમાં રહેતી થિયોડિસિયા કાર્પેન્ટર નામની ઉચ્ચ વર્ગની મહિલાએ વાંચ્યા. ભારતના એક રૂઢિચુસ્ત પરિવારનો પુરુષ પોતાની પત્નીને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા આતુર છે, એ વાતથી જ થિયોડિસિયા પ્રભાવિત થઈ ગયા. થિયોડેસિયાએ જોશી દંપત્તિને અમેરિકામાં રહેવા-જમવાની સુવિધા આપવાની તૈયારી બતાવી.

પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં આનંદીબાઇના બેચમેટ
જાપાનના કેઇ ઓકામી અને સીરિયાના તાબેટ ઇસ્લામબૂલી

એ વખતે પતિ સાથે કોલકાતામાં રહેતા આનંદીબાઇની તબિયત ખૂબ જ ખરાબ રહેતી. આનંદીબાઇને સતત માથાનો દુ:ખાવો, શ્વાસમાં તકલીફ અને તાવની ફરિયાદ રહેતી. એ વખતે પણ થિયોડિસિયાએ જ તેમને અમેરિકાથી દવાઓ મોકલીને સાજા થવામાં મદદ કરી હતી. આ દરમિયાન જોશી દંપત્તિએ અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં મેડિકલનો ઉચ્ચ અભ્યાસ કરવા અરજી કરી. ત્યાં આનંદીબાઇને એડમિશન મળી ગયું અને તેમણે કોલકાતાથી દરિયાઇ માર્ગે અમેરિકા જવાની તૈયારી શરૂ કરી. આ વાત મરાઠી સમાજમાં વાયુવેગે પ્રસરી જતા મરાઠા સમાજના રૂઢિચુસ્ત આગેવાનોએ જોશી દંપતિનો જોરદાર વિરોધ કર્યો. આ સ્થિતિ થાળે પાડવા આનંદીબાઇએ ફક્ત ૧૯ વર્ષની ઉંમરે પશ્ચિમ બંગાળની સેરામપોર કોલેજના હૉલમાં એક ભાષણ કરીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, અત્યારે ભારતને મહિલા તબીબોની ખૂબ જરૂર છે. તેમણે ભારતમાં મહિલા મેડિકલ કૉલેજ ખોલવાના પોતાના લક્ષ્યની પણ વાત કરી.

આ પ્રવચનની ધારી અસર થઇ અને આખા ભારતમાંથી આનંદીબાઇને અમેરિકા ભણવા જવા પૈસા મળવા લાગ્યા. એ વખતના વાઇસરોયે પણ આનંદીબાઇને પ્રેમથી રૂ. ૨૦૦ની ભેટ મોકલાવી હતી. આખરે જૂન ૧૮૮૩માં આનંદીબાઇ અમેરિકા પહોંચ્યા, જ્યાં થિયોડિસિયાએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. એવું કહેવાય છે કે, અમેરિકાની ધરતી પર પગ મૂકનારી પહેલી મહિલા પણ આનંદીબાઇ જ હતા. અમેરિકામાં હવામાન અને ડાયટ ધરમૂળથી બદલાઇ જવાથી આનંદીબાઇને શરૂઆતમાં ઘણી તકલીફો પડી. તેઓ ટી.બી.નો પણ ભોગ બન્યા. આ બધી જ મુશ્કેલીઓમાંથી નીકળીને ૧૧મી માર્ચ, ૧૮૮૬ના રોજ તેમને એમ.ડી.ની ડિગ્રી હાંસલ કરી. આનંદીબાઇએ 'ઓબ્સ્ટેટ્રિક્સ અમોન્ગ આર્યન હિંદુઝ' વિષયમાં થિસીસ રજૂ કર્યો હતો. આનંદીબાઇએ મેડિકલની ડિગ્રી મેળવી ત્યારે રાણી વિક્ટોરિયાએ પણ તેમને શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.

વર્ષ ૧૮૮૬માં આનંદીબાઇ ડૉક્ટર બનીને પરત ફર્યા ત્યારે ભારતમાં તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું. કોલ્હાપુર સ્ટેટના રાજાએ આનંદીબાઇની નિમણૂક આલ્બર્ટ એડવર્ડ હોસ્પિટલના મહિલા વૉર્ડના ફિઝિશિયન ઇનચાર્જ તરીકે કરી. આ હોસ્પિટલ આજે છત્રપતિ શાહુ મહારાજ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને છત્રપતિ પ્રમિલાતાઇ રાજે હોસ્પિટલ તરીકે ઓળખાય છે. જોકે, આનંદીબાઇનું ફક્ત ૨૧ વર્ષની વયે ૨૬મી ફેબ્રુઆરી, ૧૮૮૭ના રોજ મૃત્યુ થયું અને મરાઠા સમાજ શોકાતુર થઇ ગયો. આનંદીબાઇના પરિવારે તેમની રાખ અમેરિકા મોકલી હતી, જે આજેય થિયોડિસિયા કાર્પેન્ટર પરિવારના સ્મશાનમાં તૈયાર કરાયેલી આનંદીબાઇની સમાધિમાં સચવાયેલી છે.

કાર્પેન્ટર પરિવારના કબ્રસ્તાનમાં આનંદીબાઇની સમાધિ

વર્ષ ૧૮૮૮માં કેરોલિન હેલી ડૉલ નામના નારીવાદી લેખિકાએ આનંદીબાઇનું જીવનચરિત્ર પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકમાં તેમના જીવનની અનેક અજાણી હકીકતો બહાર આવી. દૂરદર્શને પણ 'આનંદી ગોપાલ' નામે એક હિન્દી સિરિયલનું પ્રસારણ કર્યું હતું. શ્રીક્રિશ્ના જોશીએ આનંદીબાઇના જીવનમાં કલ્પનાના રંગો ઉમેરીને એક 'આનંદી ગોપાલ' નામે એક મરાઠી નવલકથા લખી હતી, જેનો અંગ્રેજી અનુવાદ આશા દામલેએ કર્યો છે. આ નવલકથા પરથી નાટક પણ ભજવાઇ ચૂક્યું છે. મરાઠી લેખિકા અંજલિ કિર્તનેએ આનંદીબાઇના જીવન પર ઊંડું સંશોધન કરીને 'ડૉ. આનંદીબાઇ જોશી: કાલ આની કતૃત્વ' નામનું મરાઠી પુસ્તક પણ લખ્યું છે. આનંદીબાઇના મૃત્યુના વર્ષો પછી થયેલા સંશોધનોમાં એવું પણ બહાર આવ્યું કે, તેમના મૃત્યુ માટે તેમના પતિ ગોપાલરાવની મહત્ત્વાકાંક્ષાઓ પણ જવાબદાર હતી. (એ વિશે વિગતે વાત ફરી ક્યારેક). 

વા જ બીજા સન્નારી એટલે મોતીબાઇ કાપડિયા. મોતીબાઇએ પણ રૂઢિચુસ્તતા જેવી મુશ્કેલીઓમાંથી હેમખેમ પસાર થઇને ગુજરાતના પહેલા મહિલા ડૉક્ટર બનવાનું બહુમાન મેળવ્યું છે. પારસી પરિવારમાં જન્મેલા મોતીબાઇનો જન્મ ૧૮૬૭માં બોમ્બેના પ્રગતિશીલ પારસી પરિવારમાં થયો હતો. મોતીબાઇને પણ આનંદીબાઇની જેમ પરિવારજનોની સંપૂર્ણ મદદ મળી હતી. આ પારસી પરિવારે મોતીબાઇને મુંબઇની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરાવવા પ્રવેશ અપાવ્યો ત્યારે તત્કાલીન શ્રેષ્ઠીઓના ભવાં તંગ થઇ ગયા હતા. જોકે, ૧૮૮૯માં મોતીબાઇએ મેડિકલમાં સ્નાતકની ડિગ્રી લીધી. બાદમાં તેમનો પરિવાર ગુજરાતના અમદાવાદમાં સ્થાયી થયો. એ વખતે અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ રણછોડલાલ છોટાલાલે કાળુપુરમાં વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલ બંધાવી હતી. મોતીબાઇનો આત્મવિશ્વાસ જોઇને તેમણે આ હોસ્પિટલનો બધો જ કારભાર મોતીબાઇને સોંપી દીધો. અહીં મોતીબાઇએ સળંગ ચાળીસ વર્ષ સુધી આરોગ્ય ક્ષેત્રે આક્રમક રીતે કામ કર્યું. મોતીબાઇ ગુજરાતના પહેલા મહિલા તબીબ જ નહીં, પણ એક ક્રાંતિકારી સમાજ સુધારક પણ હતા.


અમદાવાદમાં મોતીબાઇ કાપડિયા હૉલનું ભૂમિપૂજન કરતી વખતે અન્ય મહિલા આગેવાનો સાથે  (ડાબેથી બીજા)
મોતીબાઇ અને (ઇનસેટ તસવીર) અમદાવાદ, કાલુપુરની વિક્ટોરિયા હોસ્પિટલમાં તેમનું પૂતળું 

વર્ષ ૧૮૯૪માં વિક્ટોરિયા હોસ્પિટલમાં એક દલિત મહિલા સારવાર કરાવવા આવી. મોતીબાઇ તુરંત જ તેની સારવારની તૈયારી કરવા લાગ્યા, પરંતુ હોસ્પિટલ સત્તાવાળા અને સમગ્ર સ્ટાફ તેમની વિરુદ્ધ થઈ ગયો. આ બધાએ ભેગા થઇને મોતીબાઇને ગાળો પણ ભાંડી અને ‘શ્રાપ’ પણ આપ્યામોતીબાઇની સમજાવટ પછીયે આ લોકો ટસના મસ ના થયા તો તેમણે બધાની ઉપરવટ જઇને પણ એ દલિત મહિલાની સારવાર કરી. આજથી એક સદીથી પણ વધુ સમય પહેલાં એ એક ક્રાંતિકારી પગલું હતું. આ ઘટના પછી કેટલીક મહિલાઓ વિક્ટોરિયા હોસ્પિટલની નોકરી છોડીને જતી રહી, પરંતુ એ વખતે બીજી કોઈ મહિલા હોસ્પિટલ નહીં હોવાથી તેઓ ફરી મોતીબાઇ સાથે જોડાઇ ગઇ. 

એ જમાનામાં મોતીબાઇએ સમાજ સુધારાના આશયથી ગુજરાત લેડીઝ ક્લબની પણ સ્થાપના કરી હતી, જેથી મહિલાઓ ત્યાં ભેગી થઇને વૈચારિક આદાનપ્રદાન કરી શકે. મોતીબાઇના સામાજિક પ્રદાનની નોંધ લઇ બ્રિટીશ રાજે તેમને 'કૈસર એ હિંદ'થી નવાજ્યા હતા. મોતીબાઇએ લોકોના આરોગ્યની ચિંતા કરતા કરતા વર્ષ ૧૯૩૦માં આ દુનિયાને અલવિદા કહી.

આજની યુવતીઓ તો આર્મી, એન્જિનિયરિંગ, સાયન્સ, ટેક્નોલોજી, ફાઇનાન્સ અને સ્પેસ જેવા ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી રહી છે, જે થોડા વર્ષો પહેલાં ફક્ત પુરુષોનો ઇજારો ગણાતો. એક સમયે ભારતમાં અનેક પ્રતિભાશાળી સ્ત્રીઓ ફક્ત જાતિગત ભેદભાવના કારણે ઈચ્છે એ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકતી. દાયકાઓ પહેલાં આવી મુશ્કેલીઓ સામે લડીને મહિલાઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરણા આપનારી તેમજ દેશના વૈચારિક નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનારી આ બંને મહિલાઓને ઇતિહાસ હંમેશા યાદ રાખશે.

નોંધઃ તસવીરો વિકિમીડિયા કોમન્સમાંથી લીધી છે. 

17 January, 2017

આઈ એમ નોટ યોર સુગર, આઈ એમ નોટ યોર પેટ્રોલ


આ કોઈ રેપ સોંગ નથીઅને નથી હંમેશાની જેમ કવિતા
હું તમને કંઈક પૂછવા માંગુ છુંજે ફક્ત તમારો થોડો સમય લેશે

આઈ એમ નોટ યોર સુગરઆઈ એમ નોટ યોર પેટ્રોલ
હું પણ જીવતી જાગતી માણસ છુંઆત્મામાં અગ્નિ ધરાવતી

આ ખૂબ જ પેચીદું છેઆટલી બધી ચર્ચા કેમ થઈ રહી છે?
અને એ પણ એના માટે કે જે એકદમ સ્પષ્ટ રીતે ખોટું છે

તમે કહો છો બધા જ પુરુષો આવા નથી
પરંતુ તમે મને કહી શકો કેબધા ગંદા પુરુષ ક્યાં જતા રહે છે?

અહીં બધે જ ફેશન શૉના જજીસ જેવું સંભળાય છે
એના કપડાં થોડા ટૂંકા છેતેની હિલ્સ ખૂબ મોટી છે

શરીર કેટલું ઢંકાયેલું છે એનાથી જ સ્ત્રીનું ચરિત્ર નક્કી થાય?
હું પણ એક માણસ છુંજીવતી જાગતીતમારા જ જેવી

મારે પણ સપનાં છેઈચ્છાઓ છે
સ્ત્રીઓને નથી જોઈતા તમારા વણમાંગ્યા ચુંબનો

આ એકદમ સીધીસાદી વાત છે,
તમે મને સ્પર્શી ના શકોતમને એ અધિકાર જ નથી

આપણે હજુયે કેમ ચૂપ છીએચાલો આ લડાઈ લડીએ
મિ. આઝમીને સોરી કહી દોમિ. પરમેશ્વરને પણ માફ કરી દઈએ

આ બધું જ દુષ્ટ વર્તનના કારણે જ થયું છે,
પશ્ચિમી સંસ્કૃતિના કારણે નહીં

આઈ એમ નોટ યોર સુગરઆઈ એમ નોટ યોર પેટ્રોલ
હું પણ એક માણસ છુંજીવતી જાગતીઆત્મામાં અગ્નિ ધરાવતી...

***

બેંગલુરુમાં ૩૧મી ડિસેમ્બરની મધરાત્રે અનેક યુવતીઓ છેડતીની ચર્ચા શરૂ થયા પછી મેંગલોરની સાત્શ્યા અન્ના થેયિરન નામની ૨૨ વર્ષની યુવતીએ મૂળ અંગ્રેજીમાં લખેલી કવિતાનો આ ભાવાનુવાદ છે. કવિઓનો કદાચ આ કવિતા 'પરફેક્ટના લાગેપરંતુ તેમાં મૂળ મુદ્દો હૃદય વીંધી નાંખે એમ સરળ રીતે રજૂ થઈ શક્યો છે. એટલે જ ફેસબુક પર વીડિયો ક્લિપ મૂકીને રજૂ કરાયેલી આ કવિતા વાયરલ થઈ ગઈ હતી. કમનસીબે કહેવું પડે છે કેબેંગલુરુ જેવી ઘટનાઓમાં નવું કશું નથી. હજુ આવતા વર્ષેય આવું ક્યાંક થશે! અબુ આઝમીઆઝમ ખાન કે જી. પરમેશ્વર જેવા નેતાઓ અને પોલીસની માનસિકતામાં પણ કોઈ જ ફર્ક નહીં પડે! આવા નેતાઓને લોકોનું સમર્થન પણ મળતું રહેશે.


સાત્શ્યા અન્ના થેરિયન

ઈવનએક ઓનલાઈન અંગ્રેજી પોર્ટલમાં પણ જી. પરમેશ્વરના વીડિયો મૂકીને એવું સાબિત કરવાનો પ્રયાસ કરાયો હતો કેતેઓ કશું વાંધાજનક બોલ્યા જ નથી. તેઓ ફક્ત એટલું જ કહેતા હતા કે, ... લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છેપશ્ચિમી કપડાં પહેરે છેદારૂ પીવે છે અને પછી મોડી રાત્રે છેડતીઓ શરૂ થાય છે. ગયા વર્ષે પણ આવું થયું હતું. એટલે અમે ૧૫ હજાર જેટલા પોલીસ જવાન તૈનાત કર્યા હતા...

ચાલો માન્યું. ગૃહ મંત્રીએ ગયા વર્ષની છેડતીની ઘટનાઓ ધ્યાનમાં રાખીને આ વર્ષે પોલીસ ખડકી હતી એ સારું થયું. કદાચ એટલે જ બેંગલુરુની એ બિહામણી રાત્રે હૃદય વીંધતી કોઈ માનવસર્જિત ચીખ ના સંભળાઈ. જી. પરમેશ્વરે પશ્ચિમી સંસ્કૃતિની ટીકા કરી એ વાત પછીએ પહેલાં એમની વાતમાં બીજું પણ કંઈક પડઘાય છેતેની વાત કરીએ. જેમ કેગયા વર્ષે પણ આવી જ છેડતીઓ થઈ હતી. આવું કેમઆપણે ઉજવણી કરતી વખતેદારૂ પીને ભાન કેમ ભૂલી જઈએ છીએભેગા થતાં જ 'ટોળુંકેમ બની જઈએ છીએલોકોને પરેશાની થાય એવું ન્યૂસન્સ કેમ કરીએ છીએકોલેજના યૂથ ફેસ્ટિવલોમાં પણ આવો જ માહોલ હોય છે! મલ્ટીપ્લેક્સમાં પણ આવા વિકૃતો આવે છેજે 'હાઈ વેજેવી સંવેદનશીલ ફિલ્મ જોતા હોય કે પછી 'પિંક'. તેમને કોઈ જ ફર્ક નથી પડતો. એ લોકો સતત સેક્સિસ્ટ કમેન્ટ કરીને બધાને ખલેલ પહોંચાડયા કરે છે અને આખા થિયેટરમાં કોઈ મર્દ એમને ચૂપ રહેવાનું કહેતો નથી.

આ એવા જ લોકો હોય છેજેમને એકલી કે ગભરુ છોકરીને જોઈને મર્દાનગી બતાવવામાં કિક વાગે છે. સોશિયલ મીડિયામાં પણ રોગિષ્ઠ મનોદશા ધરાવતા મર્દો વિચરતા હોય છે, જેમાં એકદમ વિકૃત માનસિકતા ધરાવતા પુરુષોથી માંડીને જે તે ક્ષેત્રના સિનિયર હોય એવી રીતે ચરકતા, હંમેશા જોક કરતા, હસતા રહેતા, ક્યારેક સરસ દાઢી ધરાવતા અને વિદ્વતાનો અંચળો ઓઢીને ફરતા મર્દો પણ હોય છે. આ પ્રકારના મર્દો ફ્રેન્ડ્સને પર્સનલ મેસેજીસ કરીને સતત સંપર્કમાં રહેવા આતુર હોય છે, પણ ફક્ત વિમેન ફ્રેન્ડ્સ સાથે જ. જોકે, આ પ્રકારના મર્દો વચ્ચે સરળતાથી ભેદ પાડવો અઘરો હોય છે, પરંતુ મહિલાઓને અનુભવે આ વાત સમજાઈ જતી હોય છે! બેંગલુરુની ઘટનાથી વ્યથિત થઈને વિરોધવંટોળ શરૂ થયોતો ટ્વિટર પર 'નોટ ઓલ મેનહેશટેગ ટ્રેન્ડિંગ થયું. એટલે કેબધા જ પુરુષો 'એવાનથી હોતા! આ ટ્રેન્ડ થતાં જ અનેક સ્ત્રીઓના ભવાં તંગ થઈ ગયા. ફરી કોઈએ ટ્વિટ કરી કેઅમે બધા જ પુરુષોનો દોષ કાઢીએ છીએ કારણ કેદરેક બળાત્કારી પુરુષ જ હોય છે. ફરી પાછો જવાબ આવ્યો કેબધા જ પુરુષો બળાત્કારી નથી હોતા એ વાત તમે ભૂલી ગયા છો. વગેરે.

આપણી તકલીફ જ આ છે. આપણે આડી-અવળી એટલી બધી ચર્ચા કરીએ છીએ કેમૂળ મુદ્દો જ ભૂલાઈ જાય છે. ભારતીય સમાજમાં 'એનાલિટિકલ ડિસ્કશનથઈ શકતું નથી. આ વાતનું પ્રતિબિંબ ન્યૂઝ ચેનલોમાં ટીઆરપી ઉઘરાવતા શૉમાં પણ ઝીલાય છે. યુવતીઓની છેડતી થઈ એ એ ખોટું થયું એ વાતને વળગી રહેવાના બદલે જી. પરમેશ્વર અને અબુ આઝમી જેવા નેતાઓએ પશ્ચિમી સંસ્કૃતિની ટીકા કરી અને પછી શરૂ થયેલી મીડિયા ટ્રાયલમાં ગંભીર મુદ્દા જ ભૂલાઈ ગયા. જોકેપરમેશ્વર કરતા અબુ આઝમીનું નિવેદન વધારે વાંધાજનક હતું. આઝમીએ કહ્યું હતું કે, ''પેટ્રોલ હોય ત્યાં આગ તો લાગવાની જ. ખાંડ નાંખો તો કીડીઓ તો જમા થવાની જ.'' બે વર્ષ પહેલાં તો આઝમીએ બળાત્કાર અને લગ્નેતર સંબંધ માટે યુવતીઓને સજા કરવાની માગ કરી હતી.

જોકેઆપણે ફક્ત નેતાઓ પર જ દોષનો ટોપલો કેમ ઢોળવો જોઈએબોલો! 'પિંકફિલ્મ જોઈને પણ અનેક લોકોએ સવાલ કર્યો હતો કેકોઈ છોકરી અજાણ્યા લોકો સાથે પાર્ટી કરેદારૂ પીએદારૂ પીરસે અને નોન વેજ જોક કરે- આવું જોખમ ખેડવાની શું જરૂર છેમુદ્દો એ છે કેયુવતીઓએ ફિલ્મો જોઈને જે સમજવું હશે એ સમજી લેશે પણ મર્દોએ પણ તેમાંથી કંઈક શીખવું જોઈએ નેસેક્સ વર્કર હોય કે પત્ની- 'નો મિન્સ નોજ હોય એ વાત સમજતા ખબર નહીંઆપણને કેટલી સદીઓ લાગશે! આ પ્રકારના મુદ્દે આપણે હંમેશા બે છેડાના અભિપ્રાયો (ટુ એક્સટ્રિમ્સ) વચ્ચે અટવાઈ જઈએ છીએ. અત્યારે સવાલ ફક્ત એ છે કેસ્ત્રી પીડિત હોય તો પણ સ્ત્રીને જ કેમ કઠેડામાં ઊભી કરી દેવાય છેઆપણા નેતાઓની માનસિકતા કેમ આવી છે અને પોલીસ પણ સ્ત્રીને ગુનેગાર તરીકે જ કેમ જુએ છેમોડર્નફન લવિંગઓપન માઈન્ડેડ અને કોન્ફિડન્ટ યુવતીઓને જોઈને બીજી ‘પછાત’ સ્ત્રીઓના પેટમાં કેમ દુઃખે છેઆવી સ્ત્રી એક સરેરાશ ભારતીય સાસુથી પણ સહન નથી થતી. આ સ્ત્રીઓને મહિલા પોલીસની પણ સહાનુભૂતિ કેમ નથી મળતીફરી યાદ કરો 'પિંક'.

કાન સરવા કરીએ તો આપણી આસપાસ પણ નેતાઓ અને પોલીસની ભાષા બોલતા લોકો સંભળાય જ છે. એટલે ફક્ત તેમનો વાંક કાઢવાનો કોઈ અર્થ નથી. ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિને ગાળો કોણ નથી દેતું? એટલે જ તો આવા બબુચક નેતાઓ ચૂંટાઈ આવે છે. લોકોનો જ તેમને સહકાર છે. આપણે વડીલો, સાધુ-સંતો અને આસપાસના લોકોના મોંઢે અનેકવાર પશ્ચિમી સંસ્કૃતિની ટીકા સાંભળી ચૂક્યા છીએ. પશ્ચિમી સંસ્કૃતિને ગાળો દઈને ઘેનમાં રહેવું એ આપણો સૌથી ફેવરિટ ટાઈમ પાસ છે. એવું કરવાથી ગિરેબાનમાં ઝાંખવામાંથી મુક્તિ મળી જાય છે કારણ કે, કદાચ આપણે આપણી ઓકાતનો સામનો કરવા નથી માગતા! જો ફક્ત પશ્ચિમી કપડાં પહેરવાથી જ છેડતી-બળાત્કારો થતાં હોય તો કુમળી વયના બાળકો (છોકરા-છોકરી બંને) પર બળાત્કાર કેમ થાય છે? બસોમાં, ઓફિસોમાં, સ્કૂલોમાં, કોલેજોમાં અને ભીડભાડ ધરાવતા  તમામ સ્થળોએ કઈ સ્ત્રી ટૂંકા કપડાંમાં હોય છે? એટલે જ આપણે જ્યારે એમ કહીએ છીએ કે, સ્ત્રીઓની સુરક્ષાની જવાબદારી ફક્ત તેમની છે ત્યારે જ પુરુષોની મર્દાનગીનું સૂરસૂરિયું થઈ જાય છે.

શું ભારતીય પુરુષ સેક્સ્યુઅલી ફ્રસ્ટ્રેટેડ છે? આ સવાલના ઊંડાણમાં ઉતરવાનો આ જ યોગ્ય સમય છે. સવાલોના જવાબ શોધવાના બદલે પલાયનવૃત્તિ અપનાવી લીધી હોવાથી જ કદાચ આપણે આર્થિકસામાજિકસાંસ્કૃતિક અને બૌદ્ધિક સ્તરે પશ્ચિમી દેશો જેટલી ઝડપથી આગળ નથી વધી શક્યા. પશ્ચિમી સંસ્કૃતિનું કહેવાતું 'આક્રમણન હતું ત્યારે પણ છેડતીઓ અને બળાત્કારો થતાં જ હતા. વર્ષ ૧૯૩૯માં એક પંજાબી છોકરીએ ગાંધીજીને પત્ર લખીને રોજેરોજ થતી છેડતી અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. ગાંધીજીએ પહેલી જાન્યુઆરી૧૯૩૯ના રોજ 'હરિજનબંધુમાં એ પત્રના અંશો પ્રગટ કર્યા હતા. વાંચો.

- ...અને તેમને આમ એકલા જતાં જતાં જુએ છે એટલે દુષ્ટ માણસો તેમની પાછળ પડે છે. તેઓ બાજુએ થઈને ચાલતાં ભૂંડી અશ્લીલ ભાષા ઉચ્ચારે છે અને જો આસપાસ ડરવા જેવું ન જુએ તો એથી પણ વધુ છૂટ લેવાની હિંમત કરતાં અચકાતા નથી. આવે પ્રસંગે અહિંસા કઈ રીતનું કામ આપી શકે એ જાણવા ઈંતેજાર છું...

- ... તમને દુઃખ અને આશ્ચર્ય થશે કે દીવાળી વગેરે તહેવારો દરમ્યાન છાપાંવાળા એવી જાહેર ચેતવણીઓ છાપે છે કેસ્ત્રીઓએ રોશનાઈ વગેરે જોવા સારુ પણ ઘર છોડી ન નીકળવું. આ એક જ વાત પરથી આપ જોશો કેઆ તરફ અમારી કેવી દયામણી હાલત છે! આવી ચેતવણીઓ છાપનારાઓને કે તેના વાંચનારાઓને કોઈને જ એ વાતનું ભાન નથી કે આવી ચેતવણીઓ છાપવી પડે એમાં તેમની કેવડી મોટી શરમ સમાયેલી છે...

એ છોકરીએ ગાંધીજીને લખેલા પત્રોના આ અંશો વાંચીને આપણે અનુમાન કરી જ શકીએ છીએ કે, આટલા વર્ષો પહેલાયે છેડતી કરનારા હતા જ. બળાત્કારો પણ થતાં જ હશે! દીવાળીની ભીડમાં રોશની જોવા યુવતીઓએ બહાર નહીં નીકળવું એવી ચેતવણીઓ ગાંધીયુગમાં છાપવી પડતી હતી અને સાલું હજુયે ભારતીય પુરુષ ત્યાંનો ત્યાં જ છે. એ છોકરીને ગાંધીજીએ શું જવાબ આપ્યો એ વાત મહત્ત્વની જ નથી. મહત્ત્વનું એ છે કેઆપણે એક પ્રજા તરીકે ક્યાં હતા અને ક્યાં પહોંચ્યાનબળી માનસિકતા ધરાવતા માણસો ભેગા થઈને નબળો સમાજ જ રચે છે. આપણે એક પ્રજા તરીકે વિકસિત થવા માગીએ છીએ કે પછી હજુયે અનેક પેઢીઓને આવી જ પછાત માનસિકતા આપવા માગીએ છીએ

લેખની શરૂમાં મૂકેલી કવિતામાં સાત્શ્યા સાચું જ કહે છે. સ્પષ્ટ રીતે ખોટું છે એની આટલી ચર્ચા કેમવિમેન્સ આર નોટ મેન્સ સુગરવિમેન્સ આર નોટ મેન્સ પેટ્રોલ.

27 May, 2015

ફેસબૂકનું 'બ્લોકિંગ' ફિચર: હેય ગર્લ્સ, જરા સંભલ કે...


ફેસબૂક પર આપણા જેવી બ્યુટિફુલ છોકરીઓ સૌથી વધારે કયા ફિચરનો ઉપયોગ કરે છે?
અપડેટ સ્ટેટસ?
નોપ્પ.
તો પછી એડ ફોટોઝ કે ક્રિએટ ફોટો આલ્બમ?
નોઓઓઓ...
તો પછીઈઈઈ... એડ વોટ ટુ આર ફિલિંગ અથવા એડ અ લોકેશન ટુ પોસ્ટ?
નાઆઆ...
તો બોલને હવે...
બ્લોકિંગ બટન
હેહેહે...

થોડા સમય પહેલાં એક કાફેટેરિયામાં બે કોલેજિયન છોકરીઓ વચ્ચે આ સંવાદ સાંભળ્યો હતો. છોકરીઓએ  માનસિક ત્રાસ આપતા લોકોને કાયમ માટે ચૂપ કરવા બ્લોકિંગ ફિચરનો નિર્દયતાથી ઉપયોગ કરવો જ જોઈએ પણ ક્યારેક આ બટનનો ઉપયોગ નહીં કરવામાંય સમાજનું હિત હોય છે. દિલ્હી કોલેજની વિદ્યાર્થિની પ્રેરણા પ્રથમ સિંઘની સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયેલી ફેસબૂક પોસ્ટે આ વાત ફરી એકવાર સાબિત કરી છે.

પ્રેરણાના ફેસબૂક ઈનબોક્સમાં ૧૬મી મેએ રોશનકુમાર નામના એક ફેસબૂક ફ્રેન્ડે 'હલ્લો સેક્સી' કહીને મેસેજ કર્યો હતો. મોટા ભાગના ફેસબૂક ફ્રેન્ડની જેમ આ વ્યક્તિ પણ પ્રેરણા માટે બિલકુલ અજાણી હતી. પ્રેરણાને એ પણ નહોતી ખબર કે, રોશનકુમારની પ્રોફાઈલ અસલી છે નકલી. જોકે, પ્રેરણાએ તેને તરત જ બ્લોક ના કર્યો પણ રોશનકુમારને 'સર' સંબોધન કરીને એક લાંબો મેસેજ કર્યો. આ મેસેજમાં પ્રેરણાએ લખ્યું હતું કે, ''...હું તમારા જેવા હલકા લોકો આસપાસ બધે જ જોઈ રહી છું. આ બાબત હું અવગણીશ, તો એ મારી ભૂલ હશે. પણ હું તમને પ્રસિદ્ધિ અપાવવા મક્કમ છું...''

પ્રેરણા સિંઘ

પ્રેરણાએ લીધેલો સ્ક્રિન શોટ 


આ મેસેજ કર્યા પછી પ્રેરણાએ ફેસબૂક મેસેજ ઈનબોક્સનો સ્ક્રિન શોટ લઈને તેને ફેસબૂક પર અપલોડ કરી દીધો હતો. પ્રેરણાએ આ પોસ્ટ વધુને વધુ લોકો સાથે શેર કરવા વિનંતી પણ કરી હતી. રોશનકુમારને કરેલા મેસેજના અંતે પ્રેરણાએ લખ્યું હતું કે, ''... હું આ કરવા જઈ રહી છું ત્યારે તમારી પત્નીને કહેજો કે, મારી સહાનુભૂતિ તમારી સાથે છે. સંપૂર્ણ અને સાચી. પ્રસિદ્ધિ માટે શુભેચ્છા. જોકે તેને દિમાગ પર હાવી થવા ના દેતા...''

૧૭મી મેએ ફેસબૂક પર અપલોડ કરાયેલા આ સ્ક્રિન શોટને પાંચ જ કલાકમાં ૪૫ વાર શેર કરાયો હતો, ,૫૦૦થી પણ વધારે લોકોએ લાઈક કર્યો હતો અને અને ૬૦થી વધુ લોકોએ આક્રમક કમેન્ટ્સ કરીને રોશનકુમારના છાજિયા લીધા હતા. આ પોસ્ટ અંગ્રેજીમાં હતી અને તેનું રિ-શેરિંગ અત્યંત ઝડપથી થઈ રહ્યું હોવાથી જોતજોતામાં તે વાયરલ થઈ ગઈ હતી. આ કારણથી ફેસબૂકે ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં આ પોસ્ટને 'ન્યુડિટી કન્ટેન્ટ' જાહેર કરીને ડિલિટ કરી નાંખી હતી. આ મુદ્દે પણ યુઝર્સે ફેસબૂકનો આક્રમક વિરોધ કર્યો હતો.

જોકે, ફેસબૂકે પોસ્ટ ડિલિટ કરી એ પહેલાં રોશનકુમારનું નામ 'રોશન' થઈ ચૂક્યું હતું અને પ્રેરણાની પોસ્ટ ટ્વિટર અને વોટ્સએપમાં પણ ફરતી થઈ ગઈ હતી. જો પ્રેરણાએ ચૂપ રહીને કે બદનામીના ખોટા ડરે રોશનકુમારને બ્લોક કરી દીધો હોત તો તેની હિંમત વધુ ખૂલી હોત અને કદાચ ભવિષ્યમાં બીજી છોકરીઓને પણ આવા મેસેજ કરવાનું ચાલુ રાખ્યું હોત!  મોટા ભાગની છોકરીઓ આવા લોકોને અવગણતી હોવાથી જ રોશનકુમારો કે તરુણ તેજપાલોને પ્રોત્સાહન મળે છે. આ કિસ્સાની જ વાત કરીએ તો બદનામી કોની થઈ? પ્રેરણાની કે રોશનકુમારની? ઊલટાનું સોશિયલ મીડિયામાં તમામ લોકોએ પ્રેરણાની હિંમતને દાદ આપી હતી. ફેસબૂક પર હાજર દિલ્હી ટ્રાફિક બ્રાન્ચના સ્પેશિયલ પોલીસ કમિશનર ડૉ. મુકેશ ચંદરે પણ પ્રેરણાને પોલીસ ફરિયાદ નોંધાવવાની જાહેરમાં વિનંતી કરી હતી.

શિક્ષિત હોય એવા સરેરાશ ભારતીય પુરુષને પણ ખ્યાલ નથી હોતો કે, ફ્લર્ટિંગ અને મોલેસ્ટેશનમાં ફર્ક છે. ફ્લર્ટિંગમાં સ્ત્રીની વત્તેઓછે અંશે સહમતિ હોય છે. ફ્લર્ટિંગ કરવા પુરુષ પાસે સ્માર્ટનેસ અને સેન્સ ઓફ હ્યુમર હોવી જરૂરી છે. સુંદર સ્ત્રીની સામે આંખોમાં આંખો મિલાવીને વાત નહીં કરી શકતો પુરુષ ફેસબૂક કે ટ્વિટર પર મહાલતી વખતે પોતાને 'મર્દ' સાબિત કરવા તડપતો હોય  છે. આ પ્રકારના મર્દો લઘુતાગ્રંથિનો શિકાર હોય છે. સામે ઊભેલી સ્માર્ટ પરંતુ અજાણી છોકરીને હાય-હલ્લો કરવામાંય પેટમાં પતંગિયા ઉડવા માંડે એવા 'મર્દો' સોશિયલ મીડિયામાં સ્ત્રીના જાહેરમાં તો ક્યારેક પર્સનલ મેસેજ કરીને વખાણ કરવાની હિંમત કરી લે છે કારણ કે, ફેસબૂક પર બે આંખની શરમ નડતી નથી. કેટલાકની નપુંસકતાનું સ્તર તો એટલું નીચું હોય છે કે, વખાણ કરવા પણ ફેક ફેસબૂક પ્રોફાઈલ બનાવી હોય છે.

નેતાની મર્સીડિઝ બેન્ઝના બોનેટ પર ચઢીને કાચ ફોડી નાંખનારી સાધ્વી પાંડે

મોટા ભાગની સ્ત્રીઓ સોશિયલ મીડિયામાં કે પછી આંખમાં આંખ નાંખીને કરાતી મવાલીગીરી સહન કરી લે છે. એકલી સ્ત્રીને જોઈને સુપરમેન સિન્ડ્રોમ અનુભવતા નામર્દોને સ્ત્રીના શરીર અને મન પર અધિકાર જમાવવામાં જ મર્દાનગીનો કરંટ લાગે છે. પ્રેરણાના બહુચર્ચિત કિસ્સાના માંડ ત્રણ દિવસ પછી આગ્રામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. આગ્રામાં સાધ્વી પાન્ડે નામની એક યુવતી તેની બહેન સાથે મોપેડ પર જઈ રહી હતી ત્યારે તેમની નજીકથી સમાજવાદી પક્ષના નેતા અભિનવ શર્માની મર્સીડિઝ બેન્ઝ પસાર થઈ. એ વખતે શર્માના બોડીગાર્ડે સાધ્વીને આંખ મારી. બોડીગાર્ડના આ કૃત્યથી ગભરાયા વિના સાધ્વીએ કાર ઊભી રખાવીને નેતાજીને ફરિયાદ કરી. જોકે, બળાત્કારો મુદ્દે પણ 'બચ્ચે હૈ, ગલતી હો ગઈ' જેવું વિવાદાસ્પદ નિવેદન કરનારા મુલાયમસિંહ યાદવની ઉતરતી નકલ જેવા અભિનવ શર્માએ બોડીગાર્ડને ઠપકો આપવાના બદલે સાધ્વીને ધમકાવી નાંખી.

એ વખતે સાધ્વીની બહેને મોબાઈલમાં ફોટોગ્રાફ્સ લેવાનો પ્રયાસ કર્યો તો બીજા એક બોડીગાર્ડે મોબાઈલ ફોન પણ પછાડીને તોડી નાંખ્યો. જોકે, આ દાદાગીરીથી ગભરાયા વિના સાધ્વી મર્સીડિઝ બેન્ઝના બોનેટ પર ચઢી ગઈ અને કારની આગળ લગાવેલા સમાજવાદી પક્ષના ઝંડાથી જ કારનો કાચ તોડી નાંખ્યો. આગ્રામાં જાહેર માર્ગ પર અડધો કલાક ચાલેલી આ બબાલનો વીડિયો પણ જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો. આ કારણોસર જ અભિનવ શર્મા અને તેના બોડીગાર્ડે માફી માગવી પડી અને મોબાઈલ ફોનનું નુકસાન પણ ચૂકવવું પડયું. સાધ્વીનું કહેવું છે કે, જો નેતાઓ જ આ પ્રકારના કૃત્યને પ્રોત્સાહન આપે તો પ્રજા શું કરશે?

સાધ્વીનો સવાલ વાજબી છે. ઓનલાઈન તો ઠીક, છોકરીઓની ખુલ્લેઆમ છેડતી કરવી, ગંદી કમેન્ટ પાસ કરવી કે તેમના અંગ-ઉપાંગો સામે તાકી તાકીને જોઈને ત્રાસ આપવા જેવા કૃત્યો અનેક સ્ત્રીઓએ વારંવાર સહન કરવા પડે છે. રસ્તામાં, બસમાં કે ઓટોમાં સફર કરતા, થિયેટરોમાં કે કોલેજમાં ગ્રૂપમાં જતી યુવતીઓને પણ આવા અનુભવ થતા હોય છે. વર્ષો પહેલાં પણ સ્ત્રીઓએ આવું સહન કરવું પડતું હતું. હવે બહારની દુનિયામાં સ્ત્રીઓની હાજરી વધી છે અને યુવકોની જેમ યુવતીઓ પણ ઓનલાઈન પ્રેઝન્સ ધરાવતી હોવાથી તેમાં વધારો થવો સ્વાભાવિક છે.

જોકે, યુવતીઓ ઓનલાઈન હેરાનગતિમાં બ્લોકિંગ ફિચરનો ઉપયોગ કરી શકે છે, પણ ખુલ્લેઆમ થતી હેરાનગતિનું શું? આવી હેરાનગતિને મોટા ભાગની સ્ત્રીઓ અવગણતી હોય છે, જે ખરેખર આખા સમાજનું અહિત કરવા બરાબર છે. બ્લેક કે બ્લૂ જ નહીં પણ વ્હાઈટ કોલર જોબ કરતા એક્ઝિક્યુટિવના સ્વાંગમાં પણ મવાલી છુપાયો હોઈ શકે છે. આ મવાલીઓને સહન કરવાથી પણ બળાત્કાર જેવા જઘન્ય ગુનાને પ્રોત્સાહન મળે છે. સ્ત્રીઓ ક્યારેય ફરિયાદ નથી કરવાની એ આત્મવિશ્વાસ જ ખંડિત વ્યક્તિત્વ ધરાવતા પુરુષોને વધુ ગંભીર ગુનો કરવા પ્રેરે છે. સ્ત્રીઓ વર્ષોથી આવી ગુનાખોરી સામે 'બ્લોક' કે 'લેટ ગો' કરી રહી હોવાથી જ સડકછાપ પુરુષોનો આત્મવિશ્વાસ સતત વધે છે. 

હવે ડર રાખ્યા વિના પ્રેરણા કે સાધ્વીની જેમ એકાદ વાર 'બ્લોક'નો ઉપયોગ ટાળી જોજો. નપુંસકને પુરુષ સમજવાનો તમારો ભ્રમ દૂર થઈ જશે!

આ બદીને ઉઘાડી પાડવાની બાબતમાં ખોટો વિનય ન રાખવો : ગાંધીજી

વર્ષ ૧૯૩૯માં એક પંજાબી યુવતીએ છેડતી કરનાર સામે અહિંસાનું શસ્ત્ર કેવી રીતે વાપરી શકાય એ જાણવા ગાંધીબાપુને કાગળ લખ્યો હતો. પહેલી જાન્યુઆરી, ૧૯૩૯ના 'હરિજનબંધુ'માં ગાંધીજીએ આ કાગળનો તરજુમો પ્રકાશિત કર્યો હતો. તેના રસપ્રદ અંશો...

- ... અને તેમને આમ એકલા જતાં જતાં જુએ છે એટલે દુષ્ટ માણસો તેમની પાછળ પડે છે. તેઓ બાજુએ થઈને ચાલતાં ભૂંડી અશ્લીલ ભાષા ઉચ્ચારે છે અને જો આસપાસ ડરવા જેવું ન જુએ તો એથી પણ વઘુ છૂટ લેવાની હિંમત કરતાં અચકાતા નથી. આવે પ્રસંગે અહિંસા કઈ રીતનું કામ આપી શકે એ જાણવા ઈંતેજાર છું...

- ... રસ્તે ભીડ નહોતી. થોડે આગળ નહિ ગયાં હોઈએ અને એટલામાં પેલો સાઇકલવાળો અગાડી નીકળી જઈને પાછો વળ્યો. દૂરથી જ અમે એને ઓળખ્યો. એણે સાઇકલ અમારા તરફ આણવા માંડી. અમને ઘસીને સાઇકલ કાઢવાનો એનો ઈરાદો હતો કે ઉતરવાનો એ તો પ્રભુ જાણે... હું પોતે સામાન્ય બાળાઓ કરતા નબળા બાંધાની છું. પણ મારા હાથમાં એક મોટી ચોપડી હતી. કોણ જાણે ક્યાંથી મારામાં હિંમત આવી ગઇ. મેં પેલાની સાઇકલ સામે પેલી મોટી ચોપડી ઝીકી અને ત્રાડૂકીઃ ચાળા કરવા છે? આવી તો જો’. પેલો લથડ્યો, જેમ તેમ સાઇકલ સંભાળી અને દોડી ગયો...

- ... તમને દુઃખ અને આશ્ચર્ય થશે કે દીવાળી વગેરે તહેવારો દરમ્યાન છાપાંવાળા એવી જાહેર ચેતવણીઓ છાપે છે કે, સ્ત્રીઓેએ રોશનાઈ વગેરે જોવા સારુ પણ ઘર છોડી ન નીકળવું. આ એક જ વાત પરથી આપ જોશો કે, આ તરફ અમારી કેવી દયામણી હાલત છે! આવી ચેતવણીઓ છાપનારાઓને કે તેના વાંચનારાઓને કોઈને જ એ વાતનું ભાન નથી કે આવી ચેતવણીઓ છાપવી પડે એમાં તેમની કેવડી મોટી શરમ સમાયેલી છે...

આ મુદ્દે ગાંધીજીએ આપેલા જવાબના અંશો...

- જ્યાં તાત્કાલિક અંગત રક્ષાનો જ સવાલ હોય ત્યાં અલબત્ત પત્ર લખનાર બાળાએ પોતે શરીરબળમાં નબળી છતાં જે ઉપાય લીધો, એટલે કે સાઇકલવાળા પર ચોપડી ઝીકી- એ તદ્દન બરાબર હતો.

- બીભત્સ ભાષાથી બહેનોએ ન હડબડવું, પણ ચૂપ ન રહેવું. આવા બધા કિસ્સાઓને છાપાંમાં પ્રગટ કરવા જોઈએ. જ્યાં ગુનેગારોના નામ જડી શકે ત્યાં નામો પણ પ્રગટ કરવાં. આ બદીને ઉઘાડી પાડવાની બાબતમાં ખોટો વિનય ન રાખવો જોઈએ.  જાહેર ગેરવર્તનની ખબર લેવાને જાહેર પ્રજામત જેવો બીજો સચોટ બીજો કોઈ ઈલાજ નથી.

09 March, 2015

ફિફ્ટી શેડ્સ ઓફ 'ઈન્ડિયન રેપ કલ્ચર'


મહિલાઓએ સુરક્ષા માટે કડક સાવચેતી રાખવી. કોઈ જાણીતી અને વિશ્વાસુ વ્યક્તિના સંગાથ વિના રાત્રે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ના કરવો, સાંજે મનોરંજન માટે જાણીતી જગ્યાઓએ જવાનું પણ ટાળવું અને દિવસ સહિત કોઈ પણ સમયે ઓછી વસતી હોય ત્યાં જવાનું બિલકુલ ટાળવું. હોટેલનો રૂમ નંબર કોઈને આપવો નહીં અને રૂમ ડોર પર ચેઈન, ડેડ લોક્સ અને પીપ હોલ્સ હોય એની ખાતરી કરી લેવી. શક્ય હોય ત્યાં સુધી જૂથમાં કે મિત્રો સાથે જ ફરવું, એકલા નહીં...''

આ ટીપિકલ સલાહ કોઈ વડીલે નહીં પણ અમેરિકાએ ભારત આવતી અમેરિકન યુવતીઓને આપી છે. અમેરિકાનું કામકાજ એટલું પાક્કું છે કે, તેણે ભારત આવતી આફ્રિકન મૂળની મહિલાઓએ શું સહન કરવું પડી શકે એ બાબતે પણ ચેતવણી આપી છે. જેમ કે, અમેરિકન આફ્રિકન યુવતીઓએ ભારતમાં અશ્લીલ કમેન્ટ્સ, અટકચાળા અને ઈવ ટીઝિંગ (ઘૂરી ઘૂરીને જોવું) જેવી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારતમાં બજારો, રેલવે-બસ સ્ટેશન જેવા જાહેર સ્થળે બોલાચાલી કે છેડતી પછી અચાનક હુમલો થઈ શકે છે. આ બાબતોથી બચવા અમેરિકાએ યુવતીઓને કપડાં પહેરવામાં થોડું રૂઢિચુસ્ત રહેવાની અને સ્થાનિક રીતભાત જાળવવાની સલાહ આપી છે. આ તો થઈ અમેરિકાની વાત પણ યુનાઈટેડ કિંગ્ડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુરોપિયન યુનિયનના અમુક દેશોએ પણ ભારત આવતી યુવતીઓ માટે ખાસ એક માર્ગદર્શિકા જાહેર કરી છે. 

બીજી બાજુ, 'અતુલ્ય ભારત'નો અનુભવ લઈને સ્વદેશ પરત ફરેલા વિદેશીઓ પણ ફેસબુક, ટ્વિટર અને બ્લોગ જેવા સોશિયલ પ્લેટફોર્મ પર ભારત આવતા લોકોને આવી ચેતવણી આપી રહ્યા છે.

વિદેશી યુવતી એટલે 'અવેલેબલ'?

છેલ્લાં ઘણાં સમયથી ભારત આવતી વિદેશી મહિલાઓ પરના જાતીય હુમલામાં અનેકગણો વધારો થયો છે. ફેબ્રુઆરીમાં ‘પધારો મ્હારે દેશ' ફેઈમ રાજસ્થાનના પ્રવાસે આવેલી એક જાપાનીઝ યુવતીએ જયપુરમાં ટુરિસ્ટ ગાઈડની ઓળખ આપતા એક યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ યુવકે જાપાનીઝ યુવતીને ગેસ્ટ હાઉસ મૂકવા જવાનું કહીને છેતરપિંડી કરી હતી. એ પહેલાં નવેમ્બર ૨૦૧૪માં બિહારના બોધગયાના પ્રવાસે આવેલી એક જાપાનીઝ યુવતીએ કોલકાતાના છ અજાણ્યા યુવક સામે અપહરણ, લૂંટ અને બળાત્કારની ફરિયાદ કરી હતી. આ બનાવો પછી ભારતસ્થિત જાપાનીઝ દૂતાલયે ભારત આવતી જાપાનીઝ યુવતીઓએ ભારતમાં કેવી રીતે વર્તવું તેની સલાહ આપતો એક પરિપત્ર જારી કર્યો હતો. 

તાજેતરમાં દિલ્હીમાં એક નાઈજિરિયન  યુવતી પર સામૂહિક બળાત્કાર થયો. એ પહેલાં ડેનમાર્કની યુવતી, મધ્યપ્રદેશમાં સ્વિત્ઝર્લેન્ડની સાયકલિસ્ટ, પશ્ચિમ બંગાળમાં આયર્લેન્ડની ચેરિટી વર્કર અને તમિલનાડુમાં જર્મન કિશોરી બળાત્કારની ફરિયાદો નોંધાવી ચૂકી છે. આ તમામ દેશોએ ભારત આવતી યુવતીઓ માટે જાહેર કરેલી માર્ગદર્શિકા અને ટ્રાવેલ બ્લોગરોના સલાહ-સૂચનો જોતા જણાય છે કે, ભારતમાં વિદેશી યુવતીઓએ બસ, ટ્રેન, જાહેર માર્ગો અને મૉલ-મલ્ટિપ્લેક્સ જેવા તમામ સ્થળે નાની-મોટી જાતીય સતામણીનો ભોગ બનવું પડે છે.



વિદેશી યુવતીઓ સામેની જાતીય હિંસા માટે વિદેશી યુવતી એટલે 'અવેલેબલ' જ હોય એવી માનસિકતા, લૂંટનો ઈરાદો અને વિકૃતિની હદ સુધીના હિંસક વંશીય ભેદભાવ જેવા અનેક કારણો જવાબદાર છે. આપણા પોલીસ સ્ટેશનોમાં બળાત્કારનો ભોગ બનનારી યુવતીઓ સાથે ગુનેગાર જેવું વર્તન થાય છે એટલે વિદેશી યુવતીને ઝડપથી ન્યાય મળે એ શક્ય જ નથી. વિદેશી યુવતીઓ પર બળાત્કારનો મુદ્દો દેશની સુરક્ષા વ્યવસ્થા સાથે વધારે જોડાયેલો છે. આ મુદ્દો 'રાષ્ટ્રીય શરમ'નો અને દેશના પ્રવાસન ઉદ્યોગ માટે પણ અત્યંત ગંભીર છે. આ પ્રકારની ગુનાખોરીને પબ્લિક પાર્ટરનશિપ વિના કાબૂમાં રાખવી અશક્ય છે.  

નિર્ભયા કાંડની નકારાત્મક અસર

દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા કાંડ પછી દેશમાં ૨૩ અત્યંત ઘાતકી બળાત્કારો પોલીસ ચોપડે નોંધાયા છે. વર્ષ ૨૦૧૨માં નિર્ભયા કાંડે દેશને ઝકઝોર્યો એના ૧૧ જ દિવસ પછી રાજસ્થાનના જયપુરમાં સામૂહિક બળાત્કાર કરેલી હાલતમાં પાંચ વર્ષીય બાળકી મળી આવી, જેના જનનાંગોમાંથી બોટલ અને કાચના ટુકડા પણ મળ્યા હતા. મીડિયાનામાં 'ગુડિયા' નામે જાણીતી થયેલી આ બાળકી આજે પણ સામાન્ય જિંદગી જીવવા ઝઝૂમી રહી છે. ગુડિયાએ ઈન્ફેક્શનથી બચવા રોજેરોજ સારવાર લેવી પડે છે. ઉંમર વધવાની સાથે આ સારવાર તેને હંમેશા એ વાતની યાદ અપાવશે કે, નાનપણમાં તેના સાથે કંઈક ભયાનક બન્યું હતું. હાલ ગુડિયા નર્સરીમાં જવાને લાયક થઈ ગઈ છે પણ તે બળાત્કાર પીડિત હોવાથી કોઈ સ્કૂલ તેને પ્રવેશ આપવા તૈયાર નથી. સમાજનું આ વર્તન ગુડિયાને હંમેશા યાદ અપાવતું રહેશે કે, તે 'ગુનેગાર' છે. ખરેખર તો જેણે બળાત્કાર કર્યો છે તેની સાથે સમાજે ગુનેગાર જેવું વર્તન કરવું જોઈએ, પરંતુ જડસુ પુરુષ પ્રધાન અને સંવેદનહીન ભારતીય સમાજમાં એવા અચ્છે દિનની મંજિલ હજુ બહુ દૂર છે.

ગુડિયા કાંડ માંડ ભૂલાયો ત્યાં ફરી એક જઘન્ય બળાત્કારનો કિસ્સો ચમક્યો. સિંગાપોરમાં નિર્ભયાએ અંતિમ શ્વાસ લીધાના બે મહિના પછી દિલ્હીના બદરપુરમાં સ્કૂલમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય કિશોરીનું અપહરણ અને સામૂહિક બળાત્કારના સમાચાર આવ્યા. એ છોકરીની સ્કૂલમાં ભણતા ચાર સિનિયરે જ આ કૃત્યને અંજામ આપ્યો હતો. આ ચારેય યુવકે દિવસો સુધી બળાત્કાર કર્યા પછી કિશોરીને જીવતી સળગાવી દીધી. થોડા દિવસ પછી તેની ૧૦૦ ટકા બળી ગયેલી લાશ મળી. આ કિશાોરીની ઓળખ કરતા પરિવારજનોને બે દિવસ લાગ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૫માં હરિયાણાના રોહતકમાં નેપાળની ૨૮ વર્ષીય ફિઝિકલી ચેલેન્જ્ડ યુવતી પરના બળાત્કારમાં પણ ગુનેગારોએ અત્યંત ઘાતકી કૃત્ય આચર્યું હતું. આ યુવતી અપહરણ કરાયાના પાંચમા દિવસે મળી ત્યારે વારંવાર સામૂહિક બળાત્કાર ગુજારીને તેનું લોહીથી લથપથ શરીર ઝાડીઓમાં ફેંકી દેવાયું હતું. આ યુવતીના શરીરમાંથી હૃદય અને ફેફસા ગાયબ હતા, કૂતરા-ઉંદરડા તેનું અડધુ માથું ખાઈ ગયા હતા. તેના જનનાંગોમાંથી તૂટેલી લાકડી, પથ્થરો અને ૩૦ કોન્ડોમ મળ્યા હતા. એ પહેલાં ઓક્ટોબરમાં રોહતકમાં જ એક યુવતી પર સામૂહિક બળાત્કાર પછી જનનાંગમાં એસિડ નાંખવાના સમાચાર આવ્યા હતા.

નિર્ભયા કાંડ પછી જ બળાત્કાર પીડિતાઓને મદદરૂપ થવા કાયદાકીય સુધારા થયા છે અને છ નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ રચાઈ છે. સરકારી હોસ્પિટલોમાં 'વન સ્ટોપ ક્રાઈસીસ સેન્ટર' અને 'નિર્ભયા સેન્ટર' નામે ટ્રોમા સેન્ટરો ઊભા કરવાની દરખાસ્તો થઈ છે, જેને સર્વાનુમતે આવકારાઈ છે. નાણા મંત્રી અરુણ જેટલીએ વર્ષ ૨૦૧૫ના બજેટમાં મહિલાઓની સુરક્ષા માટે વધારાના રૂ. એક હજાર કરોડના નિર્ભયા ફંડની જાહેરાત કરી છે. આમ છતાં, નિર્ભયા કાંડ પછી જ બળાત્કારીઓ યુવતીને વધુને વધુ નુકસાન પહોંચાડવાની જાણે હરીફાઈ કરી રહ્યા છે એ સૌથી વધારે ચિંતાનો વિષય છે. 

નિર્ભયાકાંડ પછી કાયદાકીય કડકાઈ કરવામાં સૌથી મોટું ભયસ્થાન પણ બાળકીઓ કે યુવતીઓને જ છે કારણ કે, વિકૃત માનસિકતા ધરાવતો ગુનાખોર એવું વિચારે છે કે, આને જીવતી રાખીશું તો ફરિયાદ કરશે ને. તેઓ એવું નથી વિચારતા કે, આવું જઘન્ય કૃત્ય કરીને તેઓ છટકી નહીં શકે. 

બળાત્કારોમાં ઘાતકીપણું કેમ વધ્યું?

સમાજશાસ્ત્રીઓનું કહેવું છે કે, નિર્ભયા કાંડ પછી બળાત્કારોમાં ઘાતકીપણું વધવાનું સૌથી મોટું કારણ બળાત્કારોના સનસનીખેજ સમાચારો પણ છે. મીડિયામાં બળાત્કારોના સમાચાર આપવા જરૂરી છે પણ હાલના સંજોગોમાં તેની રજૂઆત કેવી રીતે કરવી એ ચર્ચા માગી લેતો મુદ્દો છે. ગુનાખોર માનસિકતા ધરાવતી વ્યક્તિ સમાચારોમાંથી પ્રેરણા પણ ગુનાની જ લે છે એવી દલીલ પણ કરાય છે, જેની સાથે સહમત થવાના મજબૂત કારણો પણ છે. જેમ કે, અન્ડરવર્લ્ડ માફિયાઓની ફિલ્મ બનાવતા હિન્દી ફિલ્મ ડિરેક્ટરો ઓડિયન્સને ધ્યાનમાં રાખીને ગુનેગારને જ ગ્લોરિફાય કરે છે. આવી ફિલ્મોમાં ગુનો કરવાની શું કિંમત ચૂકવવી પડે છે એ વાત કરતા ગુનેગાર પાસે કેટલો 'પાવર' હોય છે એ વાતનું વધારે ગ્લોરિફિકેશન કરાયું હોય છે. આ વાત કદાચ બળાત્કારોના સમાચારોને પણ લાગુ પડે છે. કદાચ એટલે જ આપણે તેના પરિણામો ભોગવી રહ્યા છીએ. જો લશ્કરને લગતા નકારાત્મક સમાચારોની સેન્સરશિપ રાખી શકાતી હોય તો બળાત્કારો માટે પણ આ દિશામાં વિચારવાનો સમય થઈ ગયો છે.

ફિલ્મ કે ટેલિવિઝનની નકારાત્મક બાજુની હંમેશા વધુ ચર્ચા થાય છે કારણ કે, આ માધ્યમ સરળતાથી ઉપલબ્ધ છે અને તેને સ્વીકારનારો વર્ગ ઘણો મોટો છે. ઈન્ટરનેટના જમાનામાં 'ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે' જેવી ઈરોટિક-રોમેન્ટિક ડ્રામા ભારતમાં અનસેન્સર્ડ રિલીઝ થવી જોઈએ કે નહીં એના કરતા હિન્દી, ભોજપુરી અને દક્ષિણ ભારતની વધુ સરળતાથી ઉપલબ્ધ ફિલ્મોમાં સ્ત્રીને કેવી ભદ્દી રીતે રજૂ કરાય છે એ વાત વધુ ચિંતાજનક છે. હોલિવૂડ કરતા હિન્દી ફિલ્મોમાં સ્ત્રીને વધારે બિભત્સ રીતે દર્શાવવામાં આવે છે એ વાત આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણોમાં પણ સાબિત થઈ ચૂકી છે. ભારતીય સમાજમાં સ્ત્રી લક્ષ્મી નહીં પણ 'માલ' છે એવું સમાજનું પ્રતિબિંબ ફિલ્મોમાં બતાવવું બહુ જરૂરી છે? હકીકતમાં સ્ત્રી શું કરી શકે છે કે કરી રહી છે- એવું પણ ફિલ્મોમાં બતાવી જ શકાય છે. ભારતીય અને અમેરિકન સમાજ તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં આસમાન-જમીનનો ફર્ક છે એટલે આ દિશામાં વિચારવું 'આઉટ ઓફ ફેશન' નથી.

એક બાજુ ફિલ્મો અને ટેલિવિઝનની નકારાત્મક અસરો અને બીજી બાજુ કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિએ ઘાતકી બળાત્કારોમાં અનેકગણો વધારો કર્યો છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કૌટુંબિક લડાઈમાં બદલો લેવા પણ પાશવી બળાત્કાર ગુજારાય છે. કોઈ યુવતી તાબે નથી થતી તો પણ બળાત્કાર અને શહેરી યુવાનોમાં બ્રેક-અપ પછી પોતાનો અહંકાર સંતોષવા પણ બળાત્કાર ઝડપથી વધી રહ્યા છે. ઉત્તરપ્રદેશના બદાયુ બળાત્કાર કેસમાં જુબાની આપવા કોઈ તૈયાર નહીં હોવાથી ગુનેગારો હજુયે આઝાદ છે. 

આ પ્રકારના સમાચારો નબળા તંત્રને લપડાક મારવા પ્રકાશિત કરાય છે પણ તેનાથી ગુનેગારોની હિંમત વધે છે!

એક્શન પ્લાનની તાત્કાલિક જરૂર

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા પ્રમાણે, ભારતમાં પોલીસ ચોપડે રોજના ૯૨ બળાત્કાર નોંધાય છે. નિર્ભયા કાંડ થયો એ વર્ષ ૨૦૧૨માં દિલ્હીમાં જ ૫૮૫ બળાત્કારો નોંધાયા હતા પણ ૨૦૧૪માં આ આંકડો ૨,૪૪૧એ પહોંચ્યો. આ તો પોલીસ ચોપડે નોંધાયેલા બળાત્કારો છે. 

ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં વિવિધ કારણોસર બળાત્કારોને પ્રોત્સાહન મળે છે. ગ્રામીણ વિસ્તારોમાં સંડાસના અભાવે દૂરસુદુરના વિસ્તારમાં કુદરતી હાજતે જતી યુવતીઓ બળાત્કારોનો ભોગ બને છે. વીજ અછત ધરાવતા વિસ્તારોમાં પ્રકાશના અભાવે પણ જાતીય હિંસા થાય છે. શહેરોમાં જાતીય શિક્ષણના અભાવે થયેલું વિકૃત માનસ, છિન્ન-ભિન્ન કૌટુંબિક સંબંધો, પ્રેમસંબંધમાં નિષ્ફળતા, પૈસાના જોરે સ્વેચ્છાએ અપનાવેલી બેરોજગારી અને આવા વિવિધ કારણોસર સર્જાયેલું ખંડનાત્મક (ડિસ્ટ્રક્ટિવ) વ્યક્તિત્વ ગંભીર જાતીય હિંસાને પ્રોત્સાહન આપે છે. કામના સ્થળોએ નાની-મોટી જાતીય હિંસાનો ભોગ પણ શહેરી સ્ત્રીઓ વધુ બને છે અને તેની ફરિયાદ કોઈને કરી શકાતી નથી.

હવે વધારે રાક્ષસી બળાત્કારોની રાહ જોયા વિના વિદેશી, ગ્રામીણ અને શહેરી મહિલાઓ સામેની જાતીય હિંસાના કારણો તપાસીને દરેક સ્તરે તેને કાબૂમાં લેવા અત્યારથી જ એક્શન પ્લાન બનાવવો જોઈએ.

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે.