Showing posts with label Sex. Show all posts
Showing posts with label Sex. Show all posts

20 December, 2013

કલમ 377 મુદ્દે સર્વોચ્ચ અદાલતની ટીકા અયોગ્ય

સર્વોચ્ચ અદાલતે ભારતીય દંડ સંહિતાની કલમ 377ને યોગ્ય ઠેરવી છે એ વાતને એક અઠવાડિયું થઈ ગયું છે પણ આ મુદ્દે લોકોનો આક્રોશ દિવસે ને દિવસે વધુ તીવ્ર થઈ રહ્યો છે. દંડ સંહિતાની કલમ 377 મુજબ, ભારતીય કાયદા મુજબ પુરુષ કે સ્ત્રીના સમલૈંગિક જાતીય સંબંધો અકુદરતી છે અને કાનૂની રીતે પણ ગુનો છે. સર્વોચ્ચ અદાલતના કોઈ ચુકાદાનો આ પહેલાં ક્યારેય આટલો સજ્જડ વિરોધ નથી થયો એટલો આ મુદ્દાને લઈને થઈ રહ્યો છે. આ સંવેદનશીલ મુદ્દામાંસેક્સનું તત્ત્વ તો કેન્દ્રસ્થાને હતું જ અને આ વિરોધવંટોળમાં સેલિબ્રિટીઓ જોડાતા તેમાં ગ્લેમરનું તત્ત્વ પણ ભળ્યું છે. આ કારણોસર મીડિયામાં આ ચુકાદાની અયોગ્ય રીતે ટીકા થઈ રહી છે અને સાચો મુદ્દો હંમેશાંની જેમ ભૂલાઈ ગયો છે.

હવે, સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ જી. એસ. સિંધવીની ખંડપીઠે આપેલો ચુકાદો બંધારણીય રીતે યોગ્ય કેમ છે તેની વાત કરીએ. સર્વોચ્ચ અદાલતે આપેલા કુલ 92 પાનાંના ચુકાદાનો અભ્યાસ કરતા જણાય છે કે, આ ચુકાદો સમલૈંગિક વિરોધી નથી. કદાચ તેને આપણેજૂનાપુરાણા વિચારોથી પ્રભાવિત કહીએ તો એ વાત કદાચ અંશતઃ સાચી છે. કારણ કે, સર્વોચ્ચ અદાલતે એલજીબીટી સમુદાય એટલે કે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડરોના હકો મુદ્દે કંઈ કહેવાનું હતું જ નહીં. વાત એમ છે કે, વર્ષ 2003માં નાઝ ફાઉન્ડેશન નામની એક સ્વૈચ્છિક સંસ્થાએ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરીને દંડ સંહિતાની કલમ 377ને દૂર કરવાની માગ કરી હતી. આ સંસ્થા પુરુષ સમલૈંગિકોમાં (ગે સમુદાય) એચઆઈવી/એઈડ્સ અટકાવવા કાર્યરત છે. આ અરજીમાં નાઝ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે, આ કલમના કારણે ગે સમુદાયને પોલીસનો ભારે ત્રાસ સહન કરવો પડે છે અને આ કલમનો ડર બતાવીને પોલીસ તેમનું બ્લેકમેઇલિંગ કરે છે, તેમની પર અત્યાચાર કરે છે વગેરે. પરિણામે આસેક્સ્યુઅલ માઈનોરિટીને સમાજથી અળગા થઈને રહેવું પડે છે.


દિલ્હી હાઈકોર્ટે આ અરજી સ્વીકારી ત્યારે પણ આ મુદ્દાને રાષ્ટ્રીય મીડિયામાં સ્થાન મળ્યું હતું. આ કલમ આજકાલની નહોતી પણ 150 વર્ષ પહેલાં ભારતીય દંડ સંહિતામાં તેનો સમાવેશ કરાયો હતો. પરંતુ દિલ્હી હાઈકોર્ટમાં આ મુદ્દે અરજી થયા પછી એચઆઈવી/એઈડ્સ ક્ષેત્રે કામ કરતા સામાજિક કાર્યકરો, માનવાધિકારવાદીઓ અને ઉદાર વિચારો ધરાવતા લોકોએ કલમ 377ની આકરી ટીકા કરી હતી. સમલૈંગિકોના હક માટે લડતા લોકોનું કહેવું છે કે, આ કલમના કારણે જ તેમની સાથે ભેદભાવભર્યું વલણ અપનાવવામાં સરકારી તંત્રને મદદ મળે છે. નવાઈની વાત તો એ છે કે, કલમ 377ની મદદથી 150 વર્ષમાં માંડ 200 લોકોને દોષિત સાબિત થઈ શક્યા છે. પરંતુ નાઝ ફાઉન્ડેશનની અરજી પછી 150 વર્ષ જૂનો આ કાયદો રાતોરાત જાણીતો થઈ ગયો અને જેની પહેલાં ક્યારેય ચર્ચા પણ નહોતી થતી તે એલજીબીટી સમુદાયની મૂળભૂત સ્વતંત્રતાનો વિરોધી ગણાવા લાગ્યો.

જોકે, દિલ્હી હાઈકોર્ટના ચુકાદાથી પણ કેટલાકના પેટમાં તેલ રેડાયું અને આ વાત સર્વોચ્ચ અદાલતમાં પહોંચી. કલમ 377ના કારણે સમલૈંગિકો સાથે સરકારી તંત્ર કે પોલીસ દ્વારા ભેદભાવયુક્ત વલણ અપનાવવામાં આવે છે એ મુદ્દે નાઝ ફાઉન્ડેશન સર્વોચ્ચ અદાલતમાં પુરાવા રજૂ ના કરી શક્યું. વળી, આ કલમના કારણે સમલૈંગિકોના જીવનને ભય હોય એવું પણ નહોતું. તેથી સર્વોચ્ચ અદાલતે આ અરજીને ‘’ઓછા શબ્દોમાં વ્યક્ત કરેલીગણાવતા કહ્યું છે કે, અરજીકર્તાએ એચઆઈવી/એઈડ્સ ક્ષેત્રે તેઓ જે કંઈ કામ કરી રહ્યા છે એ મુદ્દે માહિતી આપી છે. કલમ 377ના કારણે સમલૈંગિકોના માનવાધિકારોનો ભંગ થતો હોય, જાહેરમાં તેમના પર હુમલો, અત્યાચાર થતા હોય કે કોઈ સરકારી તંત્ર દ્વારા તેમની સાથે ભેદભાવયુક્ત વલણ રખાતું હોય એ ક્યાંય સાબિત નથી થતું.

સર્વોચ્ચ અદાલતનું કામ કાયદાનું અર્થઘટન કરવાનું છે, કાયદો બનાવવાનું નહીં. મૂળ વાત એ છે કે, જો દેશમાં બાબા આદમના જમાનાના કાયદા અમલમાં હોય તો તેને દૂર કરવાનું કે કાયદાનું વિસ્તરણ કરવાનું કામ અદાલતોનું નહીં પણ સંસદનું છે. જો પોલીસ સહિતના સરકારના કોઈ પણ વિભાગ દ્વારા કાયદાના દુરુપયોગના પુરાવા જ ના હોય તો સર્વોચ્ચ અદાલતમાં તે કાયદો દૂર કરવાની દલીલ ટકી કેવી રીતે શકે? ટૂંકમાં સર્વોચ્ચ અદાલતનો ચુકાદોકાયદાકીય રીતેએકદમ યોગ્ય છે. કમનસીબે આ વાતને અયોગ્ય રીતે ચગાવાઈ રહ્યો હોવાથી આ સંવેદનશીલ મુદ્દાની સાચી દિશામાં ચર્ચા થવાના બદલે લોકો અયોગ્ય રીતે સર્વોચ્ચ અદાલતની જ ટીકા કરવા માંડ્યા છે.

આ સંવેદનશીલ મુદ્દે કાયકાદીય સુધારા જરૂરી 

દેશભરમાં સર્વોચ્ચ અદાલત સામે ટીકાનો વરસાદ વરસતા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખોટો સંદેશ પહોંચ્યો છે અને સંયુક્ત રાષ્ટ્રે (યુએન) પણ ભારતની ટીકા કરતા કહ્યું છે કે, સમલૈંગિકોના અધિકારો પર પ્રતિબંધ એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવા બરાબર છે. કારણ કે, ભારતે પણ સંયુક્ત રાષ્ટ્રના એ કરારનામામાં સહી કરી છે જેમાં સમજૂતીપૂર્વકના સમલૈંગિક સંબંધોને વ્યક્તિગત ગણી આવા સંબંધો ધરાવતા લોકોના નાગરિક અને રાજકીય અધિકારોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ખેર, સર્વોચ્ચ અદાલતે તો તેના સ્તરે જે કરવાનું હતું તે કરી દીધું છે હવેનું કામ સંસદનું છે. કારણ કે, ઉપર કહ્યું તેમ કાયદો ઘડવાનું કે બંધારણની કલમોમાં સુધારા કરવાનું કામ અદાલતનું નહીં પણ સંસદનું છે.

વળી, એલજીબીટી સમુદાયની જાતીયતાને લગતો મુદ્દો અત્યંત સંવેદનશીલ છે. ભલે, કરોડોની વસતી ધરાવતા આ દેશમાં તેમનું પ્રમાણ ગમે તેટલું ઓછું હોય પણ તેમને બંધારણીય હકો આપવા કાયદાનું વિસ્તરણ કરવું અત્યંત જરૂરી છે. વિશ્વના તમામ પ્રગતિશીલ સમાજોમાં એલજીબીટીને સ્વીકાર્ય ગણવામાં આવ્યા છે. એશિયાના 22 અને આફ્રિકાના 38 દેશોમાં આ બાબત સ્વીકાર્ય નથી અને હવે ભારતનો પણ તેમાં સમાવેશ થઈ ગયો છે.

સંયુક્ત રાષ્ટ્રના કરારનામામાં ભારતે સમલૈંગિકોના અધિકારોનો સ્વીકાર કર્યો છે એ બાબત જોતા એવું માનવું પડે છે, આ મુદ્દે ભારત સરકારનું વલણ ઉદાર છે. પરંતુ હવે આ મુદ્દાની ચર્ચાએ જોર પકડ્યું છે તો સરકારે 150 વર્ષ જૂના કાયદામાં ફેરફાર કરીને સમલૈંગિકોને પણ નાગરિક અને રાજકીય અધિકારો આપવાની પહેલ કરવી જોઈએ. સર્વોચ્ચ અદાલતમાં પોલીસ સહિતના સરકારી તંત્ર દ્વારા થતા ભેદભાવના પુરાવા રજૂ થઈ ના શક્યા એ અલગ વાત છે. જોકે, આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આ કલમ હેઠળનિર્દોષ સમલૈંગિકને પણ આજીવન કેદની સજા ફટકારી શકાય છે, અને આ કલમનો દુરુપયોગ કરીને પોલીસ સમલૈંગિકો પર અત્યાચાર નહીં કરે એવું આપણે ખાતરીપૂર્વક કહી શકતા નથી. હવે, કલમ 377માં સુધારાનો નિર્ણય કરીને સંસદે આ વિવાદ પર હંમેશાં માટે પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ

નોંધઃ વિરોધ પ્રદર્શનની પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

04 September, 2012

સેક્સ સ્ટ્રાઈકઃ સ્ત્રીઓનું જૂનું અને જટિલ હથિયાર


પશ્ચિમ આફ્રિકામાં ઘાનાની બાજુમાં આવેલો નાનકડા દેશ ટોગો રાજકીય સ્થિતિની હાલ વિશ્વભરના સમાચાર માધ્યમોમાં ચર્ચા ચાલી રહી છે. ફક્ત 57 હજાર સ્ક્વેર કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતો ટોગો દેશ સત્તાવાર રીતે ટોગોનીઝ રિપબ્લિક તરીકે જાણીતો છે. આશરે 60 લાખની વસતી ધરાવતા ટોગોમાં મુખ્યત્વે આફ્રિકાની આદિજાતિઓનો સમાવેશ થાય છે, જ્યારે લઘુમતી પ્રજામાં મુખ્યત્વે ખ્રિસ્તી અને મુસ્લિમો છે. હજુ વર્ષ 1960માં ટોગો ફ્રાંસ પાસેથી આઝાદી મેળવીને રિપબ્લિક જાહેર થયું છે, પરંતુ ટોગો નામનું જ રિપબ્લિક છે. અહીં છેક વર્ષ 1963થી ગ્નાસિંગ્બે પરિવારનું શાસન ચાલી છે, પરંતુ આ વખતે આ પરિવાર સામે ટોગોમાં સજ્જડ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને આખી દુનિયાના માધ્યમોનું ધ્યાન આ નાનકડા દેશ તરફ ગયું છે. કારણ કે, ટોગોમાં પડદા પાછળની સરમુખત્યારશાહીનો વિરોધ કરવા ટોગોનીઝ મહિલાઓએ ‘લેટ્સ સેવ ટોગો’ અભિયાન અંતર્ગત સેક્સ સ્ટ્રાઈકનું નવતર હથિયાર અજમાવ્યું છે. આફ્રિકાના ટોગો જેવા નાનકડા દેશમાં સેક્સ સ્ટ્રાઈકની દુનિયાભરના માધ્યમોએ નોંધ લીધી હોવાથી હાલ એવો માહોલ સર્જાયો છે કે, મહિલાઓએ ઉપાડેલું સેક્સ સ્ટ્રાઈકનું હથિયાર અકસીર સાબિત થશે! બીજી તરફ, ટોગોમાં સર્જાયેલી સ્થિતિએ સાબિત કરી દીધું છે કે, સેક્સ હંમેશાં વેચાય છે, અને વિરોધ પ્રદર્શનોમાં પણ ‘સેક્સ’નું તત્ત્વ ઉમેરીને સરળતાથી લોકોનું ધ્યાન ખેંચી શકાય છે.


પશ્ચિમ આફ્રિકામાં ટોગોનું કદ 


ટોગોને ફ્રાંસ પાસેથી આઝાદી અપાવવામાં મહત્ત્વની
ભૂમિકા ભજવનારા સિલ્વાનુસ ઓલિમ્પિઓ 

ટોગોએ વર્ષ 1960માં સિલ્વાનુસ ઓલિમ્પિઓની આગેવાનીમાં ફ્રાંસ પાસેથી આઝાદી મેળવી હતી. પરંતુ 13 જાન્યુઆરી, 1963ના રોજ સાર્જન્ટ એટિને ઈયાડેમા ગ્નાસિંગ્બેએ લશ્કરી બળવો કરીને તેમની હત્યા કરાવી દીધી અને વિરોધ પક્ષના નેતા નિકોલસ ગ્રૂન્ટિઝકીને પ્રમુખ બનાવ્યા. ત્યાર પછી વર્ષ 1967માં ખુદ એટિને ઈયાડેમા ગ્નાસિંગ્બેએ સત્તાનું સુકાન સંભાળ્યું અને છેક પાંચમી ફેબ્રુઆરી 2005માં તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી સતત 38 વર્ષ સુધી તેઓ ટોગોના પ્રમુખ રહ્યા. આફ્રિકામા કોઈ સરમુખત્યારે આટલુ લાંબુ શાસન નથી કર્યું. તેમના મૃત્યુ પછી લશ્કરે તુરંત જ ગ્નાસિંગ્બેના પુત્ર ફોરે ગ્નાસિંગ્બેને સત્તા સોંપી દીધી. પરંતુ આફ્રિકા યુનિયનમાં વિરોધ ફાટી નીકળતા તેમણે ચૂંટણી જાહેર કરી અને બે મહિના પછી તેઓ વિજેતા પણ જાહેર થયા. જોકે, વિરોધ પક્ષે આ આખેઆખી ચૂંટણી જ છેતરપિંડી હોવાનું કહીને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કર્યા. પરંતુ મોટા સરમુખત્યાર દેશોમાં બને છે એમ ટોગોના બળવાને પણ ક્રૂરતાપૂર્વક ડામી દીધો, અને અનેક લોકોને જેલમાં નાંખી દીધા. હવે, ઓક્ટોબર 2012માં ફરી એકવાર ટોગોમાં ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ સરકાર કોઈને કોઈ કારણસર તેને પાછી ઠેલી રહી છે. જોકે, સરકારના આવા વલણના કારણે હાલ ટોગોનીઝ મહિલાઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે, અને તેમણે સેક્સ સ્ટ્રાઈક જાહેર કરીને ફોરે ગ્નાસિંગ્બેના રાજીનામાની માંગ કરી છે.


એટિને ઈયાડેમાના મૃત્યુ બાદ ગાદી
સંભાળનાર તેમના પુત્ર ફોરે ગ્નાસિંગ્બે
ટોગોમાં મૃત્યુપર્યંત 38 વર્ષ શાસન
કરનારા એટિને ઈયાડેમા ગ્નાસિંગ્બે

સેક્સ સ્ટ્રાઈક મુદ્દે મહિલાઓની આગેવાની લઈ રહેલા વિરોધ પક્ષના નેતા ઈસાબેલ એમેગનવીનું કહેવું છે કે, “હાલ ટોગોમાં માનવ અધિકારની સ્થિતિ અત્યંત કથળેલી છે અને વિરોધ કરનારા લોકો પર અમાનવીય રીતે જુલમ ગુજારાય છે. ટોગોના સમાચાર માધ્યમોને સેક્સ સ્ટ્રાઈકમાં કોઈ રસ નથી, કારણ કે સરકારના પ્રોબેશન પર છે. જોકે, ટોગોનીઝ મહિલાઓને આશા છે કે, સેક્સ સ્ટ્રાઈકનું હથિયાર અકસીર સાબિત થશે.” અગાઉ પણ ટોગોની મહિલાઓ મોટા ભાગના હથિયારો અજમાવી ચૂકી છે, પરંતુ તેનાથી શાસનકર્તાઓના પેટનું પાણી પણ હલ્યું ન હતું. પરંતુ સેક્સ સ્ટ્રાઈકમાં જોડાયેલી મહિલાઓ માની રહી છે કે, હવે પુરુષો સરકારની નીતીઓનો સજ્જડ વિરોધ કરવા મેદાનમાં આવશે અને સ્થિતિમાં સુધારો થશે. તાજા અહેવાલો મુજબ, ટોગોમાં ધાર્મિક ગુરુઓએ પણ મહિલાઓની સેક્સ સ્ટ્રાઈકને ટેકો આપ્યો છે, અને હાલની રાજકીય સ્થિતિનો યોગ્ય ઉકેલ શોધવામાં સહભાગી થવાની ખાતરી આપી છે. એટલું જ નહીં, ધાર્મિક ગુરુઓએ મહિલાઓને ટેકો જાહેર કરતા સરકારે ધરપકડ કરેલા અનેક લોકોને મુક્ત કરી દીધા છે. ટોગોના લોકો દ્વારા વિરોધ થતા વિરોધ પ્રદર્શનો, ધરણાં, પ્રાર્થના કે ઉપવાસની સેક્સ સ્ટ્રાઈક જેવી વિશ્વવ્યાપી અસર થઈ ન હતી. પરંતુ સેક્સ સ્ટ્રાઈકની શરૂઆત થતાં જ ગ્રીનલેન્ડથી લઈ ઓસ્ટ્રેલિયા અને જાપાનથી લઈ સેનેગલના સમાચાર માધ્યમોને ટોગોની દુર્દશામાં રસ પડતા મહિલાઓના મનોબળમાં ખાસ્સો વધારો થયો છે.


સેક્સ સ્ટ્રાઈકની આગેવાની લેનારા ઈસાબેલ એમેગનવી

જોકે, એવું પણ નથી કે કોઈ રાજકીય હેતુ સિદ્ધ કરવા મહિલાઓએ પહેલી જ વાર ‘નો-સેક્સ’નું હથિયાર અજમાવ્યું હોય. મહિલાઓએ કોઈ લક્ષ્યાંક હાંસલ કરવા સેક્સ સ્ટ્રાઈકના હથિયારનો ઉપયોગ કર્યાના સૌથી જૂના ઉલ્લેખ ગ્રીસમાં મળે છે. એરિસ્ટોટલના પ્રખ્યાત નાટક ‘લિસિસ્ટ્રાટા’માં એવો ઉલ્લેખ છે કે, એથેન્સની મહિલાઓ પેલોપોનેસિયનના યુદ્ધનો અંત લાવવા પોતાના પતિ સમક્ષ સામૂહિક રીતે નો-સેક્સનું હથિયાર ઉગામે છે. આ ઉપરાંત વિશ્વના અનેક દેશોની મહિલાઓ કોઈને કોઈ હેતુ માટે સેક્સ સ્ટ્રાઈકનો ઉપયોગ કરી ચૂકી છે. હજુ ગયા વર્ષે જ 2011માં ફિલિપાઈન્સમાં બે ગામ વચ્ચે થયેલી હિંસાને રોકવા મહિલાઓએ સેક્સમાં હડતાળ જાહેર કરી દીધી હતી. કેન્યામાં વર્ષ 2009માં રાજકીય હિંસા રોકવા મહિલાઓએ અઠવાડિયા સુધી નો-સેક્સનું હથિયાર ઉગામ્યું હતું, અને આ અભિયાનમાં દેશભરની સેક્સ-વર્કરો પણ જોડાતા સેક્સ સ્ટ્રાઈકની ધારી અસર થઈ હતી. તો, વર્ષ 2008માં ઈટાલીમાં નૂતન વર્ષની ઉજવણી નિમિત્તે ગેરકાયદે અને પૂરતી તકેદારી રાખ્યા વિના ફટાકડા ફોડતા પુરુષોને રોકવા હજારો મહિલાઓએ ‘પુરુષોને સોફા પર સૂવાડવા’ના સોગંદ લીધા હતા.

ટોગોની જેમ વર્ષ 2003માં લાઈબેરિયાની સેક્સ સ્ટ્રાઈકે વિશ્વભરના સમાચાર માધ્યમોનું ધ્યાન ખેંચ્યુ હતુ. જેમાં લાઈબેરિયામાં સતત 14 વર્ષથી ચાલતા આંતરવિગ્રહનો અંત લાવવા વિમેન ઓફ લાઈબેરિયા માસ એક્શન ફોર પીસ નામની સંસ્થા અને લેમાહ જીબોવી નામના મહિલા શાંતિદૂતે અપનાવેલા અહિંસક આંદોલનના શસ્ત્રોમાં સેક્સ સ્ટ્રાઈકનો પણ સમાવેશ થતો હતો. હાલ, એલન જ્હોન્સન સિરલિફ નામના મહિલા નેતા લાઈબેરિયાના પ્રમુખ છે. આ અહિંસક આંદોલનના ભાગરૂપે જ કોઈ મહિલા નેતા દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા હતા અને હાલ પણ તેઓ આ પદે બિરાજમાન છે. જ્યારે લેમાહ જીબોવીને રાજકીય સુલેહ-શાંતિ સ્થાપવામાં મહત્ત્વનો ભાગ ભજવવા બદલ વર્ષ 2011નો નોબલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પરંતુ અહીં સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે, શું દરેક વખતે સેક્સ સ્ટ્રાઈક સફળ થાય છે?

 લાઈબેરિયાના પહેલાં મહિલા પ્રમુખ એલન જ્હોન્સન સિરલિફ
સાથે નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા 
લેમાહ જીબોવી (જમણે)

આ અંગે અમેરિકાની યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના સોશિયોલોજીના પ્રોફેસર પીપર શ્વાર્ટ્ઝ કહે છે કે, “જો તમે થોડા દિવસની વાત કરતા હોવ તો, સ્ત્રીઓનું સેક્સનું હથિયાર ચોક્કસ અકસીર સાબિત થાય છે. પરંતુ જો તમે એમ વિચારતા હોવ કે, આવું હથિયાર આખા દેશના પુરુષો પર ઉગામવું શક્ય નથી. કારણ કે, મને નથી લાગતું કે, લોકો લાંબા સમય સુધી સેક્સ સ્ટ્રાઈક રાખે. હા, તમારા સાથીદારનો અંતરાત્મા જગાડવા માટે તે યોગ્ય છે, પરંતુ તેના પર લાંબા સમય સુધી ચોંટી રહેવું પ્રમાણમાં અઘરું છે. હા, તમે લાંબા સમય સુધી સેક્સ સ્ટ્રાઈક રાખી પણ લો, તો પણ તમે સામેની વ્યક્તિનો ટેકો હંમેશાં માટે ગુમાવી શકો છો, તેથી આ જટિલ મુદ્દો છે. મને લાગે છે કે, હેડલાઈનો માટે આ સારો મુદ્દો છે, પરંતુ અમલમાં અઘરો છે.”

આ તો એક સોશિયોલોજિસ્ટનો મત છે, પરંતુ અહિંસક આંદોલનોમાં સેક્સ સ્ટ્રાઈક સહિતના હથિયારો અજમાવી ચૂકેલા નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા લાઈબેરિયાના શાંતિદૂત લેમાહ જીબોવીએ ખુદ પોતાના સંસ્મરણોમાં લખ્યું છે કે, લાઈબેરિયાની એક મહિનો લાંબી સેક્સ સ્ટ્રાઈકની બહુ સામાન્ય અથવા નહીંવત અસર થઈ હતી. પરંતુ નો-સેક્સના હથિયારના કારણે અમને જે મીડિયા એટેન્શન મળ્યું તે ખૂબ મહત્ત્વનું હતું. આજે આશરે દસ વર્ષ પછી પણ જ્યારે હું કોઈ મુદ્દે સામૂહિક વિરોધની વાત મૂકુ છું ત્યારે મહિલાઓનો પહેલો સવાલ એ જ હોય છે, “સેક્સ સ્ટ્રાઈક વિશે શું વિચારો છો?

સેક્સ સ્ટ્રાઈકને પગલે ગેંગસ્ટરો પણ ઝૂક્યા 

જોકે, એ વાત પણ એટલી જ સાચી છે કે, કેટલીકવાર સેક્સ સ્ટ્રાઈક જેવા હથિયારોને કારણે સફળતા મળી જતી હોય છે. પરંતુ એ સફળતાનું રાજકીય કદ કેટલું મજબૂત છે તે જોવું પણ અત્યંત જરૂરી છે. જેમ કે, વર્ષ 2011માં રિપબ્લિક ઓફ કોલમ્બિયાના બાર્બાકોસ પ્રોવિન્સમાં ફક્ત સારા રસ્તા માટે સ્ત્રીઓએ નો-સેક્સનું હથિયાર અજમાવ્યું હતું, અને તેમના વિસ્તારમાં ટૂંક સમયમાં સારી માળખાગત સુવિધાઓ ઊભી થઈ ગઈ હતી. કોલમ્બિયામાં સેક્સ સ્ટ્રાઈકનો ઈતિહાસ આમ પણ જૂનો છે. હજુ થોડા વર્ષ પહેલાં જ કોલમ્બિયાના પેરેરા શહેરમાં વર્ષે એક લાખ લોકોએ 97 હત્યા થતી હતી. પરંતુ પેરેરા શહેરની મહિલાઓએ અને ખાસ કરીને અનેક ગેંગસ્ટરોની ગર્લફ્રેન્ડે નો-સેક્સનું હથિયાર ઉગામતા વર્ષ 2010 સુધીમાં ગુનાખોરીનું પ્રમાણ 26.5 ટકા જેટલું નીચું લાવી શકાયું છે. 

12 August, 2012

ઓલિમ્પિકની અંદરની વાતો


ઓલિમ્પિક શરૂ થતાં જ વિશ્વભરના અખબારોમાં સેક્સના સમાચારો જરૂર વાંચવા મળશે. જેમ કે, ઓલિમ્પિકને પગલે વિશ્વભરની રૂપજીવિનીઓએ પણ લંડનની હોટેલોમાં પોતાના રૂમ બુક કરાવી દીધા છે, ઓલિમ્પિકમાં દરેક એથ્લેટને 15 કોન્ડમ આપવામાં આવશે કે પછી રમત પહેલાં સેક્સ કરવાથી એથ્લેટના પ્રદર્શન પર કેવી અસર પડે છે એ મુજબના સમાચારો, લેખો વાંચવા મળે છે. શું ઓલિમ્પિકમાં ખરેખર સેક્સની રેલમછેલ હોય છે?, આવું હોય છે તો તે કેટલા પ્રમાણમાં હોય છે?, ઓલિમ્પિકમાં આવા બીજા કયાં આકર્ષણો હોય છે?, શું એથ્લેટ ઓલિમ્પિક વિલેજમાં પણ મેકડોનાલ્ડ્સનું ફૂડ લેતા હોય છે? આવા અનેક સવાલોની  ધ સિક્રેટ ઓલિમ્પિયનઃ ધ ઈનસાઈડ સ્ટોરી ઓફ ઓલિમ્પિક એક્સપિરિયન્સ નામના પુસ્તકમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. પુસ્તકના નામ આગળ ધ સિક્રેટ ઓલિમ્પિયનએવો ઉલ્લેખ એટલા માટે કરાયો છે કે, પુસ્તકના લેખક પૂર્વ ઓલિમ્પિયન છે અને કદાચ એટલે તેઓ પોતાનું નામ જાહેર કરવા નથી માંગતા. આ નનામાં લેખક ગ્રેટ બ્રિટન તરફથી એથેન્સમાં રોવિંગ ટીમમાં ભાગ લઈ ચૂક્યા છે અને તેમણે આ રેસ પૂરી પણ કરી હતી. આ પુસ્તકમાં લેખકે દરેક મુદ્દાની સુંદર રીતે છણાવટ કરવાનો પ્રયાસ કર્યો છે, તો આપણે જોઈએ પુસ્તકની એક ઝલક.

‘ધ સિક્રેટ ઓલિમ્પિયન’ પુસ્તરનું કવર

નિયમોનું છડેચોક ઉલ્લંઘન
એક ઓલિમ્પિયન હોવાનો અર્થ છે તમારે ઓલિમ્પિક વિલેજમાં જ રહેવાનું છે. અહીં તમારી સાથે અનેક વિશ્વવિખ્યાત લોકો રહેતા હોય છે. પરંતુ ક્યારેક આવા વિશ્વ વિખ્યાત લોકો ઓલિમ્પિક વિલેજમાં હાજર રહેતા નથી. સાઈકલિસ્ટ બ્રેડલી વિગિન્સે હજુ હમણાં જ બ્રિટનનો અત્યંત જાણીતો અને લોકપ્રિય ઓલિમ્પિયન બન્યો છે. તે કહે છે કે, મેં રફેલ નાડાલને તેના વ્હાઈટ અને કલરફૂલ કપડાં એકસાથે લૉન્ડ્રીમાં નાંખતો જોયો હતો. અમેરિકાના બાસ્કેટબૉલ ખેલાડીઓ પણ ઓલિમ્પિક વિલેજમાં રહેવા નથી. કારણ  કે, તેમને અપાયેલા પલંગ ખૂબ નાના છે. હા, તેઓ બહાર નીકળે છે ત્યારે તેમને મળવા લોકોના ટોળેટોળાં ઉમટી પડે છે. હા, રોજર ફેડરર જેવો વિશ્વ વિખ્યાત ટેનિસ ખેલાડી આઠેક વર્ષ પહેલાં સિડની ઓલિમ્પિક વિલેજમાં રહેતો હતો, પરંતુ તે પોતાની પત્નીને પણ ત્યાં જ મળતો હતો.

પ્રલોભનોની દુનિયા
ઓલિમ્પિક વિલેજમાં બધી જ ચીજવસ્તુઓ જોખમી રીતે ફ્રી હોય છે. ઓલિમ્પિક વિલેજના ફૂડ હૉલમાં દરેક ટીમ માટે 24x7 અનલિમિટેડ બાર્બેક્યૂ અને કોફીની વ્યવસ્થા હોય છે. વળી, અહીં મેકડોનાલ્ડ્સનો સ્ટૉલ અચૂક હોય છે, જ્યાં આખો દિવસ જબરદસ્ત ભીડ રહેતી હોય છે. આ ઉપરાંત અહીં ગેમ રૂમ હોય છે, જ્યાં ખેલાડીઓ ફક્ત વીડિયો ગેમ રમ્યા કરે છે અને કેટલીકવાર તો ખેલાડીઓ છેક સવાર સુધી આ કામ કરે છે. પરિણામે બીજા દિવસે અનેક ખેલાડીઓ પોતાની ઓલિમ્પિક ગેમમાં ભાગ નથી લઈ શકતા.

એનિમલ નહીં, હ્યુમન સફારી
ઓલિમ્પિક વિલેજમાં ફરતા ખેલાડીઓને જોઈને જ લોકો અનુમાન લગાવી શકે છે કે, તે કઈ રમતનો ખેલાડી છે. તેથી અનેક લોકો અહીં ગેસ ધ સ્પોર્ટનામની એક રમત રમે છે. જેમ કે, એકદમ લીસા, મજબૂત પગ અને પાતળા હાથ ધરાવતા ખેલાડીઓ સાઈકલિસ્ટ હોય છે, તો હેવી મેક કરીને ફરતી છોકરીઓ સિન્ક્રોનાઈઝ્ડ સ્વિમર હોય છે. આ ગેમ રમવા ખેલાડીઓ ઓલિમ્પિક મેન્યુઅલનો પણ ઉપયોગ કરે છે, અને જે તે ગેમની સામે નિશાની કરતા જાય છે. આ મેન્યુઅલમાં સ્વિડિશ સેઈલિંગ ટીમ, ફ્રેન્ચ વૉલિબોલ ટીમ કે પછી હેવીવેઈટ બોક્સર ક્યુબા એમ વિવિધ દેશની ટીમ સામે નિશાની કરતા જવાનું હોય છે. આમ હ્યુમન સફારીમાં જુદી જુદી કદ-કાઠી, રંગરૂપના આધારે તે કઈ ગેમના કે કયા દેશની ટીમના ખેલાડી છે, એ ગેમ સમય પસાર કરવાનો ઉત્તમ માર્ગ છે. વળી, અહીં ખેલાડીઓ ફ્લર્ટિંગ કરવાની તક પણ ઝડપી લેતા હોય છે.

ઓપનિંગ સેરેમની, માય ફૂટ
ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવો ગૌરવની વાત છે, પરંતુ અનેક ખેલાડીઓ તેમાં ભાગ લેતા નથી. કારણ કે, આવા ખેલાડીઓને ચાર કલાક લાંબી મેરેથોન અત્યંત કંટાળાજનક અને કંઈક વિચિત્ર લાગે છે. જ્યારે કેટલાક ખેલાડીઓએ તુરંત જ કોઈ રમતમાં ભાગ લેવાનો હોવાથી ત્યાં આવવાનું ટાળે છે.

પાર્ટી ટાઈમ
બ્રિટિશ ઓલિમ્પિક એસોસિયેશને એથેન્સ ઓલિમ્પિકમાં આખી એક સ્કૂલ બૂક કરાવીને પોતાના તમામ ખેલાડીઓને ત્યાં ઉતારો આપ્યો હતો. પરિણામે અનેક ખેલાડીઓ રાત્રે બીજી ટીમના ખેલાડીઓના રૂમમાં પહોંચીને પાર્ટી કરતા. જ્યારે ડચ ટીમ હેનકેન હાઉસમાં ઉતરી હતી. એવી જ રીતે, લંડન ઓલિમ્પિકમાં જર્મનીએ પોતાના ખેલાડીઓ માટે મ્યુઝિયમ ઓફ લંડનની બહુ મોટી જમીન ભાડે લઈ લીધી હતી. બેજિંગ ઓલિમ્પિકમાં બડવેઈઝર નામની બિયર કંપનીએ અમેરિકન હાઉસ સ્પોન્સર કર્યું હતું, અને ત્યાં 3600 સ્ક્વેર મીટરમાં ક્લબ બડઊભી કરીને ત્યાં તમામને ફ્રી બિયર પીરસ્યો હતો. આ અત્યંત ગંભીર મુદ્દો હતો. કારણ કે, ઓલિમ્પિયનોએ આકરી તાલીમ લેવાની હોવાથી ઘણાં વર્ષોથી દારૂ ત્યજી દીધો હોય છે. તેથી તેમના શરીરની આલ્કોહોલ લેવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હોય છે. પરિણામે અમેરિકાના ખેલાડીઓ આખી રાત ડાન્સ કરતા રહ્યા. તેઓ વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ હતા.
એથેન્સની આવી જ એક પાર્ટી વિશે એક સ્વિમસૂટ મોડેલ જણાવે છે કે, “એથેન્સ ઓલિમ્પિકમાં જે આવ્યા હતા તેઓ આજે પણ સ્પોર્ટ્સ ઈલસ્ટ્રેટેડની એ ઈવેન્ટ ભૂલ્યા નથી.” અન્ય એક બ્રિટિશ ઓલિમ્પિક મેડલિસ્ટ કહે છે કે, “આવી પાર્ટીઓ જબરદસ્ત હોય છે. તમારી પાસે ટોપલેસ ડાન્સર હોય છે. બીજી તરફ, અમેરિકાની સિન્ક્રોનાઈઝ્ડ સ્વિમિંગ ટીમ સ્વિમિંગ પુલમાં તેમની પ્રેક્ટિસ કરી રહી હોય છે.” આવી પાર્ટીઓમાં સ્વિમસૂટ મોડેલો પણ હાજર હોય છે.
મ્યુનિકમાં વર્ષ 1972માં આવી જ એક પાર્ટી યોજાઈ હતી, જે છેવટે અત્યંત દુઃખદ ઘટનામાં પરિણમી હતી. આ પાર્ટી પત્યા પછી આતંકવાદીઓએ 11 ઈઝરાયેલી ખેલાડીઓની હત્યા કરી નાંખી હતી. આ ઓલિમ્પિકના ક્લોઝિંગ સેરેમનીમાં ખેલાડીઓ ફરીથી ડિસ્કોથેકમાં આવ્યા હતા, અને લગભગ બધા જ દેશના ખેલાડીઓએ જ્હોન લેનન સાથે ગીત ગાઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

મેકડોનાલ્ડ્સ
અહીં બધુ જ ફ્રી હોય છે, તેથી ખેલાડીઓ માટે રોજના ત્રણ-ચાર આઈસક્રીમ ખાઈ જવા ખૂબ સામાન્ય હોય છે. આ ઉપરાંત ખાસ કરીને જેમની ગેમ્સ પૂર્ણ થઈ ગઈ છે તેવા ખેલાડીઓ રાત્રે પાર્ટી કરીને મેકડોનાલ્ડ્સ પર ભેગા થાય છે. કારણ કે, સ્પોન્સરશિપના કારણે આખા વિલેજમાં આ જ એકમાત્ર બ્રાન્ડેડ ફૂડ આઉટલેટ હોય છે. અમેરિકન સ્પ્રિન્ટર મોરિસ ગ્રીન પણ એથેન્સમાં તેની 4x100 મીટર ફાઈનલ પહેલાં મેકડોનાલ્ડ્સ પર જોવા મળ્યો હતો, જેમાં તે રજત ચંદ્રક જીત્યો હતો.

ક્લોઝિંગ સેરેમની
ઓલિમ્પિકમાં ક્લોઝિંગ સેરેમની વખતનું વાતાવરણ અત્યંત લાગણીભર્યું બની જાય છે. આ દરમિયાન મોટા ભાગના ખેલાડીઓ વાસ્તવિક દુનિયામાં આવી જાય છે. તેઓ ઓલિમ્પિકમાં પોતે જોયેલા સપનાં પૂરા કરવા આવ્યા હોય છે અને આ માટે તેમણે ચાર વર્ષ તનતોડ મહેનત કરી હોય છે. આમાંના બહુ ઓછા લોકોને માન-સન્માન મળે છે, જ્યારે મોટા ભાગના લોકો તક ચૂકી જાય છે અને કહે છે કે, તેઓ હજુ સારું પર્ફોર્મન્સ કરી શક્યા હોત!

વિદાય
ઓલિમ્પિક પૂર્ણાહૂતિ બાદ ઘરે જતાં પહેલાં ખેલાડીઓને વડાપ્રધાન કે રાણીને મળવાની તક મળે છે. ઘરે પહોંચ્યા પછી પણ ઘણાં દિવસો સુધી મિત્રો અને સગાંસંબંધીઓ તેમને અભિનંદન આપવા આવતા રહે છે, જ્યારે ફરી એકવાર વિશ્વ વિખ્યાત થઈ ગયેલા ખેલાડીઓ માટે પાર્ટી અને સ્પોન્સર તૈયાર હોય છે. પરંતુ ત્યાર પછી આખરે રોજિંદા જીવનની ઘટમાળ શરૂ થઈ જાય છે.

આ પુસ્તકમાં લેખકે વર્ષ 1960ના એથેન્સ ઓલિમ્પિકથી લઈને લંડન ઓલિમ્પિક 2012 સુધીની અનેક રસપ્રદ વાતોનો સમાવેશ કર્યો છે. આ પુસ્તક મોટા ભાગના લોકોને પસંદ પડી રહ્યું છે. કારણ કે, લેખકે ગંભીર માહિતી પણ હળવી શૈલીમાં આપી છે. ખાસ કરીને ઓલિમ્પિકને લઈને ચર્ચાતા જાતભાતના મુદ્દા વિશે પુસ્તકમાં વિસ્તૃત જવાબ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, નેધરલેન્ડ, ફ્રાંસ, ક્રોએશિયા, જર્મની અને ઈટાલીના ખેલાડીઓની પણ રસપ્રદ વાતો વણી લેવાઈ છે, જેના કારણે પુસ્તક મોટા વર્ગ સુધી પહોંચી શક્યું છે. 

...અને ભારતીય ખેલાડીએ બેગમાં કોન્ડોમ ભરી લીધા 
આ પુસ્તકમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, “જેમ જેમ ખેલાડીઓ પોતાની રમતમાં ભાગ લેતા જાય છેતેમ તેમ સેક્સનું પ્રમાણ વધતું જાય છે.” વર્ષ 1988માં સિઓલ ઓલિમ્પિકમાં પહેલીવાર ખૂબ મોટા પ્રમાણમાં કોન્ડોમનું વિતરણ કરાયું હતુંત્યાર પછી વર્ષ 1990માં ઑલ્બર્ટવિલે વિન્ટર ગેમ્સમાં ઓલિમ્પિક અધિકારીઓએ દર બે કલાકે કોન્ડોમના વેન્ડિંગ મશીન લૉડ કરવા પડ્યા હતા.પરંતુ બે વર્ષ પછી બાર્સેલોનામાં તો 9,500 ખેલાડીઓને 50થી 80 હજાર કોન્ડોમનું વિતરણ કરાયું હતુંએટલાન્ટા ઓલિમ્પિકમાં આ આંકડો ઘટી ગયો અને 10,500 ખેલાડીને 15,000 કોન્ડોમ વહેંચાયા હતાજ્યારે સિડની ઓલિમ્પિકમાં તો પહેલાં જ અઠવાડિયે 70 હજાર કોન્ડોમ વહેંચાયાઅને ઓલિમ્પિક ઓથોરિટીએ વધારાના 20 હજાર કોન્ડોમનો ઓર્ડર આપવો પડ્યોવર્ષ 2002માં સૉલ્ટ લેક સિટીમાં તો અઢી લાખ કોન્ડોમ વહેંચવાની જાહેરાત કરાઈ હતીપરંતુ બાદમાં એક લાખ કોન્ડોમ અપાયા હતાઆ આંકડો એથેન્સમાં 1,30,000 તેમજ બેજિંગ અને વાનકુવરમાં એક લાખ હતો

પરંતુ આ પુસ્તકના સિક્રેટ લેખક કહે છે કે, “જોકેઆ બધા સમાચારોમાં જેટલા આંકડા દર્શાવાયા છે એટલું સેક્સ નથી હોતું.” એવા પણ સમાચાર આવ્યા હતા કેભારતીય હોકી ટીમના એક ખેલાડીએ પોતાની બેગમાં બહુ બધા કોન્ડોમ ભરી લીધા હતાજેથી તે ભારત જઈને તેનું વેચાણ કરી શકેજ્યારે અન્ય એક બ્રિટિશ હોકી ખેલાડી  સ્ટીવન બેચલર કહે છે કેઅમારી ટીમે તો કોન્ડોમના વૉટર બોમ્બ બનાવ્યા હતાઅને વિલેજમાં આવતા જતા લોકો પર ફેંકતા હતા.